Type Here to Get Search Results !

ગર્ભનિરોધ | ગર્ભઅવરોધન | વસ્તી નિયંત્રણ | Biology | Manish Mevada

2

ગર્ભનિરોધ 

  • ગર્ભનિરોધ એટલે ગર્ભધારણ થતું અટકાવવું
  • જે ગર્ભ નિરોધક અથવા કેટલીક તકેદારી થી અટકાવી શકાય છે.
  • ગર્ભનિરોધકની કેટલીક લાક્ષણિકતાઓ
  • સરળતાથી પ્રાપ્ત હોવા જોઈએ
  • અસરકારક હોવા જોઈએ
  • તેની અસર ટૂંક સમય માટે હોવી જોઈએ અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવા હોવા જોઈએ
  • ઓછામાં ઓછી આડ અસર હોવી જોઇએ
ગર્ભઅવરોધન માટેની પદ્ધતિઓ
  • કુદરતી પદ્ધતિઓ
સામયિક સંયમ
  • આ પદ્ધતિમાં દંપતીએ ઋતુચક્રના 10 થી 17 દિવસ કે જ્યારે અંડપતન અપેક્ષિત હોય છે, ત્યારે સમાગમ થી દૂર રહેવું કે સંયમ જાળવવો
  • કારણ કે આ સમય દરમિયાન ફલનની શક્યતા સૌથી વધુ હોય છે.
  • તેટલા માટે આ સમયમાં સમાગમની સંયમિતતા, ગર્ભધારણને અટકાવે છે.
  • બાહ્ય સ્ખ્લન અથવા સંવનન અંતરાલ
  • જેમાં નર સાથી તેના શિશ્નને યોનિમાર્ગમાંથી અલન થતાં પહેલા તુરંત બહાર કાઢે છે.
  • અને વીર્યનો ત્યાગ યોનિની બહાર કરે છે.
  • દુગ્ધસ્ત્રવણ  અમનોરિયા
  • આ પદ્ધતિમાં પ્રસૂતિ બાદ તીવ્ર દૂધસાવ સમય દરમિયાન ઋતુચક્ર જોવા મળતું નથી.
  • તેટલા માટે માતા જ્યાં સુધી બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવે છે, ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ લગભગ નહિવત હોય છે.
  • આ પદ્ધતિ પ્રસૂતિ પછી મહત્તમ 6 મહિના સુધી જ કાર્યક્ષમ હોય છે.
  • આમ, આ પદ્ધતિઓમાં કોઈ જ દવાઓ અથવા સાધનોનો ઉપયોગ થતો ના આડઅસરો નહિવતું હોય છે .
વંધ્યીકરણ
  • સર્જિકલ પદ્ધતિને વંધ્યીકરણ કહે છે
  • વંધ્યીકરણ નર અથવા માદા સાથી માટે ઇચ્છનીય છે.
  • વધુ અન્ય ગર્ભધારણને અટકાવવા આ અંતિમ પદ્ધતિ છે.
  • શસ્ત્રક્રિયા જનનકોષના વહનને અટકાવે છે અને તેથી ગર્ભધારણ અટકે છે.
  • નર (પુરુષ) માં વંધ્યીકરણની પ્રક્રિયાને “ પુરુષ નસબંધી ' અને માદા ( સ્ત્રી ) માં ‘ સ્ત્રી નસબંધી ' કહે છે.
  • પુરુષ નસબંધીમાં વૃષણકોથળી ઉપર નાના કાપા દ્વારા શુક્રવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે છે અથવા બાંધવામાં આવે છે.
  • જ્યારે સ્ત્રી નસબંધીમાં ઉદરમાં નાના કાપા દ્વારા અથવા યોનિમાર્ગ દ્વારા અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં અથવા બાંધવામાં આવે આ પદ્ધતિ ખૂબ અસરકારક છે પણ તેનો ફરી ઉપયોગ નબળો છે.
IUDs (આંતરગર્ભાશય ના ઉપાય )
  • માદાના ગર્ભાશયમાં બહારનો ઘટક દાખલ કરીને પણ ગર્ભ - અવરોધકતા પ્રાપ્ત કરી શકાય છે.
  • આ ઉપાયો આંતરગર્ભાશય માટેના ઉપાયો ( IUDs ) તરીકે ઓળખાય છે
  • બિનઔષધીય અથવા મંદ IUDs
  • પ્રથમ ક્રમના IUDs ગણવામાં આવે છે.
  • જે ફક્ત અવરોધન કરી શકે છે.
  • બિનઔષધિય IUDs નું ઉદાહરણ : લિપિઝ લૂપ
  • કોપર મુક્ત કરતા IUDs
  • કૉપર IUDs નો દ્વિતીય ક્રમના IUDs માં સમાવેશ થાય છે, જે ધાતુ આયન મુક્ત કરે છે, જે તીવ્ર પ્રતિ - ફળદ્રુપતા અસર ધરાવે છે .
  • કોપર આયન શુક્રકોષોની પ્રચલન ક્ષમતમાં ઘટાડો કરે છે અને તેની ફળદ્રુપતા ઘટાડે છે
  • કૉપર મુક્ત કરતા IUDs નાં ઉદાહરણો : CUT , CU - 7 અને મલ્ટીલોડ -375 
  • અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDs
  • તૃતીય ક્રમના IUDs અંતઃસ્ત્રાવો મુક્ત કરે છે પ્રોજેસ્ટેર્સેટ જે ગર્ભાશયના અસ્તર પર સીધી સ્થાનિક અસર દર્શાવે છે.
  • અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતા IUDs એ ગર્ભાશયને ગર્ભના સ્થાપન માટે તૈયાર રાખતું નથી અને શુક્રાણુઓ માટે તે પ્રતિકૂળ બને છે.
  • અંતઃસાવ મુક્ત કરતાં IUDs : પ્રોજેસ્ટાસર્ટ , LNG - 20
  • અંતઃસાવ મુક્ત કરતા IUDs ગર્ભાશયને ગર્ભસ્થાપન માટે પ્રતિકૂળ બનાવે છે અને ગ્રીવાને શુક્રકોષ માટે અપ્રવેશ્ય બનાવે છે . 
  • IUDs શુક્રકોષોનું ઘન ભક્ષણ ઉત્તેજે છે.
  • ગર્ભધારણના વિલંબ માટે અને બે બાળકો વચ્ચે અંતર રાખવા માટે IUDs આદર્શ ઉપાય છે.
  • કુટુંબ નિયોજનની અંતઃસ્ત્રાવી પદ્ધતિ
  • અંતઃસાવી ગર્ભઅવરોધનોનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે વધુ અસરકારક ગર્ભ - અવરોધકની વચગાળાની પદ્ધતિ છે.
  • સંયોજક પીલ્સ
  • પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનને સંયુક્ત ગોળીના સ્વરૂપમાં ઓછા પ્રમાણમાં મોં વાટે લેવામાં આવે છે , જે પિલ્સ તરીકે તરીકે ઓળખાય છે.
  • પિલ્સ સાત દિવસના ઋતુસાવ સમય દરમિયાનને બાદ કરતાં , ઋતુચક્રના 5 મા દિવસથી શરૂ કરી સતત 21 દિવસ માં વાટે લેવામાં આવે છે.
  • તે અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષને અટકાવે છે અને ગ્રીવાશ્લેખને જાડું અને અપૂરતું ક્રિયાશીલ બનાવે છે અને તેથી શુક્રકોષના પ્રવેશને અટકાવે છે.
  • ઉદાહરણ તરીકે માલા -ડી
  • મીની પીલ્સ 
  • સહેલી એ ગર્ભ - અવરોધક સ્ત્રીઓ માટેની બિનસ્ટેરોઇડલ બનાવટ છે.
  • તે કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા (CDRI) લખનઉ, ભારતમાં વિકસાવાય છે.
  • તે અઠવાડિયે એક વખત લેવાની થતી ગોળી છે.
  • બીન્સ્ટરોઈડ રસાયણ સેન્ટક્રોમેન ધરાવે છે.
  • આરોપણ 
  • પ્રોજેસ્ટેરોન કે ઇસ્ટ્રોન સાથે તેને ઇન્જેક્શન વડે સ્ત્રીને આપવામાં આવે છે અથવા ચામડીમાં આરોપણ કરવામાં આવે છે
  • તેઓની ક્રિયાવિધિ દવાને મળતી આવે છે . તેઓની અસર વધુ સમય માટે હોય છે બળાત્કાર કે અસુરક્ષિત સમાગમના 72 કલાકમાં જો પ્રોજેસ્ટેરોન અથવા પ્રોજેસ્ટેરોન - ઇસ્ટ્રોજનના સંયુક્ત IUDs લેવામાં આવે , તો તે ખૂબ જ અસરકારક આપાતકાલીન ગર્ભઅવરોધક તરીકે ઉપયોગી છે .
=========================================

Mail - indiabiologymanishmevada@gmail.com

Subscribe and Follow For more knowledge of Biology

Join With Me Just Click Hear

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

2 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please do not enter any spam link or word in the comment box

Top Post Ad

Below Post Ad