Type Here to Get Search Results !

ધોરણ 12| note 9 | પરાગનયન માટેના વાહકો |સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|short note| NCERT| જીવવિજ્ઞાન

0

ધોરણ 12

સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન (નવો અભ્યાસક્રમ-પ્રકરણ 1 / જૂનો અભ્યાસક્રમ-પ્રકરણ 2)



સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|પરાગનયન માટેના વાહકો|NCERT short note| Best biology short note | ધોરણ 12


Note 9

પરાગનયન માટેના વાહકો

2 પ્રકારનાં વાહકો નો ઉપયોગ વનસ્પતિઓ દ્વારા કરવામાં આવે છે :

> 1) જૈવિક: 

--> પ્રાણીઓ અને જંતુઓ 

--> મોટા ભાગની વનસ્પતિઓ દ્વારા આ વાહકોનો ઉપયોગ થાય છે

--> આ પુષ્પોને પ્રાણી તથા જંતુઓને પોતાની તરફ આકર્ષિત કરવાના હોય  - તેથી, આ પુષ્પો રંગીન, આકર્ષક અને મધુદ્રવ્ય ધરાવતા હોય 

> 2) અજૈવિક:

--> પવન અને પાણી

--> ખૂબ જ ઓછી માત્રામાં વનસ્પતિઓ આ વાહકો નો ઉપયોગ કરે છે

--> અહીં, અંડકની સંખ્યાની સાપેક્ષે પરાગનયન માટે પુષ્પો ખૂબ મોટી સંખ્યામાં પરાગરજ સર્જે છે -  કારણકે આ પ્રકારના પરાગનયનમાં પરાગરજની પરાગાસન સાથે સંપર્કમાં આવવાની અનિશ્ચિતતા રહે છે 

--> પુષ્પો વધુ રંગબેરંગી તથા મધુદ્રવ્ય ધરાવતા હોતા નથી - કારણકે અહીં પુષ્પો એ કોઈ જંતુ કે પ્રાણી ને આકર્ષિત કરવાના હોતા નથી 


>> અજૈવિક ઘટકો

> વાત-પરાગનયન:

-> અજૈવિક પરાગનયન પૈકી પવન દ્વારા પરાગનયન ઘણું સામાન્ય છે 

-> વાત-પરાગનયન માટેની પરાગરજ હલકી અને ચીકાશરહિત હોય છે - જેથી તે પવન ના પ્રવાહ સાથે સરળતાથી વહી શકે 

-> પુંકેસરો ખૂબ સારી રીતે ખુલ્લા / મુકત હોય - જેથી પરાગરજ સરળતાથી પવનના પ્રવાહ સાથે વિકિરણ પામી શકે) 

-> પરાગાસન- મોટાં અને પીછાંયુક્ત - જેથી વાત-પ્રવાહિત પરાગરજને તે સરળતાથી જકડી શકે  

-> ફૂલો - 

----> એક બીજાશયમાં એક અંડક 

----> અનેક પુષ્પો ધરાવતો પુષ્પવિન્યાસ ધરાવે છે 

-> ઉદાહરણ - 

-----> મકાઈ - તેના જોવા મળતા ડોડો (tassles) એ પરાગાસન અને પરાગવાહીની છે - તે પવનમાં લહેરાઈને વાત-પ્રવાહિત પરાગરજને જકડી લ  છે 

-----> ઘાસ - તેમાં વાત-પરાગનયન ખૂબ સામાન્ય છે

વાત પરાગનયનીત પુષ્પ



> જલ પરાગનયન

-> ખૂબ ઓછી માત્રામાં સપુષ્પી વનસ્પતિઓમાં જોવા મળે

-> તે લગભગ 30 પ્રજાતિઓ સુધી મર્યાદિત છે - જે મોટા ભાગની જલીય એકદળી વનસ્પતિ છે

-> નિમ્ન કક્ષાની વનસ્પતિઓ, જેમ કે લીલ, દ્વિઅંગીઓ, ત્રિઅંગીઓ, માં પાણી એ નર જન્યુઓના સ્થળાંતર માટે નું નિયમિત વાહક માધ્યમ છે. 

-> દ્વિઅંગીઓ અને ત્રિઅંગીઓનું વિતરણ સીમિત હોય - કારણકે નર જન્યુઓના વહન અને ફલન માટે તેમને પાણીની જરૂરિયાત રહે છે. 

-> જલપરાગિત જાતિઓમાં પરાગરજ ભેજથી રક્ષણ માટે શ્લેષ્મથી આવરીત હોય છે 

-> બધી જલીય વનસ્પતિઓ જલપરાગિત હોતી નથી 

-> મોટા ભાગની જલીય વનસ્પતિઓ જેમ કે જળકુંભી અને જલીય લીલીમાં પુષ્પો જલસપાટીની ઉપર તરફ રહે છે - અને મોટા ભાગની સ્થળજ વનસ્પતિની જેમ કીટકો કે પવન દ્વારા પરાગિત થાય છે

-> ઉદાહરણો:

----> હાઈડ્રીલા

----> વેલિસ્નેરિયા

---------> અહીં, માદા પુષ્પો લાંબા વૃન્ત દ્વારા જલીય સપાટી સુધી પહોંચે છે 

↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓

---------> નર પુષ્પો કે પરાગરજ પાણીની સપાટી પર મુક્ત થાય છે 

↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓

---------> તેઓ નિષ્ક્રિય/પરોક્ષ (પાણીના પ્રવાહની દિશા માં) રીતે જલ પ્રવાહ દ્વારા વહન પામે છે 

↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓

---------> કેટલાક નર પુષ્પો કે પરાગરજ માદા પુષ્પોના પરાગાસન સુધી પહોંચે છે

↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓

---------> પરાગનયન અને ફલન થાય છે


વેલિસ્નેરિયામાં જલ પરાગનયન

----> દરિયાઈ ઘાસ (ઝોસ્ટેરા)

---------> આવી જાતિઓમાં પરાગરજ લાંબી, પટ્ટીમય હોય છે અને તે પાણીમાં નિષ્ક્રિય રીતે વાહન પામે છે 

--------> માદા પુષ્પો પાણીમાં નિમગ્ન રહે છે

↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓

--------> પરાગરજ પાણીની અંદર મુક્ત થાય છે

↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓

---------> તેમાંની કેટલીક પરાગરજ પરાગાસન સુધી પહોંચે છે અને ફલન થાય છે



>> જૈવિક વાહકો

> પરાગવાહક તરીકે વિવિધ પ્રાણીઓ: મધમાખીઓ, પતંગિયા, માખીઓ, ભૃંગ કીટકો, ભમરીઓ, કીડીઓ, ફુદા, પક્ષીઓ (દેવચકલી & ગુંજન પક્ષી), ચામાચીડિયા

> મધમાખીઓ એ પ્રભાવી જૈવિક પરાગવાહકો છે

> મોટા પ્રાણીઓ જેવા કે પ્રાઈમેટ (લેમૂર), વૃક્ષારોહી તીક્ષ્ણ દાંતવાળા કોતરતાં પ્રાણીઓ અથવા સરીસૃપો (ગેકો ગરોળી અને કાચિંડો) વગેરે

> પ્રાણી દ્વારા પરાગિત વનસ્પતિઓના પુષ્પો મોટે ભાગે પ્રાણીની ચોક્કસ જાતિ માટે વિશિષ્ટ પ્રકારના અનુકુલનો વિકસાવે છે 

> પુષ્પો - 

---> મોટાં, રંગબેરંગી, સુગંધ અને મધુરસથી સમૃદ્ધ હોય 

---> જો પુષ્પો નાના હોય - ઘણાં પુષ્પો એકઠાં થઈ પુષ્પવિન્યાસ બનાવે છે - જેથી તે ધ્યાનાકર્ષક બને  

> પ્રાણીઓ પુષ્પોના રંગ અને/અથવા સુગંધ થી આકર્ષિત થાય છે 

> માખીઓ અને ભૃંગકીટકોથી પરાગિત પુષ્પો આ પ્રાણીઓને આકર્ષવા દુર્ગંધ સર્જે છે 

કીટક પરાગિત પુષ્પ


> પ્રાણીઓની મુલાકાતો નિશ્ચિત કરવા પુષ્પો તેમને પુરસ્કાર આપે છે 

> સામાન્ય પુરસ્કાર - મધુદ્રવ્ય & પરાગરજ

---> આ પુરસ્કારની પ્રાપ્તિ માટે મુલાકાતી પ્રાણીઓ પુષ્પો તરફ આવે છે 

↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓

---> આમ પ્રાણીઓ પરાગાશય અને પરાગાસનના સંપર્કમાં આવે છે 

↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓

---> જ્યારે પ્રાણીઓ પુરસ્કાર ગ્રહણ હોય ત્યારે પરાગરજ પ્રાણીઓના દેહ પર આવરણ બનાવી લે છે - કારણકે પ્રાણી દ્વારા પરાગિત પુષ્પોમાં પરાગરજ ચીકાશયુક્ત હોય છે

↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓

---> શરીર પર પરાગરજ ધરાવતા પ્રાણીઓ પરાગાસનના સંપર્કમાં આવે છે

↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓

---> આમ પરાગનયન અને ફલન થાય


> કેટલીક જાતિઓમાં પુષ્પના પુરસ્કાર સ્વરૂપે  ઈંડા મુકવા માટેનું સલામત સ્થાન પૂરું પાડવામાં આવે છે 

---> ઉદા: ઊંચા પુષ્પમાં ઈંડા મૂકે - સુરણ (Amorphophallus)  નું ઊંચું પુષ્પ (6 ફૂટની ઊંચાઈ ધરાવતું પુષ્પ) heighted flower) 

---> ઉદા: ફૂદાં and યુક્કા 
------->  ફૂદાં પોતાના ઇંડા યુકકા પુષ્પમાં બીજાશય ના પોલાણમાં મૂકે છે 
-------> યુક્કા પુષ્પ એ ફૂદાં દ્વારા પરાગનયન પામે છે 
-------> જેમ બીજ વિકાસ પામે - ફૂદાંના ડીંભ બહાર આવે છે  
-------> બંને (ફૂદાં અને યુક્કા) એકબીજા વગર પોતાનું જીવનચક્ર પૂરું કરી શકે નહિ 


> પરાગરજ/મધુરસના લૂંટારુઓ :
---> ઘણા કીટકો પુષપમાંથી પરાગરજ અને મધુરસનો ઉપયોગ કરે છે પણ પરાગનયન પ્રેરતા નથી - તેમને પરાગરજ/મધુરસના લૂંટારુઓ કહેવાય છે 



Thank you for reading!!

Happy learning!




Manish Mevada

Urvi Bhanushali  



Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad