Type Here to Get Search Results !

ધોરણ 12| note 10 | બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ | પરાગરજ-સ્ત્રીકેસર આંતરક્રિય |સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|short note| NCERT| જીવવિજ્ઞાન

0

 ધોરણ 12

સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન (નવો અભ્યાસક્રમ-પ્રકરણ 1 / જૂનો અભ્યાસક્રમ-પ્રકરણ 2)


સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ | પરાગરજ-સ્ત્રીકેસર આંતરક્રિયા |NCERT short note| Best biology short note | ધોરણ 12


Note 10

બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ

> મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ દ્વિલિંગી પુષ્પો સર્જે છે  (પુષ્પો જેમાં સ્ત્રીકેસરચક્ર અને પુંકેસરચક્ર એક જ પુષ્પમાં હોય)

> તેથી પરાગરજ તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવે એની શક્યતાઓ વધુ હોય છે - સ્વ-પરાગનયન 

> પરંતુ સતત સ્વ-પરાગનયન એ અંતઃસંવર્ધન (જે જનીનિક ખામીઓ કે શારીરિક તકલીફોનું કારણ બની શકે છે) દબાણમાં પરિણમ છે. 

> તેથી, સપુષ્પી વનસ્પતિઓ સ્વ-પરાગનયનને અટકાવવા તેમજ પર-પરાગનયનને ઉત્તેજવા ઘણી પ્રયુક્તિઓ વિકસાવે છે. (આવી કેટલીક પ્રયુક્તિઓ નીચે મુજબ છે)

---(1) તાલમેલ નહિ:  

-------> પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણશીલતા નો સમય જુદો જુદો હોય - આ બંને પ્રક્રિયા વચ્ચે કોઈ તાલમેલ હોતો નથી

-------> પરાગાસન ગ્રહણશીલ બને એ પહેલા જ પરાગરજ વિકિરણ થઈ જાય અથવા પરાગરજના મુક્ત થવાના સમય થી ઘણા સમય પહેલા જ પરાગાસન ગ્રહણશીલતા ધારણ કરે.

-------> સ્વ-પરાગનયન અવરોધે

---(2) સ્થાન:

-------> પરાગાશય અને પરાગાસન જુદા જુદા સ્થાને આવેલ હોય

-------> તે એવી રીતે ગોઠવાયેલા હોય જેથી તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં તે જ પુષ્પની પરાગરજ ન આવી શકે

-------> સ્વ-પરાગનયન અવરોધે

---(3) સ્વ-અંસગતતા:

--------> જનીનિક ક્રિયાવિધી 

--------> તે સ્વ-પરાગ (તે જ પુષ્પની કે તે જ વનસ્પતિના અન્ય પુષ્પની પરાગરજ) દ્વારા અંડકને ફલિત થાય રોકે  

--------> તે સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણને રોકે અથવા પરાગનલિકાના વિકાસને અવરોધે 

---(4) એકલિંગી પુષ્પોનું સર્જન કરવું:

--------> બંને પ્રકારના એકલીંગી પુષ્પો - માદા અને નર એક જ છોડ પર હોય (એકસદની) જેમકે, દિવેલા અને મકાઈ - તેમાં સ્વફલન અટકાવી શકાય પણ ગેઈટેનોગેમી અટકાવી શકાય નહિ.

--------> નર અને માદા પુષ્પો અલગ અલગ છોડ પર હોય (દ્વિસદની) જેમકે, પપૈયા - દરેક છોડ નર કે માદા હોય (એકલિંગી)  - આનાથી સ્વફલન અને ગેઈટેનોગેમી બંને અવરોધી શકાય 


પરાગરજ-સ્ત્રીકેસર આંતરક્રિયા

> વ્યાખ્યા: બધી જ ઘટનાઓ - પરાગરજનું પરાગાસન પર સ્થાપનની લઈને પરાગનલિકાનો અંડકમાં પ્રવેશને સામૂહિક રીતે પરાગરજ-સ્ત્રીકેસર આંતરક્રિયા કહેવાય

> પરાગનયન યોગ્ય પ્રકારની પરાગરજ (તે જ જાતિના પરાગાસન પર તે જ જાતિની સંગત પરાગરજ, જેમકે વટાણાના છોડના પરાગાસન પર વટાણાના જાતિની પરાગરજ) ના વહનની ખાતરી આપતું નથી 

> ખોટા પ્રકારની પરાગરજ - અન્ય જાતિની અથવા તે જ છોડની (જો સ્વ-અસંગત, એ જ છોડની પરાગરજ એ જ છોડના પરાગાસન માટે અયોગ્ય હોય, પરાગરજ હોય) 

> સ્ત્રીકેસર પરાગને ઓળખી શકે છે - કે તે પરાગરજ યોગ્ય (સંગત) છે કે અયોગ્ય (અસંગત) છે 

> જો પરાગરજ સાચા પ્રકારની હોય → તો સ્ત્રીકેસર તેનો સ્વીકાર કરે →પશ્ચ-પરાગનયન ઘટનાઓ (પરાગરજનું અંકુરણ અથવા પરાગનલિકાની પરાગવાહિનીમાં વૃદ્ધિ)→ ફલન 

પરાગાસન પર પરાગરજનું અંકુરણ



> જો પરાગરજ ખોટા પ્રકારની હોય → સ્ત્રીકેસર તેને અસ્વીકૃત કરે છે → પશ્ચ-પરાગનયન ઘટનાઓને અવરોધે

> સ્ત્રીકેસર પાસે પરાગરજને ઓળખવાની ક્ષમતા છે - જેના દ્વારા તે પરાગરજને સ્વીકૃત કે અસ્વીકૃત કરે છે →આનું કારણ એ પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેનો સતત ચાલતો સંવાદ છે

> આ સંવાદમાં રાસાયણિક ઘટકો મધ્યસ્થી (ટપાલી) તરીકે વર્તે છે - આ રાસાયણિક ઘટકો એ પરાગ અને સ્ત્રીકેસર બંને દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા બાદ ઉત્પન્ન થાય છે - આ આંતરક્રિયાની જાણકારી તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રીઓને થઈ છે

> જો પરાગરજ પરાગાસન/સ્ત્રીકેસર સાથે સંગત હોય → સંગત પરાગનયન

---> પરાગરજનું પરાગાસન પર અંકુરણ 

---> કોઈ એક જનનછીદ્રના માર્ગે પરાગનલિકા સર્જાય છે tube is produced through one of the germ pores of pollen grain 

પરાગનલિકાની પરાગવાહિનીમાં વૃદ્ધિ

---> પરાગરજમાં આવેલ તમામ ઘટકો પરાગનલિકા દ્વારા વાહન પામી અંડક સુધી પોહોચે છે

---> પરાગનલિકા એ પરાગાસન અને પરાગવાહિનીમાં આવેલ પેશીઓને ભેદીને વિકાસ પામી બિજાશય (અંડક) સુધી પોહોંચે 



સહાયક કોષોમાં પરાગનલિકાનો પ્રવેશ દર્શાવતો અંડપ્રસાધનનો વિસ્તૃત દેખાવ



સહાયક કોષોમાં નર જન્યુઓની મુક્તિ અને નર જન્યુઓની ગતિ, એક અંડકોષમાં અને બીજો કેન્દ્રસ્થ કોષમાં

> પરાગરજમાં આવેલ નર જન્યુ:

---> કેટલીક વનસ્પતિઓ પરાગરજને દ્વિકોષીય અવસ્થામાં મુક્ત કરે છે - તે એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ ધરાવે છે - જ્યારે પરાગનલિકા પરાગવાહિનીમાં વિકાસ પામતી હોય ત્યારે જનન કોષ વિભાજિત થાય છે અને 2 નર જન્યુઓનું સર્જન કરે છે.

---> અન્ય વનસ્પતિઓમાં, પરાગરજ ત્રિકોષીય અવસ્થામાં જ મુક્ત થાય છે - તેથી પરાગનલિકા પહેલેથી જ 2 નર જન્યુઓ ધરાવે છે

> પરાગનલિકા અંડક સુધી પહોંચે છે→ અંડકછિદ્ર દ્વારા બીજાશય(અંડક) માં પ્રવેશે → તંતુમય ઘટકો દ્વારા એક સહાયક કોષમાં પ્રવેશ પામે 

નોંધ: સહાયક કોષોના અંડકછિદ્રિય છેડા તરફ આવેલા તંતુમય ઘટકો એ પરાગનલિકાને પ્રવેશ માટે માર્ગદર્શન આપે છે  


પ્રયોગ : પરાગરજનું અંકુરણ સૂક્ષ્મદર્શકયંત્ર દ્વારા જોઈ શકાય છે - એક કાચની સ્લાઈડ જેના પર 10% શર્કરાના દ્રાવણનું ટીપું છે તેના પર પરાગરજનો છંટકાવ કરો→15-30 મિનિટ પછી આ સ્લાઈડનું સૂક્ષ્મદર્શકયંત્રમાં લૉ પાવરમાં અવલોકન કરો → આમ પરાગરજમાંથી બહાર આવેલ પરાગનલિકા જોઈ શકાય છે 



પરાગરજ-સ્ત્રીકેસર આંતરક્રિયા કઈ રીતે ઉપયોગી છે?

> પરાગરજ - સ્ત્રીકેસર આંતરક્રિયા એક ક્રિયાત્મક ગતિશીલ પ્રકારની પ્રક્રિયા છે  (એક પ્રક્રિયા કે જે સતત બદલાતી રહે છે) 

> તેમાં પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને તેની સંગતતાનો સમાવેશ થાય છે

> આ જ્ઞાનનો ઉપયોગ  વનસ્પતિ સંવર્ધકો (એ લોકો જેઓ વનસ્પતિમાં સુધારો લાવવા તથા વનસ્પતિમાં ઈચ્છિત લક્ષણો ઉમેરવા વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે) કરે છે 

> આ ક્ષેત્રના જ્ઞાનનો ઉપયોગ કરી, તેઓ પરાગરજ- સ્ત્રીકેસર આંતરક્રિયા સાથે છેડછાડ કરી ઈચ્છિત  સંકરણ વિકસાવી શકે છે. 

 > આ છેડછાડ તેઓ અસંગત પરાગનયનમાં પણ કરાવી શકે છે.



કૃત્રિમ સંવર્ધન 

> સંવર્ધકો પાક-સુધારણા કાર્યક્રમો માટે ખૂબ ઉત્સુક હોય છે.

> તેમાં 'ભિન્ન જાતિઓ અને ક્યારેક ભિન્ન પ્રજાતિઓ વચ્ચે સંકરણ કરવી ઈચ્છિત લક્ષણોનો સમન્વય કરી વ્યાપારિક ધોરણે ઉચ્ચ જાત મેળવવી' નો સમાવેશ થાય.

> કૃત્રિમ સંવર્ધન એ પાક-સુધારણા કાર્યક્રમ માટેની પદ્ધતિઓમાંનો એક મુખ્ય પ્રસ્તાવ છે.

> સફળ કૃત્રિમ સંવર્ધન માટે 2 જરૂરિયાતો છે:

---> (1) પરાગનયન માટે માત્ર ઈચ્છીત પરાગરજનો જ ઉપયોગ થાય

---> (2) પરાગાસનને અનિચ્છિત પરાગરજથી રક્ષિત કરવામાં આવે 

> કૃત્રિમ સંવર્ધનમાં, 2 પ્રકારના ફૂલ/છોડનો ઉપયોગ થાય છે. 

---> (1) એ પુષ્પો/છોડ જેમની પરાગરજનો સંવર્ધન માટે ઉપયોગ થાય - તેમને નર વનસ્પતિ/પિતૃ કહેવાય કારણ કે તે નર જન્યુ આપે છે. 

---> (2) એ પુષ્પો/છોડ જેમના પરાગાસનનો ઉપયોગ સંવર્ધન હેતુ થાય છે - તેમને માદા વનસ્પતિ/પિતૃ કહેવાય કારણકે તેઓ માદા જન્યુ આપે છે 



> કૃત્રિમ સંવર્ધન માટેની તકનીકો

>> વંધ્યીકરણ: 

----> જો માદા પિતૃ વનસ્પતિ દ્વિલિંગી ફૂલ ધરાવે છે - તેથી સ્વ-પરાગનયન થઈ શકે

----> તેથી, પરાગાશયનું સ્ફોટન થાય તે પહેલાં પરાગાશયને ફૂલમાંથી કાઢી નાખવામાં આવે છે (ચીપિયાનો ઉપયોગ કરાય)

>> કોથળી ચઢાવવી:

----> ઈમેસ્ક્યુલેશન (વંધ્યિકરણ) કરેલ પુષ્પોને નિશ્ચિત કદની કોથળથી  ઢાંકવામાં આવે છે.

----> આ કોથળી સામાન્ય રીતે મીણિયો કાગળથી બનેલી હોય છે.

----> આ કોથળી પરાગાસનને અસંગત પરાગરજથી અશુદ્ધ થતાં બચાવે છે.


> નર વનસ્પતિના પરાગાશયમાંથી પુખ્ત પરાગરજનો ઉપયોગ કરવામાં આવે છે - આ ઈચ્છિત પરાગરજ છે - તેને એકત્રિત કરવામાં આવે છે

> કોથળી ચઢાવેલા પુષ્પનું પરાગાસન જ્યારે ગ્રહણશીલ બને - ત્યારે ઈચ્છિત પરાગરજનો છંટકાવ કરવામાં આવે છે 

> ત્યારબાદ ફૂલોને ફરીથી કોથળી ચઢાવવામાં આવે છે

> તેમાંથી ફળોનો વિકાસ થવા દેવાય છે.

> જો માદા પિતૃ/વનસ્પતિ એકલિંગી પુષ્પો સર્જે - તો વંધ્યીકરણ કરવાની જરૂર હોતી નથી 

> માદા પુષ્પોને તે ખીલે તે પહેલાં - પુષ્પ કલીકા હોય ત્યારે જ કોથળી ચઢાવવામાં આવે છે 

> જ્યારે પરાગાસન ગ્રહણશીલ બને - ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરી પરાગનયન કરવામાં આવે છે 

> ત્યારબાદ ફૂલોને ફરીથી કોથળી ચઢાવી અને ફળોનો વિકાસ થવા દેવામાં આવે છે  



Thank you for reading!

Happy learning!



Manish Mevada

Urvi Bhanushali 




Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad