NEET Biology Concept Material
NEET Biology Examination
NEET Biology Tips
NEET Biology Study Material
Board Exam Most IMP theory
નમસ્તે મિત્રો તમે પ્રકરણ 5 ના 2,3 અને 4 માર્કની થિયરી ના પ્રશ્નો વાંચ્યા હશે તમને ખુબ સારી મદદ મળી હશે પ્રશ્નો તૈયાર કરવામાં તો એવીજ રીતે આજે પ્રકરણ 6 - જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય છે એમાંથી 2,3 અને 4 માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
2 માર્કસ ની થિયરી
1. DNA ની બંને શૃંખલાઓ ની ધ્રુવતા વિશે નોંધ લખો
- બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે છે.
- એટલે કે એક શૃંખલાની ધ્રુવતા 5'થી 3' તરફ હોય
- તો બીજી શૃંખલાની ધ્રુવતા 3' થી 5' તરફ હોય છે
2. પ્રમોટર એટલે શું અને તે DNA પર ક્યાં સ્થાન પર આવેલ હોય છે અને તેનું કાર્ય જણાવો
- પ્રમોટર સ્થાન બંધારણીય જનીનના 5 ' તરફ આવેલું છે (એટલે કે કોડિંગ શૃંખલાની ધ્રુવીયતાને આધારે)
- RNA પોલિમરેઝ ઉત્સચકની મદદથી DNA શૃંખલા તેને જોડવા માટેનું સ્થાન પૂરું પાડે છે અને પ્રમોટરની હાજરીને કારણે DNA શૃંખલાઓ પૈકી ટેમ્પ્લેટ શૃંખલા અને કોડિંગ શૃંખલા નક્કી થાય છે.
- તેનાં સ્થાનમાં ફેરફાર થતાં સમગ્ર એકમ ઊલટું થાય છે.
- એટલે કે ટેમ્પ્લેટ શૃંખલા એ કોડિંગ શૃંખલા તરીકે વર્તે છે અને કોડિંગ શૃંખલા એ ટેમ્પ્લેટ શૃંખલા તરીકે વર્તે છે.
3. પ્રત્યાન્કન મા સમાપ્તિ સ્થાન નું મહત્વ લખો
- સમાપ્તિ સ્થાન એ 3 ' તરફ હોય છે
- જે કોડિંગ શૃંખલાને અનુલક્ષી હોય છે
- અને તે પ્રત્યાંકન પ્રક્રિયાની સમાપ્તિ દર્શાવે છે
- કેટલીક વાર સમાપ્તિ સ્થાન એ પ્રમોટર દિશામાં હોય છે
4. સીસ્ટ્રોન વિશે ટૂંકમાં માહિતી આપો
- સિસ્ટ્રોન પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલો DNA નો એ ખંડ છે
- જે પોલિપેપ્ટાઈડનું પ્રત્યાંકન કરે છે.
- તે મોનોસિસ્ટ્રોનિક ( મોટા ભાગે સુકોષકેન્દ્રીમાં ) અથવા પોલિસિસ્ટ્રોનિક (મોટા ભાગે બેક્ટેરિયા અથવા આદિ - કોષકેન્દ્રીમાં હોઈ શકે છે.
- સુકોષકેન્દ્રીમાં મોનોસિસ્ટ્રોનિક બંધારણીય જનીન જોવા મળે છે જેમાં વિક્ષેપિત શૃંખલા જોવા મળે છે
5. શબ્દો સમજાવો યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન
- લાક્ષણિક કોષકેન્દ્રમાં ક્રોમેટિનનો કેટલોક વિસ્તાર શિથિલ રીતે ગોઠવાય છે. (આછો અભિરંજિત) જેને ‘ યુક્રોમેટિન ' કહે છે
- યુક્રોમેટિન પ્રત્યાંકન માટે સક્રિય કોમેટિન છે
- જે ગાઢ રીતે ગોઠવાયેલા હોય અને ઘેરા રંગથી અભિરંજિત થતા હોય તેને ‘ હિટ્રોક્રોમેટિન ' કહે છે .
- હિટ્રોક્રોમેટિન નિષ્ક્રિય છે.
6. ન્યુક્લીઓઝોમ ની નામનિર્દેશીત આકૃતિ દોરો
- આ પ્રણાલીમાં બે મહત્ત્વપૂર્ણ રીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે
- પ્રથમ પ્રયાસ એ બધા જનીનો જે RNA ના સ્વરૂપમાં વ્યક્ત થાય છે તેના વિશે ધ્યાન આપવું જેને એક્સપ્રેસ્ડ સિક્વન્સ ટેગ્સ કહે છે
- બીજો પ્રયાસ એ છે કે જનીનમાં જોવા મળતા બધા જીનોમના કોડિંગ અને નોન - કોડિંગ અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરી તેનાં કાર્યોને નિર્ધારિત કરવાનો છે જેને સિક્વન્સ એનોટેશન કહે છે.
8. કયો અણુ જનીનદ્રવ્ય તરીકે વર્તી શકે અથવા ક્યાં માપદંડો સંતોષતો હોય તે જ અણુ જનીનદ્રવ્ય દ્રવ્ય તરીકે વર્તી શકે
- તે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવામાં સક્ષમ હોવો જોઈએ
- તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ
- ઉદર્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો માટેની તક પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ
- મૅન્ડેલિયન લક્ષણો'નાં રૂપમાં તે પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ.
9. પ્રતયાંકન એકમની રેખાંકિત સંરચના દોરો
10. DNA ની બંને શૃંખલાઓ વચ્ચે લગભગ સમાન અંતર જળવાઈ રહે છે સમજાવો
- બંને શૃંખલાના બેઇઝ એકબીજા સાથે હાઇડ્રૉજન - બંધ ( H- બંધ ) દ્વારા જોડાઈને બેઇઝ જોડ બનાવે છે.
- વિરુદ્ધ શૃંખલાઓના એડેનીન અને થાયમીન એકબીજા સાથે બે હાઇડ્રોજન બંધથી જોડાય છે.
- એવી જ રીતે ગ્વાનીન અને સાઇટોસિન ત્રણ H- બંધ વડે જોડાયેલા રહે છે.
- જેના ફળસ્વરૂપે પ્યુરિનની સામે હંમેશાં પિરિમિડિન આવે છે.
- તેનાથી કુંતલની બંને શૃંખલાઓ વચ્ચે લગભગ સમાન અંતર જળવાઈ રહે છે
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા 3 અને 4 માર્ક્સની થિયરી ના પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે
========================================
Excellent work sir...🙏🙏
ReplyDeletePlease do not enter any spam link or word in the comment box