Type Here to Get Search Results !

સંપૂર્ણ અભ્યાસક્રમ Board ની પરીક્ષા માટે IMP પ્રેક્ટિસ પેપર | ધોરણ 12 Biology કુલ ગુણ 100

0

   

સંપૂર્ણ અભ્યાસક્રમ Board ની પરીક્ષા માટે IMP પ્રેક્ટિસ પેપર | ધોરણ 12 Biology કુલ ગુણ 100 


PART - A ( 50 MCQs)  - 50 Marks


(1) પોષકસ્તર માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

(a) પોષકસ્તરના કોષ એક કોષકેન્દ્ર ધરાવે છે.
(b) વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડે છે.
(c) પોષકસ્તરના કોષો ઘટ્ટ કોષરસ ધરાવે છે.
(d) લઘુબીજાણુધાનીનું સૌથી અંદરનું સ્તર છે.

(2) બીજાણુજનક પેશી માટે અસંગત ઓળખો.

(a) લઘુબીજાણુધાનીની કેન્દ્રમાં આવેલ હોય છે.
(b) પુખ્ત પરાગાશયમાં જોવા મળે છે.
(c) બધા જ કોષો દ્વિકીય હોય છે.
(d) બધા જ કોષો જનીનિક રીતે સમાન હોય છે.

(3) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

I – પરાગરજ પોષકતત્વોથી સમૃદ્ધ છે.
II – હાલના વર્ષોમાં પરાગરજ ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાની પ્રથા છે.
III – પશ્ચિમી દેશોમાં, મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે.
IV-પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ઘોડાઓના દેખાવમાં વધારો કરે છે.
V- પરાગરજ પોતાની જીવિતતા ગુમાવાય તે પછી તેઓનું પરાગાસન પર સ્થાપન થઈ શકે છે.

(a) I, II, III, IV, V
(b) I, II, III, IV
(c) I, II, III
(d) II, III, IV

(4) નીચે આપેલ રચના પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(a) અફીણનું બહુસ્ત્રીકેસરીયુકત સ્ત્રીકેસર
(b) ચંપાનું બહુસ્ત્રીકેસરી મુકત સ્ત્રીકેસર
(c) ચંપાનું બહુસ્ત્રીકેસરીયુકત સ્ત્રીકેસર
(d) અફીણનું બહુસ્ત્રીકેસરીમુક્ત સ્ત્રીકેસર

(5) દૂધના વહન માટેનો યોગ્ય માર્ગ ઓળખો.

(a) કૂપિકા → સ્તનનલિકા સ્તનવાહિની→ સ્તનતુંબિકા→ દુગ્ધવાહિની
(b) કૂપિકા → સ્તનવાહિની સ્તનનલિકા સ્તનતુંબિકા→ દુગ્ધવાહિની
(c) કૂપિકા → સ્તનતુંબિકા સ્તનવાહિની સ્તનનલિકા દુગ્ધવાહિની
(d) કૂપિકા → સ્તનતુંબિકા સ્તનનલિકા સ્તનવાહિની દુગ્ધવાહિની

(6) નીચેના વિધાનો અંડપિંડ વિશે આપેલ છે. સાચા વિધાનો પસંદ કરો.

I–અંડકોષ અને માદા જાતીય અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતું અંગ છે.
II–અંડપિંડો ઉરસના ઉપરના ભાગે દરેક બાજુએ એક-એક ગોઠવાયેલ હોય છે.
III – અંડપિંડ 4 થી 6 સેમી લાંબુ હોય છે.
IV –અંડપિંડો નિતંબની દિવાલ તેમજ ગર્ભાશય સાથે અસ્થિબંધ દ્વારા સંપર્કમાં હોય છે.
V- અંડપિંડ પાતળા અધિચ્છદીય આવરણ દ્વારા આવરિત હોય છે.
VI –અંડપિંડીય આધારક બે વિસ્તારમાં વિભાજિત થાય છે : પરિઘવર્તી મજજક અને અંદરનું બાહ્યક

(a) I, II, III, IV, V
(b) I, IV, V
(c) I, II, III, IV, V
(d) I, III, IV, V

(7) અંડકોષના અંદરથી બહાર તરફના સ્તરોને ઓળખો.

(a) કોરોના રેડીએટા ઝોના પેલ્યુસીડા  કોષરસસ્તર
(b) ઝોના પેલ્યુસીડા→ કોરોના રેડીએટા→ કોષરસસ્તર
(c) ઝોના પેલ્યુસીડા→ કોષરસસ્તર કોરોના રેડીએટા
(d) કોષરસસ્તર→ કોરોના રેડીએટા ઝોના પેલ્યુસીડા

(8) નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.

(a) યોનિપટલની હાજરી કૌમાર્ય અથવા જાતીય અનુભવનું ભરોસાપાત્ર સૂચક માનવામાં આવે છે.
(b) યોનિપટલની ગેરહાજરી કૌમાર્ય અથવા જાતીય અનુભવનું ભરોસાપાત્ર સૂચક માનવામાં આવે છે.
(c) યોનિપટલની ગેરહાજરી કૌમાર્ય અથવા જાતીય અનુભવનું ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી.
(d) યોનિપટલની હાજરી અથવા ગેરહાજરી કૌમાર્ય અથવા જાતીય અનુભવનું ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી.

(9) જોડકાં જોડોઃ

કોલમ - I                                                    કોલમ - II

(P) કોપરમુક્ત કરતું IUDs              (I) CuT, Cu7, મલ્ટીલોડ 375
(Q) બિન ઔષધીય IUDs              (II) લિપસ લૂપ
(R) અંતઃસ્ત્રાવ મુકત કરતા IUDs   (III) પ્રોજેસ્ટાસર્ટ, LNG - 20


(a) (P-I), (Q-II), (R-III)
(b) (P-I), (Q-III), (R-II)
(c) (P-II), (Q-III), (R-I)
(d) (P-II), (Q-I), (R-III)

(10) ટેસ્ટટ્યુબ બેબી એટલે...

(a) બાળક ટેસ્ટટયુબમાં વિકાસ પામે છે.
(b) બાળક એ પેશી સંવર્ધનની પદ્ધતિ દ્વારા વિકાસ પામે છે.
(c) અંડકોષને શરીરની બહાર ફલન કરાવીને તે પછી તેને ગર્ભાશયમાં સ્થાપન કરાવવામાં આવે છે.
(d) તે અફલિત અંડકોષમાંથી વિકાસ પામે છે.

(11) કૃત્રિમ વીર્યસેચન એટલે શું?

(a) સ્વસ્થ દાતામાંથી શુક્રકોષોને કૃત્રિમ રીતે સીધું જ અંડપિંડમાં દાખલ કરવામાં આવે છે.
(b) સ્વસ્થ દાતાના શુક્રકોષોને અંડકોષ ધરાવતી ટેસ્ટટયુબમાં દાખલ કરવામાં આવે છે.
(c) પતિના શુક્રકોષોને અંડકોષ ધરાવતી ટેસ્ટટયુબમાં દાખલ કરવામાં આવે છે.
(d) સ્વદાતાના શુક્રકોષોને કૃત્રિમ રીતે યોનિમાર્ગમાં દાખલ કરવામાં આવે છે.

(12) ગર્ભધારણને સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો અનેનીચે માગ્યા મુજબ જવાબ આપો. નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે ?

I – ગર્ભધારણના પહેલાં ત્રણ મહિના સુધી સામાન્ય રીતે પ્રેરિત ગર્ભપાત (MTP) સુરક્ષિત છે.
II – ગર્ભધારણ અટકાવવા માટે ગર્ભનિરોધક ગોળી સમાગમના એક અઠવાડિયા પછી લેવામાં આવે છે.
III – કોપર T જેવા અંતઃગર્ભાશય ઉપાયો અસરકારક ગર્ભનિરોધક છે.
IV – જયાં સુધી માતા બે વર્ષ સુધી સ્તનપાન કરાવે છે ત્યાં સુધી ગર્ભધારણની શકયતા નહિવત્ છે.

(a) I, III
(b) I, II
(c) II, III
(d) III, IV


(13) નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

(a) સમયુગ્મી પિતૃના બધા જ જન્યુઓ સમાન પ્રકારના હોય છે.
(b) વિષમયુગ્મી પિતૃના જન્યુઓ બે પ્રકારના હોય છે.
(c) સજીવ સમયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે છે.
(d) જન્યુઓ સમયુગ્મી કે વિષમયુગ્મી હોઈ શકે છે.

(14) મેન્ડલને જાણવા મળ્યું કે પારસ્પરિક સંકરણ સરખા જ પરિણામો પ્રાપ્ત કરે છે, તેમાંથી તેણે શું તારણ કાઢયું ?

(a) લક્ષણોની મુક્ત વહેંચણી થાય છે.
(b) લક્ષણની પ્રભાવિતા નક્કી કરવામાં જાતિ અગત્યની ભૂમિકા ભજવે છે.
(c) કોઈ પણ લક્ષણની પ્રભાવિતા નથી.
(d) લક્ષણોની પ્રભાવિતા પર જાતિનો કોઈ પ્રભાવ નથી.

( 15) ચોકકસ વનસ્પતિમાં લાલ રંગના પુષ્પ (R) એ સફેદ રંગના પુષ્પ (r) પર પ્રભાવી છે, જયારે વિષમયુગ્મી (Rr) છોડ સ્વફલન થાય છે, ત્યારે 64 સંતતિ મળે છે, તો સફેદ સંતતિની સંખ્યા કેટલી હશે?

(a) 64
(b) 0
(c) 16
(d) 32

(16) યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(I) હિમોફિલિયા એ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે.
(II) ડાઉન્સ સિન્ડ્રોમ એન્યુપ્લોઈડીના લીધે થાય છે.
(III) ફિનાઈલ કિટોન્યુરિયા એ દૈહિક પ્રચ્છન્ન જનીનિક ખામી છે.
(IV) સિકલસેલ એનિનિયા એ X-સંકલિત પ્રચ્છન્ન જનીનિક ખામી છે.


(a) I અને IV સાચાં છે.
(b) II અને IV સાચાં છે.
(c) I, II અને IV સાચાં છે.
(d) I, II અને III સાચાં છે.

(17) ગ્લોબિનના અણુના સંશ્લેષણમાં મુશ્કેલીના લીધે થેલેસેમિયા અને સિકલસેલ એનિમિયા થાય છે. તો યોગ્ય વિધાન શોધો.

(a) બંને ગ્લોબિન અણુની શૃંખલા સંશ્લેષણની માત્રાત્મક સમસ્યાને લીધે થાય છે.
(b) થેલેસેમિયા ગ્લોબિન અણુના ઓછા સંશ્લેષણને કારણે થાય છે.
(c) સિકલ સેલ એનિમિયા એ ગ્લોબિનના અણુના સંશ્લેષણની માત્રાત્મક સમસ્યા છે.
(d) બંને ગ્લોબિન શૃંખલા સંશ્લેષણની ગુણાત્મક ખામીને લીધે થાય છે.

(18) DNA થી રંગસૂત્ર સુધી પેકેજિંગની રચનાઓ ક્રમશઃ ઓળખો.

(a) ન્યુકિલઓઝોમ→ DNAક્રોમેટિનક્રોમેટિનતંતુઓ   રંગસૂત્ર
(b) DNA→ ન્યુકિલઓઝોમ ક્રોમેટિન  ક્રોમેટિન તંતુઓ   રંગસૂત્ર
(c) DNA→ ન્યુકિલઓઝોમ   ક્રોમેટિન તંતુઓ  ક્રોમેટિન રંગસૂત્ર
(d) DNA   ન્યુકિલઓઝોમ રંગસૂત્ર ક્રોમેટિન  ક્રોમેટિન તંતુઓ

(19) યુક્રોમેટિન અને હિટેરોક્રોમેટિન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

I - શિથિલ રીતે ગોઠવાયેલ
II - ગાઢ રીતે ગોઠવાયેલ
IV – આછો અભિરંજિત થતો ભાગ V-સક્રિય ક્રોમેટિન
III – ઘેરો અભિરંજિત થતો ભાગ
VI –નિષ્ક્રિય ક્રોમેટિન


યુક્રોમેટિન              હિટેરોક્રોમેટિન
(a) II, III, VI            I, IV, V
(b) I, IV, V              II, III, VI
(c) II, III, V             I, IV, VI
(d) I, IV, VI             II, III, V

(20) શા માટે DNA જનીનદ્રવ્ય તરીકે વર્તતો નથી?

(a) RNA ના પ્રત્યેક ન્યુકિલઓટાઈડ પર 2'-OH હોવાથી RNA અસ્થિર અને સરળતાથી વિઘટન થાય તેવું બને છે.
(b) RNA ઉત્સેચક તરીકે વર્તતો હોવાથી RNA વધુ સક્રિય અને રચનાત્મક દ્દષ્ટિએ અસ્થાયી હોય છે.
(c) RNA માં થાયમીનના સ્થાને યુરેસીલ હોવાથી RNA અસ્થાયી બને છે.
(d) બધા જ

(21) કેપીંગ એક પ્રક્રિયા છે જેમાં ........

(a) 5' છેડા પર એડીનાઈલેશન થાય છે
(b) 5' છેડા પર મિથાઈલ ગ્વાનોસાઈન ટ્રાયફોસ્ફેટ ઉમેરાય છે.
(c) 3' છેડા પર એડીનાઈલેશન થાય છે.
(d) 3' છેડા પર મિથાઈલ ગ્વાનોસાઈન ટ્રાયફોસ્ફેટ ઉમેરાય છે.

(22) AGC ACA UUU AUG CCG AGC ક્રમ છે. નીચેનામાંથી કયા વિકલ્પ મુજબ રીડિંગ ફ્રેમ બદલાશે નહિ.

(a) 9 અને 10 માં સ્થાને ન્યુકિલઓટાઈડનો ઉમેરો થતાં
(b) ત્રીજા સ્થાને એક ન્યુકિલઓટાઈડનો ઉમેરો થતાં
(c) 6 અને 7 માં ન્યુકિલઓટાઈડનો લોપ થતાં
(d) 10, 11 અને 12 માં ન્યુકિલઓટાઈડનો લોપ થતાં

(23) રૂઢિગત ધાર્મિક સાહિત્યના વિશિષ્ટ સર્જનવાદ મુજબ નીચેનામાંથી કઈ શકયતા અસંગત છે?

(a) આજે જોવા મળતા બધા જ સજીવો આ જ સ્વરૂપે ઉત્પન્ન થયેલા હોવા જોઈએ.
(b) ઉત્પત્તિ સમયે જેવી જૈવ-વિવિધતા પહેલાં હતી તેવી જ ભવિષ્યમાં પણ રહેશે.
(c) પૃથ્વી લગભગ 40000 વર્ષ જૂની છે.
(d) એક પણ નહિ

(24) પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(a) અપસારી ઉદ્દવિકાસ, કાર્યસદશ અંગો
(b) અભિસારી ઉદ્દવિકાસ, કાર્યસદશ અંગો
(c) અભિસારી ઉદ્દવિકાસ, રચનાસદ્દશ અંગો
(d) અપસારી ઉદ્દવિકાસ, રચનાસદ્દશ અંગો

(25) ઓકટોપસની પાંખ અને બિલાડીની આંખની રચનાની ભાત અસમાન છે, તેમ છતાં તેઓ સમાન કાર્ય કરે છે. આ શેનું ઉદાહરણ છે ?

(a) અપસારી ઉત્ક્રાંતિને લીધે વિકસિત થયેલ કાર્યસદ્દશ અંગો
(b) અભિસારી ઉત્ક્રાંતિને લીધે વિકસિત થયેલ રચનાસદ્દશ અંગો
(c) અપસારી ઉત્ક્રાંતિને લીધે વિકસિત થયેલ રચના સદ્દશ અંગ
(d) અભિસારી ઉત્ક્રાંતિને લીધે વિકસિત થયેલ કાર્યસદ્દશ અંગો

(26) નીચેનામાંથી નિષ્ક્રિય પ્રતિકારકતા બાબતે અસંગત વિધાન પસંદ કરો.

(a) માતા દ્વારા શિશુને દુગ્ધ દ્વારા એન્ટિબોડી મળવી
(b) ટિટેનસ (ધનુર) માં, વ્યકિતના શરીરમાં તૈયાર એન્ટિબોડી કે એન્ટિટોકિસન વિષકારક પદાર્થ દાખલ કરવો.
(c) નિષ્ક્રિય કે નબળા રોગકારક તૈયાર કરી શરીરમાં દાખલ કરવા
(d) માતા દ્વારા ગર્ભને જરાયુ મારફતે એન્ટિબોડી મળવી

( 27) પ્રાથમિક લસિકાઅંગો – P દ્વિતીય લસિકાઅંગો -Q

1-આંત્રપુચ્છ, II – નાના આંતરડાંના પેર્યસની ખંડિકાઓ, III –થાયમસ, IV - બરોળ, V - લસિકાગાંઠ, VI - અસ્થિમજજા, VII - કાકડા

P અને Q માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.


P                                        Q
(a) III, VI                        I, II, IV, V, VII
(b) I, II, IV, V, VII            III, VI
(c) II, IV, VII                   I, III, V, VI
(d) I, III, V, VI                 II, IV, VII

(28) હેરોઈન માટે અસંગત વિધાન પસંદ કરો.

(a) તે મોરફીનના એસિટાઈલેશનથી મેળવવામાં આવે છે.
(b) તે રંગીન, વાસહીન, કડવું અને અસ્ફટિકમય સંયોજન છે.
(C) તે તણાવશામક અને શરીરના કાર્યોને ધીમા પાડે છે.
(d) તે નાસિકા દ્વારા કે ઈન્જેક્શન દ્વારા લેવામાં આવે છે.

(29) પ્રાથમિક સ્લજ શું છે?

(a) ગાળણ દ્વારા દૂર કરવામાં આવેલ ઘનદ્રવ્યો
(b) અવસાદન દ્વારા દૂર કરવામાં આવેલ ઘનદ્રવ્યો
(c) સેટલિંગ ટાંકામાં અવસાદિત થતો ફલોકસ
(d) અજારક ટાંકામાં અવસાદિત થતો ફલોકસ

(30) માઈકોરાઈઝા / કવકજાળમાં ફૂગ વનસ્પતિને શું આપે છે?

(a) ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરીને વનસ્પતિને આપે
(b) મૂળમાં રોગપ્રેરતા રોગકારકો સામે પ્રતિકારકતા
(c) ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા
(d) બધા જ

(31) મોટા ભાગના બકુલોવાયરસનો ઉપયોગ જૈવિક નિયંત્રણ કારકો તરીકે શા માટે થાય છે ?

(a) તેઓ જાતિ વિશેષ છે.
(b) લક્ષ્યહીન સજીવો પર તેમની કોઈ નકારાત્મક અસર નથી.
(c) ફાયદાકારક કીટકોનું સંરક્ષણ કરે છે.
(d) આપેલ બધા

(32) નીચે ઉત્સેચકો અને તેના કાર્યો આપેલ છે. નીચેના જોડકાં જોડો:

કોલમ -1                                                 કોલમ - II

(P) રિસ્ટ્રિકશન એન્ડોન્યુકિલએઝ        (I) DNA ની પ્રતિકૃતિઓ બનાવે.
(Q) DNA પોલિમરેઝ                        (II) DNA ના અણુઓને તોડે.
(R) DNA લાયગેઝ                           (III) DNA ના અણુઓને જોડે


(a) (P-III), (Q-I), (R-II)
(b) (P-II), (Q-III), (R-I)
(c) (P-III), (Q-II), (R-I)
(d) (P-II), (Q-I), (R-III)

(33) નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

(a) Hind II DNA ના એક ચોકકસ બિંદુ પર કાપ મૂકે છે જયાં ચાર બેઈઝ જોડનો એક ચોકકસ ક્રમ હોય છે.
(b) આજે 900 થી વધારે રિસ્ટ્રિકશન ઉત્સેચકો શોધાયેલ છે.
(c) અલગ અલગ રિસ્ટ્રિકશન ઉત્સેચક માટે ઓળખક્રમ અલગ અલગ હોય છે.
(d) રિસ્ટ્રિકશન ઉત્સેચકો આદિકોષકેન્દ્રીકોષમાંથી મેળવવામાં આવે છે.

(34) પ્રતિજૈવિક અવરોધક જનીનો કયાં ઉત્સેચકો માટેની ઓળખજગઓ ધરાવે છે?

            ampR                                 tetR

(a) EcoR I, Pvu II                     Cla I, Hind II
(b) Cla I, Hind II                      EcoR I, Pvu II
(c) BamH I, Sal I                     Pvu I. Pst I
(d) Pvu I, Pst I                         BamH I, Sal I


(35) નીચેનામાંથી અનુપ્રવાહિત સંશાધન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(a) નીપજોને યોગ્ય પરિક્ષકોથી પરિરક્ષિત બનાવાય છે.
(b) ઔષધોની બાબતમાં આવી બનાવટોને ચીવટપૂર્વકના ચિકિત્સકીય પરીક્ષણમાંથી પસાર કરવામાં આવે છે.
(c) પ્રત્યેક નીપજોની ચુસ્તપણે ગુણવત્તા નિયંત્રણ ચકાસણી થાય છે.
(d) બધા જ

(36) પ્લાસ્મિડનો વાહક તરીકે ઉપયોગ થાય છે, કારણ કે

(a) બંને છેડા સ્વયંજનન દર્શાવે છે.
(b) તેની પાસે પ્રતિજૈવિક અવરોધક જનીન હોય છે.
(c) તેનું આદિકોષકેન્દ્રીય કોષ અને સુકોષકેન્દ્રકોષ વચ્ચે સહન કરી શકાય છે.
(d) તે વલયાકાર DNA છે કે જેની પાસે સુકોષકેન્દ્રીય DNA જોડાણની ક્ષમતા છે.

(37) જયારે DNA નું પ્રત્યાંકન થાય છે ત્યારે mRNA મોટે ભાગે એક શૃંખલાયુકત હોય છે. પરંતુ કયારેક RNA નું નિર્માણ થાય છે તે mRNA ને પૂરક હોય છે તેને. . કહે છે અને તેનું કાર્ય...છે 

(a) પ્રતિ અર્થપૂર્ણ RNA, ભાષાંતર અટકાવાનું
(b) પ્રતિ અર્થપૂર્ણ RNA, પ્રત્યાંકન અટકાવવાનું
(c) પ્રતિ અર્થપૂર્ણ RNA, ભાષાંતર પ્રેરવાનું
(d) અર્થપૂર્ણ RNA, પ્રત્યેક પ્રેરવાનું

(38) પારજનીનિક પ્રાણીઓ ક્યાં પ્રકારની સામાન્ય દેહધર્મવિદ્યા અને વિકાસ માટે જરૂરી છે ?

(a) ઈન્સ્યુલીન જેવા વૃદ્ધિ કારકનો અભ્યાસ કરવા.
(b) કારકોના નિર્માણમાં થતાં પરિવર્તનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોના અભ્યાસ.
(c) કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા
(d) બધા જ

(39) ભારતના ચોખા માટે અસંગત વિધાન પસંદ કરો.

(a) ભારતમાં ચોખાની લગભગ 2 લાખ varietis જોવા મળે છે.
(b) બાસમતી ચોખાની 37 ઓળખાયેલી varieties ભારતમાં ઉગાડવામાં આવે છે.
(C) ભારતમાં ચોખાની જે વિવિધતા છે તે વિશ્વની સૌથી વધુ વિવિકતાઓમાંથી એક છે.
(d) પ્રાચીન પુસ્તકો, લોકસાહિત્ય તથા કવિતાઓમાં બાસમતીનું વર્ણન જોવા મળેલ છે, જેનાથી ખ્યાલ આવે છે કે, તેનું સૈકાઓ પહેલાંથી વાવેતર કરવામાં આવે છે.

(40) એક પદ્ધતિ કે જેનો વ્યાપક પ્રમાણમાં વિવાદાસ્પદ પિતૃઓમાં કેસના નિરાકરણ કરવામાં ઉપયોગી છે, તો આ પદ્ધતિ કઈ હશે?

(a) પોલિમરેઝ ચેઈન રિએકશન
(b) DNA ફિંગરપ્રિન્ટીંગ
(c) મોનોકલોનલ એન્ટિબોડીનું નિર્માણ
(d) પુનઃસંયોજિત DNA ટેકનોલોજી

(41) પૂર્વ અંતઃસ્ત્રાવ (પ્રોઈન્સ્યુલિન) માંથી પુખ્ત ઈન્સ્યુલિનની પ્રક્રિયા દરમિયાન શું થાય છે ?

(a) C- પેપ્ટાઈડ પ્રોઈન્સ્યુલિનમાં ઉમેરાય છે.
(b) C- પેપ્ટાઈડ પ્રોઈન્સ્યુલિનમાંથી દૂર થાય છે.
(c) B – પેપ્ટાઈડ પ્રોઈન્સ્યુલિનમાં ઉમેરાય છે.
(d) B – પેપ્ટાઈડ પ્રોઈન્સ્યુલિનમાંથી દૂર થાય છે.

(42) વસ્તીના વિશિષ્ટ લક્ષણોને આધારે અસંગત ઓળખો.

(a) વસ્તીની બધી જ વ્યકિતઓનો સમાવેશ એક જ વસ્તીમાં થાય છે.
(b) વ્યકિતઓ બીજી જાતિથી પ્રજનસંબંધે અલગ પડે છે.
(c) વ્યકિતઓ બાહ્યાકારરચના અને અંતઃસ્થરચનાઓની રીતે અલગ હોય છે.
(d) વ્યકિતઓ બીજી જાતિથી પ્રજનનસંબંધે અલગ પડે છે.

(43) જોડકાં જોડો:

કોલમ – I ('r' નું મૂલ્ય)            કોલમ – II (ઉદાહરણ)

(P) 0.12                               (I) લોટમાં પડતા ધનેડા
(Q) 0.015                            (II) નોર્વેના ઉદરો
(R) 0.0205                          (III) ભારતમાં 1981 માં માનવ વસ્તી


(a) (P-II), (Q-I), (R-III)
(b) (P-I), (Q-III), (R-II)
(c) (P-II), (Q-III), (R-I)
(d) (P-I), (Q-II), (R-III)


(44) વિહુસ્ટ-પર્લ સંભાવ્ય વૃદ્ધિ આલેખના તબકકાઓ ક્રમમાં ઓળખો.

(a) લઘુગણકીય તબકકો ધનાત્મક પ્રવેગ તબકકો ઋણાત્મક પ્રવેગ તબકકો સમતુલન
(b) ધનાત્મક પ્રવેગ તબકકો લઘુગણકીય તબકકો ઋણાત્મક પ્રવેગ તબકકો સમતુલન
(c) ૠણાત્મક પ્રવેગ તબકકો લઘુગણકીય તબકકો ધનાત્મક પ્રવેગ તબકકો સમતુલન
(d) લઘુગણકીય તબકકો ઋણાત્મક પ્રવેગ તબકકો ધનાત્મક પ્રવેગ તબકકો સમતુલન

(45) ઉપભોકતાઓ દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણના દર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.

(a) વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા
(b) દ્વિતીયક ઉત્પાદકતા
(c) કુલ પ્રાથમિક ઉત્પાદકતા
(d) પ્રાથમિક ઉત્પાદકતા

(46) મૃત અવશેષીય આહારશૃંખલા માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

(a) તે વિઘટકોની બનેલ છે કે જેઓ વિષમપોષી સજીવો છે.
(b) તેમાં ફૂગ અને બેકટેરિયાનો સમાવેશ થાય છે.
(c) તેઓ નકામા પદાર્થોને કાર્બનિક પદાર્થોમાં ફેરવે છે.
(d) મૃત અવશેષીય ઘટકોના વિઘટન દ્વારા ઊર્જા કે પોષણ મેળવે છે.

(47) દ્વિતીય માંસાહારીઓમાં કયા પોષકસ્તરોના સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ?

(a) T1
(b) T2
(c) T3
(d) T4

(48) નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(a) આદિકોષકેન્દ્રીય જાતિઓની સંખ્યા કેટલી હોઈ શકે તેની ખાતરી નથી.
(b) પરંપરાગત વર્ગીકરણની રીતો સૂક્ષ્મજીવોને ઓળખવા માટે ઉચિત નથી તથા ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન યોગ્ય નથી.
(c) આદિકોષકેન્દ્રીય જાતિઓના વર્ણન માટે જૈવરાસાયણિક અથવા આણ્વિક માપદંડો અપનાવવામાં આવે ત્યારે તેમની વિવિધતા લાખોમાં પહોંચી શકે છે.
(d) બધા જ

(49) ભારત એ વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર.....P....... જમીન વિસ્તાર ધરાવે છે, પંરતુ તેની વૈશ્વિક જાતિ-વિવિધતા પ્રભાવશાળી રીતે .... Q... છે.
     
           P            Q


(a) 8.1%        2.4%
(b) 2.4%        8.1%
(c) 2.1%        8.4%
(d) 8.4%        2.1%

(50) નીચેનામાંથી અસંગત વિધાન શોધો.

(a) સજીવોનું વિલોપન યાદ્દચ્છિક પ્રક્રિયા છે.
(b) ઉભયજીવીઓનું લુપ્ત થવા માટે વધુ સંવેદશીલ લાગે છે.
(c) 15,000 કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે.
(d) વર્તમાન સમયમાં છઠ્ઠી વારનું વિલોપન પ્રગતિ પર છે.


પ્રકરણ 1,2,3 પ્રેક્ટિસ પેપર કુલ 100 માર્ક્સ સોલ્વ કરવા લિંક ઉપર ક્લિક કરો 👇👇👇


https://www.indiabiologyneet.com/2024/02/board-imp-123-12-biology-100.html


===========================================================

Part: B - થિયરી ( 50 Marks)


વિભાગ -A

* નીચેના આપેલા 1 થી 10 પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો. (દરેકના બે ગુણ) (ગમે તે આઠ) (16 ગુણ)

1) શબ્દ સમજાવો અંડક છિદ્ર,બીજ છિદ્ર અને જનન છિદ્ર,
2) કઈ પરિસ્થિતિમાં MTP નું પરામર્ષ આપવામાં આવે છે
3) શિશુનું રુધિરજૂથ O છે પિતાનો રુધિરજૂથ A અને માતાનું રુધિરજૂથ B છે તો પિતૃઓના જનીન પ્રકારની તપાસ કરો અને અન્ય સંતતિમાં સંભવિત જનીન પ્રકારની જાણકારી પ્રાપ્ત કરો
4) DNA ફિંગર પ્રિન્ટિંગ દરમિયાન VNTR ની ઉપયોગીતા દર્શાવો
5) આથવણ યુક્ત પીણાના ઉત્પાદન માટે સૂક્ષ્મ જીવોનો ફાળો સમજાવો
6) ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ જણાવો અને તેની મર્યાદા ઉદાહરણ સહિત જણાવો.
7) સમજાવો અંડવાહિનીઓ
8) ઉદવિકાસનો ગર્ભ વિદ્યાકીય આધાર સમજાવો
9) તફાવત આપો ફિલારીઆસીસ અને એસકેરીયાસીસ (બંને બાજુ બે મુદ્દા લખવા જરૂરી )
10) પુનઃસંયોજિત DNA ટેકનોલોજીનું રેખાંકિત નિરૂપણ દર્શાવતી ફક્ત આકૃતિ દોરો
11) નોંધ લખો. મિશ્રક ટેન્ક રીએક્શન
12) વસ્તીનું લક્ષણ જન્મદર અને મૃત્યુદર સમજાવો

વિભાગ : B

* નીચેના આપેલા 13 થી 21 પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો. (દરેકના ત્રણ ગુણ) (ગમે તે છ ) (18 ગુણ)

13) અંતઃસ્થ વિદ્યા અને બાહ્યાકાર વિદ્યાનો તુલનાત્મક અભ્યાસ પર નોંધ લખો.
14) દૈહિક રંગસૂત્ર સંલગ્ન રુધિરની માત્રાત્મક ખામી સમજાવો
15) મેલેરીયા ના પરોપજીવીના જીવન ચક્ર ને ચાર્ટ સ્વરૂપમાં દર્શાવો
16) નોંધ લખો RNAi
17) શા માટે ઉષ્ણકટિબંધીય ક્ષેત્રો સૌથી વધારે સ્તરોની જાતિ સમૃદ્ધિ દર્શાવે છે તે માટેની ત્રણ પરિકલ્પનાઓ આપો
18) નિવસનતંત્રિય સેવાઓ જણાવો
19) સુએઝની જૈવિક સારવારના તબક્કાઓ જણાવો
20) પુનઃસંયોજિત DNA ટેકનોલોજી ની ક્રિયા વિધિ ના બધા જ ક્રમિક સોપાનો લખી જનીન દ્રવ્યનું અલગીકરણ સમજાવો
21) તફાવત આપો ચર ઘાતાંકીય વૃદ્ધિ અને સંભાવ્ય વૃદ્ધિ (બંને બાજુ ત્રણ ત્રણ મુદ્દા જરૂરી)

વિભાગ : C

* નીચેના આપેલા 22 થી 27 પ્રશ્નોના માગ્યા પ્રમાણે સવિસ્તાર જવાબ આપો. (દરેકના ચાર ગુણ) (ગમે તે ચાર ) (ગુણ 16)

22) માગ્યા મુજબ જવાબ આપો
(a) નર પ્રજનન તંત્રમાં સમાવેશિત અંગોના નામ આપી શુક્રપિંડોનું સ્થાન રચના અને તેની અંતસ્થ રચના વર્ણવો
(b) પરિપક્વ શુક્રકોષની રચના આકૃતિ સહ વર્ણવો
23) E . Coli માં DNA સ્વયંજનન સાથે સંકળાયેલ ઉત્સેચકની કાર્ય પદ્ધતિ તથા સ્વયંજનનની ટૂંકમાં માહિતી આપો
24) પોલીન્યુક્લિઓટાઈડની સંરચના વણવો
25) માગ્યા મુજબ જવાબ આપો
(a) કોહેન અને બોયરનું બાયોટેકનોલોજીમાં યોગદાન
(b) pBR 320 ની ફક્ત નામ નિર્દેશિત આકૃતિ દોરો
26) ABO રુધિરજૂથ ના ઉદાહરણ દ્વારા બહુ વૈકલ્પિક કારકો એટલે શું સમજાવો
27) જન્યુજન એટલે શું? શુક્રકોષ જનન આકૃતિ સહ સમજાવો



જવાબો


1.A, 2.B, 3.B, 4.D, 5.A, 6.B, 7.B, 8.D, 9.A, 10.C, 11.D, 12.A, 13.D, 14.D, 15.C, 16.C, 17.C, 18.B, 19.B, 20.D, 21.B, 22.D, 23.C, 24.B, 25.D, 26.C, 27.A, 28.B, 29.B, 30.D, 31.D, 32.D, 33.A, 34.D, 35.D, 36.D, 37.A, 38.D, 39.B, 40.B, 41.B, 42.C, 43.D, 44.B, 45.B, 46.C, 47.C, 48.D, 49.B, 50.A



પ્રકરણ 4,5,6 પ્રેક્ટિસ પેપર કુલ 100 માર્ક્સ સોલ્વ કરવા લિંક ઉપર ક્લિક કરો 👇👇👇


https://www.indiabiologyneet.com/2024/02/board-imp-456-12-biology-100.html



બીજા પેપર પણ આજ સાઈટ પર મળી જશે home પર ક્લિક કરી ધોરણ 12 કેટેગરી ક્લિક કરો


દરરોજ એવા TEST અને મટેરીઅલ માટે આ સાઈટ રોજ જોતા રહો


www.indiabiologyneet.com


તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો અહીં કોમેન્ટમાં જણાવી શકો છો હું તમને ચોક્કસથી એના વિશે આર્ટીકલ બનાવી અને જણાવીશ



Manish Mevada

Gujarat Biology NEET PLUS

INDIA BIOLOGY NEET PLUS







Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad