Type Here to Get Search Results !

ધોરણ 12| note 8 | પરાગનયન | પરાગનયન |સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|short note| NCERT| જીવવિજ્ઞાન

0

 ધોરણ 12

સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન (નવો અભ્યાસક્રમ-પ્રકરણ 1 / જૂનો અભ્યાસક્રમ-પ્રકરણ 2)


સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|પરાગનયન|NCERT short note| Best biology short note | ધોરણ 12


Note 8

પરાગનયન

>> વ્યાખ્યા

->પરાગરજ (પરાગાશયમાંથી મુક્ત) નું સ્ત્રીકેસર પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહે છે. 

>> પરાગનયનનો હેતુ

-> બંને જન્યુઓ , નર જન્યુ (પરાગરજમાં સર્જાયેલ) અને માદા જન્યુ (ભ્રુણપુટમાં સર્જાયેલ), બંને અચલિત છે. 

-> ફલન માટે બંને જન્યુઓ એકબીજા સાથે જોડાવા ખૂબ જ જરૂરી છે. તેથી પરાગનયન નર જન્યુને માદા જન્યુ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. 

> પરાગનયન માટે સપુષ્પી વનસ્પતિઓમાં વિવિધ અનુકુલનો જોવા મળે છે.

> તેઓ પરાગનયન માટે બાહ્ય વાહકો (કારકો) નો ઉપયોગ કરે છે. 

> ત્રણ પ્રકારના પરાગનયન જોવા મળે છે:

1) સ્વફલન

2) ગેઇટોનોગેમી

3) પરવશ


>> સ્વફલન :

> તે જ પુષ્પમાં પરાગનયન થાય છે. 

> પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાસન પર સ્થળાંતર થાય છે.

> આ પ્રકારના પુષ્પોને સ્વ-પરાગનયની પુષ્પો કહેવાય.

> આ પ્રકારના પરાગનયન માં કોઈ પ્રકારના વાહકની જરૂર નથી હોતી.

સ્વ-પરાગનયની પુષ્પ


> સ્વફલન માટેની 2 જરૂરિયાતો -

--> (i) તાલમેલ : 

-------> પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતમાં તાલમેલ સાધવો જરૂરી - બંને ઘટનાઓ એક સમયે થવી જોઈએ

-------> જો પરાગરજ મુક્ત થઈ ગઈ, પરંતુ પરાગાસન હજુ એટલું પુખ્ત નથી કે તે પરાગરજનું ગ્રહણ કરી શકે - તો સ્વફલન સફળ ન થઈ શકે.

--> (ii) નજીક રહેવું :

--------> પરાગાશય  અને પરાગાસન નજીક નજીક ગોઠવાયેલા હોવા જોઈએ - જેથી મુક્ત થતી પરાગરજ સહેલાઈથી પરાગાસન પર આવી શકે


> 2 પ્રકારના પુષ્પ હોય છે:

--> (i) હવાઈ પુષ્પો -

--------> આ પ્રકારના ફૂલો આપણે આસપાસમાં જોતા હોઈએ છીએ,

--------> પુખ્ત થતાં આ પુષ્પો ખીલે છે.

--------> પરાગાશય અને પરાગાસન વાતાવરણમાં ખુલ્લા હોય છે 

--------> તેનો મતલબ એમ થાય, કે પરાગરજ મુક્ત થઈને બીજા કોઈ પુષ્પના પરાગાસન પર પહોંચી શકે, અથવા એ જ રીતે આ પુષ્પના પરાગાસન પર અન્ય પુષ્પમાંથી મુકત થયેલી પરાગરજ આવી શકે છે. 

--------> તેથી આવા પુષ્પોમાં સંપૂર્ણપણે સ્વફલન શક્ય નથી


--> (ii) સંવૃત્ત પુષ્પો -

--------> આ પ્રકારના પુષ્પો હંમેશા બંધ j રહે છે - ક્યારેય ખીલતા નથી.

--------> પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ નિકટતમ હોય.

--------> પરાગાશયનું સ્ફોટન (પરાગરજની મુક્તિ) એ પુષ્પકલિકામાં જ થઈ જાય છે

--------> પરાગરજ પાસે આ જ પુષ્પના પરાગાસન પર જવા સિવાય કોઈ અન્ય રસ્તો હોતો નથી - અને આમ પરાગનયન થાય છે. 

--------> તેથી, સંવુત્ત પુષ્પોમાં સ્પષ્ટપણે સ્વફલન જોવા મળે છે, કારણકે અહીં પર-પરાગરજની પરાગાસન પર સ્થાપિત થવાની કોઈ તક જ નથી - કારણકે અન્ય પરાગરજ આ પુષ્પના પરાગાશયની નજીક આવી શકતા જ નથી 

--------> સંવૃત પુષ્પોમાં પરાગવાહકની સંપૂર્ણ ગેરહાજરીમાં પણ નિશ્ચિતપણે બીજ સર્જન થાય છે.

--> કોમેલીનાઅબુટીવાયોલા - તેમાં બંને પ્રકારના પુષ્પો સર્જાય છે (હવાઈ અને સંવૃત્ત)


>> ગેઈટોનોગેમી

> પરાગાશયમાંથી પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા

> આમાં પરાગવાહકો ભાગ લે છે

> કાર્યાત્મક રીતે , આ પરપરાગનયન છે. 

> જનીનિક દ્રષ્ટિ એ, તે સ્વફલન સાથે સમાનતા ધરાવે છે - તે જ વનસ્પતિની પરાગરજ હોય છે 

> તેથી નર અને માદા જન્યુઓ એક જ વનસ્પતિના હોય અને તેમનું ફલન થાય - આમ નિર્માણ પામતું બીજ સ્વફલન જેવું જ હોય 


પર-પરાગનયની પુષ્પો


>> પરવશ:

> પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપન થવાની ક્રિયા 

> પરાગવાહકોની જરૂર પડે

> આ એક પ્રકારનું પર-પરાગનયન છે

> આ એકમાત્ર એવા પ્રકારનું પરાગનયન છે કે જેમાં પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે




Thank you for reading!

Happy learning!



Manish Mevada

Urvi Bhanushali 



Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad