Type Here to Get Search Results !

NEET માટે સાચી દિશા શુ? જીવવિજ્ઞાન મા 300 ઉપર માર્ક્સ ની ગેરંટી.

0

 

NEET માટે સાચી દિશા શુ? 100% પરિણામ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?


  નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજના આ વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં દરેક વિદ્યાર્થી પોતાની જાત ને સક્ષમ બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. એવું જ એક ક્ષેત્ર એટલે કે મેડિકલ સાયન્સ જેમાં દરેક વિદ્યાર્થી પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છે છે. એનું કારણ કે મેડિકલ સાયન્સમાં (medical science) સારા એવા સ્કોપ છે જેનાથી પોતાનું ભવિષ્ય સિક્યોર કરી શકાયઅને આર્થિક રીતે મજબૂત પણ થઈ શકાય.


આ આર્ટિકલમાં મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે અગ્રેસર પરીક્ષા એટલે કે નીટની (NEET) પરીક્ષા વિશે સંપૂર્ણ સમજણ આપીશ જેમાં એ જાણવું જરૂરી છે કે નીટની (NEET) પરીક્ષામાં સાચી રીતે કેવી રીતે મહેનત કરવી અને માર્કસ કેવી રીતે વધારેમાં વધારે મેળવવા એની સાચી દિશા અને સમજણ હોવી જરૂરી છે જે તમને ચોક્કસથી ફાયદાકારક રહેશે નીચે જણાવેલી વાતોને અનુસરવાથી 100% તમે નીટમાં (NEET) સારામાં સારા માર્ક્સ મેળવી શકશો તો આપ સૌને વિનંતી છે કે સંપૂર્ણ આર્ટિકલ ધ્યાનથી વાંચવો જેથી આપ નીટ (NEET) માં અગ્રેસર રહો અને આપને આપના ઇચ્છિત ક્ષેત્રમાં એડમિશન મળી શકે.


નીટ (NEET) મુશ્કેલ કે સહેલી પરીક્ષા?


  ઘણા બધા વિદ્યાર્થીઓ ધોરણ 11 માં એડમિશન લે છે ત્યારે એમના મનમાં ઘણા બધા સવાલો હોય છે એમાંથી આ એક સવાલ હંમેશા દરેક વિદ્યાર્થીઓના મનમાં રહેતો હોય છે કે નીટ (NEET) ની પરીક્ષા કેવી આવશે આપણે જ્યારે પરીક્ષા આપીશું ત્યારે પેપર ભારે રહેશે કે સરળ રહેશે.

આમ જોવા જઈએ તો જેમ જેમ વિદ્યાર્થીઓ ભણતા રહે છે 11 મું ધોરણ પૂરું કરે છે બારમા ધોરણમાં આવી જાય છે પછી એમને અભ્યાસ સરળ લાગે છે...પણ અમુક વિદ્યાર્થીઓ ભણવામાં આળસના કારણે અથવા રસ ન પડવાને કારણે ભણવાને અવગણે મળે છે સ્કૂલમાં લેવાતા ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવે છે વારંવાર ઓછા માર્ક આવવાના કારણે નાસીપાસ થતા જાય છે એટલે નીટ ના પેપર ભારે લાગવા માંડે છે.


હકીકત શું છે?


 નીટ (NEET) ની પરીક્ષા સરળ કે મુશ્કિલ એવું કેવી રીતે કહી શકાય આ પ્રશ્નનો જવાબ જાણવો હોય તો થોડુંક રિસર્ચ અને એનાલિસિસ કરવું જરૂરી છે જે કોઈપણ જવાબ માટે હોઈ શકે.


 તો મારું રિસર્ચ એવું કહે છે. અત્યાર સુધી નીટ (NEET) 2015 થી 2023 સુધી 10 પેપર લેવાઈ ચૂક્યા છે 2016 માં બે વખત પરીક્ષા લેવાઈ હતી આ બધા જ પેપરના પ્રશ્નો જોઈને ખબર પડે કે પેપર સરળ રહે છે કે મુશ્કેલ હોય છે.


 મેં બાયોલોજી ના બધા જ પ્રશ્નોનો અભ્યાસ કર્યો છે અને એના ઉપરથી તારણ કાઢ્યું છે કે નીટમાં બાયોલોજી ની અંદર ખરેખર કોઈપણ પ્રશ્ન ભારે હોતો નથી એ સંપૂર્ણ ncert આધારિત પ્રશ્નો હોય છે કોઈક વાર આખા પેપરમાં એક અથવા બે પ્રશ્નો બહારના ના પુછાયેલા છે એ પણ જ્યારે નીટ નવી નવી લેવામાં આવતી હતી ત્યારે પણ હમણાં છેલ્લા ત્રણ કે ચાર વર્ષના પેપર જોશો તો લગભગ NCERT બહારનું એક પણ પ્રશ્ન તમને જોવા નહીં મળે.


 તો નીટ (NEET) કેમ મુશ્કેલ?


  એવા વિદ્યાર્થીઓને નીટ મુશ્કેલ લાગશે જેમને NCERT સંપૂર્ણ અભ્યાસ નહીં કર્યો હોય. જેમને NCERT ના સંપૂર્ણ કોન્સેપ્ટ ક્લિયર નહીં કર્યા હોય. અને ncert સંપૂર્ણ કોન્સેપ્ટ સાથે સાથે પ્રેક્ટિસ અત્યંત આવશ્યક છે. પ્રેક્ટિસ એટલે MCQs પ્રશ્નોની પ્રેક્ટિસ બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાનમાં પ્રશ્નો સંપૂર્ણ બુકમાંથી હોય છે પણ ખાસ કરીને એની વાક્ય રચનાઓ અને સમાનાર્થી શબ્દો જાણવા અતિ આવશ્યક છે જેના માટે એક જ વિકલ્પ છે કે વધારેમાં વધારે વૈકલ્પિક પ્રશ્નો કરવા જેથી પ્રેક્ટિસ થઈ શકે અને વધારેમાં વધારે કોન્સેપ્ટ બેઝ આધારિત પ્રશ્નો તૈયાર કરવા આવા એમસીક્યુ એટલે કે વૈકલ્પિક પ્રશ્નોની તૈયારી માટે અથવા પ્રેક્ટિસ માટે સારું પુસ્તક વાંચવું જરૂરી છે


હું તમને એક સજેશન કરું તો નવનીત ના પુસ્તકમાં જે એમસીક્યુ આપ્યા છે એ એમસીક્યુ NCERT આધારિત તૈયારી માટે સારામાં સારા કહી શકાય જેનાથી નીટના પેટર્ન મુજબ તૈયારી કરી શકાય છે ટૂંક સમયમાં મારો પુસ્તક પણ પ્રકાશિત થશે જેમાં સંપૂર્ણ NCERT આધારિત વૈકલ્પિક પ્રશ્નો અને જવાબો આપેલા હશે એ પણ તમે તૈયાર કરી શકો છો સાથે સાથે મારી એક સાઇટ છે જેમાં પ્રકરણ પ્રમાણે યુનિટ પ્રમાણે અને સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત ટેસ્ટ તમે આપી શકો આ સાઇટ તમે દરરોજ ચેક કરશો તો એમાં દરરોજ નવી અપડેટ જોવા મળશે જેમ કે એમસીક્યુ આધારિત ટેસ્ટ થીયરીના મહત્વના પ્રશ્નો અને નીટ આધારિત શોર્ટ નોટ આ મારી સાઈટ ને જોવા અથવા વાંચવા માટે નીચેની સાઈટ પર ક્લિક કરો👇👇👇👇


www.indiabiologyneet.com


  બીજી એક અગત્યની વાત કહી દઉં કે નીટની પરીક્ષા ની અંદર જે વૈકલ્પિક પ્રશ્નો પુછાય છે એ વૈકલ્પિક પ્રશ્નો અત્યંત મોટા એટલે કે એક વાક્યના નથી હોતા જેમાં પ્રશ્ન વાંચવા માટે સમય જરૂરી છે જો તમે પ્રશ્ન વાંચવામાં ઝડપ ના રાખી તો તમે ન્યુ મિનિટમાં 90 પ્રશ્નો લખી શકશો નહીં તો અગત્યનું છે કે બાયોલોજીના પેપરમાં ઝડપ હોવી જરૂરી છે જેના માટે તમે તૈયારી એવી રીતે કરશો કે જેમાં સમયના મર્યાદા નું પાલન થાય એટલે કે જો 90 પ્રશ્નો હોય તો તમે એને 60 મિનિટમાં પૂરી કરવાની કોશિશ કરો જેથી દરરોજની આવી તૈયારીથી એક ટેવ પડી જશે અને કદાચ નીટ ના પેપરમાં પણ બાયોલોજી લખવું એકદમ સરળ થઈ જશેતો ટૂંકમાં તમને ખબર પડી હશે કે બાયોલોજીના પેપરમાં Ncert, કોન્સેપ્ટ, પ્રેક્ટિસ, અને ઝડપ અત્યંત અગત્યના છે


  બાકી પેપર તો એકદમ સરળ હોય છે જે પુસ્તકમાંથી જ હોય છે કોઈ અત્યાર સુધી બહારના કોઈપણ કોન્સેપ્ટ પૂછાયા નથી કે જે પુસ્તક બહાર ન હોય અને એટલા માટે બહારનું ભણવું પણ એક દિશા વિહીન છે એનસીઈઆરટી આધારિત કોન્સેપ્ટ જ ભણવા અથવા એમસીક્યુ ની પ્રેક્ટિસ પણ એવી રીતે જ કરવી જેથી તમે એ અભ્યાસક્રમને વધારેમાં વધારે સમય આપી શકો અને વધારેમાં વધારે પ્રેક્ટિસ કરી શકો


Manish Mevada

Urvi Bhanushali

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad