ધોરણ 11
વનસ્પતિ સૃષ્ટિ
Note 6
વનસ્પતિ સૃષ્ટિ|દ્વીઅંગી| NCERT short note| Best biology short note | ધોરણ 11
Note 6
દ્વીઅંગીઓ
> તેમાં વિવિધ મોસ અને લીવરવર્ટ નો સમાવેશ થાય
> નિવાસસ્થાન
- જમીન અને પાણી બંને જરૂરી
- વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી તરીકે પણ ઓળખાય - કારણકે તે જમીન પર જીવી શકે પરંતુ લિંગી પ્રજનન માટે પાણી જરૂરી (પાણી ની ખુબ જ થોડી માત્રા પણ પર્યાપ્ત)
- ટેકરીઓમાં ભેજયુક્ત અને છાયાપ્રિય વિસ્તારોમાં જોવા મળે
- હંમેશા ભીની, ભેજવાળી અને છાયાવાળી જગ્યા એ ઉગે
- ઉજ્જડ કે વેરાન ખડક અને જમીન ના પર્યાવરણીય અનુક્રમણ માં મહત્વનો ભાગ ભજવે
Extra information ↓:
-- પર્યાવરણીય અનુક્રમણ: આપેલ વિસ્તારમાં પર્યાવરણને લગતા ફેરફારના કારણે ત્યાંની જાતિઓમાં ધીમો બદલાવ જોવા મળે, એ પ્રક્રિયા એટલે અનુક્રમણ
-- દ્વીઅંગીઓ ખડકો અને જમીનના એવા ભાગે ઉગતી જોવા મળે જ્યાં પહેલા કોઈ વનસ્પતિ ના ઉગી શકે- ત્યાં તેઓ જમીન કે ખડકોને વિઘટિત કરે (પર્યાવરણમાં બદલાવ).. તેથી ત્યાં હવે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ પણ ઉગી શકે (જાતિઓમાં ફેરફાર)
-- આપણ કહી શકીએ કે ઉદ્વિકાસ અને પર્યાવરણીય અનુક્રમણ સાથે સાથે થતી ઘટનાઓ છે
>વનસ્પતિ દેહ:
- લીલના વનસ્પતિ દેહ કરતા વધુ વિભેદીત
- પણ તેમ છતાં તે સુકાય-જેવું- પૂર્ણ વિભેદિત શરીર ના જોવા મળે- અન્નવાહક કે જળવાહક, પર્ણ, મૂળ, પ્રકાંડ વગેરે જેવા અવયવો ના જોવા મળે
- પથરાયેલ (prostate) (જમીન પર ફેલાતો જાય એવો) કે ટટ્ટાર (ઊભો) દેહ
- એકકોષીય કે બહુકોષીય મૂલાંગો - તેના દ્વારા આધરક સાથે જોડાયેલા રહે- મૂળ જેવું કાર્ય - પણ સાચા મૂળ ના જોવા મળે
- મૂળ જેવી, પર્ણ જેવી કે પ્રકાંડ જેવી રચનાઓ જોવા મળે પણ સાચા મૂળ, પ્રકાંડ કે પર્ણ જેવા અંગો ધરાવતા નથી
> દ્વીઅંગીઓનું જીવન ચક્ર
- દ્વીઅંગીઓ તેમના જીવનમાં બે પ્રકાર ના વનસ્પતિ દેહ ધરાવે છે: 1) જન્યુજનક અને 2) બીજાણુજનક
1) જન્યુજનક
-- તે મુખ્ય વનસ્પતિ દેહ છે
----> તેનો મતલબ કે તે મુક્ત જીવી છે,
----> પ્રકાશસંશ્લેષણ કરી ખોરાક બનાવે
----> જીવનચક્રનો મોટો ભાગ આ દેહ હોય છે
-- આ વનસ્પતિ દેહ એકકીય છે
-- તે જન્યુઓ ઉત્પન્ન કરે (સમવિભાજન દ્વારા)
-- દ્વીઅંગીઓના લિંગી અંગો - બહુકોષીય
-- 2 પ્રકારના લિંગી અંગો -
-------> (i) પુંજન્યુધાની (નર લિંગી અંગ)
------------> દ્વીકશાધારી ચલપુંજન્યુ ઉત્પન્ન કરે (નર જન્યુ)
-------> (ii) સ્ત્રીજન્યુધાની (માદા લિંગી અંગ)
-------------> ચંબુ આકાર
------------> એક અંડકોષ ઉત્પન્ન કરે - માદા જન્યુ (અચલિત)
2) બીજાણુજનક
-- તે ગૌણ વનસ્પતિ દેહ છે
-- તે મુક્ત જીવી નથી
-- જન્યુજનક સાથે જોડાયેલો હોય
-- પ્રકાશસંશ્લેષણ કરતું નથી
-- જન્યુજનકમાંથી પોષણ મેળવે (કારણકે જન્યુજનક પ્રકાશસંશ્લેશી છે)
-- આ વનસ્પતિ દેહ દ્વીકિય છે
-- બીજાણુજનક ના કેટલાક કોષો (બીજાણુ માતૃ કોષ) અર્ધિકરણ (બિજાણુક અર્ધિકરણ) દ્વારા બીજાણુ ઉત્પન્ન કરે
-- બીજાણુ માતૃ કોષ બીજાણુજનકના પ્રાવરમાં હાજર હોય છે
જીવનચક્ર પ્રક્રિયા
પુંજન્યુધાનીમાંથી ચલપુંજન્યુ પાણીમાં મુક્ત થાય
↓↓↓↓↓
સ્ત્રીજન્યુધાનીના સંપર્કમાં આવે
↓↓↓↓↓
સ્ત્રીજન્યુધાનીમાં ચલપુંજન્યુ(n) અને અંડકોષ(n) નું જોડાણ થાય
↓↓↓↓↓
ફલિતાંડ(યુગ્મનજ) (2n) નિર્માણ પામે
↓↓↓↓↓
ફલિતાંડ તરત અર્ધિકરણ કરતું નથી
↓↓↓↓↓
તે સમવિભાજન કરી ભ્રુણ બનાવે (ઉદવિકાસના ક્રમમાં પહેલી વાર ભ્રુણ દ્વીઅંગીઓમાં જોવા મળ્યું - તેથી તેને પહેલું ભૃણાંગી પણ કહે છે)--extra information
↓↓↓↓↓
તે બીજાણુજનક(2n) નું સર્જન કરે
↓↓↓↓↓
બીજાણુ માતૃ કોષ (2n) - જે બીજાણુજનકના પ્રાવરમાં હાજર હોય છે - તે બીજાણુક અર્ધીકરણ કરે
↓↓↓↓↓
તેથી બીજાણુ (n) ઉત્પન્ન થાય ( તેને સમબીજાણુ પણ કહી શકાય કારણકે એક બીજાણુ માતૃ કોષમાંથી ઉત્પન્ન થતાં તમામ ચાર બીજાણુ એકસરખા હોય છે)- extra information)
↓↓↓↓↓
બીજાણુ છૂટા પડે અને આસપાસના વિસ્તારમાં વિખેરાય
↓↓↓↓↓
બીજાણુઓ અંકુરણ પામે
↓↓↓↓↓
નવો જન્યુજનક દેહ ઉતપન્ન થાય
> દ્વીઅંગીઓનું મહત્વ
>> આર્થિક મહત્વ
- કેટલીક મોસ તૃણાહારી સસ્તનો, પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ માટે ખોરાક પૂરો પાડે
- સ્ફેગનમ - એક જાતની મોસ - તે પીટ (પાણીમાં સડીને લોચો થઈ ગયેલ વનસ્પતિજન્ય પદાર્થ) - લાંબા સમય સુધી બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે
- જીવંત પદાર્થોને હેરફેર દરમિયાન પેકિંગ માટે વપરાય જેમકે છોડ, ફૂલ વગેરે
--- કારણકે મોસ પાસે પાણી રોકવાની ક્ષમતા છે, જેથી જીવંત પદાર્થો સુકાઈ ના જાય અને હેરફેર દરમિયાન તેમને જીવન માટે જરૂરી પાણી મળતું રહે
>>પર્યાવરણીય મહત્વ
- મોસ (લાઈકેનની સાથે) વસાહતી ખડકો માટે પ્રથમ સજીવો છે - સૌપ્રથમ આ જાતિઓ ખડકો પર ઉગતી જોવા મળે
--- તે પર્યાવરણીય અનુક્રમણ કરે - જેથી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ ત્યાં ઉગી શકે
- મોસ વરસતા વરસાદથી થતું જમીનનું ધોવાણ ઓછું કરે - કારણકે મોસ જમીન પર ગીચ સાદડી બનાવે (જમીનના ભાગ ને સંપૂર્ણ ગાઢ રીતે આવરી લે)
Happy learning!
Thank you for reading!
Manish Mevada
Urvi Bhanushali
Please do not enter any spam link or word in the comment box