Type Here to Get Search Results !

Board ની પરીક્ષા માટે IMP પ્રેક્ટિસ પેપર | પ્રકરણ 7,8,9,10 | ધોરણ 12 Biology કુલ ગુણ 100

0

 

Board ની પરીક્ષા માટે IMP પ્રેક્ટિસ પેપર | પ્રકરણ 7,8,9,10 | ધોરણ 12 Biology કુલ ગુણ 100


PART - A ( 50 MCQs)  - 50 માર્ક્સ


(1) યોગ્ય જોડકાં જોડો:
(A) પાણી દ્વારા ફેલાતા   (1) ન્યુમોનીયા
(B) હવા પ્રેરીત             (2) એસ્કેરીયાસીસ
(C) કીટકો દ્વારા ફેલાતા   (3) મેલેરીયા
                                  (4) એમીબીયાસીસ
                                  (5) શરદી
                                  (6) ટાઈફોઈડ
                                  (7) ફિલારીયાસિસ

(a) (A-2, 4), (B-1, 5, 6), (C-3, 7)
(b) (A-2, 4, 6), (B-1, 5), (C-3, 7)
(c) (A-2, 4, 6), (B1, 3), (C-5, 7)
(d) (A-4, 7), (В2, 3), (C-1, 5, 7)

(2) યોગ્ય જોડકાં જોડોઃ

(A) કુદરતી સક્રિય પ્રતિકારકતા      (1) કોલોસ્ટ્રમ
(B) કુદરતી નિષ્ક્રિય પ્રતિકારકતા    (2) 2c
(C) કૃત્રિમ નિષ્ક્રય પ્રતિકારકતા       (3) ઓરી, અછબડા
(D) કૃત્રિમ સક્રિય પ્રતિકારકતા        (4) ટીટનસ, એન્ટીબોડી

(a) (A-3), (B-1), (C-4), (D-2)
(b) (A-1), (B3), (C-4), (D-2)
(c) (A-3), (B-1), (C-2), (D-4)
(d) (A-3), (B-4), (C-1), (D-2)

(3) નીચેનામાંથી સાચા વિધાનો કેટલા છે?

(1) સામાન્ય કોષો સંપર્ક નિષેધનો ગુણધર્મ ધરાવે છે.
(2) સંપર્ક નિષેધનો ગુણધર્મ કોષની અનિયંત્રિત વૃદ્ધિ પ્રેરે છે.
(3) સુસાધ્ય ગાંઠએ પ્રસર્જિત કોષોનો સમુહ છે.
(4) અસાધ્ય ગાંઠને નિઓપ્લાસ્ટિક ગાંઠ પણ કહે છે.
(5) કેન્સરના કોષોમાં સંપર્ક નિષેધનો ગુણ હોતો નથી.

(a)
(b) 3
(c) 4
(d) 5

(4) વિધાન A : કેન્સરના કોષો સામાન્ય કોષોને આવશ્યક પોષક તત્વોથી વંચીત રાખે છે. કારણ Rઃ કેન્સરના કોષો ઝડપથી વિભાજન પામે છે.
વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે.

(a) A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
(b) A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
(c) A સાચું છે અને R ખોટું છે.
(d) A ખોટું છે અને R સાચું છે.

(5) મોરફીન શામાંથી પ્રાપ્ત થાય છે ?

(a) પાયાવર સેમનીફેરમ
(b) ઓપીયમ પોપી
(c) ખસખસ
(d) બધા જ

(6) યોગ્ય જોડકાં જોડો:

(A) અફિણ                     (1) જઠરાંત્રીય માર્ગ પર અસર
(B) હેરોઈન                     (2) મધ્યસ્થ ચેતાતંત્ર પર અસર
(C) ચરસ, ગાંજો, ભાંગ     (3) તણાવ શામક
(D) કોકેઈન                     (4) હ્રદપરીવહન તંત્રને અસર
(E) એટ્રોપા બેલેડોના         (5) ડોપામાઈનના વહનમાં ખલેલ
(F) મોરફીન                     (6) ઉત્સાહની અનુભુતી
                                     (7) ભ્રામકતા પ્રેરે
                                     (8) ઊર્જામાં વધારો પ્રેરે
                                     (9) દર્દશામક

(a) (A-1, 2), (B3), (C-4), (D-5, 2, 6, 7, 8), (E-7), (F-9)
(b) (A-1, 2, 3), (B-4), (C-4, 5), (D-6, 7, 8), (E-8), (F-9)
(c) (A-1, 2), (B-3), (C-4), (D-2, 5, 6), (E-7, 8), (F-9)
(d) (A-1, 2), (B-4), (C-3), (D-2, 5, 6, 7, 8), (E-7), (F-9)

(7) નીચેનામાંથી કેટલા ધુમ્રપાન સાથે સંકળાયેલ છે?
ફેફસાનું કેન્સર, મૂત્રાશયનું કેન્સર, ગળાનું કેન્સર, બ્રોન્કાઈટીસ, એમ્ફિસેમા, કોરોનરી હાર્ટ ડીસીઝ, જઠરનું ચાંદુ, મુખગુહાનું કેન્સર

(a) 5
(b)
(c) 7
(d) 8

(8) "સિરોસિસ જેવા યકૃતના ગંભીર રોગ થાય અને ચેતાતંત્રને નુકસાન થાય'' – આવુ કયારે બને ?

(a) યકૃતના ગંભીર રોગથી
(b) દારૂ અને કેફી પદાર્થના દીર્ધકાલીન સેવનથી
(c) કેફી પદાર્થને શિરાઓમાં ઈજેશન દ્વારા લેવામાં આવે ત્યારે
(d) અપ્રિય વિડ્રોઅલ સિન્ડ્રોમથી

(9) તરૂણાવસ્થા દરમિયાન આલ્કોહોલ અને ડ્રગ્સના અટકાવ અને નિયંત્રણ માટે ઉપયોગી સુચનો કયા છે ?

(A) વડીલોના વધારે દબાણો અવગણો
(B) વ્યવસારિક અને આરોગ્ય સંબંધી મદદ માંગવી
(C) ભયજનક સંજ્ઞાઓ જુઓ
(D) શિક્ષણ અને સલાહ સુચનો
(E) માતા, પિતા અને વડીલોની મદદ લો.

(a) A, B, D
(b) A, C, D, E
(c) C, E
(d) A, B, C, D, E

(10) નીચે આપેલ પૈકી, એઈડ્સ (AIDS) માટે જવાબદાર એજન્ટ HIV માટે શું સાચું છે ?

(a) HIV એ આવરણ વગરનો રીટ્રો વાઈરસ છે.
(b) HIV દૂર થતો નથી પરંતુ એકવાયર્ડ ઈમ્યુન પ્રતિકારકતા ઉપર હુમલો કરે છે.
(c) HIV એ આવરિત વાઈરસ છે. તે એક અણુ ssRNA અને એક અણુ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝના ધરાવે છે.
(d) HIV એ આવરિત વાઈરસ છે. તે બે સમાન ssRNA અણુ અને બે અણુ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝના ધરાવે છે.

(11) કોકા આલ્કલોઈડ અને કોકેઈન શામાંથી મેળવવામાં આવે છે ?

(a) પાપાવર સેમનીફેરમ
(b) એટ્રોપા બેલેડોના
(c) ઈરીથ્રોઝાયલમ કોકા
(d) ધતુરો

(12) દુગ્ધસ્ત્રાવણના પ્રારંભિક દીવસોમાં માતાના સ્તનમાંથી સ્ત્રવતું પીળાશ પડતું પ્રવાહી કોલોસ્ટ્રોમમાં એન્ટીબોડી IgA વિપુલ માત્રામાં હોય છે.
આ કયા પ્રકારની પ્રતિકારકતાનું ઉદાહરણ છે.

(a) સક્રિય પ્રતિકારકતા
(b) સ્વપ્રતિકારકતા
(c) ઉૉજીત પ્રતિકારકતા
(d) નિષ્ક્રિય પ્રતિકારકતા

(13) નીચેના રોગોને તેના માટે કારણભૂત સજીવો સાથે જોડી સાચો વિકલ્પ પસંદ કરો:

(A) ટાઈફોઈડ           (i) વુચેરીયા
(B) ન્યુમોનીયા          (ii) પ્લાઝમોડીયમ
(C) ફીલેરીયાસીસ     (iii) સાલ્મોનેલા
(D) મેલેરીયા            (iv) હીમોફીલીસ

(a) (A-i), (B-iii), (C-ii), (D-iv)
(b) (A-iii), (B-iv), (C-i), (D-ii)
(c) (A-ii), (Bi), (C-iii), (D-iv)
(d) (A-iv), (Bi), (C-ii), (D-iii)

(14) પામના રસમાં આથવણ લાવી શું બનાવાય છે ?

(a) દહી
(b) ચીઝ
(c) બ્રેડ
(d) યેદી

(15) સ્વીસ ચીઝમાં મોટા છિદ્રો કોના દ્વારા ઉત્પન્ન થાય છે?

(a) મિથેન ઉત્પન્ન કરતા બેકટેરિયાના કારણે
(b) CO, નું વધુ માત્રામાં ઉત્પાદન કરતા બેકટેરિયાના કારણે
(c) ચયાપચય ક્રિયા દરમિયાન ફુગ દ્વારા નિર્મિત વાયુઓના કારણે
(d) આપેલ તમામ

(16) પેનિસિલિન મેળવવા માટે કયા વૈજ્ઞાનિકોને 1945 માં નોબલ પ્રાઈસથી સંમાનિત કરવામાં આવ્યા ?

(a) એલેકઝાંડર, ફલેમિંગ, હાવર્ડ
(b) અર્નેસ્ટ ચૈન, હાવર્ડ ફલોરે, ફલેમિંગ
(c) એલેકઝાંડર ફલેમિંગ, ચૈન, અર્નેસ્ટ
(d) એલેકઝાંડર ફલેમિંગ, ફલોરે, અર્નેસ્ટ હાવર્ડ

(17) "પ્રાથમિક શુદ્ધિકરણ પ્રક્રિયાના પ્રથમ તબકકામાં ગાળણ દ્વારા પાણીમાં રહેલાં ભૌતિક કણ-દ્રવ્યનો નિકાલ કરાય છે" – આપેલ વિધાનમાં શી ભુલ છે ?

(a) પ્રાથમિક સ્લજનો ઉલ્લેખ કરેલ નથી.
(b) અવસાદનનો ઉલ્લેખ કરેલ નથી.
(c) ઈલ્યુઅન્ટ ઉલ્લેખ કરેલ નથી.
(d) ફલોકસનો ઉલ્લેખ કરેલ નથી.

(18) બાયોગેસમાં વાયુઓના પ્રકારનો આધાર શેના પર રહેલા છે ?

(a) બેકટેરિયા
(b) એકત્રીત દ્રવ્યનો પ્રકાર
(c) કોહવાણ
(d) (a) અને (b) પાસે છે

(19) જૈવ નિયંત્રકો એટલે.....

(a) જૈવિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો એન પેસ્ટનું નિયંત્રણ
(b) ભૌતિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અને પેસ્ટનું નિયંત્રણ
(c) (a) અને (b) Nanne
(d) એક પણ નહિ

(20) કીટકો અને સંધિપાદીઓના જૈવિક નિયંત્રણ માટે જવાબદાર વાઈરસ કયો છે?

(a) મિકસોવાઈરસ
(b) રિટ્રોવાઈરસ
(c) બેકટેરિયોફેઝ વાઈરસ
(d) બકુલો વાઈરસ

(21) એફીડસ એ મચ્છરોથી છુટકારો મેળવવા લાભદાયી છે.

(a) લેડીબર્ડ અને ડ્રેગન ફલાય
(b) બેસિલસ થુરિન્જિનેન્સિસ
(c) ન્યુકિલઓ પોલીહેડ્રોવાઈરસ
(d) એક પણ નહિ

(22) સહજીવી ફૂગ અને મુકતજીવી ફુગ તેમજ સહજીવી બેકટેરિયા અને મુકતજીવી બેકટેરિયા અનુક્રમે કયાં છે ?

(a) આસબિયા, ગ્લોમસ, રાઈઝોબિયમ, સ્યુડોમોનાસ
(b) રાઈઝોપસ, ગ્લોમસ, રાઈઝોબિયમ, એઝોસ્પિરીલીયમ
(c) એઝોસ્પિરીલીયમ, ગ્લોમસ, એઝેટોબેકટર, રાઈઝોબિયમ
(d) ગ્લોમસ, ટ્રાયકોડર્મા, રાઈઝોબિયમ, એઝેટોબેકટર

(23) નીચે પૈકી કેટલા સજીવો નાઈટ્રોજનનું સ્થાપન કરી શકે છે?

એઝોસ્પિરીલીયમ, ગ્લોમસ, નોસ્ટોક, મોનાસ્કસ પુપુંરિયસ, યીસ્ટ, એનાબિના, ઓસિલેટોરિયા, એઝેટોબેકટર, ટ્રાયકોડર્મા
(a) 5
(b) 7
(c) 6
(d) 4

(24) યોગ્ય જોડકાં જોડોઃ

(1) સ્ટેટીન                      (A) ડાઘ દૂર કરવા માટે
(2) સાયકલો સ્પોરીન-A    (B) રૂધિરવાહિનીમાં રૂધિરગાંઠ દૂર કરવા
(3) સ્ટ્રેપ્ટોકાઈનેઝ             (C) રૂધિરનું કોલેસ્ટેરોલ ઘટાડવા
(4) લાઈપેઝ                    (D) રોગપ્રતિકારકતા ઘટાડે

(a) (1D), (2-C), (3-B), (4-A)
(b) (1D), (2-C), (3-A), (4-B)
(c) (1-B), (2A), (3-D), (4-C)
(d) (1-C), (2-D), (3-B), (4-A)

(25) દૂધમાંથી દહીં બનતા તેની પોષ્ટિકતમાં થતો વધારો આનું પ્રમાણ વધવાથી થાય છે.

(a) વિટામિન A
(b) વિટામિન B,
(c) વિટામિન D
(d) વિટામિન E

(26) સાચા વિધાન ઓળખો.

(1) પરંપરાગત સંકરણની પદ્ધતિમાં કયારેક ઈચ્છિત જનીનો સાથે અનિચ્છનીય જનીનનો સમાવેશ થાય છે.
(2) જનીન ઈજનેરીવિદ્યામાં જનીનકલોનીંગ અને જનીન સ્થળાંતરણનો ઉપયોગથી જ DNA નું નિર્માણ થાય છે.
(3) જનીન ઈજનેરી વિદ્યામાં અનિચ્છનીય જનીનોને બાકાત રાખી ઈચ્છિત જનીન લક્ષણ સજીવમાં દાખલ કરાય છે.
(a) માત્ર I
(b) માત્ર II
(c) II, III
(d) I, II, III

(27) નીચેનામાંથી કેટલા વિધાન સાચાં છે.
(1) પ્રથમ રિકોમ્બિનન્ટ DNA નું નિર્માણ સાલમોનેલા ટાયફિમુરિયમના પ્લાઝિમડમાં થયું.
(2) પ્લાઝિમડ વલયાકાર બાહ્યરંગસૂત્રીય DNA છે જે સ્વતંત્ર સ્વયંજનન પામી શકે છે.
(3) સ્ટેનલી કોહેન અને હરબર્ટ બોયરે એન્ટિબાયોટીક પ્રતિરોધક જનીનના અલગીકરણ દ્વારા પ્રથમ જ DNA નું નિર્માણ કર્યુ.
(4) રિસ્ટ્રિકશન ઉત્સેચકોને 'આણ્વિયકાતર' તરીકે ઓળખવામાં આવે છે.

(a)
(b)
(c) 3
(d) 4

(28) જનીન પરિવર્તિત સજીવોના નિર્માણના મૂળભૂત ચરણો કયા છે.
(1) ઈચ્છીત DNA નો યજમાનમાં પ્રવેશ
(2) ઈચ્છીત જનીનયુકત DNA ની ઓળખ
(3) પ્રવેશેલા DNA ની યજમાનમાં જાળવણી
(4) સંતતિમાં DNA નું સ્થળાંતર

(a) 1-2-3-4
(b) 2-1-3-4
(c) 2-1-4-3
(d) 1-2-4-3

(29) નીચેનામાંથી કઈ શૃંખલા પેલિન્ડ્રોમિક છે.


(30) DNA ને જોવા માટે કયા અભિરંજકનો ઉપયોગ થાય છે અને તેને કયા પ્રકાશમાં જોવામાં આવે છે ?

(a) ઈથીડિયમ કલોરાઈડ, UV કિરણો
(b) ઈથીડિયમ બ્રોમાઈડ, UV કિરણો
(c) ઈથીડિયમ બ્રોમાઈડ, ઈન્ફ્રારેડ કિરણો
(d) ઈથીડિયમ કલોરાઈડ, ઈન્ફ્રારેડ કિરણો

(31) પસંદગીમાન રેખક માટે શું સાચું છે?

(a) અપરિવર્તનીયની ઓળખ તથા તેને દૂર કરવામાં મદદ કરી પરિવર્તનીયની વૃદ્ધિ માટે પસંદગીમાન અનુમતી આપે.
(b) પરિવર્તનીયની ઓળખ તથા તેને દૂર કરવામાં મદદ કરી અપરિવર્તનીય વૃદ્ધિ માટે પસંદગીમાન અનુમતી આપે.
(c) અપરિવર્તનીય અને પરિવર્તનીયની ઓળખ તથા તેને દૂર કરવામાં મદદ કરે.
(d) અપરિવર્તનીય અને પરિવર્તનીયની ઓળખ તથા તેને વૃદ્ધિ માટે પસંદગીમાન અનુમતી આપે.

(32) pBR 322 માં Pvu I અને BamHI ની ઓળખ જગ્યા અનુક્રમે કઈ છે?

(a) ampR, ampR
(b) તારીખ, તારીખ
(c) tetR, ampR
(d) ampR, tetR

(33) પ્લાઝિમડના સ્વયંજનનમાં ભાગ લેતા પ્રોટીનનું સંકેતન કોણ કરે છે?

(a) દોરડા
(b) માથું
(c) હિંદ III
(d) એક પણ નહિ

(34) જો વિદેશી DNA ને વાહકમાં pBR 322 માં BamHI સ્થાને જોડવામાં આવે તો પુનઃસંયોજિત ઘટકો.

(a) એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામશે પરંતુ ટેટ્રાસાયકિલન પર નહીં.
(b) ટેટ્રાસાયકિલન માધ્યમ પર વૃદ્ધિ પાશે પરંતુ એમ્પિસિલિન પર નહીં.
(c) એમ્પિસિલિન અને ટેટ્રાસાયકિલન માધ્યમ પર વૃદ્ધિ પાશે.
(d) એમ્પિસિલિન અને ટેટ્રાસાયકિલન માધ્યમ પર વૃદ્ધિ નહીં પામશે.

(35) વિદેશી DNA ને વાહક pBR 322 માં Pst I સ્થાને જોડવામાં આવે તો અપરીવર્તનીય કે અરૂપાંતરિત Ecoli.........

(a) એમ્પિસિલિન માધ્યમ પર વૃદ્ધિ પામશે પરંતુ ટેટ્રાસાયકિલન પર નહીં.
(b) ટેટ્રાસાયકિલન માધ્યમ પર વૃદ્ધિ પાશે પરંતુ એમ્પિસિલિન પર નહીં.
(c) એમ્પિસિલિન અને ટેટ્રાસાયકિલન માધ્યમ પર વૃદ્ધિ પાશે.
(d) એમ્પિસિલિન અને ટેટ્રાસાયકિલન માધ્યમ પર વૃદ્ધિ નહીં પામશે.

(36) પુનઃસંયોજિત DNA ટેકનીકના ક્રમિક સોપાનોનો સાચો ક્રમ પસંદ કરો.

(1) DNA નું અવખંડન
(2) DNA નું અલગીકરણ
(3) ઈચ્છીત DNA નું અલગીકરણ
(4) વાહક સાથે DNA નું જોડાણ
(5) યજમાનમાં પુનઃસંયોજિત DNA નો પ્રવેશ
(6) ઈચ્છીત નીપજોનું નિષ્કર્ષણ
(7) યજમાન કોષનું સંવર્ધન
(a) 1-2-3-4-5-7-6
(b) 1-3-2-4-6-5-7
(c) 2-1-3-4-5-6-7
(d) 2-1-3-4-5-7-6

(37) જો કોઈ પ્રોટીનનનું સંકેતન કરતા જનીન કોઈ વિષમજાત યજમાનમાં અભિવ્યકત થાય તો તેને શું કહે છે ?

(a) પુનઃસંયોજિત DNA
(b) પુનઃસંયોજિત જનીન
(c) પુનઃસંયોજિત પ્રોટીન
(d) એક પણ નહિ

(38) સફેદ રંગની પુનઃસંયોજિત જીવાણુઓની વસાહતોની સાપેક્ષમાં પુનઃઅસંયોજિત (નોન રિકોમ્બિનન્ટ) જીવાણુઓની વસાહતો વાદળી રંગની દેખાય છે, કારણ કે –

(a) પુનઃસંયોજિત જીવાણુઓમાં ગ્લાયકોસાઈડેઝ ઉત્સેચકની અક્રિયાશીલતા
(b) પુનઃસંયોજિત જીવાણુઓ બીટા-ગેલેકટોસાઈડ ધરાવે છે.
(c) પુનઃસંયોજિત જીવાણુઓ બીટ-ગેલેકટોસાઈડેઝની ગોઠવણની અક્રિયાશીલતા
(d) પુનઃસંયોજિત જીવાણુઓમાં આલ્ફા-ગેલેકટોસાઈડેઝની ગોઠવણની અક્રિયાશીલતા

(39) યોગ્ય જોડકાં જોડોઃ
(X) લેપિડોપ્ટેરા          (1) ભૂંગ કીટકો
(Y) કોલિઓપ્ટેરા        (2) મચ્છર
(Z) ડિપ્ટેન                 (3) શાકભાજી
                               (4) સૈનિક કીટકો
                               (5) કલિકા કીટકો

(a) (X-4, 5), (Y-1), (Z-2, 3)
(b) (X-1, (Y-4, 5), (Z-2, 3)
(c) (X-4, 5), (Y-2, 3), (Z-1)
(d) (X-2, 3), (Y-1), (Z-4, 5)

(40) વિધાન A : બેસિલસ દ્વારા ઉત્પન્ન થતું વિષકારક પ્રોટીન બેસિલસને મારી નાખતું નથી.
કારણ R : Bt વિષકારી પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોકિસન સ્વરૂપે હોય છે.

(a) A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
(b) A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
(c) A સાચું છે અને R ખોટું છે.
(d) A ખોટું છે અને R સાચું છે.

(41) Bt પ્રોટોકિસન સક્રિય થયા બાદ કીટકને કઈ રીતે નુકશાન કરે છે?

(a) શેષાંત્રની સપાટીના અધિચ્છદીય કોષો સાથે જોડાઈ તેમાં છિદ્ર ઉત્પન્ન કરે.
(b) શેષાંત્રની સપાટીના શીથીલ સંયોજક કોષો સાથે જોડાઈને તેમાં છિદ્ર ઉત્પન્ન કરે.
(c) મધ્યાંત્રની સપાટીના સઘન સંયોજક કોષો સાથે જોડાઈને તેમાં છિદ્ર ઉત્પન્ન કરે.
(d) મધ્યાંત્રની સપાટીના અધિચ્છદીય કોષો સાથે જોડાઈ તેમાં છિદ્ર ઉત્પન્ન કરે.

(42) સૂત્રકૃમિ મેલાઈડેગાઈન ઈનકોન્ગીશિયા કોને ચેપ લગાડીને તેના ઉત્પાદનને ઘટાડે છે.

(a) તમાકુના છોડના પર્ણ પર
(b) તમાકુના છોડના મૂળ પર
(c) કપાસના છોડના મૂળ પર
(d) કપાસના છોડના પર્ણ પર

(43) વિધાન A : ઇન્સ્યુલિન ડાયાબીટીસના દર્દીને મુખ દ્વારા આપી શકાય નહીં.
કારણ R: ઈન્સ્યુલિન પ્રોટીન અંતઃસ્ત્રાવ છે જે મુખ દ્વારા લેવાતા તેનું પાચન થઈ બીન અસરકારક બની જાય છે.

(a) A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
(b) A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
(c) A સાચું છે અને R ખોટું છે.
(d) A ખોટું છે અને R સાચું છે.

(44) જનીન થેરાપી સૌપ્રથમ કોની ક્ષતિ દૂર કરવા માટે કરવામાં આવી હતી.

(a) ઈન્સ્યુલિન
(b) ગ્રોથ હોર્મોન્સ
(c) એડિનોસાઈન ડિએમિનેઝ
(d) બધા જ

(45) જનીન થેરાપીથી ADA નો કાયમી ઉપચાર કરવા માટે શું કરવું આવશ્યક છે?

(a) અસ્થિમજજાનું પ્રત્યારોપણ
(b) સક્રિય ADA-cDNA નો લસિકાકોષમાં પ્રવેશ કરાવી તેને દર્દીના શરીરમાં દાખલ કરવા
(c) ADA ઉત્પન્ન કરતા જનીનોને પ્રારંભિક ભૃણીય અવસ્થાના કોષોમાં પ્રવેશ કરાવવો
(d) બધા જ

(46) ઓટોરેડીયોગ્રાફીમાં વપરાતું રેડિયોએકટીવ પ્રોબ શું હોય છે ?

(a) ss DNA
(b) ss RNA
(c) ds DNA
(d) (a) અને (b)

(47) પારજનીનીક પ્રાણીઓ બનાવવા માટેના કારણોમાં શાનો સમાવેશ થાય છે?
(1) સામાન્ય દેહધર્મવિદ્યા અને વિકાસ
(2) રોગનો અભ્યાસ
(3) જૈવિક નીપજો
(4) રસી સુરક્ષા
(5) રાસાયણિક સુરક્ષા પરિક્ષણ

(a) 1, 2, 3,
(b) 2, 3, 4,
(c) 2, 3,
(d) 1, 2, 3, 4,

(48) એમ્ફિસેમાની સારવાર માટે શાનો ઉપયોગ થાય છે.

(a) a-1 એન્ટીટ્રિપ્સિન
(b) a-1 લેકટાગ્લોબ્યુલીન
(c) B-1 એન્ટીટ્રિપ્સિન
(d) B-લેકટાગ્લોબ્યુલીન

(49) પ્રથમ પારજનીનીક ગાય રોઝી દ્વારા અપાતા દૂધમાં કયું માનવ પ્રોટીન હોય છે અને તેનું પ્રમાણ શું હોય છે?

(a) આલ્ફાલેકટાગ્લોબ્યુલીન, 2.9 g/લીટર
(b) આલ્ફાલેકટામ્બ્યુલીન, 2.4 g/લીટર
(c) આલ્ફાલેકટાબ્લોબ્યુલીન, 24 g/લીટર
(d) આલ્ફાલેકટાગ્લોબ્યુલીન, 24 g/લીટર

(50) બહુરાષ્ટ્રીય કંપની અને અન્ય સંગઠનો દ્વારા જૈવ સંપતિની પેટન્ટનું જે-તે દેશ તેના સંબંધિત લોકોની સતાવાર મંજુરી કે આર્થિક લાભ આપ્યા વગર તેનું શોષણ કરે તેને શું કહેવાય.

(a) બાયો પેટન્ટ
(b) બાયોવાર
(c) બાયો પાયરસી
(d) એક પણ નહિ

પ્રકરણ 4,5,6 પ્રેક્ટિસ પેપર કુલ 100 માર્ક્સ સોલ્વ કરવા લિંક ઉપર ક્લિક કરો 👇👇👇


https://www.indiabiologyneet.com/2024/02/board-imp-456-12-biology-100.html



===========================================================

Part: B - થિયરી ( 50 Marks)


વિભાગ -A

* નીચેના આપેલા 1 થી 10 પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો. (દરેકના બે ગુણ) (ગમે તે આઠ) (16 ગુણ)

(1) ન્યુમોનિયા રોગનો ફેલાવો કેવી રીતે થાય છે?
(2) એન્ટિબોડી અણુની નામનિર્દેશિત આકૃતિ દોરો.
(3) સુએઝ એટલે શું? આપણા માટે સુએઝ કેવી રીતે હાનિકારક છે ?
(4) ન્યુકિલઓ પોલીહેડ્રોવાઈરસ પ્રજાતિ હેઠળ સમાવિષ્ટ વાઈરસનું મહત્વ જણાવો.
(5) સંક્ષિપ્તમાં વર્ણન કરો : સ્વયંજનનની ઉત્પત્તિ
(6) સંક્ષિપ્તમાં વર્ણન કરોઃ બાયોરિએકટર
(7) પારજનીનિક બેકટેરિયા શું છે? કોઈ એક ઉદાહરણ દ્વારા વર્ણન કરો.
(8) જનીનિક રૂપાંતરિત પાકોના ઉત્પાદનના ફાયદા તથા ગેરફાયદાની તુલનાત્મક સરખામણી કરો.
(9) વૈજ્ઞાનિક કારણ આપો : Bt પ્રોટીન બેસિલસને મારી શકતું નથી.
(10) તફાવત આપો: સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ
(11) સમજાવો  કોષાંતરીય અંતરાય અને કોષરસી અંતરાય 
(12) સાયક્લોસ્પોરિન A શામાંથી મેળવવામાં આવે છે અને એનો ઉપયોગ જણાવો 
 

વિભાગ : B

* નીચેના આપેલા 13 થી 21 પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો. (દરેકના ત્રણ ગુણ) (ગમે તે છ ) (18 ગુણ)

(13) જન્મજાત પ્રતિકારકતા સમજાવો.
(14) પર્યાવરણમાં હાજર રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે પ્રતિકારકતંત્ર દ્વારા અપાતા વધુ પડતા પ્રતિચાર વિશે વિસ્તૃત સમજૂતી આપો.
(15) આથવણયુકત પીણાંમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે?
(16) Bt કપાસ વિશે માહિતી આપો.
(17) જનીન થેરાપી – સમજાવો.
(18) રિસ્ટ્રીકશન ઉત્સેચકો અને તેનું નામકરણ સમજાવો.
(19) જૈવ નિયંત્રણ તરીકે બકુલો વાયરસ  સમજાવી બીજા કોઈ પણ બે જૈવ નિયંત્રણ માટે ઉદાહરણો સમજાવો 
(20) નોંધ લખો ક્લોનિંગ જગ્યાઓ 
(21) નોંધ લખો સક્ષમ યજમાન


પ્રકરણ 1,2,3 પ્રેક્ટિસ પેપર કુલ 100 માર્ક્સ સોલ્વ કરવા લિંક ઉપર ક્લિક કરો 👇👇👇


https://www.indiabiologyneet.com/2024/02/board-imp-123-12-biology-100.html



વિભાગ : C

* નીચેના આપેલા 22 થી 27 પ્રશ્નોના માગ્યા પ્રમાણે સવિસ્તાર જવાબ આપો. (દરેકના ચાર ગુણ) (ગમે તે ચાર ) (ગુણ 16)

(22) માનવમાં એન્ટ અમીબા હિસ્ટોલાયરીકા, વુકેરેરિયા અને ટ્રાયકોફાયટોન દ્વારા થતાં રોગના લક્ષણો જણાવો.
(23) જૈવિક ખાતરોમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે?
(24) જેલ ઈલેકટ્રોફોરેસિસની મદદથી DNA ખંડોનું પૃથકકરણ અને અલગીકરણ કેવી રીતે કરશો?
(25) પારજનીનિક પ્રાણીઓનું ઉત્પાદન શા માટે કરવામાં આવે છે ?
(26) આકૃતિ સહીત વર્ણવો PCR
(27) જનીનીક ઇન્સ્યુલિન વિશે સંપૂર્ણ માહિતી લખો.

જવાબો


1.B, 2.A, 3.B, 4.A, 5.D, 6.A, 7.D, 8.B, 9.D, 10.B, 11.C, 12.D, 13.B, 14.D, 15.B, 16.B, 17.B, 18.D, 19.A, 20.D, 21.A, 22.D, 23.A, 24.D, 25.B, 26.D, 27.C, 28.B, 29.D, 30.B, 31.A, 32.D, 33.A, 34.A, 35.C, 36.D, 37.C, 38.C, 39.A, 40.A, 41.D, 42.B, 43.A, 44.C, 45.C, 46.D, 47.D, 48.A, 49.B, 50.C



પ્રકરણ 4,5,6 પ્રેક્ટિસ પેપર કુલ 100 માર્ક્સ સોલ્વ કરવા લિંક ઉપર ક્લિક કરો 👇👇👇


https://www.indiabiologyneet.com/2024/02/board-imp-456-12-biology-100.html


પ્રકરણ 1,2,3 પ્રેક્ટિસ પેપર કુલ 100 માર્ક્સ સોલ્વ કરવા લિંક ઉપર ક્લિક કરો 👇👇👇


https://www.indiabiologyneet.com/2024/02/board-imp-123-12-biology-100.html



બીજા પેપર પણ આજ સાઈટ પર મળી જશે home પર ક્લિક કરી ધોરણ 12 કેટેગરી ક્લિક કરો


બીજા પેપર પણ આજ સાઈટ પર મળી જશે home પર ક્લિક કરી ધોરણ 12 કેટેગરી ક્લિક કરો


દરરોજ એવા TEST અને મટેરીઅલ માટે આ સાઈટ રોજ જોતા રહો


www.indiabiologyneet.com


તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો અહીં કોમેન્ટમાં જણાવી શકો છો હું તમને ચોક્કસથી એના વિશે આર્ટીકલ બનાવી અને જણાવીશ



Manish Mevada

Gujarat Biology NEET PLUS

INDIA BIOLOGY NEET PLUS









Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad