Type Here to Get Search Results !

Board ની પરીક્ષા માટે IMP પ્રેક્ટિસ પેપર | પ્રકરણ 11,12,13 | ધોરણ 12 Biology કુલ ગુણ 100

0

  

Board ની પરીક્ષા માટે IMP પ્રેક્ટિસ પેપર | પ્રકરણ 11,12,13 | ધોરણ 12 Biology કુલ ગુણ 100


PART - A ( 50 MCQs)  - 50 Marks

1. કૂટમૈથુનનું ઉદાહરણ -

(A) યુક્કા વનસ્પતિ અને ભમરી
(B) ઓર્કિડ અને નર મધમાખીની જાતિ
(C) ફૂગ અને પ્રકાશસંશ્લેષી લીલ
(D) અંજીર અને માદા ભમરી

2. પ્રતિજીવન એ બે જાતિઓ વચ્ચેની આંતરક્રિયા છે, જેમાં

(A) એક જાતિને નુકસાન થાય છે અને બીજી જાતિને ફાયદો થાય છે.
(B) એક જાતિને નુકસાન થાય છે અને બીજી જાતિને અસર થતી નથી.
(C) એક જાતિને ફાયદો થાય છે અને બીજી જાતિને અસર થતી નથી.
(D) બંને જાતિને નુકસાન થાય છે.

3. નીચે આપેલાં પૈકી ક્યું સહભોજિતા પ્રકારની આંતરક્રિયા ધરાવે છે ?

(A) કોઈ પણ બીજને ખાનાર ચકલી
(B) ગેલોપેગસ ટાપુઓમાં એબિંગ્ડન કાચબો અને ત્યાં પ્રવેશેલી બકરીઓ
(C) વ્હેલ માછલીની પીઠ પર વસવાટ કરતાં બાર્નેકલ
(D) અમરવેલ વાડમાં ઊગતી વનસ્પતિઓ પર વૃદ્ધિ કરે છે.

4. સહભોજિતા દર્શાવતી બે જાતિઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  












5. નીચે આપેલી આકૃતિ વસતીની શું સ્થિતિ સૂચવે છે?



(A) વધતી વસતી
(B) સ્થિર વસતી
(C) ઘટતી વસતી
(D) અનિશ્ચિત



6. જો '+' ચિહ્ન લાભદાયી આંતરસંબંધ અને '-' ચિહ્ન હાનિકારક સંબંધ તેમ જ '૦' ચિહ્ન તટસ્થ આંતરસંબંધ દર્શાવે તો (+, ૦) આંતરસંબધ શું સૂચવે છે?

(A) પરસ્પરતા
(B) પ્રતિજીવન
(C) પરોપજીવન
(D) સહભોજિતા

7. નીચે આપેલી આકૃતિ વસ્તીગીચતામાં ફેરફાર સૂચવતા મૂળભૂત પરીબળો દર્શાવે છે તો, P, Q, R, S માટે સાચો વિકલ્પ પસંદ કરો.



(A) P - ઘટાડો; Q - વધારો; R - વધારો; S - ઘટાડો
(B) P - ઘટાડો; Q - વધારો; R - ઘટાડો; S - વધારો
(C) P - વધારો; Q - ઘટાડો; R - વધારો; S - ઘટાડો
(D) P - વધારો; Q - વધારો; R - ઘટાડો; S - ઘટાડો

8. દક્ષિણ અમેરિકાના કેટલાંક છીછરાં તળાવોમાં મુલાકાત લેતા આગંતુક સુરખાબ અને ત્યાંની સ્થાનિક આવાસી માછલીઓ તેમના સામાન્ય ખોરાક માટે તળાવમાં સ્પર્ધા કરે છે.

(A) રાતી લીલ
(B) ફાયટોપ્લેંકટોન
(C) જેલીફિશ
(D) પ્રાણી પ્લવકો

9. સમુદ્રકૂલ અને ક્લોવન માછલી વચ્ચે પારસ્પરિક આંતરક્રિયા ઓળખો.

(A) સહભોજિતા
(B) સહોપકારિતા
(C) સ્પર્ધા
(D) પરભક્ષણ

10. વિધાન A : કોઈ પણ જાતિઓનું વસતિનું કદ સ્થાયી માપદંડ ધરાવતું નથી.
કારણ R : નિશ્ચિત સમયે આપેલ રહેઠાણમાં વસતિની ગીચતા મૂળ ચાર પાયાની પ્રક્રિયા થવાથી બદલાતી હોય છે.

(A) A અને R બંને સાચાં છે અને R એ Aની સમજૂતીછે.
(B) A અને R બંને સાચાં છે, પરંતુ R એ Aની સમજૂતી નથી.
(C) A સાચું છે અને R ખોટું છે.
(D) A ખોટું છે અને R સાચું છે.

11. સંગઠનકક્ષાની વધતી જતી જટિલતાનો સાચો ક્રમ કયોછે ?

(A) જાતિ > વસતિ › સમાજ > નિવસનતંત્ર
(B) વસતિ > જાત > જાતિ > નિવસનતંત્ર
(C) વસતિ > નિવસનતંત્ર > જાતિ > સમાજ
(D) જાતિ > જાત > નિવસતંત્ર › સમાજ

12. 1920ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવેલ ફાફડાથોરે ત્યાં લાખો હેક્ટર પ્રક્ષેત્રમાં ઝડપથી ફેલાઈને તબાહી મચાવેલી છેવટે, તેનું નિયંત્રણ કોના દ્વારા કરવામાં આવ્યું ?

(A) ફુદાની જાતિ
(B) પતંગિયાની જાતિ
(C) પક્ષીની જાતિ
(D) સસ્તનની જાતિ

13. નીચેનામાંથી કઈ વ્યાખ્યા સ્પર્ધા માટે સૌથી યોગ્ય છે ?

(A) એક જાતિની ખોરાક લેવાની કાર્યક્ષમતા બીજી જાતિની દખલયુક્ત અને અવરોધક હાજરીને કારણે ઘટી શકે છે.
(B) એક જાતિની યોગ્યતા બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
(C) એક જ પ્રકારના સ્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે-સાથે રહી શકતી નથી.
(D) જીવનનો આ પ્રકાર રહેવાની અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે.

14. N = Ne" કોનું સૂત્ર છે ?

(A) ચરઘાતાંકીય વૃદ્ધિ
(B) સંભાવ્ય વૃદ્ધિ
(C) વિહુસ્ટલ વૃદ્ધિ
(D) (B) અને (C) બન્ને

15. વિહુસ્ટ-.... સંભાવ્ય વૃદ્ધિ આલેખના તબક્કાઓ ક્રમમાં ઓળખો.

(A) લઘુગણકીય તબક્કો ધનાત્મક પ્રવેગ તબક્કો ત્રૠણાત્મક પ્રવેગ તબક્કો સમતુલન
(B) ધનાત્મક પ્રવેગ તબક્કો અલઘુગણકીય તબક્કો ૠણાત્મક પ્રવેગ તબક્કો→ સમતુલન
(C) ૠણાત્મક પ્રવેગ તબક્કો લઘુગણકીય તબક્કો ધનાત્મક પ્રવેગ તબક્કો સમતુલન
(D) લઘુગણકીય તબક્કો ૠણાત્મક પ્રવેગ તબક્કો ધનાત્મક પ્રવેગ તબક્કો સમતુલન

16. નીચેના જોડકાં જોડો :
             કોલમ-I                        કોલમ - II
P. આકડો                                      I. વિશેષ રસાયણ
Q. થોર અને બાવળ                        II. રંગ અનાકૃત
R. મોનાર્ક પતંગિયુ                          III. કાંટા
S. કીટકો અને દેડકાઓની કેટલીક જાતિઓ   IV. ગ્લાયકોસાઇડ

(A) (P-III), (Q-IV), (R-I), (S-II)
(B) (P-IV), (Q-III), (R-II), (S-I)
(C) (P-IV), (Q-III), (R-I), (S-II)
(D) (P-II), (Q-I), (R-III), (S-IV)

17. એક બંધ આંતરજુવાળીય ક્ષેત્રમાંથી બધી તારામાછલીઓ દૂર કરવામાં આવે તો P ના કારણે એક વર્ષમાં જ અપૃષ્ઠવંશીઓનો Q કરતાં પણ વધારે જાતિઓ વિલુપ્ત થઈ ગઈ.

(A) આંતરજાતીય સ્પર્ધા 20
(B) આંતરજાતીય સ્પર્ધા 10
(C) પરભક્ષણ 20
(D) પરભક્ષણ 10

18. પારિસ્થિતિકીય વસવાટ (niche) એટલે શું?

(A) દરિયાનો સપાટીય વિસ્તાર
(B) પારિસ્થિતિકીય સાનુકૂલિત પ્રદેશ
(C) સમાજમાં જાતિની કાર્યકારી ભૂમિકા અને ભૌતિક સ્થિતિ
(D) તળાવના તળિયે આવેલી વનસ્પતિઓ અને પ્રાણીઓનાં બધાં સ્વરૂપો

19. નીચે આપેલ પૈકી કયો એક સજીવ જીવનકાળમાં એક જ વખત લિંગી પ્રજનન દર્શાવે છે?

(A) કેળ
(B) આંબો
(C) ટામેટાં
(D) નીલગિરિ

20. લાઇકેન કોના વચ્ચેનો સહવાસ દર્શાવે છે?

(A) બેક્ટેરિયા અને ફૂગ
(B) લીલ અને બેક્ટેરિયા
(C) ફૂગ અને લીલ
(D) ફૂગ અને વાઇરસ

21. જૈવિક અને અજૈવિક ઘટકો શક્તિપ્રવાહ અને પોષકદ્રવ્યોના દ્વારા એકબીજા સાથે સંકળાયેલા છે.

(A) દ્વિમાર્ગી, ચક્રીયકરણ
(B) ચક્રીયકરણ, ઊભયમાર્ગી
(C) એકમાર્ગી, ચક્રીયકરણ
(D) ચક્રીયકરણ, એકમાર્ગી

22. કોઈ પણ નિવસનતંત્રના અભ્યાસમાં કયાં પાસાંઓનો અભ્યાસ એકસાથે જ કરવામાં આવે છે ?

(A) બંધારણ અને શક્તિપ્રવાહ
(B) કાર્યકી અને પ્રકાર
(C) પ્રકાર અને બંધારણ
(D) બંધારણ અને કાર્યકી

23. વિધાન A : નિવસનતંત્ર એ પરિસ્થિતિવિધાનો રચનાકીય એકમ છે.
કારણ R : દરેક નિવસનતંત્ર જૈવિક સમુદાય અને પર્યાવરણીય કારકો વડે સંગઠિત છે.

(A) A અને R બંને સાચાં છે અને R એ Aની સમજૂતી છે.
(B) A અને R બંને સાચાં છે, પરંતુ R એ Aની સમજૂતી નથી.
(C) A સાચું છે અને R ખોટું છે.
(D) A ખોટુ છે અને R સાચું છે.

24. નિવસનતંત્રના બંધારણ અને કાર્યકી માટે સાચી જોડ દર્શાવતો વિકલ્પ પસંદ કરો :
           કોલમ-I                            કોલમ-II
i. જૈવિક સમાજની સંરચના                        p. પાણી
ii. જીવન જીવવાની પરિસ્થિતિના ઢોળાંશ     q. જીવનચક્ર
iii. અજૈવિક દ્રાવ્યોનો જથ્થો અને વિતરણ    r. જૈવિક અને પરિસ્થિતિકીય નિયમન
iv. કાર્યકી                                                 s. તાપમાન

(A) (i-s), (ii-q), (iii-p), (iv-r)
(B) (i-s), (ii-r), (iii-p), (iv-q)
(C) (i-q), (ii-s), (iii-p), (iv-r)
(D) (i-r), (ii-q), (iii-p), (iv-s)

25. કયા નિવસનતંત્રમાં સૌથી વધુ વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા જોવા મળે છે?

(A) ઉષ્ણ કટિબંધના પાનખર જંગલો
(B) સમશીતોષ્ણ કટિબંધના સદાહરિત જંગલો
(C) સમશીતોષ્ણ કટિબંધના પાનખર જંગલો
(D) ઉષ્ણ કટિબંધના વરસાદી જંગલો

26. તેનું માપન વાર્ષિક શુષ્ક વજન પ્રતિ હેક્ટરે ગ્રામ/મીટર/વર્ષ દ્વારા થાય છે.

(A) GPP
(B) NPP
(C) પ્રાથમિક ઉત્પાદકતા
(D) આપેલ તમામ

27. વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતાનું સાચું સૂત્ર કયું છે?

(A) NPP GPP - રૂ
(B) R= GPP - NPP
(C) GPP NPP - રૂ
(D) GPP= NPP + R

28. નિવસનતંત્ર માટે નીચેના પૈકી શું સાચું છે ?

(A) પ્રાથમિક ઉપભોગીઓની ઉત્પાદકો પરની આધીનતા ઓછી છે.
(B) પ્રાથમિક ઉપભોગીઓ ઉત્પાદકોથી સ્વતંત્ર છે.
(C) ઉત્પાદકો પ્રાથમિક ઉપભોગીઓ કરતાં વધુ છે.
(D) દ્વિતીય ઉપભોગીઓ સૌથી વધુ માત્રામાં અને વધુ શક્તિશાળી છે.

29. તે નિવસનતંત્રનાં સામાન્ય વિઘટકો છે.

(A) જીવાણુ, વિષાણુ, ફૂગ
(B) વિષાણુ, ફૂગ, અળસિયાં
(C) ફૂગ, કૃમિ, વિષાણુ
(D) જીવાણુ, ફૂગ, અળસિયાં

30.      કોલમ-1                 કોલમ-II
i. અવખંડન            p. પ્રાણીઓના મળત્યાગરૂપે દ્રવ્યો ભૂમિમાં ઉમેરાય છે.
ii. ધોવાણ              q.જટિલ કાર્બનિક દ્રવ્યો આયન અને ક્ષાર સ્વરૂપમાં ફેરવાય છે.
iii. અપચય             r. દ્રાવ્ય પદાર્થો ધોવાણ પામી ભૂમિના અંદરના સ્તરો તરફ વહન પામે છે.

(A) (i-q), (ii-p), (iii-r)
(B) (i-r), (ii-p), (iii-q)
(C) (i-p), (ii-r), (iii-q)
(D) (i-q), (ii-r), (iii-p)

31. તે દ્વિતીય ઉત્પાદકો છે.

(A) તૃણાહારીઓ
(B) ઉત્પાદકો
(C) માંસાહારીઓ
(D) એક પણ નહિ.

32. ચરણ આહારશૃંખલાની શરૂઆત થી થાય છે.

(A) વિઘટકો
(B) માંસાહારી
(C) ઉત્પાદકો
(D) ઉપભોગી

33. નિક્ષેપ એટલે...

(A) શક્તિનો પ્રાથમિક સ્રોત કે જે મૃત કાર્બનિક પદાર્થ છે.
(B) શક્તિનો દ્વિતીય સ્રોત કે જે મૃત કાર્બનિક પદાર્થ છે.
(C) શક્તિનો પ્રાથમિક સ્રોત કે જે જીવંત કાર્બનિક પદાર્થ છે.
(D) શક્તિનો પ્રાથમિક સ્રોત કે જે જીવંત અકાર્બનિક પદાર્થ છે.

34. તળાવમાં દ્વિતીય પોષકસ્તર એ ...

(A) વનસ્પતિ પ્લવકો
(B) પ્રાણી પ્લવકો
(C) સમુદ્રના તળિયાની જીવસૃષ્ટિ
(D) માછલીઓ

35. વનસ્પતિનાં પર્ણો પર પડતી સૌરઊર્જામાંથી કેટલી ઊર્જા આશરે પ્રકાશસંશ્લેષણ દ્વારા રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ પામે છે ?

(A) 1 % કરતાં ઓછી
(B) 2-10%
(C) 30%
(D) 50%

36. નીચે આપેલા વિધાનોની સત્યતા ચકાસો (સાચું-T, ખોટું-F)

(i) ભારત 50000થી પણ વદારે જનીનિક રીતે ભિન્ન ચોખાની ધાન્ય જાતિઓ ધરાવે છે,
(ii) પશ્ચિમઘાટની સરિસૃપ જાતિઓની વિવિધતા પૂર્વીયઘાટ કરતાં વધારે છે.
(iii) જાતિઓની શોધ ઉષ્ણકટિબંધીય દેશો કરતાં સમશીતોષણ દેશોમાં વધુ પરિપૂર્ણ છે.
(iv) પ્રાણીઓમાં સસ્તનો એ સૌથી વધારે જાતિસમૃદ્ધિ ધરાવતો વર્ગીકરણીય સમૂહ છે.

(A) TFTT
(B) TFTF
(C) FTTF
(D) TTFF

37. પૃથ્વી પર લગભગ ઓર્કિડની કેટલી જાતિઓ છે?

(A) 3,00,000
(B) 28,000
(C) 20,000
(D) 40,000

38. નીચે પૈકી ક્યું જાતિસમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે ?

(A) લોગ સ્લોગ C+ Z લોગ A
(B) લોગ S લોગ A+ Z લોગ C
(C) Z લોગ C લોગ A+ લોગ S
(D) લોગ A લોગ C + Z લોગ S

39. યોગ્ય રીતે જોડકાં જોડો.

કોલમ-I (સજીવ સમૂહ)           કોલમ-II (લુપ્ત થવાના ભયની ટકાવારી)
P પક્ષીઓની જાતિઓ          1. 31%
Q સસ્તનોની જાતિઓ           2. 32%
R ઉભયજીવી જાતિઓ         3. 23%
S અનાવૃત્ત બીજધારીઓ      4.12%

(A) (P-1), (Q-2), (R-3), (S-4)
(B) (P-4), (Q-3), (R-1), (S-2)
(C) (P-4), (Q-3), (R-2), (S-1)
(D) (P-3), (Q-4), (R-1), (S-2)

40. યોગ્ય રીતે જોડકાં જોડો.
કોલમ-1 લુપ્ત જાતિ              કોલમ-II દેશ
P થાયલેસિન             1 રશિયા
Q ક્વેગા                    2 ઓસ્ટ્રેલિયા
R કાતર                     3 આફ્રિકા
S સ્ટીલર-સી-કાઉ       4 મોરેશિયસ

(A) (P-4), (Q-3), (R-2), (S-1)
(B) (P-2), (Q-3), (R-4), (S-1)
(C) (P-2), (Q-3), (R-1), (S-4)
(D) (P-3), (Q-2), (R-4), (S-1)

41. વૈશ્વિક જૈવવિવિધતાનું પ્રતિનિધિત્વ - પૃષ્ઠવંશી જાતિઓના વર્ગકોની પ્રમાણસર સંખ્યાના આધારે નીચે દર્શાવેલ જૈવ વિવિધતાના ચિત્રણમાં નિર્દેશિત P, Q. R. S, T માટે સાચો વિકલ્પ શોધો.









42. જૈવવિવિધતાના નાશ માટે નીચે પૈકી કયું કારણ જવાબદાર નથી ?

(A) વસવાટ નાબૂદી
(B) વિદેશી જાતિઓનું આક્રમણ
(C) પ્રાણી ઉદ્યાનમાં પ્રાણીઓને રાખવાં
(D) કુદરતી સ્રોતોનું અતિશોષણ

43. નીચે પૈકી કયા સજીવોને પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે ત્યાંની સ્થાનિક સિચલિડ માછલીઓની 200થી પણ વધારે જાતિઓનો સમૂહ એકસાથે વિલુપ્ત થઈ ગયો ?

(A) આઈકોર્નિયા
(B) નાઇલ પર્ચ
(C) ક્લેરિયસ ગેરિપિનસ
(D) પાર્થેનિયમ

44. કોઈ પણ વિસ્તારમાં વસતિ વિવિધ જાતિઓ દ્વારા તે વિસ્તારની કઈ વિવિધતા નક્કી થાય છે ?

(A) જનીન-વિવિધતા
(B) જાતિ-વિવિધતા
(C) નિવસનતંત્રીય
(D) આપેલ તમામ

45. કયાં જંગલો પ્રાણી અને વનસ્પતિ-વિવિધતાથી સમૃદ્ધ છે ?
(A) સમશીતોષ્ણ કટિબંધ
(B) ઉષ્ણકટિબંધ
(C) સમશીતોષ્ણ વર્ષાકીય
(D) ઉષ્ણકટિબંધ પાનખર

46. તે જાતિઓ લુપ્ત થવાના અને તેને કારણે જૈવ-વિવિધતાનો નાશ થવાનાં કારણો માટે જવાબદાર નથી ?

(A) સામૂહિક લુપ્તતા
(B) વિદેશી જાતિઓનું આક્રમણ
(C) વસવાટની નાબૂદી અને તેનું અલાયદીકરણ
(D) અતિશોષણ

47. ક્રાયોપ્રિઝર્વેશન એટલે....

(A) -96° સે. તાપમાને અનિશ્ચિત સમય માટે જનનકોષોનો સંગ્રહ કરવાની પદ્ધતિ
(B) -196° સે. તાપમાને અનિશ્ચિત સમય માટે ફલિત અંડકોને સંગ્રહ કરવાની પદ્ધતિ
(C) -136° સે. તાપમાને ટૂંકાગાળા માટે જનનકોષોનો સંગ્રહ કરવાની પદ્ધતિ
(D) –196° સે તાપમાને અનિશ્ચિત સમય માટે જનનકોષોનો સંગ્રહ કરવાની પદ્ધતિ.

48. નીચેની ટેક્નિકમાં શું સામાન્ય છે ?

(i) ઇન વિટ્રો પાચન
(ii) ક્રાયોપ્રિઝર્વેશન
(iii) પેશી સંવર્ધન
(A) બધી જ સ્વસ્થાન સંરક્ષણની પદ્ધતિ છે.
(B) બધી જ નવસ્થાન સંરક્ષણની પદ્ધતિ છે.
(C) બધીમાં અતિઆધુનિક સાધનો અને વિશાળ જગ્યાની જરૂર પડે છે.
(D) આ બધી જ પદ્ધતિઓમાં લુપ્ત થતાં સજીવોનું સંરક્ષણ કરવામાં આવે છે.

49. નીચે આપેલ પ્રાણી-જૂથોમાંથી ક્યું એક નાશપ્રાયઃ થવાની વધુ સંભાવના ધરાવે છે ?

(A) કીટકો
(B) સસ્તન
(C) ઉભયજીવી
(D) સરિસૃપ

50. નીચે આપેલ ચાર્ટ અપૃષ્ઠવંશીઓમાં જોવા મળતી જૈવવિવિધતા દર્શાવે છે, જેમાં કયો સમૂહ કેટલા પ્રમાણ દર્શાવે છે?

(A) કીટકો - સ્તરકવચીઓ - અન્ય પ્રાણીસમૂહ - મૃદુકાય
(B) સ્તરકવચીઓ - કીટકો - મૃદુકાય પ્રાણીઓ - અન્ય પ્રાણીસમૂહ
(C) મૃદુકાય પ્રાણીઓ- અન્ય પ્રાણીસમૂહ - સ્તરકવચીઓ - કીટકો
(D) કીટકો - મૃદુકાય પ્રાણીઓ- સ્તરકવચીઓ- અન્ય પ્રાણીસમૂહ



પ્રકરણ 1,2,3 પ્રેક્ટિસ પેપર કુલ 100 માર્ક્સ સોલ્વ કરવા લિંક ઉપર ક્લિક કરો 👇👇👇


https://www.indiabiologyneet.com/2024/02/board-imp-123-12-biology-100.html


===========================================================

Part: B - થિયરી ( 50 Marks)


વિભાગ -A

* નીચેના આપેલા 1 થી 10 પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો. (દરેકના બે ગુણ) (ગમે તે આઠ) (16 ગુણ)


(1) સમજાવોઃ મૃત અવશેષીય આહારશૃંખલા
(2) સમજાવો: જન્મદર અને મૃત્યુદર
(3) સમજાવોઃ સ્તરીકરણ અને ખનીજીકરણ
(4) જૈવવિવિધતાની અગત્યતા માટે 'સંક્ષિપ્ત ઉપયોગી દલીલ' સમજાવો.
(5) પોલ એહરલિક સંકલ્પના સમજાવો.
(6) સમજાવોઃ સહવિલોપન
(7) સમજાવોઃ અંતઃસ્થળાંતરણ અને બર્હિસ્થળાંતરણ
(8) શબ્દ સમજાવો: ઉત્પાદકતા અને ઉપભોકતા
(9) જીવન–વૃતાંત વિવિધતાઓ સમજાવો.
(10) સમજાવો: ચરઘાતાંકીય વૃદ્ધિ (ઉદાહરણ જરૂરી નથી.)
(11) સમજાવો સહવિલોપન અને સહલુપ્તતા 
(12) નિવસનતંત્રમાં પોષક સ્તરોનું રેખાંકિત નિરૂપણ દર્શાવતો ચાર્ટ દોરો


વિભાગ : B

* નીચેના આપેલા 13 થી 21 પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો. (દરેકના ત્રણ ગુણ) (ગમે તે છ ) (18 ગુણ)

(13) સમજાવો : (1) જનીનિક વિવિધતા, (2) જાતિવિવિધતા
(14) સમજાવો : આહારશૃંખલા
(15) સમજાવોઃ નવ–સ્થાન સંરક્ષણ
(16) ટૂંકનોંધ લખોઃ જાતિવિસ્તાર સંબંધો
(17) વર્ણવો : ઉત્પાદકતા
(18) નિવસનતંત્ર ની વ્યાખ્યા આપી તેના મુખ્ય ચાર ઘટકો જણાવી નિવસનતંત્રના બધા જ પ્રકારો વર્ણવો 
(19) સંગઠન ના વિવિધ સ્તરે સંકળાયેલી વિવિધતાનું વર્ણન કરો 
(20) નોંધ લખો અક્ષાંશીય ઢોળાંશ 
(21) વસ્તીના લક્ષણો વિગતવાર વર્ણવો 

વિભાગ : C

* નીચેના આપેલા 22 થી 27 પ્રશ્નોના માગ્યા પ્રમાણે સવિસ્તાર જવાબ આપો. (દરેકના ચાર ગુણ) (ગમે તે ચાર ) (ગુણ 16)

(22) પરભક્ષણ ઉદાહરણ સહિત સવિસ્તૃત વર્ણવો.
(23) જૈવવિવિધતાની નુકશાનીના કારણો સમજાવો.
(24) સમજાવોઃ સ્વ–સ્થાન સંરક્ષણ
(25) સવિસ્તાર સમજાવો : પરિસ્થિતિકીય પિરામિડ
(26) સવિસ્તાર સમજાવો વિઘટન અને અસર કરતા પરિબળો 
(27) સવિસ્તાર વર્ણન કરો વસતી વૃદ્ધિ 


જવાબો


1.B, 2.B, 3.C, 4.C, 5.C, 6.D, 7.C, 8.D, 9.A, 10.A, 11.A, 12.A, 13.B, 14.A, 15.B, 16.C, 17.B, 18.C, 19.D, 20.C, 21.C, 22.D, 23.B, 24.C, 25.D, 26.C, 27.A, 28.B, 29.D, 30.C, 31.A, 32.C, 33.A, 34.B, 35.A, 36.B, 37.C, 38.A, 39.C, 40.B, 41.C, 42.C, 43.B, 44.B, 45.B, 46.A, 47.D, 48.B, 49.C, 50.D



પ્રકરણ 4,5,6 પ્રેક્ટિસ પેપર કુલ 100 માર્ક્સ સોલ્વ કરવા લિંક ઉપર ક્લિક કરો 👇👇👇


https://www.indiabiologyneet.com/2024/02/board-imp-456-12-biology-100.html



બીજા પેપર પણ આજ સાઈટ પર મળી જશે home પર ક્લિક કરી ધોરણ 12 કેટેગરી ક્લિક કરો


દરરોજ એવા TEST અને મટેરીઅલ માટે આ સાઈટ રોજ જોતા રહો


www.indiabiologyneet.com


તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો અહીં કોમેન્ટમાં જણાવી શકો છો હું તમને ચોક્કસથી એના વિશે આર્ટીકલ બનાવી અને જણાવીશ



Manish Mevada

Gujarat Biology NEET PLUS

INDIA BIOLOGY NEET PLUS








Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad