Type Here to Get Search Results !

સફળતા તરફ | મહત્વનું શુ?? ( દરેક વિધાર્થી માટે )...

0

સફળ થવું હોય તો પોતાની જાત પર વિશ્વાસ રાખી સતત કાર્ય કરવું જરૂરી છે અને પોઝિટિવ વિચારો મનમાં રાખી સો ટકા સફળ થઈ શકાય 



નમસ્તે મિત્રો હું છું મનીષ મેવાડા સ્વાગત છે. . આજનો ટોપિક છે મહત્વનું શું છે મિત્રો સફળ થવા માટે આપણે એ જાણવું જરૂરી છે કે આપણે જે કારકિર્દી તરફ જઈ રહ્યા છે એના માટેના પગથિયા શું છે અને એના માટે કઈ કઈ ક્રિયાઓ કરવી પડશે અને કઈ બાબતોનું જ્ઞાન મેળવવું પડશે તો દરેક વ્યક્તિને દરેક કાર્ય માટે ભગવાને અલગ અલગ સમયે આપેલો છે અલગ અલગ દિવસો આપેલા છે ખાલી મિત્રો સમજવાની જરૂર છે કે એ દિવસો કયા છે અને સમય કયો છે.


 તો મિત્રો આ પુરા આર્ટિકલ સમજીશું કે આપણે કયા સમય કઈ ક્રિયાઓ કરવી જોઈએ અને શું ના કરવું જોઈએ આપણા માટે અત્યંત મહત્વનું છે


 ઘણા બધા વિદ્યાર્થીઓ સ્કૂલ ના હોય કે કોલેજ ના હોય એમણે પોતાના લાઇફમાં સમયનો આયોજન અથવા સમજણના અભાવના કારણે પોતે હોશિયાર હોવા છતાં જે એમને મેળવવું છે એ મેળવી શકતા નથી


 આપણે આ વાત ઉદાહરણ સાથે સમજીશું મિત્રો હું તો લગભગ 13 વર્ષથી ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓને પણ સજેશન અને ગાઈડન્સ આપી ચૂક્યો છું અને ઘણા બધા વિદ્યાર્થીઓના અનુભવ પણ મેળવી ચૂક્યો છું એ અનુભવ ઉપરથી હું તમને કહીશ


 દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી ધોરણ 11 12 સાયન્સમાં ભણે છે અને 11 12 સાયન્સમાં એડમિશન લીધું છે તો મારા ખ્યાલ પ્રમાણે સાયન્સ એટલું બધું ઇઝી નથી આવતું થોડું કોન્સન્ટ્રેશન અને મહેનતની ખૂબ જ જરૂરત હોય છે સાથે સાથે સ્માર્ટ વર્ક પણ જરૂરી હોય છે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ભણવા સાથે બીજી ઈતર પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય છે જેવી કે સાયન્સમાં ભણતા હોવા છતાં ભણવાને બેથી ત્રણ કલાક જ આપે છે અને બીજી બધી પ્રવૃત્તિ એટલે કે દાખલા તરીકે કોઈ ક્રિકેટની પ્રવૃત્તિ વિશે રમવાની યા ફિર કોઈ પણ મુવી જોવાની પ્રવૃત્તિઓ છે પોતાના મિત્રો સાથે ફરવાની પ્રવૃત્તિઓ છે એને વધારે પ્રાધાન્ય આપે છે જેથી મિત્રો તમે ચાહશો તો પણ રીઝલ્ટ નહીં લાવી શકો કારણ કે અત્યારે ધોરણ 11 12 સાયન્સ એ ભણવાનો સમય છે જેની અંદર ફક્ત એક જ ફોકસ કરવું જરૂરી છે કે રીઝલ્ટ કેવી રીતે આવે અને એના માટેના આઈડિયાઝ વિચારવાના રહ્યા પણ મિત્રો આ બધા વિદ્યાર્થીઓ આ વિચારવાને બદલે બીજા બધા આઈડિયાઝમાં થોડુંક માઈન્ડ વધારે દોડાવે છે જેમાં જે કરવાનું હોય છે એ રહી જાય છે અને જે નથી કરવાનું એની અંદર સપડાઇ જાય છે જેથી કરીને આ ક્રિયાઓ દરરોજ થવાથી જેમાંથી બહાર નીકળી શકતા નથી અને છેવટે નિષ્ફળતા મળે છે એવી જ રીતે કોલેજના વિદ્યાર્થીઓ પણ કોલેજમાં જઈને નવી નવું એક્સપ્લોર કરવાનો સમય હોય છે નવી નવી નોલેજ મેળવવાનો સમય હોય છે નવો રિસર્ચ કરવાનો સમય હોય છે અને કારકિર્દીમાં કેવી રીતે પૈસા  કમાવા એના આઈડિયાઝ વિચારવાનો સમય હોય છે પણ હું અત્યારના સમયમાં જોઈ 


રહ્યો છું કે દરેક કોલેજના વિદ્યાર્થીઓ મોહમાયામાં વધારે પડેલા દેખાય છે જેમને શોર્ટ લાઈફ જ દેખાય છે કે આ જ મજાનું છે આ જ સારું છે પણ આગળનું વિચારતા નથી કે આગળ હજી પણ આપણે 30 થી 40 વર્ષ જીવવાનું છે અને જેના માટેનો પાયો અત્યારે મજબૂત બનાવવો પડશે. અત્યારે વિચારવું પડશે અત્યારે પૈસા કમાવાના આઇડિયા વિચારવા પડશે જેથી કરીને આ 30 થી 40 વર્ષ છે એ આપણે આસાનીથી જીવી શકીએ

 મિત્રો હું એવું નથી કહેતો કે તમે મજા ના કરો અથવા તમે તમારા માઈન્ડ અને રિફ્રેશ કરવાની પ્રવૃત્તિઓ ના કરો તમે દુનિયામાં બધું જ કરી શકો છો પણ મેં તમને પહેલા જ કહ્યું એ પ્રમાણે સમય મહાન છે દરેક વસ્તુ સમય આધીન છે તમે સમયને માન આપી અને એ મર્યાદામાં જો તમે આ બધા જ કાર્ય કરશો તો ચોક્કસથી તમને લાઈફ જીવવાની મજા આવશે અને સફળતા તરફ તમે પ્રયાણ કરશો તમે તમારી બધી જ પ્રવૃત્તિઓના સમયનું આયોજન કરી દો.


 દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી રાત્રે વાંચવા બેસે છે પણ વાંચતા વાંચતા કોઈનો મેસેજ આવી જાય તો પછી એ મેસેજમાં ગુમ થઈ જાય છે અને લગભગ બે થી ત્રણ કલાક એમાં આપી દે છે જેથી એ વાંચવાનો સમય એની અંદર જતો રહે છે


 તો જાણવું જરૂરી છે કે અત્યારે મહત્વનું શું છે જો તમે જે વસ્તુ કરી રહ્યા છો જે ટાર્ગેટ સાથે કરી રહ્યા છો એ ટાર્ગેટને ધ્યાનમાં રાખજો મિત્રો એ જ મહત્વનું છે બીજું બધું મિત્રો હાલ સાઈડમાં 


રાખજો નહીં તો ભવિષ્યમાં જે આપણે 30 થી 40 વર્ષ જીવવાનું છે સારી રીતે જીવી નહિ શકો એને મિત્રો સારી લાઈફ ગુમાવીને બેસશો અત્યારે તો ફક્ત મિત્રો બે થી ત્રણ કે ચાર વર્ષ આપણે બલિદાન આપવું પડશે અને સાથે સાથે રિફ્રેશ પણ રહેવાનું છે બધા મિત્રો સાથે હળી મળી અને આનંદ પણ લેવાનો છે પણ મિત્રો મેં કીધું એ પ્રમાણે મહત્વનું શું છે એ ટાઇટલ મગજમાં રાખજો કે એ ટાઇટલના પ્રભાવી રાખી અને એના અનુસંધાનમાં કાર્યો વધારી કરજો જે મહત્વનો નથી એના અનુસંધાનમાં ઓછા કાર્યો કરવા બસ આટલું જ હું તમને કહીશ


 જેવી રીતે કે હું મારી વાત કરું તો હું  24 કલાક લગભગ ચારથી પાંચ કલાકમાં ઊંઘવાને સમય આપું છું સાથે સાથે હું લગભગ બધો જ સમય બીજા બધા જ કામ પ્રોડક્ટિવિટીને આપું છું કારણ કે જે મેં ગુમાવ્યું છે હું પાછી મેળવી શકતો નથી એટલે અત્યારે મિત્રો મારે જે પામવું છે એના માટે હું સતત અને સતત કામ કરતો રહ્યો છું અને મેં ઘણું બધું પામી પણ છે મિત્રો તમે મારી અલગ અલગ youtube ના માધ્યમ દ્વારા અલગ અલગ મારી સાઇટ્સના માધ્યમ દ્વારા મારી બુક્સની માધ્યમ દ્વારા તમે બધું જ જોઈ શકો છો કે ઘણું બધું એક્સપ્લોવર કર્યું છે ઘણા બધા વર્ષોની અંદર જેથી કરીને મને સફળતા પણ મળી છે અને પૈસા પણ મળ્યા છે મિત્રો તો ઘણા ખરા લોકોને જે બધું દેખાતું હોય છે એક્ચ્યુલી એ ઘણા બધા સમયનું પરિણામ છે ઘણા બધા સમયગાળા બલિદાનનું પરિણામ છે મહેનતનું પરિણામ છે તો જ મિત્રો તમે આ બધું પામી શકો છો તો તમારે એક જ વાત 


સમજવાની રહી કે મહત્વનું શું છે ઈમ્પોર્ટન્ટ શું છે એ જો વાત જાણી લેશો તો ચોક્કસ તમને સફળતા મળશે અને હજી પણ આગળ તમારી પ્રગતિ થશે


 આઈ હોપ તમને મારી વાત આ પસંદ આવી હશે અથવા સમજમાં આવી હશે જો મિત્રો સમજમાં આવી હોય તો અત્યારે જેને લાઈક કરી દો ફોલો કરી દો મારી આ ચેનલને અને બીજા લોકોને કહો કે આ વાત વાંચે છે તે અમને એક ડાયરેક્શન મળી દિશા મળે અને એ પણ પ્રગતિ કરી શકે તો મિત્રો નવા આર્ટિકલ સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો થેન્ક્યુ સો મચ


Manish Mevada

Urvi Bhanushali

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad