Type Here to Get Search Results !

NEET TEST SERIES | STD 12 | CHAP-9,10

0

NEET TEST SERIES | STD 12 | CHAP-9,10



પ્રકરણ 1 થી 4 માટે આપેલ લિંક પર ક્લિક કરો👇 
https://www.indiabiologyneet.com/2024/12/neet-test-series-std-12-chap-1234.html

પ્રકરણ 5 થી 6 માટે આપેલ લિંક પર ક્લિક કરો👇

પ્રકરણ 7 અને 8 માટે આપેલ લિંક પર ક્લિક કરો👇

https://www.indiabiologyneet.com/2024/12/neet-test-series-std-12-chap-78.html

 64. જૈવતકનિકી એટલે શું?

(A) સજીવોમાંથી પ્રાપ્ત કાર્બોદિત ઉપયોગ મનુષ્ય માટેની ઉપયોગી નીપજો ઉત્પાદન કરવાની તકનીકી.
(B) સજીવોમાંથી પ્રાપ્ત પ્રોટીન અને લિપિડ નો ઉપયોગ મનુષ્ય માટેની ઉપયોગી નીપજો ઉત્પાદન કરવાની તકનીકી.
(C) સજીવોમાંથી પ્રાપ્ત થતા ઉત્સેચકોનો ઉપયોગ મનુષ્ય માટેની ઉપયોગી નીપજો ઉત્પાદન કરવાની તકનિકી.
(D) એક પણ નહીં.

65. નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.
(A) ઉપયોગી નીપજો ઓછી માત્રામાં ઉત્પાદન માટે જનીન પરિવર્તીત સજીવનો ઉપયોગ બાયોટેકનોલોજીમાં કરવામાં આવે છે.
(B) ઇન વિવો અને ફલન દ્વારા 'ટેસ્ટટ્યુબ' બેબી નું નિર્માણ બાયોટેકનોલોજી નો ઉપયોગ થાય છે.
(C) A અને B બંને
(D) એક પણ નહીં

66. નીચેનામાંથી કયામાં બાયોટેકનોલોજી નો ઉપયોગ થાય છે?
(I) DNA રસી
(II) ટેસ્ટટ્યુબ બેબી નું નિર્માણ
(III) જનીન થેરાપી
(IV) GMO
(V) BT- totomato
(A) 1
(B) 3
(C) 5
(D) 2

67. EFB નું પૂરું નામ જણાવો.
(A) Europe Federation of biotech
(B) European Federation of biotech
(C) European Federation of biotechnology
(D) એક પણ નહીં.

68."નીપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવન વિજ્ઞાન અને સજીવો કોષો તેમના ભાગો તથા આણ્વિય અનુરૂપતા નું સંચાલન" આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી છે?
(A) FEB
(B) FFB
(C) EFB
(D) એક પણ નહીં

69. યુરોપિયન બાયોટેકનોલોજી સંગઠન દ્વારા બાયોટેકનોલોજી ની વ્યાખ્યામાં શેનો સમાવેશ થાય છે.
(A) પરંપરાગત અભિગમ
(B) આધુનિક આણ્વિય બાયોટેક
(C) A અને B
(D) એક પણ નહીં

70. બાયોટેકનોલોજીકલ નીપજો માં શેનો સમાવેશ થાય છે?
(I) રસીઓ
(II) ઉત્સેચકો
(III) પોલીસેકેરાઇડ્સ
(IV) એન્ટિબાયોટિક્સ
(V) ટ્રાયપામિટીન
(A) બે
(B) ત્રણ
(C) ચાર
(D) પાંચ

71. નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.
(A) રસાયણ ઇજનેરી પ્રક્રિયામાં આનુવંશિક દ્રવ્યોમાં પરિવર્તન કરવામાં આવે છે.
(B) જે પ્રક્રિયામાં બાયોટેકનોલોજીકલ નીપજ જેવી કે ટ્રાયપામિટીન, કાઈટીન વગેરેનું નિર્માણ કરવામાં આવે છે.
(C) A અને B
(D) એક પણ નહીં.

72. બાયોટેકનોલોજી ના જટિલ સંશોધન ક્ષેત્રો જણાવો.
(A) સુધારેલ સજીવ સામાન્યત: સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉત્સેચક ના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા.
(B) ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરીવિદ્યાની મદદથી ઈષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું.
(C) અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન કાર્બનિક સંયોજન નું શુદ્ધિકરણ.
(D) બધા જ.

73. નીચેનામાંથી કયા વિધાન સાચા છે?
(a) હરિયાળી ક્રાંતિથી ત્રણ ગણો અન્ન પુરવઠો પૂરો પાડી શક્યો છે. પરંતુ તે વધતી જતી વસ્તી માટે અપૂરતો છે.
(b) વિશ્વમાં એગ્રો કેમિકલ નો ઉપયોગ ખેડૂતો માટે ખૂબ જ ખર્ચાળ છે.
(c) લણણી પછી થતા નુકસાનનો ઘટાડો GM વનસ્પતિઓ દ્વારા થાય છે.
(A) a અને c
(B) b અને c
(C) માત્ર a
(D) a, b અને c ત્રણેય

74. નીચેના પૈકી કયા GM વનસ્પતિના ઉપયોગો છે?
(I) અજૈવિક તાણ શીત અચરસાર ગરમી સામે પાકોને વધારે સહિષ્ણુ બનાવવા.
(II) જીવાતાનાશક રસાયણો પર ની નિર્ભરતા ઘટાડવી.
(III) વનસ્પતિઓ દ્વારા ખનીજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી.
(A) I, II
(B) II, III
(C) I, II, III
(D) માત્ર I

75. જોડકા જોડો.
                    A                                B
(a) આલ્ફા-1- એન્ટીટ્રીપ્સીન       (i) AIDS
(b) ELISA                             (ii) જૈવિક પદાર્થો નો બિનસત્તાવાર નિકાલ
(c) જૈવ તસ્કરી                       (iii)એમિફસેમા
(A) (a-i), (b- ii), (c-iii)
(B) (a-iii), (b- i), (c-ii)
(C) (a-ii), (b- iii), (c-i)
(D) (a-iii), (b- ii), (c-i)

76. Rosie ગાય માટે નીચેના પૈકી કયું સાચું છે?
(A) 2.4 gm પ્રોટીન /લીટર
(B) 2.4 mgm પ્રોટીન /લીટર
(C) 4.2 gm પ્રોટીન /લીટર
(D) 4.2 mgm પ્રોટીન /લીટર

77. A= પારજનીનિ ક પ્રાણીઓના 90% થી વધારે ઉંદરો છે.
B= માનવ પ્રોટીન (આલ્ફા-1- એન્ટીટ્રીપ્સીન ) નો ઉપયોગ એમિફસેમા ની સારવાર માટે થાય છે.
(A) વિધાન A અને B બંને સાચા છે.
(B) વિધાન A અને B બંને ખોટા છે.
(C) વિધાન A સાચું વિધાન B ખોટું.
(D) વિધાન A ખોટું વિધાન B સાચું.

78. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
(A) શરૂઆતમાં પારજનીનિક ઉદરનો ઉપયોગ પોલિયો રસી ની સુરક્ષા ના પરીક્ષણ માટે કરવામાં આવે છે.
(B) બિનપારજનીનિક પ્રાણીઓમાં કેટલાક જનીનો વિષારી પદાર્થો પ્રત્યે અતિસંવેદનશીલ બનાવાય છે.
(C) બાસમતી ચોખા તેની અનોખી સુગંધ તથા સ્વાદ માટે પ્રચલિત છે.
(D) એક પણ નહીં.
79. વિધાન A= પહેલાના સમયમાં રોગીઓ માટે લેવાતું ઇન્સ્યુલિન ભૂંડમાંથી મેળવાતું હતું.
કારણ B= આ ઇન્સ્યુલિન દ્વારા કેટલાક દર્દીઓને એલર્જી અથવા પ્રોટીન પ્રત્યે બીજી પ્રતિક્રિયાઓ થવા લાગી હતી. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
(B) વિધાન અને કારણ બંને સાચા છે પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
(C) વિધાન સાચું કારણ ખોટું છે.
(D) વિધાન અને કારણ બંને ખોટા છે.

જવાબો 

64.C, 65.D, 66.C, 67.C, 68.C,69.C, 70.B, 71.D, 72.D , 73.D, 74.C, 75.B, 76.A, 77.D, 78.B, 79.B

MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)

GUJARAT BIOLOGY NEET PLUS


Youtube -  @Gujarat Biology NEET PLUS 

                     @ Gujarat Biology Plus Manish Mevada

            @ Gujarat Biology NEET Q & A

Instagram -    @gujaratbiologyneetplus

Play store App  -  Gujarat Biology NEET PLUS

Website        - www.indiabiologyneet.com

               www.gujaratbiologyneet.com

www.manishmevada.com

BOOK             LAST DAYS FOR BOARD EXAMINATION     

                                   (2021,2022,2023,2024)  








Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad