Type Here to Get Search Results !

ધોરણ 12| note 7|મહાબીજાણુજનન|મહાબીજાણુધાની |સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|short note| NCERT| જીવવિજ્ઞાન

0

 ધોરણ 12

સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન (નવો અભ્યાસક્રમ-પ્રકરણ 1 / જૂનો અભ્યાસક્રમ-પ્રકરણ 2)

 


સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|મહાબીજાણુજનન |NCERT short note| Best biology short note | ધોરણ 12


Note 7

મહાબીજાણુજનન

> વ્યાખ્યા: મહાબીજાણુ માતૃકોષ (MMC) માંથી મહાબીજાણુ ના નિર્માણની ક્રિયાને મહાબીજાણુજનન કહે છે .


> તે અંડકમાં થાય છે.

> અંડક (વિભેદન દ્વારા) માત્ર એક મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ કરે છે

> મહાબીજાણુ માતૃકોષ (MMC) :

--> દ્વિકિય 
--> મોટો કોષ
--> ઘટ્ટ કોષરસ ધરાવે
--> સુસ્પષ્ટ કોષકેન્દ્ર ધરાવે
--> પ્રદેહમાં આવેલ હોય
--> અંડકછીદ્રિય છેડા તરફ સ્થાન ધરાવે






> MMC અર્ધીકરણ પામે - અને 4 મહાબીજાણુઓ સર્જાય - જેને મહાબીજાણુ ચતુષ્ક કહેવાય 

> તમામ મહાબીજાણુ એકકીય હોય

> ચાર મહાબીજાણુમાંથી માત્ર એક જ સક્રિય હોય
> બાકીના 3 મહાબીજાણુ નાશ પામે 

> તે એક સક્રિય મહાબીજાણુ કાર્યરત થાય - અને તેમાંથી માદા જન્યુજનક / ભ્રૂણપુટ નો વિકાસ થાય 

> ભ્રૂણપુટની નિર્માણ પ્રક્રિયા:

--> સક્રિય મહાબીજાણુનું કોષકેન્દ્ર સમવિભાજન પામે - બે કોષકેન્દ્રો સર્જાય
--> આ બંને કોષકેન્દ્રો વિરૂદ્ધ ધ્રુવ તરફ જાય - આ રીતે દ્વી કોષકેન્દ્રીય ભ્રૂણપુટનું નિર્માણ થાય

--> ત્યાર બાદ બે ક્રમિક સમવિભાજન થાય - આમ પહેલા ચાર કોષકેન્દ્રીય ભ્રૂણપુટ અને પછી આઠ કોષકેન્દ્રીય ભ્રૂણપુટ સર્જન પામે


--> આઠ કોષકેન્દ્રીય ભ્રૂણપુટ અવસ્થા પહેલા સુધી થતું સમવિભાજન પૂર્ણ રીતે મુક્ત કોષકેન્દ્રીય પ્રકારનું વિભાજન હોય 
--> મુક્ત કોષકેન્દ્રીય વિભાજન એટલે કે, એ પ્રકારનું વિભાજન કે જેમાં કોષકેન્દ્ર વિભાજન બાદ તરત જ કોષદીવાલ સર્જાતી નથી 




--> આઠ કોષકેન્દ્રીય ભ્રૂણપુટ અવસ્થા બાદ, કોષદીવાલ નિર્માણ પામે છે - જેનાથી એક લાક્ષણિક માદા જન્યુજનક કે ભ્રૂણપુટ સર્જાય છે.

--> એક મહાબીજાણુમાંથી એક ભ્રૂણપુટ બનવાની ઘટનાને એકબીજાણુક વિકાસ કહે છે 


> લાક્ષણિક માદા જન્યુજનક કે ભ્રૂણપુટ ની રચના

--> આવૃત્ત બીજધારી વનસ્પતિમાં લાક્ષણિક રીતે એક પુખ્ત માદા જન્યુજનક 8 કોષકેન્દ્રો અને 7 કોષ ધરાવે છે.




--> અંડકછિદ્ર તરફના છેડા પર - 3 કોષો ભેગા મળે છે
----> એક અંડકોષ અને 2 સહાયક કોષો - આ ત્રણ કોષોને ભેગા મળીને  અંડ પ્રસાધન  કહે છે
-----> સહાયક કોષો - અંડછિદ્રની ટોચ તરફ એક ખાસ પ્રકારનું સ્થૂલન ધરાવે છે - તેને તંતુમય પ્રસાધન કહેવાય છે 
-----> તંતુમય પ્રસાધન પરાગનલિકાને સહાયક કોષોમાં પહોચાડવામાં મદદ કરે છે 

 
--> અંડકતલ છેડા તરફ - ત્રણ કોષો ગોઠવાયેલા હોય છે - જેને પ્રતિધ્રુવીય કોષો કહે છે

--> મધ્ય ભાગે - મધ્યસ્થ કોષ આવેલ હોય - તે બચેલા 2 કોષકેન્દ્રો ધરાવે - આ કોષકેન્દ્રોને ધ્રુવીય કોષકેન્દ્ર કહેવાય છે  


Thank you for reading!
Happy learning!

Manish Mevada
Urvi Bhanushali 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad