જાતીય સંક્રમિત રોગો એટલે શું?
- રોગો અથવા ચેપ કે જે જાતીય સમાગમ દ્વારા વહન પામે છે, તેને સામૂહિક રીતે જાતીય રોગો (STDs) અથવા વેનેરીઅલ રોગ (મૈથુનથી થતો રોગ) અથવા પ્રજનન માર્ગમાં થતો ચેપ (RTI) કહે છે.
- ગોનારિયા , સિફિલિસ , જનનાંગીય હર્પિસ, ક્લેમીડીયાસિસ , જેન્ટીઅલ વોર્ટસ (વાઇરસથી થતો રોગ ), ટ્રાયકો મોનિએસિસ, હિપેટાઇટિસ- B અને ખૂબ જ પ્રચલિત HIV થી થતો રોગ એઇસ જેમાં HIV નો ચેપ ખૂબ જ જોખમી છે.
- આ બધાજ ઉપર આપેલા રોગો વિશે ડિટેઇલ માં આ આર્ટિકલ પછીના આર્ટિકલમાં વિસ્તૃત માહિતી આવશે જોવા વિંનંતી
- ભારતમાં STDs એ મોટી સ્વાચ્ય સમસ્યા છે.
- 20 કરતા વધુ રોગકારકો જાતીય સંપર્કથી ફેલાતા જોવા મળે છે.
- આમાંથી કેટલાક ચેપ જેમ કે હિપેટાઇટિસ- B અને HIV ઇજેક્શનની નીડલ કે સર્જિલ સાધનો વડે , રુધિરાધાન કે માતા દ્વારા ગર્ભસ્ય શિશુને લાગી શકે છે.
- આમાં હિપેટાઇટિસ- B, જનનાંગીય હર્પિસ તથા HIV ચેપને અપવાદ ગણતા બધા જ રોગો જો વહેલી તકે જાણ થાય તો યોગ્ય સારવાર વડે મટાડી શકાય છે.
- શરૂઆતનાં લક્ષણો તેઓના ખૂબ સામાન્ય હોય છે
- જેમ કે ખંજવાળ , પ્રવાહીનો સાવ થવો , નજીવો દુખાવો , સોજો વગેરે ગુપ્તાંગોમાં જોવા મળે છે . શરૂઆતમાં ચેપગ્રસ્ત સ્ત્રીમાં લક્ષણો જોવા મળતા નથી.
- તેથી તે લાંબા સમય સુધી જાણી શકાતા નથી.
- શરૂઆતના ચેપના તબક્કામાં લક્ષણો ઓછા કે ગેરહાજર હોય છે.
- તે ઉપરાંત સામાજિક લાંછનથી ગભરાઈને વ્યક્તિ રોગની તપાસ કે યોગ્ય સારવાર કરાવતી નથી, જે પછીથી મુશ્કેલી સર્જે છે.
- જેમાં પેલ્વિક ઇફ્લેમેટરી રોગ (બળતરા) ( PID ), ગર્ભપાત સ્ટીલ બર્થ, એક્ટોપિક ગર્ભાવસ્થા (ગર્ભનો વિકાસ ગર્ભાશય બહાર), અફળદ્રુપતા અથવા પ્રજનનમાર્ગના કેન્સરનો સમાવેશ થાય છે.
- STDs એ આરોગ્યપ્રદ સમાજ માટે એક મોટી સમસ્યા છે.
- તેથી રોગનો અટકાવ, રોગની વહેલી જાણ તથા રોગની સારવારના કાર્યક્રમ કરવા જોઈએ.
- આ રોગો 15-24 વર્ષની વયજૂથની વ્યક્તિઓમાં વધુ જોવા મળે છે.
- આ રોગોની સારવાર શક્ય હોવાથી ગભરાવાની જરૂર નથી.
- STDs ના રોગોનું નિદાન કારણભૂત સજીવો અને ચિહ્નો આધારિત હોય છે
- દાક્તરી પરીક્ષણ અને લક્ષણો STD ગુણ દર્શાવે છે
- આ રોગોની કેટલીક નિદાન - કસોટીઓમાં, રોગકારક સજીવોનું સંવર્ધન કરી આ સંવર્ધન દ્વારા સૂક્ષ્મજીવોને અલગ તારવી (અવલોકન કરી) અને ઓળખવામાં આવે છે
- ELISA પદ્ધતિ : વિશિષ્ટ અભિરંજ કોના ઉપયોગથી સૂક્ષ્મ પરીક્ષણ, ELISA (એન્ઝાઇમ લિંક ઇમ્યુનો એબ્સોર્બન્ટ એસે) ઍન્ટિજન ઍન્ટિબોડીની ઓળખ માટે વપરાય છે.
- ELISA પદ્ધતિમાં રોગીના રુધિરમાંથી HIV ઍન્ટિજન સામેના ઍન્ટિબોડીને શોધી શકાય છે, તે રોગકારક સજીવોની ઓળખ પ્રસ્થાપિત કરવા ઉપયોગી છે.
- DNA સંકરણ
- આ પદ્ધતિમાં રોગકારક સજીવોના જનીનિક દ્રવ્યની ટૂંકી પોલીન્યુક્લીઓટાઈડ સાંકળ વપરાય છે.
- પોલિમરેઝ ચેઇન રિએક્શન (PCR)
- આ પદ્ધતિમાં યોગ્ય પ્રાઇમરના ઉપયોગ દ્વારા રોગકારક સજીવોના જનીનના ચોક્કસ ટુકડા બેવડાવાય છે.
- STDs નો અટકાવ તમારા હાથમાં છે તેટલા માટે કોઈએ કહ્યું છે કે ‘અટકાવ એ ઇલાજ કરતાં સારો છે. '
- નીચેના સિદ્ધાંતોને અનુસરીને ચેપમુક્ત રહી શકીયે
- અજાણ્યા સાથી સાથેનો જાતીય સંબંધ ટાળો
- સંવનન દરમિયાન હંમેશાં નિરોધનો ઉપયોગ કરો.
- ક્ષોભજનક લાગતા કિસ્સામાં ડૉક્ટરનો સંપર્ક કરો અને જો રોગનું નિદાન થાય, તો તેની સારવાર કરાવો.
=========================================
Mail - indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box