ધોરણ 11
વનસ્પતિ સૃષ્ટિ
Note 4
વનસ્પતિ સૃષ્ટિ|ફીઓફાયસી લીલ| NCERT short note| Best biology short note | ધોરણ 11
લીલના મુખ્પ્ર ત્રણ વર્ગો-
ફીઓફાયસી – બદામી લીલ
રોડોફાયસી – લાલ લીલ
ફીઓફાયસી - બદામી/કથ્થાઈ લીલ
રંગ---
બદામી/કથ્થાઈ રંગનું કારણ: ઝેંથોફીલ રંજકદ્રવ્ય- ફ્યુકોઝેંથીન
અન્ય રંજકદ્રવ્યો - કલોરોફિલ a અને c : લીલો રંગ આપે
કેરેટીનોઇડ્સ: લાલ - નારંગી રંગ આપે
કોઈ લીલ ચમકતા લીલા રંગ(ઓલિવ ગ્રીન) ની પણ હોય શકે - કારણકે તેમાં ક્લોરોફિલ a અને c ની માત્રા ઝેંથોફિલ કરતા વધુ હોય
કથ્થાઈ રંગનો વિવિધ શેડ ફયુકોઝેંથીનના હાજર પ્રમાણ પર આધારિત હોય
નિવાસસ્થાન--- પ્રાથમિક રીતે દરિયાઈ
કદ અને રૂપ---
સાદા શાખીત-
તંતુમય સ્વરૂપો - એકટોકાર્પસ (Ectocarpus)
અતિશય શાખીત - ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિઓ (કેલ્પ kelps)
કેલ્પ: દરિયામાં 100 મીટરની ઊંચાઈ સુધી પહોંચી જાય
ખૂબ મોટા પ્રમાણમાં vistare- જેથી ઘણીવાર જહાજો તેમાં ફસાઈને ખોટકાઈ પડે
ખોરાક સંગ્રહ---
જટિલ કાર્બોદિત સ્વરૂપે (રૂપાંતરિત પોલીસેકેરાઇડ)
ઉદાહરણ: લેમિનારીન અને મેનિટોલ (બંને આલ્કોહોલ જૂથ ધરાવતી શર્કરા- વધારાની માહિતી)
કોષદીવાલ---
સેલ્યુલોઝ
દીવાલની બહારની બાજુએ - આલ્જિન જીલેટીનના આવરણ દ્વારા આવરિત
જીવરસની રચના--
રંજકકણો
મધ્યસ્થ સ્થાને રસધાની
કોષકેન્દ્ર
વનસ્પતિદેહની રચના---
3 ભાગ જોવા મળે
1. સ્થાપક અંગ/ દ્રઢગ્રહ(Holdfast) : દેહને આધારક સાથે જોડે - ઉચ્ચ વનસ્પતિના મૂળ જેવું કાર્ય
2. છત્રિકાવૃંત(stipe) : વનસ્પતિ દેહનો વૃંત(stalk)
3. પ્રપર્ણ/ અપુષ્પપર્ણ (frond) : પ્રકાશસંશ્લેશી અંગ- પર્ણ જેવું
પ્રજનન
વાનસ્પતિક પ્રજનન: અવખંડન દ્વારા
અલિંગી પ્રજનન: ચલબીજાણુ દ્વારા
→ચલબીજાણુ (બદામી લીલમાં): નાસપતિ આકારના (pyriform), દ્વીકશાધારી- બે અસમાન કશાઓ જે પાર્શ્વીય રીતે જોડાયેલી હોય (બીજાણુના બાજુના ભાગે જોડાયેલી)
લિંગી પ્રજનન: સમજન્યુક, વિષમજન્યુક કે અંડજન્યુક હોઈ શકે
→જન્યુઓ: pyriform (નાસપતિ આકારના), દ્વીકશાધારી-2 પાર્શ્વીય રીતે જોડાયેલી કાશાઓ
→જન્યુ જોડાણ :
→→પાણીમાં થઈ શકે
→→અંડજન્યુક જાતિઓમાં અંડધાનીમાં થઈ શકે
ઉદાહરણ---
સરગાસમ (Sargassum)
એકટોકાર્પસ (Ectocarpus)
લેમિનારિયા (Laminaria)
ફયુકસ (Fucus)
ડિક્ટીઓટા (Dictyota)
Happy learning!!
Thank you for reading!
Manish Mevada
Urvi Bhanushali
Please do not enter any spam link or word in the comment box