Type Here to Get Search Results !

એમ્નિઓસેન્ટેસીસ | ઉલ્વજળ કસોટી | પ્રેરિત ગર્ભપાત | MTP

0

એમ્નિઓસેન્ટેસીસ | ઉલ્વજળ  કસોટી 

  • એમ્નિઓસેન્ટેસીસ એ ગર્ભજળ - કસોટી અથવા AFT ( સહાયક પ્રજનન પદ્ધતિ ) તરીકે ઓળખાય છે.
  • ગર્ભના જાતિપરીક્ષણ માટેની રંગસૂત્ર આધારિત પદ્ધતિ જે વિકાસ પામતા ભ્રૂણની આસપાસ રહેલા પ્રવાહીમાં કરવામાં આવે છે
  • જેમાં 15 ml અથવા તેનાથી ઓછું પ્રવાહી લેવામાં આવે છે.
  • અને તેમાંથી રંગસૂત્રોનો અભ્યાસ કેરીયોટાઇપ લઈને કરાય છે 
  • આ પદ્ધતિ જાતિપરીક્ષણ માટે ભારતમાં કાયદેસર પ્રતિબંધિત છે
  • આનાથી સ્ત્રીભૃણહત્યા વધતી અટકાવી શકાય.
  • આ કસોટી કેમ?
  • રંગસૂત્રીય અનિયમિતતા જે કેરીયોટાઇપ પરથી જાણી શકાય છે
  • જાતીયતા (જાતીય પરીક્ષણ) નક્કી કરવા
  • ચયાપચયિક અનિયમિતતા જાણવા
પ્રેરિત ગર્ભપાત ( MTP)
  • સ્વૈચ્છિક રીતે ગર્ભધારણને ભૂણ જીવિત થાય તે પહેલા દૂર કરવા તેને દાક્તરી ગર્ભનિકાલ ( MTP ) અથવા વિક ગર્ભપાત કહે છે
  • આશરે 45 થી 50 મિલિયન વિશ્વભરમાં દર વર્ષે થાય છે, જે કુલ ગર્ભધારણના આશરે 1/5 ભાગ જેટલું છે.
  • વસ્તીવધારો અટકાવવા માટે જવાબદરે છે, પણ તે આ હેતુ માટે નથી.
  • શું તેનો સ્વીકાર કરવો કે MTP ને કાયદેસર ગણવા માટે લાગણી, નૈતિક્તા, ધાર્મિકતા તથા સામાજિક પ્રશ્નો સંકળાયેલા હોવાથી પણ દેશોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
  • MTP નો કાયદો ભારત સરકારે 1971 માં પસાર કર્યો અને 1 એપ્રિલ , 1972 માં અમલમાં આવ્યો
  • તે સ્વાસ્ય સંભાળનો હેતુ પાર પાડવા માટે છે,જે ગેરકાયદેસર ગર્ભપાતથી થતાં માતાના મૃત્યુદરને ઘટાડે છે.
  • MTP શું છે ?
  • જો અનિચ્છનીય ગર્ભધારણ કોઈ પણ ગર્ભનવરોધકોના નિષ્ફળ જવાને પરિણામે થયું હોય કે તે બળાત્કારનું પરિણામ હોય
  • સતત ગર્ભધારણ માતાના જીવન માટે નુકસાનકારક હોય કે જન્મ લેનાર બાળકમાં ગંભીર ખોડખાંપણ હોવાનું નક્કર જોખમ હોય, તો MTP કરાવી શકાય.
  • તે ફક્ત ગર્ભધારણના 12 અઠવાડિયા સુધીમાં જ ડૉક્ટર પાસેથી કરાવવું.
  • જે પહેલો સૌથી સુરક્ષિત ગર્ભપાત માટેનો તબક્કો છે.
  • ત્યાર બાદ 20 અઠવાડિયા સુધી ગર્ભપાત કરી શકાય તે ખૂબ જ જોખમી છે.
  • મોટા ભાગના MTP ગેરકાનૂની રીતે અને બિનલાયકાત ધરાવતી વ્યક્તિઓ પાસે કરાવવામાં આવે છે, જે સલામત નથી સાથે જીવલેણ પણ છે.
  • શહેરી વિસ્તારોમાં ગર્ભની જાતિ ચકાસવા માટે અને તે વારંવાર જાતિ સ્ત્રી હોય, તો MTP કરાવવામાં આવે છે, જે સંપૂર્ણપણે વિરુદ્ધ કાર્ય છે.
  • આ ક્રિયા બાળક અને માતા બંને માટે નુકસાનકારક છે તેથી તે અવગણવું જોઈએ.
=========================================

Mail - indiabiologymanishmevada@gmail.com

Subscribe and Follow For more knowledge of Biology

Join With Me Just Click Hear

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad