👉 NEET Biology Concept Material
👉 NEET Biology Examination
👉 NEET Biology Tips
👉 NEET Biology Study Material
NEET BIOLOGY ડ્રોપ લેવો એટલે શું
What is NEET Drop
મિત્રો મને ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછ્યું નીટ ડ્રોપ (NEET Drop) લેવાય કે નહીં? NEET ની પરીક્ષા માટે ડ્રોપ એટલે શું? નીટ ડ્રોપ ક્યારે લઈ શકાય? નીટ ડ્રોપ (NEET Drop) લીધા પછી કેવી રીતે પ્રિપેરેશન? કરવી તો મિત્રો હું તમારા બધા જ પ્રશ્નોના જવાબ આપીશ, અને જો બધું જ વ્યવસ્થિત ડિટેલમાં જાણવું હોય તો આખો આર્ટિકલ છેક સુધી વાંચજો જેથી દરેકે દરેક વસ્તુ તમને ખબર પડે
તો પ્રથમ પ્રશ્ન NEET ની પરીક્ષા માટે ડ્રોપ લેવો એટલે શું? જે લોકો જીવવિજ્ઞાન (BIOLOGY) વિષયમાં ભણી રહ્યા છે અને જે લોકો મેડિકલ ક્ષેત્ર (MBBS, BHMS, BAMS) વગેરે માં એડમિશન લેવા માંગે છે એમને નીટની પરીક્ષા ફરજીયાત આપવી પડે છે એ લોકો નીટની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તો એમને મેડિકલના અલગ અલગ ક્ષેત્રમાં એડમિશન મળી શકે છે. તો મિત્રો કોઈ વાર ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે પણ કેટલાક માર્ક ના કારણે ઉતીર્ણ થઇ શકતા નથી અથવા એમને એડમીશન મળતું નથી તો એવા વિદ્યાર્થીઓ ઘણીવાર એમનું આખું વર્ષ ફરીથી તૈયારી કરી અને નીટની પરીક્ષા ફરી આપે છે તો જે નીટની પરીક્ષા માટે તૈયારી કરવા માટે અથવા પરીક્ષા આપવા માટે બીજો પ્રયાસ બીજી વખત તૈયારી કરવી જેને નીટ પરીક્ષા માટે ડ્રોપ (NEET Drop) લેવો કહેવાય.
NEET ની પરીક્ષા માટે ડ્રોપ ક્યારે લઇ શકાય?
When I drop for Neet examination?
જ્યારે નીટની પરીક્ષા નું પરિણામ આવે છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં મૂંઝવણ હોય છે ફરીથી પરીક્ષા આપવી જોઇએ કે નહીં હું તમને કહી દઉં ખરેખર નીટની પરીક્ષા માટે એટલે કે મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે કેટેગરી વાઇઝ પ્રમાણે અલગ-અલગ મેરીટ લીસ્ટ હોય છે અલગ અલગ માર્ક્સ નક્કી કરેલા હોય છે અને તમે જો થોડા ઘણા માર્ક્સ માટે એડમિશન લેવાનું ચૂકી ગયા હોય એટલે કે મિત્રો 20 થી 50 માર્ક,તો મિત્રો તમને ચોક્કસ તમારા ઉપર વિશ્વાસ હોય કે તમે સરસ મજાના માર્ક ફરી લાવી શકશો અને ફરીથી તૈયારી કરવા માટે તૈયાર હો તો ફરીથી નીટની પરીક્ષા અચૂક આપવી જોઈએ એટલે કી
કયા વિધાર્થીઓ ડ્રોપ ના લેવો જોઈએ ?
જે વિદ્યાર્થીઓ 720 માર્ચ નું પેપર હોય અને એમાં 300 થી 350 આજુબાજુ હોય અથવા આનાથી ઓછા હોય તો એ વિદ્યાર્થીઓને એક વાર વિચારવું જોઈએ હું એમ નથી કહેતો એ લોકોને ફરીથી પરીક્ષા ના આપી શકે,પણ અત્યારના સમયમાં હરીફાઈ નો જમાનો છે, આવનારી બીજી વાર NEET ની પરીક્ષા માટે રિસ્ક પણ હોય શકે છે,જો ફરીથી પરીક્ષા આપશો તો એ નક્કી નથી કે આવતી વખતે પર આના જેવું જ આવશે અથવા આનાથી સહેલું આવશે અથવા ભારે આવશે જો તમારે ઓછા માર્ક આવ્યા હોય તો પોતે નક્કી કરી આપણી ક્ષમતા વિચારી નિર્ણય લેવો જોઈએ એવું નથી કે મિત્રો મેડિકલ ક્ષેત્ર એક જ અંતિમ ક્ષેત્ર છે બીજા ઘણા બધા ક્ષેત્રો છે જ્યાં તમે પ્રગતિ કરી શકો છો એટલે એવા વિદ્યાર્થીઓએ વિચારવું રહ્યું જે લોકોને પહેલા પ્રયાસમાં અત્યંત ઓછા માર્ક આવે છે પણ જો મારી જાત ઉપર વિશ્વાસ ધરાવતા હોય તમને એવું લાગતું હોય ચોક્કસ ફરીથી NEET પરીક્ષા આપી શકો છો, પણ સામે એ પણ જોવું વર્ષ બગડ્યું તો આપણી સાથે બીજા વિદ્યાર્થીઓ પણ હરીફાઈ માં જોડાઈ જશે તો એ ધ્યાનમાં રાખવું.
NEET ની પરીક્ષા માટે ડ્રોપ લીધો છે એમના માટે NEET ની તૈયારી માટે ટિપ્સ
NEET Preparation Tips For Droppers
જે વિદ્યાર્થી મિત્રો નીટની પરીક્ષા ફરી આપવા માગે છે હવે બહુ જ વિચારીને મહેનત કરવી પડશે કારણકે તમે એક વર્ષ આખું તૈયારી કરી છે તો હવે મિત્રો ફરીથી નહીં વર્ષ બગડે નહીં એ પ્રમાણે વિચારવું પડશે. એટલે મિત્રો તમે આખું વર્ષ ભણ્યા છો બધાજ ટોપિક સમજી પણ લીધા છે, તો હવે ભણ્યા કરતા પોતાની જાતે તૈયાર કરવાનું વધારે ભાર આપશો એટલે કે વાંચન માટે નો સમય વધુ માં વધુ સમય આપો જો તમે ફરીથી ટ્યુશન ક્લાસ ભણવામાં સમય બગાડશો તો ફરીથી એવુજ પરિણામ આવી શકે છે,હા તમને જે ટોપીક ન ફાવતો હોય અથવા ના આવડતું હોય તો એને ભણી શકો છો,ફરીથી પણ એવું તો નહીં જ હોય કે તમને આખો અભ્યાસ ક્રમ ભણવો પડે એટલે તમે વધારે પ્રશ્નો ની પ્રેક્ટિસ કરો,વધારેમાં વધારે વાંચન કરો તમારા બધા જ કલાક વાંચવામાં અને તૈયારી કરવામાં આપી દો કારણ કે મિત્રો હવે બધુજ સમજી ચૂક્યા છો તો હવે એની બહુ ઓછી જરૂર છે પણ તૈયારીની વધુમાં વધુ જરૂર છે તો જેટલા પણ વિદ્યાર્થીઓ ડ્રોપ લઈ ચૂક્યા છે એમની છેલ્લે કહીશ કે વાંચન ઉપર વધારે ધ્યાન આપવું, તૈયારી ઉપર વધારે ધ્યાન આપવું વધારેમાં વધારે MCQ પ્રશ્નો કરવા અને જાતે કરવા જેથી કરીને વધારેમાં વધારે અભ્યાસ થઈ શકે તો ચોક્કસ પરિણામ મળશે.
આશા છે કે તમને બધુજ સમજાઈ ચૂક્યું હશે અને હજી પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ માં પૂછી શકો છો હું એના પર આર્ટિકલ બનાવીશ.
Mail- indiabiologymanishmevada@gmail.com
Thanks sir it's very useful
ReplyDeletePlz share something about addmission prosses...
ReplyDelete👍👍👍👍👍
ReplyDeletePlease do not enter any spam link or word in the comment box