ધોરણ 12
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન (નવો અભ્યાસક્રમ-પ્રકરણ 1 / જૂનો અભ્યાસક્રમ-પ્રકરણ 2)
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|પરાગરજની રચના| NCERT short note| Best biology short note | ધોરણ 12
Note 5
પરાગરજ
> નર જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે
> મતલબ, તે નર જન્યુ ધરાવે
> એકકિય
> તેમના કદ, આકાર, રંગ અને સંરચના વગેરેમાં ભિન્નતા જોવા મળે
પરાગરજની રચના
>આકાર: ગોળાકાર
>કદ: 25-50 μm (માઇક્રોમિટર) નો વ્યાસ
>દ્વીસ્તરીય દીવાલ: 1) બાહ્યાવરણ 2) અંતઃ આવરણ
1) બાહ્યાવરણ:
>બહારનું આવરણ
>ત્રૂટક આવરણ (સળંગ ના હોય એવું)
>સખત
>કારણકે તે સ્પોરોપોલેનિનનું બનેલું હોય
->સ્પોરોપોલેનિન:ખૂબ સખત એવું કાર્બનિક પ્રતિરોધક દ્રવ્ય
-->ખૂબ જ ઊંચા તાપમાન, જલદ એસિડ અને બેઇઝ સામે ટકી શકે
--> હજી સુધી એવો કોઈ ઉત્સેચક મળ્યો નથી - જે સ્પોરોપોલેનિનને અવનત (દૂર) કરી શકે
Q: બાહ્યાવરણ શા માટે સખત હોવું જરૂરી?
A: - કારણકે પરાગરજ કુદરતમાં મુક્ત થાય છે,
- પરાગરજને વરસાદ, ભૌતિક/રાસાયણિક પદાર્થો વગેરેથી બચવા કોઈ વધુ સુરક્ષા હોતી નથી
- તેમજ, તે ખૂબ જ નાજુક અને પોતાની જાતિને પર્યાવરણ માં ટકાવી રાખવા ખૂબ જ જરૂરી એવા નર જન્યુઓ ધરાવે છે
- જો બાહ્યાવરણ સખત ના હોય તો પર્યાવરણની કઠિન પરિસ્થિતિઓ સામે ટકી શકે નહિ.
>જનનછિદ્રો:
- પરાગરજના બાહ્યાવરણમાં જોવા મળતા સ્પષ્ટ છિદ્રો
- બાહ્યાવરણ એ એક સળંગ આવરણ નથી. તેમાં નાના નાના આંતરો જોવા મળે, જેને જનન છિદ્રો કહેવાય
- ત્યાં સ્પોરોપોલેનીન ગેરહાજર હોય
- જનન છિદ્રો નું કાર્ય: આ માર્ગે પરાગ નલિકાનું સર્જન થાય (પરાગ નલિકા એ પરાગ રજમાંથી નર જન્યુઓને અંડક સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે - જેથી ફલન શક્ય બને)
- જો બાહ્યાવરણમાં બધી જ જગ્યા એ સ્પોરોપોલેનીન હાજર હોય તો પરાગનલિકા બહાર નીકળી શકે નહિ - તેથી ફલન ના થઈ શકે
2) અંતઃ આવરણ:
> અંદરની દીવાલ
> સળંગ આવરણ
> પાતળું
> સેલ્યુલોઝ અને પેક્ટીનનું બનેલું
પરાગરજનો કોષરસ રસસ્તર(પ્લાઝમા મેમ્બ્રેન) દ્વારા ઘેરાયેલો હોય.
પરાગરજનું પરિપક્વન:
>પરાગરજનું કદ વધે
>કોષકેન્દ્ર પણ કદમાં વધારો પામે
>મોટી રસધાની સર્જાય
>પરાગ રજ ની એક બાજુએ અસમિતિય ત્રાકતંતુ નિર્માણ પામે
>કોષકેન્દ્ર અને કોષરસ વિભાજન પામે - એક
પરિપક્વ પરાગરજમાં 2 કોષો નિર્માણ પામે
1) વાનસ્પતિક કોષ
- કદમાં મોટો
- વધુ પ્રમાણમાં સંગ્રહિત ખોરાક ધરાવે
- મોટું કોષ કેન્દ્ર
- કોષ કેન્દ્ર નો અનિયમિત આકારના
- helps with survival of pollen grain and gamete
2) જનન કોષ
- કદમાં નાનું
- ત્રાકાકાર
- વાનસ્પતિક કોષમાં તરતું જોવા મળે
- ઘટ્ટ કોષરસ
- નાનું કોષકેન્દ્ર
- લગભગ બધા આવૃત્ત બીજધારી વનસ્પતિમાં નર જન્યુ તરીકે વર્તે
> 60 % થી વધુ આવૃત્ત બીજધારી વનસ્પતિમાં, પરાગરજ દ્વીકોષીય અવસ્થા એ મુકત થાય
>બાકીની જાતિઓમાં, જનન કોષ હજુ સમવિભાજન કરે
> અને 2 નર જન્યુઓનું ઉત્સર્જન કરે (પરાગરજના મુકત થવા પહેલા) (ત્રિકોષીય અવસ્થા)
Happy learning!
Thank you for reading!
Manish Mevada
Urvi Bhanushali
Please do not enter any spam link or word in the comment box