ધોરણ 11
વનસ્પતિ સૃષ્ટિ
વનસ્પતિ સૃષ્ટિ|લીવરવર્ટ| NCERT short note| Best biology short note | ધોરણ 11
Note 7
લીવરવર્ટ
> તેનું બીજું નામ - હિપેટીકોપસિડ (extra information)
> આવાં નામ કે જે લીવર/યકૃત સાથે મળતા હોય, એનું કારણ એ છે કે લીવરવર્ટ નું સૂક્ષ્મ માળખું યકૃતની પેશીય રચના ને મળતું આવે છે (extra information)
> નિવાસસ્થાન:
--> ભેજયુક્ત, છાયાપ્રિય જગ્યાઓ
--> પાણીના પ્રવાહો, ઝરણાં, નદી વગેરે ના કિનારે
--> ભેજવાળા (કીચડ) મેદાનો
--> ભીની જમીન પર
--> વૃક્ષોની છાલ
--> લાકડાની ગર્ત માં તથા ઘેરા જંગલોમાં
> વનસ્પતિ દેહ:
--> તેના 2 પ્રકારના વનસ્પતિ દેહ હોય શકે:
----> 1) સુકાયક - eg. માર્કેન્શિયા
![]() |
વક્ષીય ભાગ (કુડમલી પ્યાલાઓ સાથે) |
![]() |
પૃષ્ઠ બાજુ |
--------> સુકાયક દેહ પૃષ્ઠ-વક્ષીય હોય(વક્ષીય ભાગ અને પૃષ્ઠ ભાગ એકબીજાથી અલગ રચના ધરાવતા હોય)
--------> વક્ષીય (ઉપરથી દેખાતો ભાગ) - છાલા જેવી રચનાઓ જોવા મળે
-------> પૃષ્ઠ (જમીન તરફનો ભાગ) આ ભાગ માં વચ્ચે એક રેખા જેવી રચના હોય
--------> સૂકાયક શરીર જમીન સાથે ચોંટેલું હોય છે
--------> મોટે ભાગે શાખીય સુકાય હોય છે
----> 2) પત્રમય - eg. લોફોકોલીઆ
![]() |
પત્રમય લીવરવર્ટ |
--------> પ્રકાંડ જેવી રચના હોય
--------> એ પ્રકાંડ જેવી રચના ઉપર- બે હરોળમાં પર્ણ જેવી નાની નાની સંરચના જોવા મળે
--------> યાદ રાખો: અહી સાચાં પર્ણ કે પ્રકાંડ જોવા મળતા નથી. તે પર્ણ જેવી કે પ્રકાંડ જેવી રચના છે, જે અન્ય રચનાઓ જેમકે જલવાહીની કે અન્નવાહિની થી વંચિત છે
> પ્રજનન:
--> અલિંગી પ્રજનન
---> 1) અવખંડન દ્વારા
---> 2) કે કુડમલીઓ - વિશિષ્ટ રચના ના નિર્માણ દ્વારા
---> કુડમલી પ્યાલાઓ:
-----> સુકાય પર સ્થિત નાની કુપધાનીઓ છે
-----> તેમાં નાની કલિકાઓનું સર્જન થાય છે - જેને કુડમલી કહે છે
---> કુડમલીઓ:
-----> લીલી, બહુકોષીય, અલિંગી કલિકાઓ
-----> કુડમલી પ્યાલાઓમાં નિર્માણ પામે
-----> કુડમલી પિતૃ દેહ થી છૂટી પડે, ત્યારબાદ અંકુરિત થાય અને નવા સ્વતંત્ર છોડ માં પરિણમે
--> લિંગી પ્રજનન:
----> નર અને માદા લિંગી અંગો જોવા મળે
----> એક જ સુકાય પર બંને લિંગી અંગો ઉત્પન્ન થઈ શકે - રિક્સિયા
----> બંને લિંગી અંગો અલગ અલગ સુકાય પર ઉત્પન્ન tha - માર્કેન્શિયા
----> નર અને માદા જન્યુ પાણીની હાજરીમાં ફલન પામે અને યુગ્મનજ બનાવે. તે આગળ જઈ બીજાણુજનક માં રૂપાંતરિત થાય.
----> બીજાણુજનક: પાદ (આના દ્વારા બીજાણુજનક જન્યુજનક સાથે જોડાયેલું હોય), પ્રાવરદંડ (પાતળા દંડ જેવી રચના) and પ્રાવર (બીજાણુ ઉત્પન્ન કરે)
----> બીજાણુ પ્રાવરમાં નિર્માણ પામે - તેઓ અંકુરિત થઈ જન્યુજનક (મુક્ત જીવી) નું નિર્માણ કરે
Happy learning!
Thank you for reading!
Manish Mevada
Urvi Bhanushali
Please do not enter any spam link or word in the comment box