ધોરણ 12
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન (નવો અભ્યાસક્રમ-પ્રકરણ 1 / જૂનો અભ્યાસક્રમ-પ્રકરણ 2)
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|સ્ત્રીકેસરચક્ર|મહાબીજાણુધાની |NCERT short note| Best biology short note | ધોરણ 12
Note 6
સ્ત્રીકેસરચક્ર
> પુષ્પનું માદા પ્રજનનાંગ
> તેના એકમ ને સ્ત્રીકેસર કહે છે
>2 પ્રકારના સ્ત્રીકેસરચક્ર
1) એકસ્ત્રીકેસરી : પુષ્પ એક જ સ્ત્રીકેસર ધરાવે
2) બહુસ્ત્રીકેસરી : પુષ્પ એકથી વધુ સ્ત્રીકેસર ધરાવે
>બહુસ્ત્રીકેસરી 2 પ્રકારના હોય
(1) યુક્ત સ્ત્રીકેસરી : બધા સ્ત્રીકેસર એકબીજા સાથે જોડાયેલા હોય
(2) મુક્ત સ્ત્રીકેસરી : સ્ત્રીકેસર એકબીજાથી જોડાયેલા નથી હોતા- મુકત હોય
> પ્રત્યેક સ્ત્રીકેસર 3 ભાગ ધરાવે:
-->1) પરાગાસન :
----> પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન
-->2) પરાગવાહિની :
----> લંબાયેલો નાજુક ભાગ - પરાગાસનની નીચે આવેલું હોય
-->3) બીજાશય (અંડાશય) :
----> સ્ત્રીકેસરનો તલસ્થ ફૂલેલો ભાગ
----> બીજાશયની અંદર - બીજાશય પોલાણ (કોટર) આવેલું હોય
----> કોટરની અંદર- જરાયુ આવેલું હોય
----> જરાયુ દ્વારા ભૃણને પોષણ પૂરું પાડવામાં આવે
----> અંડકો (મહાબીજાણુધાની) જરાયુ પરથી ઉદભવે
----> બીજાશયમાં એક અંડક ધરાવતા છોડ (એવા છોડ જેના ફળમાં એક જ બીજ હોય) : ઘઉં, ડાંગર, કરી
----> બીજાશયમાં એકથી વધુ અંડકો ધરાવતા છોડ (એવા છોડ જેના ફળમાં એકથી વધુ બીજ હોય) : પપૈયું, તડબૂચ, ઓર્કિડ
મહાબિજાણુધાની (અંડક)
અંડકના વિવિધ ભાગો (આકૃતિ બુકમાં જાતે બનાવવી)
> અંડકનાલ/ અંડક દંડ :
--> અંડકનો દંડ જેવો ભાગ
--> અંડકનાલ દ્વારા અંડક જરાયુ સાથે જોડાય
> બીજકેન્દ્ર :
--> અંડકનો દેહ અને અંડકનાલ જે સ્થાને જોડાય તેને બિજકેન્દ્ર કહે
--> અંડક અને અંડકનાલ વચ્ચેનું સંગમ સ્થાન
> અંડકાવરણ :
--> અંડકની ફરતે આવેલા રક્ષણાત્મક આવરણો
--> તે એક કે બે સંખ્યામાં હોય શકે
> અંડક છિદ્ર / બીજાંડ છિદ્ર :
--> અંડકનો ટોચના ભાગ સિવાય ના સમગ્ર પ્રદેહને અંડકાવરણ આવરી લે છે, આ આવરણ ના પામેલા ભાગને અંડક છિદ્ર કહે છે
> અંડકતલ :
--> અંડકનો તલ ભાગ
--> અંડકછિદ્ર ના સામેના ભાગે આ સ્થાન જોવા મળે
> પ્રદેહ :
--> અંડકાવરણોથી ઘેરાયેલો કોષોનો સમૂહ
--> આ કોષો વિપુલ પ્રમાણમાં સંચિત (સંગ્રહિત) ખોરાક ધરાવે
> ભૃણપુટ :
--> પ્રદેહની અંદર આવેલ હોય
--> મહાબીજાણુ દ્વારા બનેલું હોય
--> માદા જન્યુજનક પણ કહેવાય - કારણકે તે એકકીય હોય તથા માદા જન્યુ ધરાવે
--> સામાન્ય રીતે એક અંડકમાંથી→ એક ભ્રુણપુટ બને→ એક ભ્રુણપુટ એક મહાબીજાણુમાંથી બને
આ નોટ તમારી નોટબુકમાં લખી લેવું જેથી NCERT માટેની સરળ નોટ્સ તમારી પાસે હોય.
Happy learning!
Thank you for reading!
Manish Mevada
Urvi Bhanushali
Please do not enter any spam link or word in the comment box