ધોરણ 11
વનસ્પતિ સૃષ્ટિ
વનસ્પતિ સૃષ્ટિ|ત્રિઅંગીઓ| NCERT short note| Best biology short note | ધોરણ 11
Note 9
ત્રિઅંગીઓ
> પ્રથમ સ્થળજ વનસ્પતિ- વનસ્પતિ સૃષ્ટિ ના સરિસૃપ કહેવાય
> તેઓ વાહક પેશીઓ ધરાવે છે - જલવાહક અને અન્નવાહક
![]() |
સાલ્વિનીયા |
>> ઉપયોગ:
-> ઔષોધિકિય ગુણ ધરાવે
-> કેટલીક હંસરાજને ખોરાક તરીકે પણ ઉપયોગમાં લેવાય
-> સુશોભન છોડ તરીકે પણ ઉગાડાય
-> ભૂમિ બંધકો તરીકે ઉપયોગી (જમીન ને પકડી રાખે અને ધોવાણ થી બચાવે )
![]() |
Fiddlehead fern |
![]() |
હંસરાજનું અથાણું |
>>નિવાસસ્થાન:
-> ઠંડી, ભેજવાળી, છાયાપ્રિય જગ્યાઓ
-> કેટલીક વનસ્પતિઓ રેતાળ જમીનમાં પણ સારી રીતે ફૂલેફાલે (ઉગે)
> ત્રિઅંગીઓ એકાંતરજનન કરે છે
> તેમના જીવનચક્રમાં 2 અવસ્થા જોવા મળે : જન્યુજનક અને બીજાણુજનક
> દ્વિઅંગીઓથી વિરૂદ્ધ , અહી બીજાણુજનક અવસ્થા એ જીવનચક્રની પ્રભાવી અવસ્થા છે.
>> બીજાણુજનક:
-> તે ત્રિઅંગીઓના જીવનચક્રની પ્રભાવી અવસ્થા છે
- બીજાણુજનક એ મુખ્ય વનસ્પતિ દેહ છે
-> વનસ્પતિ દેહ બહુકોષીય તથા સારી રીતે વિભેદિત હોય
-> તે દ્વિકીય દેહ હોય (2n)
-> તે સાચા (વાસ્તવિક) મૂળ, પ્રકાંડ અને પર્ણો માં વિભેદિત છે
-> આ અંગો સારી રીતે વિભેદન પામેલા અને વાહક પેશી (અન્નવાહક અને જલવાહક) ધરાવે
-> વનસ્પતિ દેહ ના પર્ણો 2 પ્રકારના હોય શકે :
---> 1) સુક્ષ્મપર્ણી - નાના કદના પર્ણો - ઉદા. સેલાજીનેલા
![]() |
સેલાજીનેલા |
![]() |
હંસરાજ |
---> 2) મહાપર્ણી - મોટા કદના પર્ણો - ઉદા. હંસરાજ
-> બીજાણુજનકમાં બીજાણુધાની ધારણ કરે છે - બીજાણુધાનીની અંદર બીજાણુ માતૃ કોષ આવેલ હોય છે
-> બીજાણુધાની એ પર્ણ જેવી સંરચનાઓ પર જોડાયેલા હોય છે - એને બીજાણુપર્ણ કહે છે
-> કેટલીક વનસ્પતિઓમાં બીજાણુપર્ણો એ વિશિષ્ટ રચનાઓ બનાવે છે - જેને પ્રશંકુ કે શંકુ કહે છે
ઉદા. સેલાજીનેલા, ઈકવીસેટમ
![]() |
ઈકવીસેટમ |
-> હંસરાજ માં બીજાણુધાની એ સમૂiહમાં ગોઠવાયેલી હોય, જેને સોરી કહેવાય .
![]() |
મૂલેઠી હંસરાજ પર આવેલી સોરી |
-> બીજાણુધાનીમાં આવેલા બીજાણુ માતૃ કોષ અર્ધીકરણ પામે છે - બીજાણુ (એકકીય - n) ઉત્પન્ન કરે છે.
-> બીજાણુઓ અંકુરિત થઈને જન્યુજનકમાં વિકાસ પામેં છે.
-> વનસ્પતિ દ્વારા કયા પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરવામાં આવે છે તેના આધારે ત્રિઅંગીઓને 2 પ્રકારમાં વહેંચી શકાય
--> 1) સમબીજાણુક :
------> અહીં, વનસ્પતિ એક પ્રકારનાં બીજાણુઓ ઉત્પન્ન કરે છે.
------> આ એક પ્રકારના બીજાણુઓ અંકુરણ પામી સરખા પ્રકારના જન્યુજનકમાં વિકાસ પામે છે.
------> ઉદા મોટા ભાગની ત્રિઅંગી વનસ્પતિઓ સમબીજાણુક હોય છે.
--> 2) વિષમબીજાણુક :
------> તેઓ 2 પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે - મહાબીજાણુ and લઘુબીજાણુ
------> મહાબીજાણુ અંકુરિત થઈ માદા જન્યુજનકમાં વિકાસ પામે છે.
------> માદા જન્યુજનક એ થોડા કે વધુ સમય માટે પિતૃ બીજાણુજનક પર જળવાય છે
------> લઘુબીજાણુ અંકુરિત થઈ નર જન્યુજનકમાં વિકાસ પામે છે.
------> ઉદાહરણ : સેલજીનેલા અને સાલ્વિનીયા જેવી પ્રજાતિઓ
>> જન્યુજનક:
-> તેને પ્રસુકાય પણ કહે છે
-> નરી આંખે ન જોઈ શકાય એવા અસ્પષ્ટ
-> બહુકોષીય
-> એકકીય (n)
-> મુક્તજીવી
-> પ્રકાસંશ્લેષી
-> સુકાયક (સારી રીતે વિભેદન પામેલું દેહ નહિ - વાહક પેશીઓ ગેરહાજર)
--> નિવાસસ્થાન
----> વિકાસ પામવા ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યાની જરૂર
----> કારણકે જન્યુઓના ફલન માટે પાણી જરૂરી (દ્વિઅંગીઓ જેવું)
----> જન્યુજનક (ત્રિઅંગીઓના)નો વિકાસ આ ખાસ સીમિત જરૂરિયાતો સુધી મર્યાદિત છે (આ તમામ જરૂરિયાત પૂર્ણ ન થાય ત્યાં સુધી તે વિકાસ પામે નહિ)
----> તેથી જીવંત ત્રિઅંગી વનસ્પતિઓનો ફેલાવો મર્યાદિત છે અને તે સંકુચિત ભૌગોલિક વિસ્તારો પૂરતી સીમિત છે.
![]() |
ત્રિઅંગીઓ નું જીવન ચક્ર ( હંસરાજનું ઉદાહરણ) |
--> લિંગી પ્રજનન
-> જન્યુજનક અવસ્થાનો વનસ્પતિ દેહ 2 પ્રકારના લીંગી અંગો ધરાવી શકે
----> 1) માદા જન્યુધાની (Archegonia) (માદા લિંગી અંગ) - એક અંડ (માદા જન્યુ) ઉત્પન્ન કરે
----> 2) પુંજન્યુધાની (Antheridia) (નર લિંગી અંગ) - પુંજન્યુઓ ઉત્પન્ન કરે
-> પુંજન્યુઓ ને માદા જન્યુધાનીના મુખ સુધી પહોચાડવા માટે પાણીની જરૂરિયાત હોય
-> માદા જન્યુધાની ની અંદર યુગ્મનજ વિકાસ પામે - તરુણ ભ્રુણ વિકાસ પામે (માદા જન્યુજનકમાં)
-> આ બીજ પ્રકૃતિ તરીકેનું પૂર્વ ચિન્હ છે - જે ઉદ્વીકાસ માટે મહત્વનો તબક્કો માનવામાં આવે છે
-> ભ્રુણ/યુગ્મનજ નો વિકાસ થઈ બીજાણુજનક નિર્માણ પામે .
>> ત્રિઅંગીઓના 4 વર્ગો
1) સાઇલોપ્સીડા - સાઈલોટમ
2) લાયકોપ્સીડા - સેલાજિનેલા, લાયકોપોડિયમ
3) સ્ફીનોપ્સીડા - ઇકવીસેટમ
4) પ્ટેરોપ્સીડા - ડ્રાયોપ્ટેરીસ, પ્ટેરીસ, એડિએન્ટમ
Thank you for reading!
Happy Learning!
Manish Mevada
Urvi Bhanushali
Please do not enter any spam link or word in the comment box