NEET ની પરીક્ષા એ ડોક્ટર બનવા માટેનું પહેલું પગથિયું છે. પણ એની તૈયારી માટે વિદ્યાર્થીઓમાં ઘણું confusion જોવા મળે છે. આ આર્ટિકલમાં NEET ની તૈયારી માટેની સટિક પ્રણાલી બતાવવામાં આવી છે.
નમસ્તે વિદ્યાર્થી મિત્રો!
ઘણા સમયથી તમારા NEET માટેના સવાલો મળતા રહ્યા છે. જેના જવાબો આ આર્ટિકલ ના માધ્યમથી આપવાનો પ્રયાસ કર્યો છે. તેથી NEET ની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ પૂરેપૂરો આર્ટિકલ વાંચજો, જેથી તમને વધુ થી વધુ લાભ મળી શકે.
NEET શું છે?
તમે જાણો છો મેડિકલ એટલે કે તબીબી ક્ષેત્રે એડમિશન મેળવવા માટે NEET ની પરીક્ષા ફરજિયાત છે. NEET ની પરીક્ષા ધોરણ 11 અને 12 માં BIOLOGY વિષય રાખનાર વિદ્યાર્થી આપી શકે છે. અને આ પરીક્ષા સંપૂર્ણ દેશ લેવલે લેવાય છે એટલે કે નેશનલ લેવલની પરીક્ષા છે. જેના પરિણામ અને મેરીટ ના આધારે વિદ્યાર્થીઓ MBBS માં એડમિશન મેળવતા હોય છે.
આ પરીક્ષા પાસ કરવા વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરતા હોય છે અને અલગ અલગ દિશાઓમાંથી માર્ગદર્શક મેળવી પોતે પરીક્ષામાં કેવી રીતે ઉત્તીર્ણ થઇ શકે એના માટે પ્રયાસ કરતા હોય છે.
આ પરીક્ષા પાસ કરવા માટે માત્ર પાસ થવું એ જ જરૂરી નથી, પણ મેરિટમાં રેન્ક લાવો એ પણ અત્યંત આવશ્યક છે. રેન્ક સારો હોવાથી સારી કોલેજમાં એડમિશન મળી શકે છે અને વિદ્યાર્થીઓ તબીબી ક્ષેત્રે આગળ વધી શકે છે.
NEET નું પેપર કેવું હોય છે?
તો તમને જણાવી દઈએ કે આ પરીક્ષા દેશ લેવલ એટલે કે નેશનલ લેવલે લેવાતી હોવાથી તે પર એટલું સરળ નથી હોતું એમાં થોડાક સમજણ અને ટ્વિસ્ટેડ પ્રશ્નો પુછાતા હોય છે.જેનો આધાર NCERT જે કેન્દ્ર સરકારે જાહેર કરેલી છે એ બુક હોય છે.
NEET ની તૈયારી કેવી રીતે કરવી?
NEET માટે કયું પુસ્તક વાંચવું?
તો આ પરીક્ષા પાસ કરવી હોય તો સાચી દિશા અને માર્ગદર્શન જરૂરી બને છે. સાથે સાથે કયું પુસ્તક વાંચવું અને કેવી રીતે તૈયારી કરવી એ પણ અતિ આવશ્યક છે. તો હું તમને સમજાવીશ કે actually NEET આપવા માટે કયું પુસ્તક અને કેવી રીતે વાંચવું.
તો જે પ્રમાણે આપણું ટાઈટલ છે કે NCERT અને કોન્સેપ્ટ એને આધારિત જ વાત કરીશ અને એટલું જ કાફી છે. તો મિત્રો જણાવી દઉં કે સૌપ્રથમ જો તમારે નીટની પરીક્ષા પાસ કરવી હોય તો NCERT નું પુસ્તક અત્યંત ડિટેલમાં આવડવું જરૂરી છે. NCERT ના પુસ્તકમાં આપેલી દરેક લાઈનની સમજણ હોવી જરૂરી છે.
મિત્રો સમજણ એટલે ઉપર ઉપરથી વાત નથી કરતો - એને ખૂબ ડીપમાં સમજવું જરૂરી છે. કારણ કે પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાતા હોય છે એ અત્યંત સમજણ સાથે પૂછાતા હોય છે જેમાં તમારે ઘણીવાર 5 થી 10 મિનિટ વિચારવું પડે છે. જે એક્ચ્યુલી હોય છે પુસ્તકમાંથી પણ ઘણીવાર વિદ્યાર્થીઓને લાગે છે કે પુસ્તક બહારનો છે પણ ખરેખર તો પુસ્તકમાં જ એટલું ડીટેલ હોય છે કે જેને વિદ્યાર્થીઓ સમજતા નથી.મિત્રો NCERT માં આવેલા દરેક શબ્દોના સમજણ લઈ લો જે પછી તમારે રેફરન્સ બુકમાંથી લેવી પડે તો પણ જરૂરી બને છે
હું તમને એક દ્રષ્ટાંત સાથે સમજાવીશ દાખલા તરીકે ધોરણ 11 માં દસમા નંબરના પ્રકરણની અંદર 2c અને 4c નો કોન્સેપ્ટ આપેલો છે જેના વિશે તમને સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે જેવું કે એનું સંપૂર્ણ નામ અને ખરેખર માં તે શુ છે કારણ કે એ બુકની અંદર આ શબ્દો આપેલા હોવાથી એના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પુછાય શકે છે જે conceptually સાચો હોઈ શકે છે. એમાં પછી તમે એવું ના કહી શકો કે પુસ્તક બહારનો પ્રશ્ન છે, કારણ કે NCERT તમને શબ્દો આપ્યા છે જેને ખાલી ગોખવાના નથી - એને સમજવાના પણ છે. એટલા માટે જ એ પુસ્તકમાં શબ્દો આપ્યા છે તેનું અધૂરું જ્ઞાન નહીં ચાલે.
બીજી મહત્વની વાત કે NCERT સમજણ તો જોઈએ સાથે સાથે NCERT ને ઓછામાં ઓછી પાંચ થી છ વખત વાંચવી જરૂરી છે. વારંવાર વાંચવાથી કદાચ કોઈ ભૂલ રહી જાય છે તો રિવિઝન થવાથી એ પણ ભૂલ નીકળી જશે
હવે તમને એ જાણવું જરૂરી છે કે NCERT ના કોન્સેપ્ટ ડિટેલમાં કેવી રીતે સમજણ પડે. અથવા તમે એવું માની લેતા હો છો કે NCERT ના કોન્સેપ્ટ હવે ડિટેલમાં સમજ પડી ગઈ છે, તો હવે એને ચેક કરવા માટે શું કરવું પડશે તો હું તમને કહું કે એને ચેક કરવા માટે તમારે વધારેમાં વધારે MCQs - જે રેફરન્સ બુકમાં આપેલા છે એ રેફરન્સ બુકો ના પ્રશ્નો તમારે તૈયાર કરવા પડશે. અને એ પણ મિત્રો, NCERT આધારિત જો પ્રશ્નો હશે તો જ તમે NCERT ના કોન્સેપ્ટ સમજી શકશો.
NCERT કેવી રીતે વાંચવી?
જ્યારે NCERT વાંચો છો ત્યારે કોઈ એવી લાઈન અથવા એવા શબ્દો જે સમજ નથી પડતી એ શબ્દોને લાઈન કરી રાખો. અને એની સમજણ તમારા શિક્ષક સાથે મેળવી લો અને ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કરી લો અને એ પણ જાણી લો કે આ વાક્યમાંથી કેવી રીતે પ્રશ્ન પુછાય શકે છે.
બીજી એક સરસ મજાનો સ્માર્ટ રીત કહીશ જેમાં NCERT ની સંપૂર્ણ બુક કદાચ તમારી ક્લિયર થઈ જશે. તમે અને તમારા મિત્ર બંને નક્કી કરો કે દરરોજ ncert ના દરેક ચેપ્ટરમાંથી પોતે જાતે જ MCQs બનાવવા અને તમારા મિત્રને એ MCQ ટેસ્ટ સોલ્વ કરવા આપો. અને તમારે એનો ટેસ્ટ સોલ્વ કરવું જેથી બંને NCERT ક્લિયર કરી લેશો કારણ કે એક ટેસ્ટમાં તમે બનાવેલા પ્રશ્નોની સમજણ હશે અને બીજા ટેસ્ટમાં તમારા મિત્રએ બનાવેલી પ્રશ્નોના સમજણ હશે જેથી વધારેમાં વધારે સમજણ કેળવી શકાય છે
છેલ્લે એટલું કહીશ કે જો નીટ પરીક્ષા ક્લિયર કરવી છે જીવવિજ્ઞાન વિષયમાં 300 ઉપર માર્કસ મેળવવા છે તો NCERT પુસ્તક એકદમ ક્લિયર હોવું જોઈએ અને એના કોન્સેપ્ટ પણ સંપૂર્ણ ક્લિયર હોવા જોઈએ.
આવા બીજા કોઈ સવાલ તમારા મન માં હોય તો જરૂરથી કમેન્ટ માં જણાવજો.
Stay happy! Stay motivated!
Thank you for reading!
Manish Mevada
Urvi Bhanushali
Please do not enter any spam link or word in the comment box