Type Here to Get Search Results !

Board ની પરીક્ષા માટે IMP પ્રેક્ટિસ પેપર | પ્રકરણ 4,5,6 | ધોરણ 12 Biology કુલ ગુણ 100

0

Board ની પરીક્ષા માટે IMP પ્રેક્ટિસ પેપર | પ્રકરણ 4,5,6 | ધોરણ 12 Biology કુલ ગુણ 100


PART - A ( 50 MCQs)  - 50 Marks


1. હિમોફિલિયા માટે અસંગત વિધાન કયું છે ?

(A) તે એક પ્રભાવી રોગ છે.
(B) લોહીના ગંઠાઈ જવા સાથે સંકળાયેલ એક પ્રોટીન અસરગ્રસ્ત રોગ છે.
(C) તે જાતીયતાથી જોડાયેલો છે.
(D) તે પ્રચ્છન્ન રોગ છે.

2. જો બંને માતા-પિતા થેલેસેમિયાગ્રસ્ત હોય જે દૈહિક પ્રચ્છન્ન રોગ છે તો તેની ગર્ભાવસ્થામાં અસરગ્રસ્ત સંતાન હોવાની શક્યતા કેટલી છે ?

(A) 100%
(B) કોઈ શક્યતા નથી
(C) 50%
(D) 25%

3. મનુષ્યમાં ડાઉન્સ સિન્ડ્રોમ થાય છે કારણ કે.........

(A) 'X' રંગસૂત્રને કારણે
(B) 21માં રંગસૂત્રની ત્રણ નકલો
(C) મોનોસોમી
(D) બે 'Y' રંગસૂત્રોને કારણે

4. ઓમ્નઓસેન્ટેસિસ પદ્ધતિથી વિકાસ પામતા ભ્રૂણની કઈ ખામીનું નિદાન થઈ શકતું નથી ?

(A) ડાઉન્સ સિન્ડ્રોમ
(B) કમળો
(C) ક્લાઈનફેલ્ટર્સ સિન્ડ્રોમ
(D) ભ્રૂણની જાતિ

5. પ્લીઓટ્રોપિક જનીન

(A) તેના જનીનો પ્લીઓસીન કાળમાં ઉદભવ્યા હશે.
(B) બીજા જનીનની સાથે લક્ષણનું નિયમન કરે છે.
(C) તે ફક્ત આદિ વનસ્પતિઓમાં પ્રદર્શિત થાય છે.
(D) સજીવમાં એક કરતાં વધારે લક્ષણોનું નિયમન કરે છે.

6. સહપ્રભાવિતા દર્શાવતા જનીનમાં હોય છે.

(A) એક કારક બીજા કારક પર પ્રભાવી હોય છે.
(B) એક જ રંગસૂત્ર પર કારકો ચુસ્ત રીતે સંલગ્ન હોય છે.
(C) કારકો એકબીજા માટે પ્રચ્છન્ન હોય છે.
(D) વિષમયુગ્મી અવસ્થામાં બંને કારકો એકબીજાથી સ્વતંત્ર રીતે અભિવ્યક્ત પામે છે.

7. સહલગ્નતા (linkage) શબ્દ કોણે આપ્યો હતો ?

(A) ટી. એચ. મોર્ગન
(B) ટી. બોવરી
(C) જી. મેન્ડલ
(D) ડબ્લ્યુ સટન

8. નીચેનામાંથી હિમોફિલાયા માટે કયું યોગ્ય રીતે વર્ણન કરે છે ?

(A) રંગસૂત્રીય અનિયમિતાઓ
(B) પ્રભાવી જનીન અનિયમિતતાઓ
(C) પ્રચ્છન્ન જનીન અનિયમિતતાઓ
(D) જનીન અનિયમિતતાઓ

9. સાચું વિધાન પસંદ કરો.

(a) હિમોફિલિયા એ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગો છે.
(b) ડાઉન સિન્ડ્રોમ એન્યુપ્લોઇડીને કારણે છે.
(c) ફિનાઇલ કિટોન્યુરિયા એ એક દૈહિક રંગસૂત્ર પ્રચ્છન્ન જની રોગ છે.
(d) સીકલસેલ એનેમિયા એ X-સંકલિત પ્રચ્છન્ન જની રોગ છે.


(A) (a), (c) અને (d) સાચાં છે.
(B) (a), (b) અને (c) સાચાં છે.
(C) (a) અને (d) સાચાં છે.
(D) (b) અને (d) સાચા છે.

10. મેન્ડલે વટાણા પર કરેલા એક સંકરણ પ્રયોગ માટે અસંગત વિકલ્પ શોધો.

        લક્ષણ                પ્રભાવી અભિવ્યક્તિ         પ્રચ્છન્ન અભિવ્યક્તિ

(A) પુષ્પનું સ્થાન :          અગ્રિય                    કક્ષીય
(B) શીંગનો આકાર :       ફુલેલી                     સંકુચિત
(C) પુષ્પનો રંગ :            જાંબલી                    સફેદ
(D) શીંગનો રંગ :            લીલો                       પીળો

11. મેન્ડેલિઝમ શેની સાથે સંકળાયેલ છે ?

(A) સજીવોમાં વારસાગત લક્ષણો સાથે
(B) લિંગી પ્રજનનમાં અર્ધીકરણ સાથે
(C) સજીવોમાં વિકૃતિ સાથે
(D) વ્યતિકરણ અને સંલગ્નતા સાથે

12. શ્વાનપુષ્પના રંગને લક્ષણ તરીકે લઈ એક સંકરણના પ્રયોગ F, પેઢી પ્રાપ્ત થતાં તેમાં દેખાવ સ્વરૂપ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

(A) 3:1
(B) 1:2:1
(C) 9:3:3:1
(D) 1:2:1:2:4:2:1:2:1

13. ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરમાં સફેદ અને પીળા રંગના જનીનોનું પુન: સંયોજન P અને સફેદ રંગ અને ટૂંકી પાંખની સહલગ્નતા Q દર્શાવે છે.

(A) P >>98.7%,  Q>> 37.2%
(B) P >>98.7%, Q >>62.8%
(C) p >>1.3%, Q >> 37.2%
(D) P >>1.3%, Q>> 62.8%

14. યોગ્ય રીતે જોડો.

      કોલમ 1                      કોલમ - II
(A) મેન્ડલ                   (i) અલીલ
(B) બેટસન                 (ii) કારકો
(C) જોહાનસેન           (iii) રંગસૂત્ર
(D) સટન અને બોવેરી   (iv) જનીન


(A) A-iv, B-ii, C-iii, D-i
(B) A-iii, B-i, C-iv, D-ii
(C) A -i B -iii, C-ii, D-iv
(D) A-ii, B-i, C-iv, D-iii

15. કોલમ-1 અને કોલમ-2માંથી સાચો વિકલ્પ પસંદ કરો :

      કોલમ-1                                                   કોલમ-2
(1) xx - X0 લિંગ નિશ્ચિયન પદ્ધતિ        (p) ક્લાઇનફેલ્ટર
(II) XO સ્ત્રીનો પ્રકાર                            (q) પક્ષીઓ
(III) XXY - પુરુષનો પ્રકાર                     (r) ટર્નર્સ
(IV) ZZ-ZW લિંગ નિશ્ચય પદ્ધતિ           (s) હેમિપ્ટેરા   


(A) (i-s) (II-г) (I-p) (I-V)
(B) (I-s) (II-p) (III-q) (IV-r)
(C) (1-q) (II-р) (I-r) (IV-s)
(D) (I-r) (II-q) (I-p) (IV-s)

16. વંશાવળી પૃથક્કરણમાં વપરાતો સંકેતનો અર્થ જણાવો.
(A) નરશિશુવાળા પિતૃથી રોગથી પ્રભાવિત
(C) સમરક્ત મૈથુન (સંબંધીઓ સાથેનું મૈથુન)
(B) જોડિયા બાળકો (Twins)
(D) લિંગનો સ્પષ્ટ ભેદ દર્શાવતું નથી

17. નીચે આપેલી વંશાવળી ઓળખો.

(A) દૈહિક પ્રભાવી લક્ષણ
(B) દૈહિક પ્રચ્છન્ન લક્ષણ
(C) લિંગી પ્રભાવી લક્ષણ
(D) લિંગી પ્રચ્છન્ન લક્ષણ

18. આપેલાં લક્ષણોના આધારે ખામી ઓળખો.

(1) નાના ગોળ માથા સાથે ઠીંગણું કદ
(2) અપૂર્ણ ખુલ્લું માઁ અને કરચલી વાળી જીભ
(3) હથેળી પહોળી અને કરચલી વાળી


(A) ડાઉન સિન્ડ્રોમ
(B) કલાઇન ફેલ્ટર્સ સિન્ડ્રોમ
(C) ટર્નસ સિન્ડ્રોમ
(D) સીકલસેલ એનીમિયા

19. 'O' રુધિરજૂથ ધરાવતી વ્યક્તિનાં માતા અને પિતાનું રુધિરજૂથ અનુક્રમે 'A' અને 'B' છે, તો માતા અને પિતાનો જનીન પ્રકાર શું હોઈ શકે ?

(A) માતા 'A' રુધિરજૂથ માટે સમયુગ્મી અને પિતા 'B' રુધિરજૂથ માટે વિષમયુગ્મી હોય.
(B) માતા 'A' રુધિરજૂથ માટે વિષયયુગ્મી અને પિતા 'B' રુધિરજૂથ માટે સમયુગ્મી હોય.
(C) માતા અને પિતા બંને અનુક્રમે ‘A' અને 'B' રુધિરજૂથ માટે વિષમયુગ્મી હોય.
(D) માતા અને પિતા બંને અનુક્રમે 'A' અને 'B' રુધિરજૂથ માટે સમયુગ્મી હોય.

20. ક્યારેક એક જનીન એક કરતાં વધારે અસર દર્શાવે છે - આ ઘટનાને શું કહે છે ?

(A) બહુવૈકલ્પિકતા
(B) મોજેઇસીઝમ
(C) પ્લીઓટ્રોપી
(D) પોલિજેની (બહુજનીનિક)

21. જોડકાં જોડી સાચો વિકલ્પ પસંદ કરો.
     
       કોલમ I                                      કોલમ II

P. બેક્ટેરિયો ફેઝ ફાય x 174       (i) 4.6 x 10⁶bp
Q. ઈ કોલાઈ                            (ii) 3.3 x 10⁹ bp
R. માનવ એક્કીય DNA            (iii) 5386 ન્યુક્લિઓરાઈડ્સ
S બેક્ટેરિયો ફેઝ લેમડા              (iv) 48502 bp


           P       Q       R       S

(A)    (iv)    (iii)    (ii)      (i)

(B)    (iii)     (i)     (ii)     (iv)

(C)    (iii)     (ii)     (i)     (iv)

(D)    (iv)      (i)    (iii)     (ii)


22.  
    

ઉપરોક્ત આકૃતિમાં A, B, C, સાચાં પડે તે રીતે નીચે પૈકી વિકલ્પ પસંદ કરો.


              P                Q                 R

(A) ભાષાંતરણ     સ્વયંજનન      પ્રત્યાંકન
(B) સ્વયંજનન       પ્રત્યાંકન      ભાષાંતરણ
(C) સ્વયંજનન     ભાષાંતરણ     પ્રત્યાંકન
(D) પ્રત્યાંકન       સ્વયંજનન     ભાષાંતરણ

23. DNAમાં ન્યુક્લિઓટાઇડની ગોઠવણી શાના દ્વારા જોઈ શકાય છે ?


(A) ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ
(B) X-ray crystallography
(C) અલ્ટ્રાસેન્ટ્રિયુગેશન
(D) માઇક્રોસ્કોપ

24. બે ન્યુક્લિઓટાઇડ એકબીજા સાથે કયા બંધ દ્વારા જોડાય છે ?

(A) ફોસ્ફોએસ્ટર બંધ
(B) N - ગ્લાયકોસિડિક બંધ
(C) ફોસ્ફોડાયેસ્ટર બંધ
(D) હાઈડ્રોજન બંધ

25. DNA ના અણુમાં

(A) પ્યુરીન અને પિરિમિડીનનું પ્રમાણ સજીવોમાં જુદું જુદું હોય છે.
(B) બે શૃંખલાઓ, જે પ્રતિસમાંતર હોય છે. એક 5'→3' અને બીજી 3'→5' દિશામાં જોવા મળે છે.
(C) સાયટોસીન અને ગ્વાનીન ન્યુક્લિઓટાઇડની કુલ સંખ્યા હંમેશાં સમાન હોતી નથી.
(D) બે શૃંખલા છે, જે 5→3 દિશામાં સમાંતર રહે છે.

26. ન્યુક્લિઓસાઇડ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

(A) પેન્ટોઝ શર્કરા
(B) પેન્ટોઝ શર્કરા + નાઇટ્રોજન બેઇઝ
(D) પેન્ટોઝ શર્કરા + નાઇટ્રોજન બેઈઝ + ફોસ્ફેટ
(C) નાઇટ્રોજન બેઇઝ

27. નીચેનામાંથી કોની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન નથી ?

(A) થાયમીન અને એડેનીન
(B) ગ્વામીન અને સાયટોસીન
(C) એડેનીન અને ગ્વાનીન
(D) એડેનીન અને થાયમિન

28. જો સાયટોસીન (C)નું પ્રમાણ 18% હોય, તો એડેનાઇન (A)નું પ્રમાણ કેટલા ટકા થાય ?

(A) 32%
(B) 64%
(C) 36%
(D) 23%

29. QB બેક્ટેરિયોફેઝ જનીનિક દ્રવ્ય ધરાવે છે.

(A) ss DNA
(B) ss RNA
(C) ds DNA
(D) ds RNA

30. RNAનાં કાર્યો માટે સાચો વિકલ્પ પસંદ કરો.

(A) અનુકૂલકારક
(B) સંરચનાત્મક
(C) કેટલીક સ્થિતિમાં ઉત્પ્રેરક અણુ તરીકે
(D) ઉપરોક્ત પૈકી બધા

31. ભાષાંતર (ટ્રાન્સલેશન)નો પ્રથમ તબક્કો આ છે.

(A) રીબોઝોમનું m-RNA સાથે જોડાવું
(B) DNAના અણુને ઓળખવું
(C) t-RNA નું એમિનોએસાયલેશન
(D) વિરુદ્ધ સંકેત (એન્ટિ-કોડોન)ને ઓળખવું

32. લેક ઓપેરોનના નીચેના જનીનોને તેમની સંબંધિત નીપજ સાથે જોડો :
           કોલમ i                   કોલમ II
(a) i -જનીન             (i) ગેલેક્ટોસાઇડેઝ
(b) z -જનીન            (ii) પર્મીએઝ
(c) a -જનીન            (iii)નિગ્રાહક
(d) y -જનીન             (iv) ટ્રાન્સએસિટાઇલેઝ

(A) (a-iii) (b-i); (c-iv); (d-ii)  
(B) (a-iii) (b-iv); (c-i); (d-ii)
(C) (a-i) (b-iii) (c-i): (d-iv)     
(D) (a-iii) (b-ii) (c-i) (d-iv)

33. RNAમાં 999 બેઈઝ હોય, તે 333 એમિનોએસિડ RNA સંશ્લેષણ માટે સંકેત બનાવે છે અને 901 નંબરના સ્થાને બેઇઝનો લોપ થાય છે. આથી બેઇઝની લંબાઈ 998 બેઇઝ બને છે તો કેટલા સંકેતોમાં પરિવર્તન થશે ?
(A) 1
(B) 11
(C) 33
(D) 333

34. નીચે પૈકી કયો પ્રારંભિક સંકેત છે?
(A) AUG
(B) UAG
(C) UAA
(D) UGA

35. રૂપાંતરણ દરમિયાન ઇન્ટોન્સને દૂર કરવા અને એક્ઝોન્સને જોડવા તેને શું કહે છે ?
(A) ઇન્ક્યુસિંગ
(B) સ્લાઇસિંગ
(C) લિસિંગ
(D) રેપ્લિકેશન

36. પ્રથમ ઉત્પન્ન થયેલાં સજીવો
(A) સ્વયંપોષી અને જારક
(B) વિષમપોષી અને જારક
(C) સ્વયંપોષી અને અજારક
(D) વિષમપોષી અને અજારક

37. મિલરના પ્રયોગમાં આદિ પૃથ્વી જેવું વાતાવરણ ઉત્પન્ન કરવામાં આવ્યું ત્યારે વાયુપાત્રનું તાપમાન કેટલું રાખવામાં આવ્યું હતું?

(A) 200° C
(B) 400° C
(C) 600° C
(D) 800° C

38. અજીવજનનવાદમાં માનનારા એવું માનતા કે....

(A) જીવ બીન સમાન અથવા સામ્યતા ધરાવતાં સજીવો અથવા સ્વતઃ ઉદ્ભવ્યો છે.
(B) જીવ સ્વતઃ ઉદ્ભવ્યો છે.
(C) જીવ સામ્યતા ધરાવતાં સજીવોમાંથી ઉદ્ભવ્યો છે.
(D) જીવ હવામાંથી ઉદ્ભવ્યો છે.

39. વિશિષ્ટ સર્જનવાદ પ્રમાણે પૃથ્વી કેટલા વર્ષ જૂની છે ?

(A) 1000 વર્ષ
(B) 2000 વર્ષ
(C) 3000 વર્ષ
(D) 4000 વર્ષ

40. ઉદ્વિકાસની દૃષ્ટિએ સાચો વિકલ્પ પસંદ કરો.

(A) એકકોષી સજીવો→ બહુકોષી સજીવો → મહાજૈવઅણુ→ અકોષી સમૂહ
(B) મહાઅણુઓ →→ અકોષી સમૂહ→ એકકોષી સજીવો→ બહુકોષી સજીવો
(C) મહાઅણુઓ → એકકોષી સજીવ → અકોષી સમૂહ → બહુકોષી સજીવો
(D) બહુકોષી સજીવો→ અકોષી સજીવ→ એકકોષી સજીવ → મહાઅણુઓ

41. ઔઘોગિક મેલેનીઝમ એ શેનું ઉદાહરણ છે ?

(A) દવાઓનો પ્રતિરોધક
(B) ઔઘોગિક ઘુમાડાઓને લીધે ચામડીનું શ્યામ થવું
(C) આસપાસના વાતાવરણ સાથે રક્ષણીય સામ્યતા
(D) અનુફલિત પ્રસરણ

42. યોગ્ય જોડકાં જોડો :

        વિભાગ-I                                               વિભાગ-II
(a) જરાયુજ સસ્તન અને ઓસ્ટ્રેલિયન માસુપિયલ(1) અનુકૂલિત પ્રસરણ
(b) ડાર્વિન ફિન્ચ                                             (2) કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ
(c)ઝીરાફ                                                       (3) અપસારી ઉદ્વિકાસ
(d) વ્હેલ અને ચામાચીડિયાનાં અગ્રઉપાંગ            (4) લેમાર્કવાદ

(A) a- 4, b-2, c -1, d-3
(B) a -3, b-4, c-2, d- 1
(C) a- 1, b-2, c -3, d-4
(D) a- 2, b- 1, c- 4, d-3

43. (i) કાર્યસર્દશ અંગો - કીટકો, પક્ષીઓ
(ii) અવશિષ્ટ અંગો- આંત્રપુચ્છ, ડહાપણની દાઢ
(iii) સમમૂલક અંગો- માનવ, પક્ષી, વ્હેલ
(iv) જોડતી કડી- મત્સ્ય અને સરિસૃપ

(A) TFFT
(B) TIFF
(C) TTTF
(D) TTTT

44. ડાર્વિને પ્રકૃતિવાદી તરીકે જે જહાજ પર પોતાની મુસાફરી કરી, તે જહાજ

(A) સીગલ
(B) નોર્વે
(C) ટાયટેનિક
(D) બીગલ

45. લેમાર્કવાદ અનુસંધાનમાં આપેલ વિધાનોનો યોગ્ય વિકલ્પ પસંદ કરો :
(i) સજીવો અને તેનાં અંગો સતત કદ વધારો કરતાં હોય છે.
(ii) પર્યાવરણના દબાણ હેઠળ અંગોનો વિકાસ રૂંધાય છે.
(iii) ન વપરાતાં અંગો ક્રમશઃ અદૃશ્ય થાય છે.
(iv) ઉપાર્જિત લક્ષણો વારસામાં મળે છે.

(A) TFTT
(B) TIFT
(C) TFTF
(D) TFFF

46. સેલ્ટેશન વિશે માહિતી કોણે આપી ?

(A) ડાર્વિન
(B) લેમાર્ક
(C) હ્યુગો-દ-વિઝ
(D) હાર્ડીવેઈન બર્ગ

47. હાર્ડી-વેઈનબર્ગને અસર કરતાં ઘટકો પૈકી અસંગત ઘટક માટે વિકલ્પ પસંદ કરો.

(A) વિકૃતિ
(B) પ્રાકૃતિક પસંદગી
(C) જનીનિક વિચલન
(D) ઉપાર્જિત લક્ષણોનું વારસાગમન

48. જનીન સેતુ એટલે શું ?

(A) વસ્તીમાંના સજીવનો જનીન પ્રકાર
(B) બધા સજીવોના વિવિધ જનીનો એક વિસ્તારમાં મળે છે.
(C) કૃત્રિમ રીતે સંશ્લેષિત જનીનોનો સેતુ
(D) કોઈ પણ પ્રજાતિના જનીનો

49. ટાયરાનોસોર રેક્સ માટે ખોટું શું ?

(A) કટાર જેવાં દાંત
(B) ખૂબ જ મોટા કદનાં
(C) 30 ફૂટ ઊંચાઈ
(D) સ્થલ જ સરીસૃપ

50. સૌથી વધુ મસ્તિષ્કક્ષમતા...........માં હતી.

(A) ક્રોમેગ્નન માનવ
(B) પેકિંગ માનવ
(C) નિએન્ડરથલ માનવ
(D) જાવા એપ માનવ

===========================================================

Part: B - થિયરી ( 50 Marks)


વિભાગ -A

* નીચેના આપેલા 1 થી 10 પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો. (દરેકના બે ગુણ) (ગમે તે આઠ) (16 ગુણ)

(1) પ્રભુતાનો નિયમ લખો.
(2) સમજાવો : પ્લીઓટ્રોપી
(3) સમજાવો : PKU
(4) DNA ની બેવડી કુંતલમય રચનાની ચાર ખાસિયતો લખો.
(5) જે અણુ જનીનદ્રવ્ય તરીકે વર્તે તેના ચાર માપદંડો જણાવો.
(6) પ્રત્યાંકન એકમની નામનિર્દેશિત આકૃતિ દોરો.
(7) HGP ના ચાર લક્ષ્યાંકો જણાવો.
(8) અનુકૂલિત પ્રસરણ સમજાવો.
(9) ભેદ આપો: રચનાસદ્દશ્ય અંગો અને કાર્યસદ્દશ્ય અંગો
(10) મિલરના પ્રયોગની નામનિર્દેશિત આકૃતિ દોરો.
(11) જો DNA ના 2 કુંતલ હોય તો તેમાં કુલ ન્યુકલીઓટાઇડ માં 10 A હોય તો DNA ના કુલ ન્યુકલીઓટાઇડ અને સાઈટોસીન ની સંખ્યા જણાવો
(12) કસોટી સંકરણ ની વ્યાખ્યા આપી તેનું મહત્વ જણાવો 

વિભાગ : B

* નીચેના આપેલા 13 થી 21 પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો. (દરેકના ત્રણ ગુણ) (ગમે તે છ ) (18 ગુણ)

(13) સમજાવોઃ હાર્ડીવિનબર્ગ સિદ્ધાંત
(14) ઉદ્દવિકાસનો સંક્ષિપ્ત અહેવાલ લખો.
(15) DNA ફિંગર પ્રિન્ટીંગ સાથે સંકળાયેલા ચરણો જણાવો.
(16) HGP ના કોઈપણ છ વિશિષ્ટ લક્ષણો લખો.
(17) મધમાખીમાં લિંગનિશ્ચયન ચાર્ટ સહિત વર્ણવો.
(18) જનીન સંકેતના ગુણધર્મો લખો.
(19) એક સંકરણ નો પ્રયોગ વર્ણવો
(20) પ્રત્યાંકન માટેની બે જટિલતા વર્ણવો
(21)  માનવ ઉ્દવિકાસ સમજાવો 

વિભાગ : C

* નીચેના આપેલા 22 થી 27 પ્રશ્નોના માગ્યા પ્રમાણે સવિસ્તાર જવાબ આપો. (દરેકના ચાર ગુણ) (ગમે તે ચાર ) (ગુણ 16) 

(22) લેક-ઓપેરોન ઉદાહરણ સહિત 
સમજાવો.
(23) બે જનીનોના વારસાગમનનો પ્રયોગ ચાર્ટ સહિત વર્ણવો.
(24) સમજાવો : (1) હિમોફિલિયા, (2) સિકલ–સેલ એનિમિયા
(25) હર્શી અને ચેઈઝનો પ્રયોગ આકૃતિસહિત વર્ણવો.
(26) તફાવત આપો સહલગન્તા અને પુનઃ સંયોજન (બંને બાજુ ચાર મુદ્દા જરૂરી)
(27) હ્યુમન જીનોમના 8 લક્ષણો જણાવો

જવાબો


1.A, 2.D, 3.B, 4.B, 5.D, 6.D, 7.A, 8.C, 9.C, 10.A, 11.A, 12.B, 13.D, 14.D, 15.A, 16.C, 17.A, 18.A, 19.C, 20.C, 21.B, 22.C, 23.B, 24.C, 25.B, 26.B, 27.C, 28.A, 29.B, 30.D, 31.C, 32.A, 33.C, 34.A, 35.C, 36.D, 37.D, 38.B, 39.D, 40.B, 41.C, 42.D, 43.C, 44.D, 45.A, 46.C, 47.D, 48.B, 49.C, 50.C



બીજા પેપર પણ આજ સાઈટ પર મળી જશે home પર ક્લિક કરી ધોરણ 12 કેટેગરી ક્લિક કરો


દરરોજ એવા TEST અને મટેરીઅલ માટે આ સાઈટ રોજ જોતા રહો


www.indiabiologyneet.com


તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો અહીં કોમેન્ટમાં જણાવી શકો છો હું તમને ચોક્કસથી એના વિશે આર્ટીકલ બનાવી અને જણાવીશ



Manish Mevada

Gujarat Biology NEET PLUS

INDIA BIOLOGY NEET PLUS









Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad