Type Here to Get Search Results !

ચંદ્રયાન પાસેથી શીખો આ 3 વાત દરેક વિદ્યાર્થી અચૂક વાંચે ! - Motivation

1

ISRO એ ગજબનું સાહસ બતાવીને ચંદ્રયાન-3 ની સફળતા પામી છે. એને જોઈને આપણે એક વિદ્યાર્થી તરીકે ઘણું બધું શીખી શકીએ છીએ.




ચંદ્રયાન - ભારતનું ગર્વ! 🇮🇳🇮🇳🇮🇳

ચંદ્રયાન 3 એ સફળતાપૂર્વક ચંદ્ર પર લેન્ડિંગ કર્યું અને આ બાબતે ભારતવાસીઓનો ગર્વ ફૂલ્યો નથી સમાઈ રહ્યો. દરેક દેશવાસીઓના મનમાં ખુબ ઉમંગ અને હર્ષ ઉભરાય છે કારણકે ચંદ્રની ભૂમિ પર આપણે પહોંચી ગયા છીએ. આ એક ખૂબ અભિનંદન ને પાત્ર સિદ્ધિ છે.

પણ એ જાણવું જરૂરી છે કે આ સિદ્ધિ એમ જ હાંસિલ નથી થઈ. ISRO ના વૈજ્ઞાનિકો એ રાત દિવસ એક કરીને આ સફળતા પામી છે. ઘણા વિધ્નો અને અસફળતાઓને પાર કરીને આ સફળતા સુધી પહોંચ્યા છીએ. તેથી ચંદ્રયાનની યાત્રા આપણા માટે ખૂબ પ્રેરણાદાયી છે. ISRO અને ચંદ્રયાન-3 પાસેથી આપણે શું શીખી શકીએ છીએ,આવો જાણીએ!

આ આર્ટિકલ વાલીઓ, વિદ્યાર્થીઓ કે જીવનના કોઈ પણ પગથિયે પહોંચેલા દરેક વ્યક્તિએ વાંચવો જોઈએ, જેથી તેઓ પણ chandrayaan ની માફક સફળતાના ચંદ્રને પામી શકે. 

તો ચાલો જોઈએ એ 3 શિખામણો જે ચંદ્ર પર પહોંચીને ચંદ્રયાને આપણને આપી છે!!


1) Never give up!!

આપણા જીવનમાં એવા કેટલાય સમય આવે છે જ્યારે આપણે કરી રહેલા બધા કામ વ્યર્થ લાગે છે. અને એનું કારણ હોય છે કે આપણને જોઈતા result આપણે મેળવી શક્યા નથી.

ચંદ્રયાન સાથે પણ એવું થયું. ચંદ્રયાન 2 નું વિક્રમ લેન્ડર સફળતાની ખૂબ નજીક પહોંચીને સફળતાને પામી ના શક્યું. હા, chandrayaan-2 નું ઓર્બિટર સફળ રહ્યું, અને હજુ પણ કાર્યરત છે. પણ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ નું કાર્ય તો અધૂરું અને અસફળ જ હતું. પણ આ અસફળતાથી કંટાળી જઈને ISRO ના વૈજ્ઞાનિકોએ પોતાનું કામ અટકાવી દીધું? Did they give up? NO... એમણે પોતાનું કામ ચાલુ જ રાખ્યું. અને એનું પરિણામ આપણી આંખની સામે છે.

ચંદ્રયાન 2 માટે પણ ISRO ના બધા વૈજ્ઞાનિકોએ ખૂબ જ મહેનત કરી હતી અને એમના તરફથી કોઈ કચાશ નહિ છોડી હતી, પણ chandrayaan-2 તો ચંદ્ર પર ઈચ્છિત લેન્ડિંગ ના કરી શક્યું. વિચારો કે તમારા જીવનમાં પણ આવી જ પરીસ્થિતિ સર્જાઈ છે. તમે અથાગ મહેનત કરી અને ખૂબ મહેનત કરીને ભણ્યા, પણ તમારા એ પરીક્ષામાં જોઈએ એટલા mark ના આવ્યા. તો તમારે અને ISRO ના વૈજ્ઞાનિકોએ હતાશ થઈ જવું જોઈએ કે આગળ વધુ મેહનત કરવી જોઈએ?  

ISRO ના વૈજ્ઞાનિકોએ એ તો give up ના કર્યું, અને તમારે પણ ના જ કરવું જોઈએ. તો જ તમારા goal સુધી- ચંદ્ર સુધી- પહોંચી શકશો. થોડા સમય માટે એ અસફળતાનું દુઃખ હોઈ શકે પણ એ દુઃખથી દબાઈ જવાને બદલે, એનાથી ઉપર ઉઠવું જોઈએ. 

જીવનમાં setback તો ઘણા આવશે, પણ તમે comeback કેટલું સારી રીતે કરો છો એ જ તમારી સફળતાની ચાવી છે.

 કેટલા પણ ખરાબ દિવસો બાદ પણ પોતાના goal સુધી પહોંચવાની ચાહ જેની ખતમ નથી થતી, એ વ્યક્તિ પાસે સફળતા જરૂરથી પહોંચે છે. આ 'never give up' attitude ની એક જ ખૂબી, તમારી હજારો ખામીઓને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. 

એટલે સ્કૂલની પરીક્ષા હોય કે NEET/JEE ની કે પછી જીવનની કોઈ પણ પરીક્ષા હોય, એની સામે જીદથી અડી રહેજો. કરોળિયાની જામ ભલે કેટલી પણ વાર નીચે પડો પણ દરેક વખતે ઊભા થઈને લક્ષ્ય તરફ કૂચ કરજો. આજે નહિ તો કાલે, હમણાં નહિ તો પછી - તમે જરૂર સફળ થશો એ વાતની ગેરંટી.


2) learn from your mistakes - તમારી ભૂલોથી શીખો


તમને યાદ હશે, જ્યારે ચંદ્રયાન 2 નું વિક્રમ લેન્ડર ક્રેશ થઇ ગયું હતું. બધા ISRO ના ચહેરા પર ઉદાસી અને હતાશા હતી. ISRO ના એ સમયના ચીફ તો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીને ભેટીને રડી પડ્યા હતા. બધે નિરાશાનો માહોલ હતો, ત્યારે પ્રધાનમંત્રીજી એ એક જ વાત કીધી હતી, "ભૂલો બધાથી થાય, પણ આપણે એ ભૂલોથી શીખવું જોઈએ. ભૂલોથી શીખીને જ આગળ વધી શકાય. આ આપણો સુવર્ણ કાળ છે, આપણે નિરાશ નથી થવાનું - વિકાસ કરવાનો છે."

આ વાતને લક્ષમાં રાખીને ISRO ના બધા વૈજ્ઞાનિકો ફરીથી કામમાં લાગી ગયા. ચંદ્રયાન 2 ના લેન્ડર ની બધી માહિતી ફરીથી ચકાસી, એમાં થયેલી બધી ભૂલો ને એક-એક કરીને પકડી. બધી બારીક ખામીઓને પારખી અને નોંધ કરી. ચંદ્રયાનના લેન્ડરના પગમાં ખામી જણાઈ તો એને મજબૂત કર્યા જેથી એ jerk સહન કરી શકે. કેટલીય બધી system નાખી જેથી આગળ થયેલી ભૂલ ફરીથી ના થાય.

એ બધી ભૂલોને ધ્યાનમાં રાખીને જ એમણે ફરીથી આગેકૂચ કરી! રાત-દિવસ જોયા વગર મહેનત કરી. અને 4 વર્ષ પછી ફરીથી એ જ સ્થળે -ચંદ્રના દક્ષિણ ધ્રુવ- પર પહોંચવા માટે ISRO એ ચંદ્રયાન-3 તૈયાર કરી લીધું. એક રીતે કહો, તો ચંદ્રયાન 2 ની એ બધી જ ભૂલોના કારણે ચંદ્રયાન 3 કામયાબ થયું. 


કહેવાનો અર્થ એ જ, કે તમને જો કોઈ દિવસ નિષ્ફળતાનો સામનો કરવો પડે તો એને એક lesson તરીકે જુઓ. તેમાં થયેલી તમારી બધી ભૂલોને સમજો, બધી ભૂલો ને જાણો. અને પછી લાગી પડો એ બધી ભૂલો ને સુધારવા, જેથી ફરી એ પરીસ્થિતિમાં same to same ભૂલ ના થાય. 

NEET ની પરીક્ષામાં એવા વિદ્યાર્થીઓ ઉત્તમ રેન્ક પામે છે, જેઓ પોતાની ભૂલોમાંથી શીખવાની કળા જાણી ગયા હોય. Mock test વખતે કે આગલા NEET attempt વખતે થયેલી ભૂલો જો તમને સમજાઈ જાય, તો તમે એટલા સ્માર્ટ તો છો જ કે એ ભૂલો repeat તો ના જ કરો. 

કોઈ પણ પરીક્ષા માટે વધુ ને વધુ પ્રેક્ટિસ કરો. ભૂલો કરવાથી ના ડરવું. કારણકે જીવનમાં તમારી ભૂલોથી મોટું શિક્ષક કોઈ નહિ મળે. તમારી ભૂલોને પકડતા શીખી ગયા એટલે તમને કોઈ રોકી શકશે નહિ. ભૂલોને જાણ્યા બાદ એને સુધારનાર કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી અસફળ રહ્યો હોય એવું બન્યું નથી. 



3) Ignore the critics ! - ટીકાકારો ને અવગણો

તમે જોયું હશે કે જીવન ના દરેક પ્રસંગે તમને કોઈ ને કોઈ ટીકા કરનારું તો મળી જ જશે. જેમકે તમારા NEET ના mock test માં ઓછા માર્ક આવ્યા હોય અને તમારા classmate એ તમારી મજાક ઉડાવી હોય. સાયકલ ચલાવતા શીખી રહ્યા હોઈએ અને ભૂલ થઈ જાય, તો આજુબાજુના કોઈ અંકલે ટીકા કરી હોય કે ભાઈ તું રહેવા દે, તારાથી નહિ થાય.

આવી કેટલીય ટીકાઓ ISRO સાથે થઈ છે. કારણકે આપણે હજુ શીખી રહ્યા હતા, એટલે ઘણા આપણા ઘણા રોકેટ લોન્ચ કરવામાં જ આપણને નિષ્ફળતા મળી. 2014માં ન્યૂ યોર્ક ટાઇમ્સ માં એક કાર્ટૂન છપાયું હતું. નીચે એનો ફોટો જોઈ શકો છો.

2014 નું ન્યૂયોર્ક ટાઈમ્સ

 

ન્યૂ યોર્ક ટાઇમ્સ જેવા મોટા સમાચારપત્રમાં ભારત, ISRO અને ભારતીય વૈજ્ઞાનિકોનો મજાક ઉડાવવામાં આવ્યો. 

ચંદ્રયાન 2 ની અસફળ લેન્ડિંગ બાદ વિદેશોમાંથી તો ઠીક, પણ આપણા જ દેશના કેટલાક so called બુદ્ધિજીવીઓ એ ISRO ની ટીકા કરી, કે આવડત તો છે નહી ને માત્ર પૈસા બરબાદ કર્યા. 

વિચારો, જો આટલા મોટા પ્રમાણમાં ટીકાઓ મળે, તો કોઈ પણ હતાશ થઈ જાય. પણ આપણા ISRO ના વૈજ્ઞાનિકો એ આ ટીકાઓ પર ધ્યાન જ ના આપ્યું. આ જ વસ્તુ તો આપણે શીખવાની છે - ટીકાઓ ને ignore કરવી. જો ISRO એ આવી ટીકાઓને ધ્યાન માં લીધું હોત, અને હતાશ થઈને પોતાનું કામ અટકાવ્યું હોત. તો શું આપણે ચંદ્ર અને મંગળ સુધી પહોંચી ચૂક્યા હોત?

ISRO અને ચંદ્રયાનની ટીમ એ આપણને એમ શીખવ્યું કે ટીકાકારોને કે એવા લોકો જે આપણને હતાશા તરફ લઈ જતા હોય, એમને જવાબ આપવાનો એક જ ઉપાય છે - પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું. કોઈ કઈ પણ બોલી જાય, પણ તમે તમારું લક્ષ્ય જાણો છો - અને તમે તમારી ક્ષમતા પણ જાણો છો. તો કોઈની ટીકા પર ધ્યાન આપીને પોતાની ઊર્જા વેડફવા કરતા એ ઊર્જાને પોતાના કામમાં પરોવી દેવી ફાયદાકારક છે ને. ISRO ની ટીમે એ જ કર્યું. અને 23 ઓગસ્ટ, 2023 ના ન્યૂ યોર્ક ટાઇમ્સ માં શું છપાયું એ તમે નીચેના ફોટો માં જોઈ લો.

ન્યૂ યોર્ક ટાઇમ્સ 23મી ઓગસ્ટ, 2023


" कहते थे लोग जो,काबिल नही है तू

देंगे वही सलामियां!

दिल थाम के जहान, देखेगा एक दिन

तेरी भी कामियाबियां! " - અમિતાભ ભટ્ટાચાર્ય

 

એટલે next time, કોઈ બહારનું આવીને તમારા કામ પર કે માર્ક પર ટીકા કરે, તો એને ignore કરવું. અને એ ટીકાનો જવાબ વધુ સારું કામ કે વધુ સારા માર્કસ લાવીને આપી દેવું. 


"Men needs his difficulties because they are necessary to enjoy success." - APJ Abdul Kalam 

 

કેટલાક ગીત જે ખૂબ પ્રેરણાદાયી છે - એની લિંક નીચે આપી છે. જરૂરથી સાંભળજો.

👇👇👇👇👇

⬇️⬇️⬇️⬇️⬇️

શાબાશીયાં

બેસબરિયા

Ziddi dil


આવા ગીતો ની playlist જોઈતી હોય તો please નીચે commemt box માં લખી મોકલજો. અમે જરૂરથી playlist બનાવી આપશું.


આશા છે કે તમને આ આર્ટિકલ વાંચીને ખુબ પ્રોત્સાહન મળ્યું હોય. જો તમને આ વિચારો ગમ્યા હોય તો જરૂરથી તમારા મિત્રોને મોકલજો - શું ખબર કોણ motivation ની અછતમાં હોય, તમે આવા આર્ટિકલ મોકલો તો એમને સફળતા તરફ આગળ વધવાની પ્રેરણા મળતી રહે. 


Thank you for reading!

Stay happy! Stay healthy!

Bharat Mata ki Jai!


Urvi Bhanushali

Manish Mevada 

Post a Comment

1 Comments
  1. Yes sir.. I need playlist for motivational songs.. Plz..

    ReplyDelete
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please do not enter any spam link or word in the comment box

Top Post Ad

Below Post Ad