ધોરણ 11
વનસ્પતિ સૃષ્ટિ
વનસ્પતિ સૃષ્ટિ|મોસ| NCERT short note| Best biology short note | ધોરણ 11
મોસ
> તેમને બ્રાયોપ્સિડા પણ કહેવાય છે
> બધા દ્વિઅંગીઓની જેમ, મોસના જીવન ચક્રમાં પણ બે પ્રકારના વનસ્પતિ દેહ સર્જાય છે - જન્યુજનક અને બીજાણુજનક
> જન્યુજનક એ પ્રભાવી અવસ્થા છે - તે જીવનચક્રનો મોટા ભાગનો સમય આવરે છે
> જન્યુજનક અવસ્થામાં બે અવસ્થાઓ જોવા મળે છે
--> 1) પ્રતંતું અવસ્થા:
----> આ પ્રથમ અવસ્થા છે - તે સીધી બીજાણુમાંથી વિકાસ પામે છે
----> તે ભૂપ્રસારી (વિસર્પી - જમીન પર ફેલનારી)
----> તે લીલી હોય છે (પ્રકાશસંશ્લેષણ કરે છે)
----> તંતુમય હોય
----> શાખિત હોય
--> 2) પર્ણમય અવસ્થા:
----> તે દ્વિતીયક પ્રતંતુમાંથી વિકાસ પામે (પ્રતંતુ અવસ્થાની શાખા, કે જે બીજાણુમાંથી ઉદભવેલા તંતુમાંથી વિકાસ પામી હોય - તેને દ્વિતીયક પ્રતંતુ કહેવાય)
----> અહીંથી તે પાર્શ્વિય કલિકા તરીકે ઉત્પન્ન થાય છે
----> તે પાતળી અને ટટ્ટાર ધરી ધરાવે છે
----> આ ધરી પર કુંતલાકાર રીતે પર્ણો ગોઠવાયેલા હોય
> જન્યુજનક મૂલાંગો ધરાવે છે - તે બહુકોષીય અને શાખિત હોય છે - મૂળ જેવું કાર્ય- વનસ્પતિ દેહને જમીન સાથે જોડાયેલા રાખે
> જન્યુજનક અવસ્થા લિંગી અંગો ધરાવે
> પ્રજનન :
--> વાનસ્પતિક પ્રજનન
----> અવખંડન દ્વારા
----> કલિકાસર્જન દ્વારા (દ્વિતીયક પ્રતંતુ માં)
--> લિંગી પ્રજનન
----> જન્યુજનક અવસ્થા બે પ્રકારના લિંગી અંગો ધરાવે
----> 1) પુંજન્યુધાની - નર લિંગી અંગ - તે ચલિત નર જન્યુ ઉત્પન્ન કરે
----> 2) સ્ત્રીજન્યુધાની - માદા લિંગી અંગ - સ્થૂળ (અચલીત) માદા જન્યુ ઉત્પન્ન કરે
----> પર્ણમય પ્રરોહની ટોચ પર લિંગી અંગો ઉદભવે છે
----> ફલન બાદ - ફલિતાંડ(યુગ્મનજ) બીજાણુજનકમાં વિકા પામે છે (તે પાદ, પ્રાવરદંડ અને પ્રાવર ધરાવે છે)
----> મોસમાં બીજાણુજનક એ લીવરવર્ટ કરતા વધારે વિકસિત હોય છે
![]() |
સ્ફેગનમ જન્યુજનક |
> મોસમાં બીજાણુ વિકિરણ :
--> મોસ એક ખાસ કાર્યપદ્ધતિથી બીજાણુ વિકિરણ કરે છે
--> બીજાણુઓ પ્રાવર માં ઉત્પન્ન થાય છે
--> extra information (સારી સમજણ માટે): પ્રાવરના અંતમાં ભાગે એક દાંત પ્રકારની રચના હોય - તે હાયગ્રોસ્કોપિક (ભેજ શોષી લેતા પદાર્થ)→ ભેજના સંપર્કમાં આવતા આ દાંત દ્વારા પ્રાવર બંધ થઈ જાય છે → અંદર ઉત્પન્ન થતાં બીજાણુ દાંત પર ચોંટી જાય છે → જ્યારે ભેજ સુકાઈ જાય છે→ ત્યારે દાંત ખૂલે છે → અને તેના ઉપર ચોંટેલા બીજાણુઓ વિખેરાય છે
![]() |
ફ્યુનારિયા જન્યુજનક અને બીજાણુજનક |
> મોસનાં સામાન્ય ઉદાહરણો:
--> ફ્યુનારિયા - લીલી/સામાન્ય મોસ
--> પોલિટ્રીકમ - ખૂબ ઓછા ભેજમાં પણ ઉગી શકે
--> સ્ફેગનમ - પીટ મોસ
Happy Learning!
Thank you for reading!
Manish Mevada
Urvi Bhanushali
Please do not enter any spam link or word in the comment box