અફળદ્રુપતાના
- અફળદ્રુપતાના વર્ણન વિના માનનિક સ્વાથ્યની ચર્ચા અધૂરી છે
- ભારત સાથે વિશ્વના ઘણાં દંપતીઓ અફળદ્રુપતાથી પીડિત છે . જેઓ સમાગમ છતાં બાળક પેદા કરી શકતા નથી.
- આ માટે ઘણાં કારણો હોઈ શકે જેમ કે ભૌતિક, દવાઓ, રોગ, જન્મજાત ખોટ રોગપ્રતિકારકતા અથવા માનસિક બીમારી.
- ભારતમાં, મોટે ભાગે હંમેશાં સ્ત્રીઓને તે માટે પ્રેષિત ગણવામાં આવે છે. પણ તે સાચું નથી, સમસ્યા નર અથવા માદા સાથીમાં હોય છે.
- ઇન્ફર્ટિલિટી ક્લિનિક આવું નિદાન કરવામાં મદદ કરે છે અને આવી ખામીઓનું નિવારણ કરી દંપતીઓને બાળકપ્રાપ્તિ કરાવે છે.
- દંપતીઓને બાળકપ્રાપ્તિમાં સહાય કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ કે જેને સામાન્ય રીતે સહાયક પ્રજનન પદ્ધતિઓ (ART) તરીકે ઓળખાય છે, તેના દ્વારા કરવામાં આવે છે.
- સહાયક પ્રજનન પદ્ધતિઓ (ART) એ સામાન્ય શબ્દ છે કે જે કૃત્રિમ અથવા અર્ધકૃત્રિમ પદ્ધતિઓ દ્વારા ગર્ભ પ્રાપ્ત તેવો થાય છે.
- ઈન વિટ્રો ફલન - In vitro Fertilization (IVF)
- અંડકોષ અંતઃ અંડવાહિની સ્થાનાંતરણ - Gamet Intra Fellopian fallopian Transfer (GIFT)
- કુત્રિમ વીર્ય સેચન - Artificial Insemination (AI)
- આંતર કોષરસિય શુક્રકોષ નિક્ષેપણ - Intra Cellular Sperm Injection (ICSI)
- સૌ પ્રથમ આ પદ્ધતિ પર પ્રયોગ ડો પેટ્રુસી એ 1959 માં કર્યો હતો અને એક ભ્રુણ બનાવ્યું હતું
- આ ભ્રુણ ફક્ત 29 દિવસ જીવિત રહ્યો
- વિશ્વમાં સૌ પ્રથમ સફળ ટેસ્ટ ટ્યુબ બેબી ડો સ્ટ્રેપટો અને ડો એડવર્ડ દ્વારા બનાવામાં આવ્યું હતું
- પ્રથમ IVF બાળક નું નામ લ્યુઈસ જે બ્રાઉન જે 1978 માં બનાવવામાં હતું.
- ભારતમાં સૌ પ્રથમ સફળ ટેસ્ટ ટ્યુબ બેબી ડો સુભાસ મુખર્જી દ્વારા બનાવામાં આવ્યું હતું
- ભારતમાં પ્રથમ IVF બાળક નું નામ કાનુપ્રિયા અગ્રવાલ (દુર્ગા) 1978 માં બનાવવામાં હતું.
- તેનો અર્થ શરીરની બહાર કરાવાતું ફલન એવો થાય છે.
- જ્યારે સ્ત્રીની અંડ- વાહિની બંધ હોય ને અથવા પુરુષ અત્યંત ઓછા શુક્રકોષો ઉત્પન્ન કરતો હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે.
- ડૉક્ટર દવાઓ દ્વારા સ્ત્રીની સારવાર કરે છે
- તે દ્વારા અંડપિંડમાંથી મોટી સંખ્યામાં અંડકોષો ઉત્પન્ન કરાવે છે
- તે જ્યારે પરિપક્વ બને ત્યારે અંડકોષને સ્ત્રીમાંથી અલગ કરી, પ્રયોગ શાળામાં પેટ્રીડિશમાં પુરુષના શુક્રકોષ સાથે ફલનમાં મૂકવામાં આવે છે.
- પછી સ્વસ્થ ગર્ભને સ્ત્રીના ગર્ભાશયન માં સ્થાપિત કરવામાં આવે છે.
- IVF વધુ અસરકારક ART છે .
- ગર્ભને સ્ત્રીના ગર્ભાશય માં સ્થાપિત કરવા માટેની પદ્ધતિઓ
- ફલિતાંડ અંતઃ અંડવાહિની સ્થાનાંતરણ - Zygot Intra Fallopian Transfer (ZIFT)
- તેને ટ્યુબલ એમ્બ્રિયો ટ્રાન્સફર કહે છે
- જેમાં 8 કોષીય ભૃણને અંડવાહિનીમાં સ્થાનાંતરણ કરવામાં આવે
- અંતઃ ગર્ભાશય સ્થળાંતર - IUT - Intra Uterine ટ્રાન્સફર
- જેમાં 8 કરતા વધુ કોષો ધરાવતા ભૃણને વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે (એટલે કે 32 કોષીય ફલિતાંડ )
- આ પદ્ધતિમાં અંડકોષો અને શુક્રકોષોને સ્ત્રીની અંડવાહિનીમાં તબદીલ કરવામાં આવે છે
- આથી ફલન સ્ત્રીની અંડવાહિનીમાં થાય છે.
- જયારે શુક્રકોષ નું ઉત્પાદન ઓછું હોય છે
- શુક્રકોષો ને યોનિમાર્ગ માં દાખલ કરવામાં આવે છે
- અને જો ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે તેને IUI - Intra Uterine Insemination - અંતઃ ગર્ભાશય વીર્યસેચન કહે છે
- પ્રયોગશાળામાં શુક્રકોષોને અંડકોષમાં સીધા જ દાખલ કરવામાં આવે છે.
- ART પ્રક્રિયામાં કેટલીક વખત દાતા સ્ત્રીના અંડકોષો, દાતા પુરુષના શુક્રકોષો અથવા અગાઉથી થીજવેલા ગર્ભનો ઉપયોગ કરવામાં આવે છે . તે નીચેના કિસ્સાઓમાં કરવામાં આવે છે
- અફળદ્રુપતામાં જ્યારે સ્ત્રી અંડકોષ ઉત્પન્ન નથી કરી શકતી ત્યારે દાતા અંડકોષોનો ઉપયોગ કરવામાં આવે છે
- જ્યારે પુરુષ શુક્રકોષો ઉત્પન્ન ન કરતો હોય અથવા અપૂરતી સંખ્યા હોય કે શુક્રકોષો ચલિત ન હોય ત્યારે દાતા શુક્રકોષોનો ઉપયોગ કરાય છે
- જ્યારે પુરુષ અથવા સ્ત્રી જનીનિક રોગ ધરાવતા હોય અને ભાવિ બાળકમાં ઉતરી આવવાની શક્યતા હોય ત્યારે પણ દાતા શુક્રકોષો અથવા દાતા અંડકોષોનો ઉપયોગ કરવામાં આવે છે
- જે સ્ત્રીમાં ફલન થવું શક્ય ન હોય તેમાં દાતા ગર્ભને ગભશિયમાં તબદીલ કરવામાં આવે છે .
=========================================
Mail - indiabiologymanishmevada@gmail.com
Thanks sir 👍
ReplyDeleteExcellent and very knowledgeable sir
ReplyDeleteThank u
ReplyDeletePlease do not enter any spam link or word in the comment box