ધોરણ 11
વનસ્પતિ સૃષ્ટિ
વનસ્પતિ સૃષ્ટિ|આવૃત્ત બીજધારી | NCERT short note| Best biology short note | ધોરણ 11
Note 11
આવૃત્ત બીજધારી
અનાવૃત બીજધારી - બીજ અને અંડક ખુલ્લા
આવૃત્ત બીજધારી - બીજ અને અંડક ખુલ્લાં હોતા નથી - ઢંકાયેલા હોય છે
પરાગરજ અને અંડક - ખાસ પ્રકારના માળખામાં વિકાસ પામે - ફૂલ
તેથી આવૃત્ત બીજધારીઓને સપુષ્પી વનસ્પતિ પણ કહેવાય છે
બીજ ફળ દ્વારા ઢંકાયેલા રહે છે
આવૃત્ત બીજધારી વનસ્પતિઓનું એક મોટું સમૂહ છે
>> નિવાસસ્થાન
> ઘણા બધા પ્રકારના નિવાસસ્થાનમાં જોવા મળે
> પર્વત વિસ્તાર, ઘાસ ના મેદાનો, કીચડવાળો પ્રદેશ થી લઈને રણ વિસ્તાર - આવા વિવિધ પ્રકારના નિવાસસ્થાનો
>> કદ
> નાનામાં નાનું - વુલ્ફિયા (Wolffia)
>> ઉપયોગ
> આવૃત્ત બીજધારી વનસ્પતિઓ આપણને ઘણી રીતે વપરાશમાં આવે છે
> ખોરાક - લગભગ બધા અનાજ તેમજ શાકભાજી વગેરે આવૃત્ત બીજધારી છે
> ઘાસચારો
> બળતણ
> ઔષધિઓ - જેમકે નીલગીરી, હળદર વગેરે
> તેમજ ઘણા વ્યવસાયિક રીતે મહત્વની વસ્તુઓ - સજાવટની વસ્તુઓ, કપડાં(કપાસ) etc.
>> વર્ગીકરણ
> આવૃત્ત બીજધારીઓને 2 વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય
--> 1) દ્વિદળી વનસ્પતિ
--> 2) એકદળી વનસ્પતિ
>> આવૃત્ત બીજધારીના પ્રાજનીનિક અંગો
> આવૃત્ત બીજધારી પુષ્પનો નર ભાગ
--> પુંકેસર - નર પ્રજનન અંગ
--> પુંકેસરના ભાગ:
----> 1) તંતુ - પાતળો દંડ જેવો ભાગ
----> 2) યોજી - તંતુ અને પરાગાશય વચ્ચેનો જોડાણ ભાગ
----> 3) પરાગાશય - તંતુના ટોચ પર આવેલ ભાગ
--> પરાગાશય પરાગ માતૃ કોષ ધરાવે છે
--> પરાગ માતૃ કોષ અર્ધીકરણ પામે
--> તેમાંથી લઘુબીજાણુ સર્જાય
--> લઘુબીજાણુ પુખ્ત થાય અને વિકાસ પામી પરાગરજમાં રૂપાંતરિત થાય
> આવૃત્ત બીજધારી પુષ્પનો માદા ભાગ
--> સ્ત્રીકેસર - માદા પ્રજનન અંગ
--> સ્ત્રીકેસરના ભાગ
----> 1) પરાગાસન - સ્ત્રીકેસરના ટોચના ભાગે આવેલો કપ આકારનો ભાગ
----> 2) પરાગવાહિની - લાંબો પાતળો દંડ જેવો ભાગ જે પરાગાસનને બીજાશય સાથે જોડે
----> 3) બીજાશય (અંડાશય) - સ્ત્રીકેસરના નીચેના ભાગે આવેલો ફુલેલો ભાગ
--> બીજાશયની અંદર અંડકો આવેલ હોય
--> દરેક અંડક પાસે એક મહાબીજાણુ માતૃ કોષ હોય
--> મહાબીજાણુ માતૃ કોષ અર્ધીકરણ પામે
--> તેમાંથી 4 એકકિય મહાબીજાણુ ઉત્પન્ન થાય
--> તેમાંથી 3 મહાબીજાણુ અવનત પામે - 1 મહાબીજાણુ કાર્યરત રહે
--> તે વિભાજન પામી ભ્રૂણપુટ બનાવે
--> ભ્રૂણપુટ વિવિધ ભાગો ધરાવે
----> 1) ત્રિકોષીય અંડ પ્રસાધન - 1 અંડકોષ + 2 સહાયક કોષો
----> 2) 3 પ્રતિધ્રુવીય કોષો
----> 3) 2 ધ્રુવીય કોષકેન્દ્ર - તે આગળ જઈને જોડાણ પામે અને દ્વિકિય 'દ્વિતીયક કોષકેન્દ્ર' બનાવે
>> આવૃત્ત બીજધારીઓનું જીવનચક્ર ( આવૃત્ત બીજધારીઓમાં બેવડું ફલન)
> પરાગનયન - પરાગાશયના સ્ફોટન બાદ પરાગરજ વિકિરણ પામે →પરાગરજ હવા કે અન્ય રીતથી સ્ત્રીકેસરના પરાગાસન સુધી પહોંચે
↓↓↓↓↓↓↓↓↓↓↓↓
> પરાગાસન ઉપર પરાગરજ અંકુરણ પામે - પરાગરજમાંથી પરાગનલિકા વિકાસ પામે
↓↓↓↓↓↓↓↓↓↓↓↓
> પરાગનલિકા પરાગાસન અને પરાગવાહિનીની પેશીઓમાંથી પસાર થઈ આગળ વધે
↓↓↓↓↓↓↓↓↓↓↓↓
> પરાગનલિકા અંડક સુધી પહોંચે - પરાગનલિકાની અંદર પરાગરજમાં આવેલ બધા ઘટકો હોય
↓↓↓↓↓↓↓↓↓↓↓↓
> પરાગનલિકા ભ્રૂણપુટમાં પ્રવેશે
↓↓↓↓↓↓↓↓↓↓↓↓
> તેની અંદર પરાગનલિકા 2 નર જન્યુઓ મુકત કરે
↓↓↓↓↓↓↓↓↓↓↓↓
> એક નર જન્યુ અંડ કોષ સાથે જોડાય (યુગ્મક)→ ફલિતાંડ બનાવે
> અન્ય નર જન્યુ દ્વિકિય 'દ્વિતીયક કોષકેન્દ્ર' સાથે જોડાય (ત્રિકિય જોડાણ) → તેમાંથી ત્રિકિય 'પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર' (PEN)
> આ બંને ઘટનાઓ - યુગ્મક અને ત્રિકિય જોડાણ - ને સાથે મળીને બેવડું ફલન કહે છે - આ ઘટના આવૃત્ત બીજધારીમાં જ જોવા મળે છે
> ફલિતાંડ - ભ્રૂણમાં વિકાસ પામે (તે એક કે બે બીજપત્ર ધરાવે)
> 'પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર' (PEN) - વિકાસ પામી ભ્રૂણપોષ સર્જે - તે વિકાસ પામતા ભ્રૂણ ને પોષણ પૂરું પાડે
> સહાયક કોષો અને પ્રતિધ્રુવીય કોષો ફલન બાદ અવનત થાય
> આખું અંડક - બીજમાં રૂપાંતરીત થાય
> બીજાશય એ ફળમાં રૂપાંતરિત થાય
આ વેબસાઇટ પર તમે ' સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન ' ની બીજી નોટ્સ મેળવી શકો છો.
Thank you for reading!
Happy learning!
Manish Mevada
Urvi Bhanushali
Please do not enter any spam link or word in the comment box