Type Here to Get Search Results !

ધોરણ 12| note 3| લઘુબીજાણુધાની રચના|સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|short note| NCERT| જીવવિજ્ઞાન

0

 

ધોરણ 12
સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન (નવો અભ્યાસક્રમ-પ્રકરણ 1 / જૂનો અભ્યાસક્રમ-પ્રકરણ 2)

 

સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|લઘુબીજાણુધાની રચના| NCERT short note| Best biology short note | ધોરણ 12



Note 3

લઘુબીજાણુધાની રચના


પરાગાશયનો છેદ અને લઘુબીજાણુધાની રચના


→બાહ્ય સપાટી ગોળાકાર જોવા મળે

લઘુબીજાણુધાનીનું કાર્ય - જન્યુ(લઘુબીજાણુ/પરાગ) ઉત્પન્ન કરવા


      →→જન્યુ એ વનસ્પતિ માટે ખૂબ જ જરૂરી અને નાજુક હોય - તેથી રક્ષણ જરૂરી


4 દિવાલીય  સ્તરોથી આવરિત 

  1. અધિસ્તર - સૌથી બહારનું આવરણ 
  2. સ્ફોટીસ્તર- તંતુમય સ્તર 
  3. મધ્યસ્તરો - 2-3 દિવાલ ધરાવતું આવરણ  
  4. પોષકસ્તર - સૌથી અંદરનું આવરણ


પહેલા 3 આવરણનું કાર્ય- રક્ષણ અને પરાગાશયનું સ્ફોટન પ્રેરે જેથી પરાગરજ મુક્ત થાય


પોષકસ્તર - 
- પિરામિડ આકારના કોષો (extra information)

- કાર્ય - વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડે 

- કોષો ઘટ્ટ કોષરસ ધરાવે- ઘટ્ટ કોષરસ એ તમામ કોષોમાં જોવા મળે જેમનું મુખ્ય કાર્ય સ્ત્રાવ કરવાનું હોય - અહીં પોષક સ્તર દ્વારા પોષણ પૂરું પાડવા હેતુ સ્ત્રાવ થાય છે  (તમારી સમજણ હેતુ)

- કેલેઝ ઉત્સેચક નો સ્ત્રાવ કરે - લઘુ બીજાણુ ચતુષ્કના કેલોઝને હટાવવામાં મદદ કરે (તમારી સમજણ હેતુ)

સ્પોરોપોલીનીન નો સ્ત્રાવ કરે - સૌથી સખત વાનસ્પતિક પદાર્થ જે પરાગરજના ઉત્પાદન માટે જરૂરી છે

- 1થી વધુ કોષ્કેન્દ્ર ધરાવે - કારણકે વધુ સ્ત્રાવ જરૂરી - જે માટે વધુ જનીનિક પરિબળો જરૂરી




→લઘુબીજાણુધાનીનું કેન્દ્ર- બીજાણુજનક પેશી (લઘુબીજાણુજનક પેશી)

-  તરુણ પરાગાશયમાં જોવા મળે

- કોષો સઘન રીતે ગોઠવાયેલા

- સમજાત કોષોનો સમૂહ - એક પ્રકારના કોષો

- આ કોષો પરિપક્વ થાય ત્યારે લઘુબીજાણુ માતૃ કોષ(MMC)/પરાગ માતૃ કોષ(PMC) માં રૂપાંતરિત થાય. 






Happy learning!
Thank you for reading



Manish Mevada
Urvi Bhanushali

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad