Type Here to Get Search Results !

બોર્ડની પરીક્ષા આપવા જતા અને પરીક્ષા ખંડમાં ધ્યાનમાં રાખવા જેવી અત્યંત મહત્વની બાબતો ચોક્કસ વાંચી લેજો...

0

બોર્ડની પરીક્ષા આપવા જતા અને પરીક્ષા ખંડમાં ધ્યાનમાં રાખવા જેવી અત્યંત મહત્વની બાબતો



પરીક્ષા ના 2 દિવસ પહેલા


1) બોર્ડની પરીક્ષાના આગળના બે દિવસ કોઈપણ પ્રકારનું બહારનું કોઈ પણ વસ્તુ ખાવી નહીં સંપૂર્ણ સ્વાસ્થ્ય અને અનુકૂળ ખોરાક ખાવો.


2) બોર્ડની પરીક્ષાના બે દિવસ પહેલા સમયસર ઊંઘ લેવી એટલે કે છ થી સાત કલાક ઊંઘ લેવી રાત્રે મોડા સુધી જાગી અને વાંચવું નહીં


3) બોર્ડની પરીક્ષાના બે દિવસ પહેલા કોઈપણ મિત્રો સાથે બિનજરૂરી વાતો કરવી નહીં અફવાઓ થી દૂર રહેવું


4) બોર્ડની પરીક્ષાના બે દિવસ પહેલા તમારા બધા જ ડોક્યુમેન્ટ એક જગ્યાએ ભેગા કરી રાખવા અને ચેક કરી લેવા


5) બોર્ડની પરીક્ષામાં લઈ જવા માટે દરેક વસ્તુ તૈયાર કરી લેવી જેથી છેલ્લા સમયે ઉતાવળ માં કોઈ ભૂલ થાય નહિ


6) પરીક્ષાના બે દિવસ પહેલા કોઈ પણ ટેન્શન અથવા મુશ્કેલી જણાય તો તમારા વિશ્વાસુ ટીચર નો સંપર્ક કરવી મન ખુલીને વાત કરવી


7) કોઈપણ પ્રકારનો ટેન્શન મગજમાં રાખવું નહીં એકદમ ખુશ રહેવું


8) પરીક્ષા કેન્દ્ર પર જવા માટે વાહન વ્યવહાર નું આયોજન બે દિવસ પહેલા કરી લેવું.


9) સમય મળે તો બે મિનિટ મેડીટેશન કરવું


10) અને પોતાના ઉપર વિશ્વાસ રાખવો


પરીક્ષા ખંડ માં ધ્યાન રાખવા જેવી બાબત


11) પરીક્ષા ખંડમાં પહોંચ્યા પછી તમારો નંબર શોધી અને તમારી જગ્યાએ બેસી જવું


12) પરીક્ષા ખંડમાં પહોંચ્યા પછી કોઈપણ બીજા મિત્રો સાથે બિનજરૂરી વાતો કરવી નહીં કે અભ્યાસક્રમ વિશે કોઈ ચર્ચા કરવી નહીં


13) પેપર તમારી પાસે આવે એટલે એને સંપૂર્ણ એકવાર એક મિનિટમાં જોઈ લેવું


14) ઓએમઆર આપવામાં આવે તો એક મિનિટમાં એમાં તમારો નંબર ઉપર આઈડી બધું ચેક કરી લેવું


15) તમને ક્યાંય પણ મુશ્કેલી જણાય છે તો તરત જ સુપરવાઇઝરને કહી દેવું


16) OMR ઉપર તમારો નંબર માં રાઉન્ડ વ્યવસ્થિત જોઈને ધ્યાનથી પુરવા


17) કદાચ સ્ટીકર જો તમને લગાવવાનું કહે તો ના સમજ પડે તો બિલકુલ શરમ વગર કોઈ પણ ટીચર ને પૂછી લેવું


18) પરીક્ષા ખંડમાં ગયા પછી કોઈપણ પ્રશ્ન મનમાં થાય છે તો સંકોચ વગર શરમ વગર સુપરવાઇઝરની તરત જ પૂછી લેવું જેથી કોઈ પણ પ્રકારની ભૂલ થાય નહીં


19) પરીક્ષા લખતી વખતે જો તમારી પેન પતી જાય છે તો તમારે સુપરવાઇઝરને પૂછી અને પછી બીજાની પેન માંગવી એના સિવાય બીજા કોઈ સાથે વાત કરવી નહીં


20) ઓએમઆર લખતી વખતે નંબર ધ્યાન રાખવા કે સાચા પ્રશ્નની સામે જ તમે રાઉન્ડ પૂરો છો


21) ઓએમઆર માં ધ્યાન રાખો કે બીજી જગ્યાએ ક્યાંય લીટો ના થઈ જાય અથવા જે રાઉન્ડની સીમા છે એની બહાર રાઉન્ડ પેન ના નીકળી જાય


22) ઓએમઆરમાં રાઉન્ડપુરા સંપૂર્ણ ભરો જોજો અડધું ખાલી ના રહી જાય


23) OMRશીટને વાળશો નહીં


24) MCQs લખતી વખતે સમજીને લખવું


25) જો પ્રશ્ન નથી આવડતો તો બાજુવાળામાં જોઈને લખવાનો પ્રયાસ કરવો નહીં અથવા એમના ઉપર વિશ્વાસ પણ કરવો નહીં


26) કોઈ તમને બતાવવાનું કહે છે અને તમને નથી ગમતું અને વારંવાર તે તમને એવું કહે છે તો સુપરવાઇઝર નો સંપર્ક કરવો જેથી તમારો સમય બગડે નહીં


27) થીયરી પેપર આવે છે તો થીયરી પેપરમાં વિભાગ પ્રમાણે જ પ્રશ્નના જવાબ લખવા


28) વિભાગમાં તમે આડાઅવળા પ્રશ્નો લખી શકો છો પણ એક વિભાગના પ્રશ્નનો જવાબ બીજા વિભાગમાં લખવો નહીં


29) બને ત્યાં સુધી પુરવણીમાં એક જ પેનથી લખવાનો પ્રયાસ કરવો


30) એકથી વધારે પેન વાપરવાથી સમય ખૂટી શકે છે


31) જો અક્ષર સારા નથી આવતા તો શબ્દો વચ્ચે જગ્યા રાખીને લખું જેથી અક્ષર સારા દેખાય


32) સમયને ધ્યાનમાં રાખી પેપર લખો જેથી પેપર માં ટાઈમ ખૂટે નહીં


33) પેપરમાં આકૃતિ બને તો પેન્સિલથી જ દોરવી


34) દરેક પ્રશ્ન પૂરો થાય પછી એક લીટી છોડીને જ બીજો પ્રશ્ન લખો


35) ચોપડીની બેઠે બેઠી લાઈન નથી યાદ તો સમજણ સાથે લખવું


36) પ્રશ્ન બિલકુલ નથી આવડતું તો એની લગતુ જો કંઈ પણ આવડતું હોય તો લખી દેવું પ્રશ્ન કોરો રાખવો નહીં


37) આકૃતિમાં નામ નિર્દેશનના લેબલ સીધા કરવા


38) હંમેશા આકૃતિનું નામ આકૃતિની નીચે લખવું


39) પેપર પૂરું થાય એટલે એકવાર સંપૂર્ણ પુરવણી ચેક કરી લેવી


40) અને જો ભૂલથી કોઈપણ પ્રશ્ન રહી ગયો હોય તો પાછળના પીઠ પર ઉપર વિભાગનું નામ લખી લખી શકો છો


 તો મિત્રો બધી જ બાબતોનું ધ્યાન રાખશો તો સો ટકા સફળતા મળશે અને છેલ્લે તમને તમારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ તમે ઘણું બધું વાંચ્યું છે એવું મગજમાં વિચારજો અને યા વિશ્વાસ રાખજો કે આપણું પેપર સારું જ જવાનું છે અને સારા માર્ક્સ આવશે કોઈ તમને હરાવી શકશે નહીં


 અવાજ બાયોલોજીના બધા જ ટેસ્ટ મટીરીયલ અને ટિપ્સ માટે મારી આ સાઈટ દરરોજ જોતા રહો જે નીચે આપેલી છે


www.indiabiologyneet.com


Manish Mevada

Gujarat Biology NEET PLUS

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad