વિભાગ : A
નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 2 ગુણ) (દરેકના બે ગુણ) (ગમે તે આઠ)
(16 ગુણ )
1. હીમોફીલસ ઈન્ફલ્યુએન્ઝી દ્વારા થતો રોગ અને તેના લક્ષણો લખો.
2. સ્વપ્રતિકારકતા સમજાવો.
3. ઍન્ટિબૉડી અણુની નામનિર્દેશિત આકૃતિ દોરો.
4. વ્યાખ્યા/સમજૂતી આપો : BOD
5. જૈવનિયંત્રકો શું છે ? સમજાવો.
6. ન્યૂક્લિઓ પોલીહેડ્રોવાઇરસ પ્રજાતિ હેઠળ સમાવિષ્ટ વાઇરસનું મહત્ત્વ જણાવો.
7. આધુનિક બાયોટેક્નોલૉજીના વિકાસ માટે જવાબદાર પદ્ધતિઓ જણાવો.
8. નીચે આપેલનું સંક્ષિપ્તમાં વર્ણન કરો : બાયૉરિએક્ટર
9. નીચે આપેલનું સંક્ષિપ્તમાં વર્ણન કરો : અનુપ્રવાહિત પ્રક્રિયા
10. GEAC શું છે ? તેનું કાર્ય જણાવો.
11. વૈજ્ઞાનિક કારણ આપો : Bt પ્રોટીન બેસિલસને મારી શકતું નથી.
12. પારજનીનિક બૅક્ટેરિયા શું છે? કોઈ એક ઉદાહરણ દ્વારા વર્ણન કરો.
વિભાગ : B
નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 3 ગુણ) (દરેકના ત્રણ ગુણ) (ગમે તે છ)
(18 ગુણ )
13. જન્મજાત પ્રતિકારકતા સમજાવો.
14. રસીકરણ અને પ્રતિકારકતા સમજાવો.
15. પ્રતિજૈવિક દ્રવ્યોની બનાવટમાં સૂક્ષ્મજીવોનો ફાળો જણાવો.
16. રિસ્ટ્રીક્શન ઉત્સેચકો અને તેનું નામકરણ સમજાવો.
17. જનીન દ્રવ્ય (DNA) નું અલગીકરણ સમજાવો. (આકૃતિ જરૂરી નથી.)
18. જનીન થેરાપી - સમજાવો.
19. જૈવતસ્કરી સમજાવો.
20. બંધાણી અને પરાધીનતા શું છે ? સમજાવો.
21. ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોનો ફાળો વર્ણવો.
વિભાગ : C
નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 4 ગુણ) (દરેકના ચાર ગુણ) (ગમે તે ચાર)
(16 ગુણ)
22. કેન્સર વિશે સામાન્ય માહિતી આપી કેન્સરની ગાંઠના પ્રકાર અને કેન્સર થવાનાં કારણો જણાવો.
23. જૈવ ભઠ્ઠી (બાયો રિએક્ટર)ની રચના અને કાર્યપદ્ધતિ વર્ણવો. (આકૃતિ જરૂરી નથી.)
24. પુનઃસંયોજિત DNA સાથેના રૂપાંતરણ માટે સક્ષમ યજમાન તૈયાર કરવાની વિવિધ પદ્ધતિઓ વર્ણવો.
25. જનીન દ્રવ્ય (DNA) ખંડોનું પૃથક્કરણ અને અલગીકરણ સમજાવો.
26. RNA અંતઃક્ષેપ પ્રક્રિયા સમજાવો.
27. બાયોગૅસ પ્લાન્ટ વિશે માહિતી આપો.
દરેક પ્રશ્ન નો જવાબ લખીને અને સમજીને તૈયાર કરશો તો 100% યાદ રહેશે..
Manish Mevada
Please do not enter any spam link or word in the comment box