ધોરણ 12
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન (નવો અભ્યાસક્રમ-પ્રકરણ 1 / જૂનો અભ્યાસક્રમ-પ્રકરણ 2)
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|બેવડું ફલન|NCERT short note| Best biology short note | ધોરણ 12
આર્ટિકલના અંતમાં મેળવો ફ્રી ટેસ્ટ!!
Note 11
આ આવૃત્ત બીજધારીઓમાં થતી ફલનની ઘટના છે.
આ ઘટનામાં વિવિધ પ્રક્રિયાઓ એક પછી એક થતી જોવા મળે છે
> પરાગરજ - સ્ત્રીકેસર આંતરક્રિયાની વિવધ ઘટનાઓ બેવડું ફલન પ્રેરે છે.
> પરાગનલિકા પરાગાસન ની પેશીઓમાંથી થઈને પસાર થાય છે અને બીજાશય સુધી પહોંચે છે
> પરાગરજ 2 નર જન્યુઓ પરાગનલિકામાં મુક્ત કરે છે
> પરાગરજ - સ્ત્રીકેસર આંતરક્રિયાનું રિવિઝન કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો ! ⬇️⬇️⬇️⬇️
https://www.indiabiologyneet.com/2023/08/12-note-10-short-note-ncert.html
> પરાગનલિકા સૌથી પહેલા બેમાંથી એક સહાયક કોષોમાં પ્રવેશ પામે છે. તેમાં તંતુમય ઘટકો મદદ કરે છે.
> ત્યારબાદ પરાગનલિકા સહાયક કોષોના કોષરસમાં 2 નર જન્યુઓ મુક્ત કરે છે
> અહીંથી, બેવડું ફલન શરૂ થાય.
> 2 નર જન્યુઓ બે પ્રકારનું ફલન કરે છે : 1) સંયુગ્મન અને 2) ત્રિકિય જોડાણ
> 1) સંયુગ્મન
>>> બેમાંથી એક નર જન્યુ અંડકોષ તરફ આગળ વધે છે.
>>> નર જન્યુ અંડકોષના કોષકેન્દ્ર સાથે જોડાણ કરે છે.
>>> આ જોડાણને સંયુગ્મન કહેવાય છે.
>>> સંયુગ્મન દ્વીકીય કોષ ઉત્પન્ન કરે છે - જેને યુગ્મનજ.
>>> યુગ્મનજ આગળ જતાં ભ્રુણમાં વિકાસ પામે છે.
> 2) ત્રિકીય જોડાણ
>>> અન્ય નર જન્યુ કોષના મધ્ય તરફ આગળ વધે છે - દ્વિધ્રુવીય કોષકેન્દ્ર તરફ
>>> અહીં 1 નર જન્યુ અને 2 ધ્રુવીય કોષકેન્દ્રો વચ્ચે જોડાણ થાય છે.
>>> આ જોડાણને ત્રિકીય જોડાણ કહેવાય છે - કારણકે તેમાં 3 એકકિય કોષકેન્દ્રો જોડાણ પામે છે
>>> ત્રિકીય જોડાણ દ્વારા એક ત્રિકીય કોષકેન્દ્ર સર્જિત થાય છે - પ્રાથમિક ભ્રુણપોષ કોષકેન્દ્ર (Primary Endosperm Nucleus)(PEN)
>>> જેનાં પગલે, મધ્યસ્થ કોષ પ્રાથમિક ભ્રુણપોષ કોષ Primary Endosperm Cell (PEC) માં રૂપાંતરિત થાય .
>>> PEC ત્યારબાદ વિકાસ પામી ભ્રુણપોષ બનાવે.
![]() |
યુગ્મનજ અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર (PEN) દર્શાવતો ફલિત ભ્રૂણપુટ |
જો તમારે એ ચોકસાઈ કરવું હોય કે તમારા આ નોટના કોન્સેપ્ટ ક્લીઅર થઈ ગયા છે કે નહિ, તો આ ટોપિકના સંબંધિત સવાલો - MCQ સોલ્વ કરવાની કોશિશ કરો.
નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને આ ટોપિક માટેની ફ્રી ટેસ્ટ આપો.
https://www.indiabiologyneet.com/2023/09/12-11-short-note-ncert.html
જો તમને કોઈ પણ તકલીફ હોય તો નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં લખી જણાવો.
Thank you for reading!
Keep learning!
Stay motivated!
Manish Mevada
Urvi Bhanushali
Please do not enter any spam link or word in the comment box