NEET Biology Concept Material
NEET Biology Examination
NEET Biology Tips
NEET Biology Study Material
Board Exam Most IMP theory
નમસ્તે મિત્રો તમે પ્રકરણ 5 ના 3 માર્કની થિયરી ના પ્રશ્નો વાંચ્યા હશે તમને ખુબ સારી મદદ મળી હશે પ્રશ્નો તૈયાર કરવામાં તો એવીજ રીતે આજે પ્રકરણ 5 - આનુવંશીક્તા અને ભિન્નતા ના સિદ્ધાંતો જે બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો છે એમાંથી 4 માર્ક્સની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
4 માર્કસ ની થિયરી
1. પ્રભાવિતાનું સ્પષ્ટીકરણ કરો
- જનીનમાં વિશિષ્ટ લક્ષણને અભિવ્યક્ત કરવા માટેની માહિતી રહેલી હોય છે
- દ્વિકીય સજીવોમાં એલેલના જોડ સ્વરૂપે પ્રત્યેક જનીનની બે નકલ હોય છે
- એ આવશ્યક નથી કે એલેલની જોડ હંમેશાં એ ક જેવી જ હોય
- જેમકે વિષમયુગ્મી . તેમાંથી એક એલેલની ભિન્નતાનું કારણ તેમાં આવેલાં પરિવર્તન હોઈ શકે છે
- જે એલેલમાં ચોક્કસ માહિતીને રૂપાંતરિત કરે છે
- ઉદાહરણ તરીકે , એક એવા જનીનને લેવામાં આવે કે જેમાં એક ઉન્સેચક બનાવવાની માહિતી હોય
- આ જનીનના બંને પ્રતિરૂપો તેના બે એલેલ સ્વરૂપો છે
- માની લઈએ કે તે સામાન્ય એલેલ એવો સામાન્ય ઉન્સેચક ઉત્પન્ન કરે છે (જે મોટા ભાગે સંભવ છે) જે એક પ્રક્રિયાથી ' S ' ના રૂપાંતરણ માટે આવશ્યક છે.
- રૂપાંતરિત એલેલ સૈદ્ધાંતિક રીતે નીચેનામાંના કોઈના ઉત્પાદન માટે જવાબદાર હોઈ શકે છે
- સામાન્ય ઉત્સુચક ઓછી ક્રિયાશીલતાવાળો ઉન્સેચક , અથવા
- બિનકાર્યક્ષમ ઉન્સેચક અથવા
- કોઈ જ ઉત્સુચક નથી
- પહેલા કિસ્સામાં રૂપાંતરિત એલેલ એ અરૂપાંતરિત એલેલના સમાન છે
- એટલે કે તે એક જ સ્વરૂપ પ્રકાર સર્જશે તેના પરિણામ સ્વરૂપે પ્રક્રિયાથી S ' નું રૂપાંતરણ થશે.
- આ પ્રકારના એલેલની જોડ ખૂબ જ સામાન્ય છે.
- પણ એલેલ જો બિનકાર્યક્ષમ ઉન્સેચક અથવા ઉન્સેચક ઉત્પન્ન નથી કરતા તો સ્વરૂપ પ્રકાર પર અસર થઈ શકે છે
- સ્વરૂપ પ્રકાર / લક્ષણો અરૂપાંતરિત એલેલનાં કાર્ય ઉપર નિર્ભર રહે છે.
- સામાન્યતઃ અરૂપાંતરિત ( કાર્યકારી ) એલેલ જે વાસ્તવિક સ્વરૂપ પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે તે પ્રભાવી હોય છે તથા રૂપાંતરિત એલેલ મુખ્યત્વે પ્રચ્છન્ન એલેલ હોય છે
- આ ઉદાહરણમાં પ્રચ્છન્ન એલેલના અભિવ્યક્ત થવાથી ઉન્સેચક બનતો જ નથી અથવા બને તો કાર્યક્ષમ હોતો નથી .
2. મનુષ્ય માં લિંગનીશ્ચય સમજાવો
- મનુષ્યમાં લિંગ - નિશ્ચયન XY પ્રકારનું હોય છે. કુલ 23 જોડ રંગસૂત્રોમાંથી 22 જોડ નર અને માદામાં બિલકુલ એકસમાન હોય છે, જેને દૈહિક રંગસૂત્રો કહેવાય છે
- માદામાં X- રંગસૂત્રની ની એક જોડ હોય છે અને નરમાં x- રંગસૂત્ર ઉપરાંત એક Y- રંગસૂત્ર હોય છે જે નરનાં લક્ષણોને નિર્ધારિત કરે છે.
- નરમાં શુક્રકોષજનન દરમિયાન બે પ્રકારના જન્યુઓ બને છે. કુલ ઉત્પન્ન થતા શુક્રકોષમાંથી 50 % X- રંગસૂત્રયુક્ત હોય છે અને 50 % Y યુક્ત હોય છે.
- તેની સાથે દૈહિક રંગસૂત્રો તો હોય છે જ
- માદામાં માત્ર એક જ પ્રકારનો અંડકોષ બને છે, જેમાં X- રંગસૂત્ર હોય છે.
- અંડકોષમાં X અથવા Y પ્રકારનાં રંગસૂત્રોથી ફલન થવાની સંભાવના સરખી રહે છે
- જો અંડકોષનું ફલન X પ્રકારના શુક્રકોષ દ્વારા થશે તો યુગ્મનજ ( ફલિતાંડ ) માદા ( XX ) માં વિકસિત થશે અને જો Y પ્રકારના શુક્રકોષ દ્વારા ફલન થવાથી નર સંતતિ જન્મ લે છે.
- આથી સ્પષ્ટ છે કે શુક્રકોષની આનુવંશિક સંરચના જ શિશુનું લિંગ - નિશ્ચયન કરે છે ( એ પણ સ્પષ્ટ છે કે પ્રત્યેક ગર્ભાવસ્થામાં શિશુને નર અથવા માદા તરીકે વિકસવાની સંભાવના 50 % હોય છે.
3. થેલેસેમિયા વિશે સંપૂર્ણ માહિતી આપો
- થેલેસેમિય
- આ પણ એક દૈહિક - સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો રુધિરરોગ છે
- તે પિતૃઓમાંથી સંતતિમાં કે જયારે બંને પિતૃઓ બિનઅસરકારક વાહક જનીન ને વહન કરતા હોય
- આ અસર થવાનું કારણ વિકૃતિ અથવા દૂર થવું જેના આખરી પરિણામ માં હિમોગ્લોબીનના નિર્માણમાં વપરાતી ગમે તે એક હિમોગ્લોબીન નિર્માણમાં વપરાતી ગમે તે એક ગ્લોબીનની સાંકળ ( આલ્ફા અને બીટા સાંકળો ) ના સંશ્લેષણમાં ઘટાડો છે .
- આને કારણે હિમોગ્લોબીનના અસામાન્ય અણુઓ નિર્માણ પામે છે.
- જેને પરિણામે એનિમિયા થાય છે, જે રોગનું લક્ષણ છે. હિમોગ્લોબીન અણુની કઈ સાંકળ અસરકર્તા છે તેને આધારે થેલેસેમિયાનું વર્ગીકરણ કરી શકાય છે . ' આલ્ફા ' થેલેસેમિયામાં ' ગ્લોબીન સાંકળનું ઉત્પાદન અસરકર્તા છે .
- જ્યારે ' બીટા ' થેલેસેમિયામાં ‘ બીટા ' ગ્લોબીન સાંકળનું ઉત્પાદન અસરકર્તા છે
- આલ્ફા થેલેસેમિયા એ બે નજીકથી જોડાયેલા સંલગ્ન જનીનો HBAI અને IBA2 કે જે દરેક પિતૃના 16 મા રંગસૂત્ર ઉપર આવેલ છે તેના દ્વારા નિયંત્રિત હોય છે અને તે એક કે ચાર જનીનમાંથી વધુ જનીનોમાં વિકૃતિ અથવા દૂર કરવાના કારણે જોવા મળે છે .
- જેમ વધુ જનીનો અસરકતાં તેમ ( આલ્ફા ) ગ્લોબીન અણુઓનું ઉત્પાદન ઓછું .
- જયારે ' બીટા ' થેલેસેમિયા એકલ જનીન HBB કે જે દરેક પિતૃના 11 મા રંગસૂત્ર ઉપર આવેલ છે તેના દ્વારા નિયંત્રિત થાય છે અને તે એક અથવા બંને એક જનીનમાં વિકૃતિ અથવા દૂર કરવાના કારણે જોવા મળે છે.
- થેલેસેમિયા ખોટી રીતે કાર્ય કરતા ગ્લોબીનના સંશ્લેષણની માત્રાત્મક સમસ્યા છે.
5. Hbs જનીન સંબંધિત રોગ વિશે વિસ્તૃત માહિતી આપો
- સિકલ - સેલ ઍનિમિયા આ એક દૈહિક રંગસૂત્રો સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ છે જે પિતૃમાંથી સંતતિમાં ત્યારે જ પ્રવેશ કરે છે જ્યારે બંને પિતૃઓ જનીનના વાહક હોય ( અથવા વિષમયુગ્મી ).
- આ રોગનું નિયંત્રણ એક જોડ જનીન HbA અને HbS કરે છે
- રોગનાં લક્ષણો ત્રણ સંભવ જિનોટાઇપમાંથી માત્ર Hbs ( HbSHbS ) વાળા સમયુગ્મી વ્યક્તિઓમાં દેખાય છે
- વિષમયુગ્મી ( HbAHbS ) વ્યક્તિ રોગમુક્ત હોય છે. પરંતુ તે રોગના વાહક હોય છે.
- વિકૃત જેનીન સંતતિમાં ઊતરવાની સંભાવના 50 % હોય છે
- આ વિકારનું કારણ હિમોગ્લોબીન અણુની બીટા ગ્લોબિન શૃંખલાના છઠ્ઠા ક્રમમાં આવેલ એમિનોઍસિડ ગ્લુટામિક ઍસિડ ( Glu ) નું વેલાઇન ( Val ) દ્વારા દૂર થવાનું છે.
- ગ્લોબિન પ્રોટીનમાં ઍમિનોએસિડની આ બાદબાકી ગ્લોબિનના છઠ્ઠા સંકેતમાં GAG ના સ્થાને GUG દ્વારા દૂર થવાના કારણે થાય છે.
- ઓછા ઑક્સિજનની સ્થિતિમાં વિકૃત હિમોગ્લોબીન અણુમાં બહુલીકરણ થઈ જાય છે અને તાણના કારણે RBC નો દ્વિઆંતર્ગોળ આકાર બદલાઈને દાતરડાં આકારનો થઈ જાય છે
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા પ્રકારની થિયરી ના પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે
========================================
Please do not enter any spam link or word in the comment box