👉 NEET Biology Concept Material
👉 NEET Biology Examination
👉 NEET Biology Tips
👉 NEET Biology Study મટેરીઅલ
નમસ્તે મિત્રો પરીક્ષાનું નવું પરિરૂપ આવી ચૂક્યું છે અને કયા પ્રકરણમાંથી કેટલા માર્કસનું પુછાશે એ પણ તમને ખબર પડી ગઈ હશે પણ કયા પ્રકરણમાંથી કેટલા માસ ની થીયરી પુછાશે એ નક્કી નથી એ કોઈપણ પ્રકરણમાંથી કોઈપણ પ્રકારની થીયરી પુછાય શકે છે તો તમારા માટે તમને વાંચવામાં સરળ પડે અને તમને ખબર પડે કે પરીક્ષામાં કેવી રીતે લખી શકાય એના માટે કેટલાક મહત્વના પ્રશ્નો અને જવાબો પ્રકરણ વાઈઝ હું અહીં લખીશ જે બોર્ડની પરીક્ષા માટે ફાયદાકારક રહેશે મિત્રો આ પ્રશ્નો ફક્ત પ્રેક્ટિસ માટે છે એવું ના હોય કે આ જ પ્રશ્નો પુછાય પણ આના જેવા અથવા આવા પણ હોઈ શકે છે તો હવેથી દરેક પ્રકરણના મારા અનુભવ પ્રમાણે કયા પ્રકરણમાંથી કેટલા માસ ની થીયરી પૂછાઇ શકે એવી બધી જ થીયરી પ્રશ્નો અને જવાબો સાથે લખીશ જે તમને ફાયદાકારક રહેશે
2 માર્કસ ની થીઅરી
પ્રશ્ન 1- અંતઃ કલિકાસર્જન અથવા જેમ્યુલસ એટલે શું? કયા સજીવ દ્વારા અંતઃ કલિકાસર્જન થાય છે ઉદાહરણ આપી અંતઃ કલિકાસર્જન ની આકૃતિ દોરો.
- કેટલીક મીઠા જળની વાદળી (દા.ત. , સ્પોન્જીલા) અને દરિયાઈ વાદળી (દા.ત. , સાયકોન) પોતાના શરીરના અંદરના ભાગમાં કેટલાક વિશિષ્ટ કોષસમૂહ સર્જે છે.
- આ કોષસમૂહની આસપાસ આવરણ ધરાવે છે. આવી રચનાઓને અંતઃકલિકા અથવા જેમ્યુલ્સ કહે છે દરેક જેમ્યુલ્સ નવા પ્રાણીમાં પરિણમે છે. તેને અંત : કલિકા સર્જન કહે છે.
- જન્યુઓનાં નિર્માણ બાદ બંને પ્રકારનાં જન્યુઓ ફલન થવા માટે ભૌતિક સંપર્કમાં આવવા જરૂરી છે.
- મોટા ભાગના સજીવોમાં નર જન્યુ ચલિત અને માદા જન્યુ અચલિત હોય છે.
- આથી તેને માટે માદા જન્ય સુધી પહોંચવા માટે માધ્યમની જરૂર પડે છે.
- અપવાદ : લીલ અને ફૂગ કે જેમાં બંને જન્યુઓ ચલિત હોય છે.
- નર જન્યુને પોતાનાં વહન માટે માધ્યમની જરૂર પડે છે. સરળ વનસ્પતિ જેવી લીલ , દ્ધિઅંગી અને ત્રિઅંગીમાં માધ્યમ તરીકે પાણી હોય છે.
- મોટી સંખ્યામાં નર જન્યુઓ માદા જન્યુઓ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે
- વહન દરમિયાન નર જન્યુ માદા જન્યુ સુધી ન પહોંચી શકવાની પૂર્તતા કરવા માદા જન્ય કરતાં નર જન્યુની સંખ્યા હજારો ગણી વધારે હોય .
- અને આ હા પ્રાણી માટે પણ લાગુ પડે છે
- પેનિસિલિયમમાં કણીય બીજાણુઓ દ્વારા
- સ્પોન્જીલા માં અંતઃકલિકા (જેમ્યુલસ) દ્વારા
- પેરામિશિયમમાં દ્વિભાજન દ્વારા
- યીસ્ટ માં બાહ્ય કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે
- સજીવના જીવનચક્ર ના મુખ્ય ત્રણ તબક્કા હોય છે
- જુવેનાઇલ તબક્કો - આ તબક્કા ને વૃદ્ધિ તબક્કો કહી શકાય જે પ્રાજનાનીક તબક્કા પહેલાનો તબક્કો કહી શકાય
- પ્રાજનનીક તબક્કો - આ તબક્કે સજીવો પ્રજનન ક્ષમતા કેળવે છે
- જીર્ણતા તબક્કો - પ્રજનન તબક્કો અને મૃત્યુ વચ્ચેનો તબક્કો જેને જીર્ણતા કહે છે
- વનસ્પતિમાં વાનસ્પતિક સુકાય અથવા કવકસૂત્ર યાંત્રિક દબાણને કારણે નાના નાના ખંડોમાં વિભાજિત થાય છે
- દરેક ખંડ વૃદ્ધિ પામીને નવી કવકજાળ બનવાની ક્ષમતા ધરાવે છે
- દા.ત. , ફૂગ – મ્યુકર , રાઇઝોપસ, સેપ્રોલેગ્નિયા
- લીલ - જિગ્નિમા, ઉડોગોનિયમ, સ્પાયરોગાયરા, યુલોથ્રિક્સ.
- વનસ્પતિનાં અંગોનો કોઈ એક ભાગ લઈને તેમાંથી નવો પૂર્વ છોડ મેળવવાની પદ્ધતિને કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન કહે છે
- આ પદ્ધતિમાં મૂળ અને પ્રકાંડ વાનસ્પતિક પ્રજનનમાં ભાગ લે છે
- કૃત્રિમ પદ્ધતિઓમાં કલમ કરવી, દાબકલમ અને આરોપણ જોવા મળે છે
- દા.ત. , કલમ દ્વારા લીંબુ, આમલી, ગુલાબ, શેરડી, શેવતી, ચીની ગુલાબ અને ગુલદા ઉદી
- દાબ કલમ દ્વારા ગુલાબ, લીંબુ, દ્રાક્ષ, જાસૂદ અને જુઈ
- તથા આરોપણ દ્વારા આંબો , સફરજન , લીંબુ , નાસપતિ , જામફળ અને લીચી.
- કૃત્રિમ પદ્ધતિ દ્વારા નવી સંતતિમાં ઉચ્ચ અને ઇચ્છિત લક્ષણો મેળવી શકાય છે .
- સમજન્યુ : કેટલીક લીલમાં બંને જન્યુઓ દેખાવમાં સરખાપણું ધરાવે છે, જેને સમજન્યુ કહે છે.
- તે બાહ્યાકાર અને દેહધાર્મિક દૃષ્ટિએ સરખા, હંમેશાં ચલિત અને કશાધારી હોય છે. દા.ત. , કલેડોફોરા અને યુલોથ્રિક્સ
- વિષમજન્યુ : લિંગી પ્રજનન કરતા મોટા ભાગના સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુઓ બાહ્યકારવિદ્યા અને દેહધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ સ્પષ્ટ રીતે ભિન્ન હોય છે.તેઓ વિષમજન્યુ તરીકે ઓળખાય છે . દા. ત ફ્યુક્સ માં વિષમ જન્યુઓ અને વિષમ જન્યુઓ
- ઘણી ફૂગ અને વનસ્પતિઓમાં દ્વિલિંગી (Bisexual) માટે સમસુકાય ( Homothallic ) કે એકસદની ( Monoecious ) શબ્દ વપરાય છે.
- જ્યારે એકલિંગી માટે વિષમસુકાય ( Heterothallic ) કે દ્વિસદની ( Dioecious ) શબ્દ વપરાય છે.
- સપુષ્પી વનસ્પતિમાં એકલિંગી નરપુષ્પ પુંકેસરીય છે, જે પુંકેસરના એકમો ધરાવે છે, જ્યારે માદા પુષ્પ સ્ત્રીકેસરના એકમો ધરાવે છે. કેટલીક વનસ્પતિ પર બંને એકલિંગી પુષ્પો (નર પુષ્પ અને માદા પુષ્પ) હાજર હોય છે , તો તેને એકસદની વનસ્પતિ કહે છે અથવા અલગ અલગ વનસ્પતિ પર હોય તો તેને દ્વિસદની વનસ્પતિ કહે છે .
- ઉદાહરણ : એકસદની (Monoecious) વનસ્પતિનાં ઉદાહરણ કોળું (Cucurbits) અને નાળિયેરી (Coconuts) દ્વિ સદની ( Dioccious) વનસ્પતિનાં ઉદાહરણ પપૈયા (Papaya) અને ખજૂરી (Datepalm).
- લિંગી પ્રજનન કરતા બધા જ સજીવોમાં યુગ્મનજ (2n) નું નિર્માણ એ સામાન્ય છે.
- બાહ્યફલન કરતા સજીવોમાં યુગ્મનજનું નિર્માણ બાહ્ય માધ્યમ ( પાણી ) માં થાય છે .
- જ્યારે અંત : ફલન દર્શાવતા સજીવોમાં યુગ્મનજનું નિર્માણ સજીવ દેહની અંદરની બાજુએ થાય છે. પછી યુગ્મનાજનો વિકાસ , સજીવ ક્યા પ્રકારનું જીવનચક્ર ધરાવે છે તેની પર આધારિત છે અને તે કયા પર્યાવરણમાં રહે છે તેના પર છે. લીલ અને ફૂગ જેવા સજીવોના યુગ્મનજમાં જાડી દીવાલ વિકસે છે, જે શુષ્કતા અને નુકસાન સામે પ્રતિકાર કરે છે.
- સામાન્ય રીતે અંકુરણ પહેલા વિરામના સમયગાળામાંથી પસાર થાય છે.
- એકવિધ જીવનચક્ર ધરાવતા સજીવોમાં (લીલ , વોલ્વોકસ , સ્પાયરોગાયરા , ક્લેમિડોમોનાસ) ફલિતાંડમાં અર્ધીકરણ પ્રકારે વિભાજન થવાથી એકકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે જે વિકાસ પામી એકકીય દેહનિર્માણ કરે છે. દ્વિવિધ – આવૃત બીજધારી , અનાવૃત બીજધારી ફ્યુક્સ અને લીલ વનસ્પતિ .
- એક - દ્વિવિધ -દ્વિસંગી અને ત્રિઅંગી અને એકટોકાર્પસ.
- ફલિતાંડ ( યુગ્મનજ ) એ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચેની નિશ્ચિત સાતત્ય માટેની જીવંત જોડતી કડી છે . લિંગી પ્રજનન કરતો દરેક સજીવ એક કોષ કે જે ફલિતાંડ તરીકે ઓળખાય છે તેમાંથી જીવનની શરૂઆત કરે છે
- ફલિતાંડ ( યુગ્મનજ ) એ એક પેઢીથી બીજી પેઢીના સજીવો વચ્ચેની નિશ્ચિત સાતત્ય માટેની જીવંત જોડતી કડી છે.
- લિંગી પ્રજનન કરતો દરેક સજીવ એક કોષ કે જે ફલિતાંડ તરીકે ઓળખાય છે તેમાંથી જીવનની શરૂઆત કરે છે.
- બાહ્યક્લન
- મોટા ભાગની લીલ , મલ્યો અને ઉભયજીવીઓમાં સંયુમ્ન બાહ્ય માધ્યમ જેવા કે પાણી (સજીવના દેહની બહારની બાજુએ) માં થાય છે.
- આ પ્રકારના જન્યુઓના જોડાણને બાહ્ય ફલન કહે છે. તેને લીધે અસ્થિમલ્ય અને દેડકામાં મોટી સંખ્યામાં સંતતિઓ ઉત્પન્ન થાય છે.
- તેનો મુખ્ય ગેરફાયદો એ છે કે સંતતિઓની ભયકોના લીધે નાશ પામવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.
- આમ, તેઓને પુખ્તતા સુધી પહોંચતા પહેલાં ભયજનક સ્થિતિમાંથી પસાર થવું પડે છે.
- અંત : ફલન
- વનસ્પતિસમૂહો (જેમ કે ફૂગ , દ્ધિઅંગી , ત્રિઅંગી) અને સરિસૃપ , પક્ષીઓ અને સસ્તનોમાં સજીવ દેહની અંદરની બાજુ જન્યુયુગ્મન થાય છે.
- આથી આ પ્રક્રિયાને અંતઃફલન કહે છે. આ પ્રક્રિયામાં નર જન્યુઓ ચલિત હોવાથી અંડકોષ સુધી પહોંચીને તેની સાથે જોડાય છે.
- આવું માદા દેહની અંદર બને છે . બીજ ધારી વનસ્પતિઓમાં અચલિત નર જન્યુઓ પરાગનલિકાઓ દ્વારા માદા જન્યુ સુધી વહનને પામે છે.
- આ બધા સજીવોના દેહમાં અંડકોષ બને છે . ત્યાં ફલન થાય છે . શુક્રકોષો ખૂબ વધુ ઉત્પન્ન થતા હોય છે પણ અંડકોષની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.
Thank you so much sir 🙏
ReplyDeleteThank you sir
ReplyDeleteThank you so much sir 😊
ReplyDeleteThenk you very much sir
ReplyDeleteVery so much
Deletethank you so much sir
ReplyDeletePlease do not enter any spam link or word in the comment box