Type Here to Get Search Results !

Biology Test Series For NEET | પ્રકરણ -8 | ટેસ્ટ - 50 | ધોરણ -12

1


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

Biology Test Series For NEET | પ્રકરણ -7 | ટેસ્ટ - 49| ધોરણ -11


1) ELISA ( એલિઝા ) નું પૂરું નામ જણાવો
  1. એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોએબ્સોલ્ટ એસે
  2. એન્ઝાઇમ લિંક્ડ આયન સોરબેન્ટ એસે
  3. એન્ઝાઇમ લિંક્ડ ઇન્ડએક્ટિવ એસે
  4. આમાંથી એક પણ નહિ .

2) HIV જે AIDS કરે છે , તે સૌપ્રથમ કોનો નાશ કરવાની શરૂઆત કરે છે ?

  1. B- લસિકાકણો
  2. શ્વેતકણો
  3. મદદકર્તા T- લસિકાકણો
  4. ત્રાકકણો

3) રોગ વ્યાપ્તિ કોને કહેવાય ? 

  1. કેન્સરગ્રસ્ત કોષોમાં ઝડપી કોષવિભાજન
  2. કેન્સરગ્રસ્ત કોષોનું પુનઃનિર્માણ
  3. કેન્સરગ્રસ્ત કોષોનું પ્રસરણ
  4. ( 1 ) , ( 2 ) અને ( 3 ) ત્રણેય

4)  કયા પ્રકારનું કેન્સર લસિકાગ્રંથિ અને બરોળને અસર કરે 

  1. કાર્સિનોમા
  2. સારકોમા
  3. લ્યુકેમિયા
  4. લિમ્ફોમા

5) નીચે પૈકી ક્યો એક ઘટક એલિઝા ટેસ્ટમાં વપરાય છે 

  1. પેરોક્સિડેઝ
  2. પોલિમરેઝ
  3. લાઇગેઝ
  4. એન્ડોન્યુક્લિએઝ

6) નીચે પૈકી કઈ એક રોગની જોડ રુધિરાધાન દ્વારા ફેલાઈ શકે 

  1. કોલેરા અને હિપેટાઇટિસ
  2. હિપેટાઇટિસ અને એઇડ્સ
  3. ડાયાબિટીસ મેલિટસ અને મેલેરિયા
  4. તાવ અને એઇડસ

7) ગર્ભાશય કે ગર્ભાશયના મુખના કૅન્સરની તપાસની પદ્ધતિને કહે છે . 

  1. મેમોગ્રાફી
  2. પેપમિયર
  3. પ્રતિરૂપકતા
  4. પેશી પ્રત્યારોપણ .

8) મધ્યગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી પેશીઓમાં અસામાન્ય વૃદ્ધિથી થતા કેન્સરને કહે છે.

  1. રુધિરનું કેન્સર
  2. લ્યુકેમિયા
  3. સારકોમા
  4. કાર્સિનોમા

9) મનુષ્યના શરીરમાં કઈ ક્રિયાઓ નિયમિત અને નિયંત્રિત રીતે થાય છે ? 

  1. કોષીય વૃદ્ધિઓ
  2. વિભેદીકરણ
  3. ( 1 ) અને ( 2 ) બંને
  4. અવખંડન

10) NACO નું પૂરું નામ કયું છે ? 

  1. નૅશનલ એઇડસ કમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન
  2. નૅશનલ એઇડસ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન
  3. નૅશનલ એઇડસ સેન્ટર ઓર્ગેનાઇઝેશન
  4. નૅશનલ એઇડસ કન્ટ્રોલ એરેજમેન્ટ

11) આપેલામાંથી AIDS માટે શું સાચું નથી ? 

  1. એઇડસ તદ્દન અસાધ્ય રોગ છે
  2. એઇડ્રેસ માટે કોઈ રસી નથી
  3. HIV માં જનીનદ્રવ્ય તરીકે DNA નો અણુ હોય છે .
  4. એઇડસ માટે કોઈ સચોટ પદ્ધતિ શોધાઈ નથી . 

12) HIV શેમાં ઘટાડો કરે છે ?

  1. માત્ર મદદકર્તા T- કોષો
  2. બધા T- કોષો
  3. માત્ર B- કોષો
  4. B- કોષો અને T- કોષો

13) પ્રતિવિષ ઇજેક્શનમાં તૈયાર કરેલ ઍન્ટિબોડી હોય છે , જ્યારે પોલિયોનાં ટીપાં મોં દ્વારા શરીરમાં આપવામાં આવે છે , તેમાં શું હોય છે ? 

  1. સક્રિય રોગજન્ય જીવાણુઓ
  2. બનાવવામાં આવેલ ઍન્ટિબોડી
  3. ગામા ગ્લોબ્યુલિન
  4. નાશ કરેલ રોગજન્ય જીવાણુઓ

14) માનવદૂધમાં નીચેનામાંથી સૌથી વધુ પ્રમાણમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન વધુ હોય છે  

  1. IgG
  2. IgD
  3. IgM
  4. IgA

15) આપણા શરીરમાં ઍન્ટિબોડી કોનું સંયોજન છે ? 

  1. સ્ટીરોઇડ
  2. લિપોપ્રોટીન
  3. ગ્લાયકોપ્રોટીન
  4. પ્રોસ્ટાગ્લાયડીન

16) શરીરમાં પ્રવેશેલા રોગકારકો સામે લડવા માટે પ્રોટીનનું લડાયક સૈન્ય કયા કોષો બનાવે છે ? 

  1. T કોષો
  2. બીટા  કોષો
  3. આલ્ફા કોષો
  4. B કોષો 

17) બધા જ રુધિરકોષો (૨ક્તકણ, શ્વેતકણ, રુધિરકણિકા ) કયા અંગમાં સર્જાય છે ? 

  1. થાયમસ
  2. અસ્થિમજ્જા
  3. યકૃત
  4. બરોળ

18) સ્વપ્રતિરક્ષા રોગનું ઉદાહરણ કયું છે ? 

  1. મલ્ટિપલ સ્કલેરોસિસ
  2. ઇસ્યુલિન આધારિત ડાયાબિટીસ
  3. સંધિવા
  4. ( 1 ) , ( 2 ) અને ( 3 ) ત્રણેય

19) દ્વિતીય પ્રતિકાર એટલે ... 

  1. પ્રથમ વખત શરીરમાં પ્રવેશેલ રોગકારક બીજી વાર શરીરના સંપર્કમાં આવે ત્યારે સર્જાતો પ્રતિકાર
  2. શરીર કોઈ રોગકારક સૂક્ષ્મજીવના પ્રથમ સંપર્કમાં આવે ત્યારે સર્જાતો પ્રતિકાર
  3. ( 1 ) અને ( 2 ) બંને
  4. આમાંથી એક પણ નહિ .

20) PMNL નું પૂર્ણ નામ  

  1. પોલિમોર્ફો ન્યુક્લિયર લ્યુકોસાઇટ્સ
  2. પોલિમોર્ફો ન્યુક્લિઓસાઇડ લ્યુકોસાઇટ્સ
  3. પોલિમોર્ફો ન્યુક્લિયસ લ્યુકોસાઇટ્સ
  4. પોલિમોર્ફો ન્યુક્લિયર લિમ્ફોસાઇટ્સ

21) અમીબાએસિસ કોના દ્વારા અવરોધાય છે 

  1. સમતુલિત ખોરાક ખાય છે
  2. ઘણાં બધાં ફળોને ખાય છે
  3. પાણી ઉકાળીને પીવાથી
  4. મચ્છરદાનીનો ઉપયોગ કરવાથી

22) નીચેનાં લક્ષણો કયા રોગમાં જોવા મળે છે ? તે માટે સાચો વિકલ્પ પસંદ કરો : ( 1 ) ત્વચા અને અધિચ્છદીય પેશી જાડા થાય છે ( 2 ) હાથ , પગ , પગનાં તળિયા , સ્તન અને વૃષણ કોથળી જેવા ભાગો સુજી જાય છે ( 3 ) દીર્ઘકાલીન સ્થિતિમાં લસિકાવાહિનીઓને બંધ કરે છે . ( 4 ) તેના ચેપથી તાવ આવે છે . 

  1. મેલેરિયા
  2. હાથીપગો
  3. ટાઇફોઇડ
  4. ન્યુમોનિયા

23) મેલેરિયા તાવમાં ધ્રુજારીની લાક્ષણિકતા શેના કારણે થાય છે ? 

  1. મેરોઝુઓઇટ RBC માંથી વિષ સાથે મુક્ત થાય છે
  2. અંતઃકોશિકા પર અસરકર્તા સ્પોરોઝુઓઇટ દ્વારા થાય છે 
  3. સાઇઝોન્ટ RBC માં પ્રવેશે છે
  4. સિગ્નેટ રિંગ નિર્માણ થાય છે .

24) ન્યુમોનિયા રોગનું ચિહ્ન 

  1. શ્વાસોચ્છવાસમાં દર્દ
  2. યકૃતનો દુઃખાવો
  3. આંતરડાંમાં બળતરા
  4. કબજિયાત 

25) રસીનો ઉપયોગ કરવાથી કયા રોગનું નિયંત્રણ થઈ શકે 

  1. પોલિયો
  2. ટિટેનસ
  3. ડિક્વેરિયા
  4. ( 1 ) , ( 2 ) અને ( 3 ) ત્રણેય 

ANSWER KEY 

01  -1  02  -3  03  -3  04  -4  05  -1  06  -2  07  -2  08  -2  09  -3  10  -2 
11  -3 12  -1 13  -4 14  -4 15  -3 16  -4 17  -2 18  -4 19  -1 20  -1 21  -3 22  -2
23  -1 24  -1 25  -4
======================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please do not enter any spam link or word in the comment box

Top Post Ad

Below Post Ad