Type Here to Get Search Results !

ધોરણ 12| note 4| લઘુબીજાણુજનન |સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|short note| NCERT| જીવવિજ્ઞાન

0

 ધોરણ 12

સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન (નવો અભ્યાસક્રમ-પ્રકરણ 1 / જૂનો અભ્યાસક્રમ-પ્રકરણ 2)

 


સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|લઘુબીજાણુજનન| NCERT short note| Best biology short note | ધોરણ 12


Note 4

લઘુબીજાણુજનન


વ્યાખ્યા: "પરાગ કે લઘુબીજાણુ માતૃ કોષમાંથી અર્ધીકરણ દ્વારા લઘુબીજાણુ સર્જાવાની પ્રક્રિયાને લઘુબીજાણુજનન કહે છે."


- જેમ પુષ્પ ખીલે, તેમ પરાગાશય પરિપક્વ બને.
- બીજાણુજનક પેશીના કોષો પણ પરિપક્વ બને અને લઘુબીજાણુજનન ની પ્રક્રિયા માં પ્રવેશે.
- બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામે.
બીજાણુજનક પેશીના પ્રત્યેક કોષ ક્ષમતાપૂર્ણ પરાગ કે લઘુબીજાણુ માતૃકોષ છે.
- આ દરેક કોષ લઘુબીજાણુ ચતુશક /પરાગ ચતુષ્ક બનાવે છે
- લઘુબીજાણુ ચતુષ્ક: 4 લઘુબીજાણુ(અપૂર્ણ વિકસિત) એકબીજા સાથે કેલોઝ નામના પદાર્થ દ્વારા     એકબીજા સાથે જોડાયેલ હોય.


- ત્યારબાદ પરાગાશય વધુ વિકસે - પાણી નો ભાગ ગુમાવે (શુષ્ક બને) 
લઘુબીજાણુ એકબીજાથી છૂટા પડે - કેલોઝ પદાર્થ ને કેલેઝ ઉતસેચક દ્વારા દૂર કરવામાં          
   આવે(પોષક સ્તર દ્વારા સ્ત્રાવ થાય)
લઘુબીજાણુનો વધુ વિકાસ થાય - સ્પોરોપોલીનીન નું આવરણ ચઢે (બાહ્યાવરણ બનાવે ) અને
   સેલ્યૂલોઝ અને પેક્ટીન પણ જોડાય (અંતઃ આવરણ બનાવે)
- આ રીતે પરાગરજનું નિર્માણ થાય
- પરાગાશયનું સ્ફોટન થતાં પરાગરજ મુક્ત થાય

Flowchart of microsporogenesis



Q: બીજાણુજનક પેશીના એક કોષ માંથી કેટલા પરાગરજનું નિર્માણ થાય?

A: બીજાણુજનક પેશીનો 1 કોષ ––—> 1 પરાગ/ લઘુબીજાણુ માતૃ કોષ ——> અર્ધીકરણ——> 1 લઘુબીજાણુ ચતુષ્ક——> પરિપક્વન ——> 4 પરાગરજ 

Q: પરાગ ચતુષ્કના દરેક કોષની પ્લોઈડી શું હોય શકે ?

A: એકકિય (કારણ કે દ્વીકિય બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામે- તેથી 4 એકકીય લઘુબીજાણુ (કોષો) પેદા થાય)



If you have any questions ask us in comments below.
Find out other notes of this chapters on this website.


Happy learning!
Thank you for reading!


Manish Mevada
Urvi Bhanushali 

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad