ધોરણ 12
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન (નવો અભ્યાસક્રમ-પ્રકરણ 1 / જૂનો અભ્યાસક્રમ-પ્રકરણ 2)
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|પૂર્વ ફલન|પુંકેસર રચના| NCERT short note| Best biology short note | ધોરણ 12
Note 2
વનસ્પતિમાં ફલન પ્રક્રિયામાં 3 પગલાં હોય છે
- પૂર્વ ફલન
- ફલન
- પશ્ચ ફલન
પૂર્વ ફલન
તેમાં 2 પ્રક્રિયા થાય છે
1. જન્યુજનન
પુરૂષ પ્રજનન ભાગ - લઘુબીજાણુજનન
સ્ત્રી પ્રજનન ભાગ - મહાબીજાણુજનન
2. જન્યુ સ્થળાંતર
પુષ્પ કેવી રીતે વિકસિત થાય છે?
વનસ્પતિ પર પુષ્પ સર્જાય - તેના ઘણા સમય પહેલા નિયત જગ્યા એ પુષ્પ સર્જનનો નિર્ણય લેવાઈ ગયો હોય
શરૂઆત - અંતઃ સ્ત્રાવીય ફેરફારો અને રચનાત્મક ફેરફારો
વિભેદન થાય - પુષ્પીય પ્રવર્ધોમાં વધુ વિકાસ
પ્રવર્ધો - કોષોનું જૂથ જે અંગના વિકાસમાં પ્રથમ તબક્કો છે
જે પુષ્પવિન્યાસમાં રૂપાંતરિત થાય છે - પુષ્પકલિકાઓ ધારણ કરે છે - પછી પુષ્પ વિકસે છે
પુષ્પવિન્યાસ - એકસાથે ગોઠવાયેલા ફૂલોનો સમૂહ
ફૂલમાં, પ્રજનન ચક્રો માટેનું વિભેદન થાય છે અને વિકાસ પામે છે
પુંકેસરચક્ર - પુંકેસરનું ચક્ર - નર પ્રજનન અંગ
સ્ત્રીકેસરચક્ર - માદા પ્રજનન અંગ
પુંકેસરની રચના
પુંકેસરના 2 ભાગો -
1. તંતુ - લાંબો અને પાતળો દંડ
તંતુનો નિકટવર્તી છેડો - પુષ્પાસન અથવા દલપત્ર સાથે જોડાયેલ
તંતુનો દૂરસ્થ છેડો - પરાગાશય સાથે જોડાયેલ
2. પરાગાશય - સામાન્ય રીતે દ્વીખંડીય
આવૃત્ત બીજધારીનો લાક્ષણિક પરાગાશય-
દ્વીખંડીય
દરેક ખંડ - 2 કોટરો ધરાવે છે - દ્વીકોટરીય
એક પરાગાશય- 4 કોટરો - ચતુર્કોટરિય
ચાર બાજુ ધરાવે - ચતુષ્કોણીય
દરેક બાજુમાં 1 લઘુબીજાણુધાની હોય છે - દરેક ખંડમાં 2 લઘુબીજાણુધાની
તેથી 4 લઘુબીજાણુધાની હાજર છે
દરેક લઘુબીજાણુધાની - પરાગ કોથળીમાં વિકસે છે
પરાગ કોથળીઓ-
એક પરાગાશયની લંબાઈને અનુસરીને આયામ રીતે લંબાયેલી
પરાગરજથી ભરેલી
ત્રણેય નામો માત્ર એક વસ્તુ માટે છે, પરંતુ તે વિવિધ તબક્કાના નામ છે અને તેમના કાર્યો અનુસાર નામ આપવામાં આવ્યા છે
- કોટર - પરાગાશય માં સામાન્ય પોલાણ
- લઘુબીજાણુધાની - લઘુબીજાણુ ઉત્પન્ન કરે છે
- પરાગ કોથળી - પરાગરજ ધરાવે છે
લંબાઇ અનુસાર આવેલ આયામ ધરીની ખાંચ વડે ખંડો છૂટા પડે - સ્ફોટન રેખા
તે સમયે પરાગનયનમાં મદદ કરે છે
Thank you for reading!
Happy learning!
Manish Mevada
Urvi Bhanushali
Please do not enter any spam link or word in the comment box