Type Here to Get Search Results !

ધોરણ 11| note 3| વનસ્પતિ સૃષ્ટિ |ક્લોરોફાયસી લીલ | NCERT short note| Best biology short note

0

ધોરણ 11
વનસ્પતિ સૃષ્ટિ



Note 3


વનસ્પતિ સૃષ્ટિ|ક્લોરોફાયસી લીલ| NCERT short note| Best biology short note | ધોરણ 11


લીલના મુખ્પ્ર ત્રણ વર્ગો- 

  1. ક્લોરોફાયસી – હરિત કે લીલી લીલ

  2. ફીઓફાયસી – બદામી લીલ

  3. રોડોફાયસી – લાલ લીલ 

  • ક્લોરોફાયસી – ક્લોરો શબ્દ ક્લોરોફિલ (હરિતદ્રવ્ય)માંથી – લીલા રંગની હોય – કલોરોફાયસી વર્ગની લીલ ને હરિત લીલ પણ કહેવાય

    • ઉદ્વિકાસ માં દ્વીઅંગીઓ ની સૌથી નજીક

    • વનસ્પતિ દેહ


      • એકકોષીય 

        •  ચલિત – કલેમિડોમોનાસ

        • અચલીત – કલોરેલા

          કલેમિડોમોનાસ

    • વસાહતી – વોલવોક્સ

      વોલવોક્સ
    • તંતુમય

      • શાખીય – યુલોથ્રીક્સ, સ્પાઇરોગાયરા

        યુલોથ્રીક્સ 
        સ્પાઇરોગાયરા
      • અશાખીય – ક્લેડોફોરા

    • છત્રી આકાર – એસીટાબ્યુલેરિયા (લાંબામાં લાંબો વનસ્પતિકોષ- 10 cm સુધી)

  • હરિતકણો –

    • હરિતકણોમાં રંજકદ્રવ્યો- હરિતદ્રવ્ય a અને b – વનસ્પતિને લીલો રંગ આપે

    • હરિતકણોના વિવિધ આકાર-

    • હરિતકણની વિવિધ જાત
      • બિંબ આકાર (discoid) – કારા

      • તકતી જેવા

      • જાલાકાર

      • કપ આકાર – કલેમિડોમોનાસ , વોલવોક્સ

      • કુંતલાકાર (DNA જેવો આકાર) – સ્પાઇરોગાયરા 

      • પટ્ટી આકાર

      • C આકાર – યુલોથ્રીક્સ 

    • હરિતકણો માં સ્થિત સંગ્રાહક ભાગો- પ્રોભૂજકો

      • એકથી વધુ પ્રોભૂજકો હાજર હોઈ શકે

      • અંતઃભાગમાં પ્રોટીન + તેની ફરતે સ્ટાર્ચ

      • કેટલીક લીલ તૈલી બિંદુઓના સ્વરૂપમાં ખોરાક સંગ્રહ કરી શકે

  • કોષ દીવાલ – 

    • સખત

    • અંદરનું આવરણ – સેલ્યુલોઝ 

    • બહારનું આવરણ – પેકટોઝ  (પેક્ટીન)

  • વાનસ્પતિક પ્રજનન

    • અવખંડન

    • વિવિધ બીજાણુ ના ઉત્પાદન દ્વારા

  • અલિંગી પ્રજનન

    • ચલબીજાણુધાનીમાં કશાધારી ચલબીજાણુ ઉદભવે

      કલેમિડોમોનાસમાં અલિંગી પ્રજનન
  • લિંગી પ્રજનન: કોઈપણ પ્રકારથી થઈ શકે:

    • સમજન્યુક

    • વિષમજન્યુક

    • અંડજન્યુક

  • ઉદાહરણો: કલેમિડોમોનાસ, વોલવોક્સ, યૂલોથ્રીક્સ, સ્પાઇરોગાયરા, કારા




Happy learning! 
Thank you



Urvi Bhanushali

Manish Mevada

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad