ધોરણ 11
વનસ્પતિ સૃષ્ટિ
વનસ્પતિ સૃષ્ટિ|અનાવૃત્ત બીજધારી | NCERT short note| Best biology short note | ધોરણ 11
Note 10
અનાવૃત્ત બીજધારી
> Gymnos - નગ્ન / ખુલ્લા
> Sperma - બીજ
> અનાવૃત્ત બીજધારીઓ એવી વનસ્પતિ છે જેમાં અંડક એ કોઈ પણ આવરણ થી ઢંકાયેલું નથી
> અંડક ખુલ્લા (અનાવૃત્ત) જ રહે છે - ફલન પહેલા અને ફલન પછી પણ
> આમ, પશ્ચફલન થી વિકસતા બીજ પણ અનાવૃત્ત (ખુલ્લાં/નગ્ન) રહે છે
> મુખ્ય દેહ - બીજાણુજનક
> અહીં, વનસ્પતિ દેહ (બીજાણુજનક) એ સારી રીતે વિભેદન થયેલો હોય - તેમાં સારી રીતે વિકસિત મૂળ, પ્રકાંડ અને પર્ણ જોવા મળે છે.
>> કદ:
> ક્ષુપો
> મધ્યમ કદના કે ઊંચા વૃક્ષો
> એકમાત્ર ઊંચામાં ઊંચી વનસ્પતિ જાતિ- સિકોઈયા (વિરાટ રેડવૂડ વૃક્ષ) એ અનાવૃત્ત બીજધારી પૈકીનું એક છે
![]() |
સિકોઇયા વૃક્ષ |
>> મૂળ:
> પાઈનસ અને બીજી કેટલીક પ્રજાતિઓમાં મૂળ નું ફૂગ સાથે સહજીવન હોય - કવકમૂળ - પાણીનું શોષણ સારી રીતે થાય એ માટે
> સાયકસ અને અન્ય કેટલીક પ્રજાતિઓમાં નાના વિશેષ મૂળ હોય - પ્રવાળ મૂળ - મૂળ એ નાઈટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરીયા સાથે સહજીવન ધરાવે - એનાબીના અને નોસ્ટોક
>> પ્રકાંડ:
> શાખિત - પાઈનસ અને સીદ્રસ
![]() |
પાઇનસ |
![]() |
સીદ્રસ |
>> પર્ણ:
> સાદા કે સંયુક્ત હોઈ શકે
> સાયકસ - પિંછાકાર પર્ણો થોડાક વર્ષો સુધી માતૃ વનસ્પતિને જ વળગી રહેલા હોય
> અનાવૃત્ત બીજધારી ના પર્ણો - તાપમાન, ભેજ અને પવન ની અતિશયતા સામે ટકી રહેવા સારી રીતે અનુકુલિત
> શંકુધારીઓ (એ અનાવૃત્ત બીજધારીઓ જે શંકુ ધરાવતા હોય) - એ ઝેરોફાયટિક (એવા છોડ જેમને જીવવા માટે ખૂબ ઓછા પાણીની જરૂર હોય) પર્ણો ધરાવે
--> સોઈ જેવા અણીદાર પર્ણો - સપાટી વિસ્તાર ઘટાડે - જેથી બાષ્પોત્સર્જન માં ઓછા પાણીનો વ્યય થાય
--> જાડું ક્યુટીકલ - પાણીનો વ્યય ઘટાડે
--> નિમગ્ન વાયુરંધ્રો (sunken stomata) - પાણીનો વ્યય ઓછો થાય તે માટે
>> અનાવૃત્ત બીજધારીઓનું જીવનચક્ર
> અનાવૃત્ત બીજધારીઓ વિષમ બીજાણુક હોય છે - બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે - લઘુબીજાણુ અને મહાબીજાણુ
> અનાવૃત્ત બીજધારીઓમાં નર અને માદા શંકુઓ જોવા મળે છે
> આ બંને શંકુ એક જ વૃક્ષ પર હોઈ શકે. જેમકે પાઈનસ (monoecious)
> બંને શંકુ અલગ અલગ વૃક્ષ પર પણ હોઈ શકે. જેમકે સાયકસ (dioecious)
> નર શંકુ (લઘુબીજાણુધારક) : કુંતલાકાર માં ગોઠવાયેલા લઘુબીજાણુપર્ણ થી બનેલું હોય
![]() |
નર શંકુ (પાઈનસ) |
> લઘુબીજાણુપર્ણ: તે પર્ણ જેવી રચના - તેના ગર્તમાં લઘુબીજાણુધાની આવેલી હોય
> લઘુબીજાણુધાની: તેમાં અવિભેદીત કોષો આવેલા હોય (દ્વિકિય-2n)
> તેમાંથી એક કોષ વિભાજન પામે - તેમાંથી લઘુબીજાણુ માતૃ કોષ (2n) બને
> લઘુબીજાણુ માતૃ કોષ અર્ધીકરણ પામે - તેમાંથી 4 લઘુબીજાણુ ઉત્પન્ન થાય (એકકિય-n)
> બધા લઘુબીજાણુ સમવિભાજન કરી વિકાસ પામે - નર જન્યુજનક પેઢી વિકસે
> નર જન્યુજનક એ ખૂબ જ અવનત થયેલા કોષો પૂરતી સીમિત છે
> આ સીમિત નર જન્યુજનક ને પરાગ કહે છે.
> પુખ્તતા એ, લઘુબીજાણુધાની દ્વારા આ પરાગરજ વાતાવરણમાં મુક્ત થાય
> માદા શંકુ: ( મહાબીજાણુ ધારક) - કુંતલાકારે ગોઠવાયેલા મહાબીજાણુ પર્ણો દ્વારા બને
![]() |
માદા શંકુ (Pinus) |
> મહાબીજાણુપર્ણો: પર્ણ જેવી સંરચના- તેના ગર્તમાં અંડક (મહાબીજાણુધાની) આવેલ હોય
> મહાબીજાણુધાની (અંડક) : તે બે ભાગો થી બનેલું હોય
--> પ્રદેહ - અવિભેદીત કોષોનો સમૂહ કે જે પોષણયુક્ત હોય
--> આવરણો - પ્રદેહને ફરતે આવેલું કોષોનું સ્તર
> પ્રદેહનો એક કોષ વિભેદન પામે - તે મહાબીજાણુ માતૃ કોષ બને
> મહાબીજાણુ અર્ધીકરણ પામે - અને 4 મહાબીજાણુ પેદા થાય
> 4 મહાબીજાણુમાંથી - 3 અવનત પામે અને માત્ર 1 મહાબીજાણુ જ કાર્યરત રહે
> આ એક મહાબીજાણુ વિભાજન પામે અને માદા જન્યુજનકનું સર્જન કરે (તેને ભ્રૂણપુટ પણ કહેવાય )
> માદા જન્યુજનક 2 કે વધુ સ્ત્રીજન્યુધાની ધરાવે
> સ્ત્રીજન્યુધાની એ માદા પ્રજનન અંગ છે - તે માદા જન્યુ ધરાવે
> પરાગરજ વાતાવરણમાં મુક્ત થાય અને પવનના પ્રવાહ સાથે ફેલાય
> તે મહાબીજાણુપર્ણ પર આવેલા અંડકના સંપર્કમાં આવે
> પરાગરજ દ્વારા પરાગનલિકા નો વિકાસ થાય- તે અંડકમાં આવેલી સ્ત્રીજન્યુધાની તરફ આગળ વધે
> આમ, નર જન્યુ એ સ્ત્રીજન્યુધાનીના મુખ સુધી પહોંચે
> સ્ત્રીજન્યુધાનીમાં ફલન થાય અને યુગ્મનજ (2n) બને
> યુગ્મનજ(ફલિતાંડ) - ભ્રૂણમાં રૂપાંતરીત થાય
> અંડક - બીજમાં રૂપાંતરીત થાય
> આ બીજ ઢંકાયેલા હોતા નથી - ખુલ્લા જ રહે
Thank you for reading!
Happy Learning!
Manish Mevada
Urvi Bhanushali
Please do not enter any spam link or word in the comment box