Part: B (50 Marks)
વિભાગ : A
* નીચેના આપેલા 1 થી 12 પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો. (દરેકના બે ગુણ) (ગમે તે આઠ)
(16 ગુણ )
(1) આવૃત બીજધારીમાં મહાબીજાણુનું નિર્માણ સમજાવો.
(2) બેવડું ફલન વર્ણવો.
(3) તફાવત આપો: હોમો ઈરેકટ્સ અને હોમો સેપિયન્સ
(4) જનીનવિદ્યાના અભ્યાસ માટે ડ્રોસોફિલા (ફળમાખી) નો વિપુલ પ્રમાણમાં ઉપયોગ શા માટે થાય છે ? ચર્ચા કરો.
(5) DNA શું છે ? તેની લંબાઈ વ્યાખ્યાયિત કરી કોઈપણ ચાર સજીવોમાં DNA ની લંબાઈ જણાવો.
(6) ટૂંક નોંધ લખો : અફીણ અને તેના વ્યુત્પન્ન.
(7) ઓર્કિડ પુષ્પ અને માદા મધમાખી સાથે તેની પાંખડીની સદશ્યતા જાળવવા સહઉદ્દવિકસિત થાય છે.
(8) તફાવત આપો : ચરીય આહારશૃંખલા (GFC) અને મૃત આહારશૃંખલા (DFC)
(9) વિવિધ કાર્બનિક એસિડ અને ઈથેનોલના નિર્માણણમાં સૂક્ષ્મજીવોનું યોગદાન જણાવો.
(10) ઈનવિટ્રો ફલન સમજાવો.
(11) અતિશોષણ સમજાવો.
(12) રિસ્ટ્રિકશન ઉત્સેચકનું નામકરણ યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો.
વિભાગ : B
* નીચેના આપેલા 13 થી 21 પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો. (દરેકના ત્રણ ગુણ) (ગમે તે છ)
(18 ગુણ )
(13) બે ટ્રેન વચ્ચેના અકસ્માતમાં ઘણા બધા મુસાફરોનું મૃત્યુ થયેલ છે. તેમાના મોટાભાગના લોકો ઓળખી શકાય તેવી અવસ્થામાં નથી. અધિકારીઓ તેમના સંબંધિત સગાઓને સોપવા માગે છે. આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિનું નામ તથા તેની કાર્યપ્રણાલી જણાવો.
(14) ડાર્વિનના પસંદગીવાદના પરિપ્રેક્ષ્યમાં બેકટેરિયામાં જોવા મળતી પ્રતિજૈવિક પ્રતિકારકતાનું સ્પષ્ટીકરણ કરો.
(15) તફાવત આપો: મેનાર્કી અને મેનોપોઝ
(16) અંતઃ ગર્ભાશય ઉપાયો (IUDs) જણાવો. શા માટે તેઓ આદર્શ ગર્ભનિરોધક છે.
(17) જમીનની ફળદ્રુપતામાં જૈવિક ખાતરો કેવી રીતે વધારો કરે છે ?
(18) જનીન થેરાપી શું છે ? એડિનોસાઈન ડિએમિનેઝ (ADA) ની ઊણપ ઉદાહરણ આપીને વર્ણવો.
(19) પરિસ્થિતિકીય પિરામિડ વ્યાખ્યાયિત કરો અને સંખ્યા તથા જૈવભારના પિરામિડો ઉદાહરણ સહિત વર્ણવો.
(20) વૈશ્વિક જૈવ-વિવિધતાની માહિતી આપો.
(21) રંગઅંધતા સમજાવો.
વિભાગ : C
નીચેના આપેલા 22 થી 27 પ્રશ્નોના માગ્યા પ્રમાણે સવિસ્તાર જવાબ આપો. (દરેકના ચાર ગુણ) (ગમે તે ચાર)
(16 ગુણ)
(22) (a) માનવમાં ફલન ક્રિયા આકૃતિ સહ સમજાવો.
(b) આપણા સમાજમાં સ્ત્રીઓને ઘણીવાર પુત્રીઓને જન્મ આપવા માટે જવાબદાર ગણવામાં આવે છે. તમે સમજાવી શકો છો કે આ સાચું કેમ નથી?
(23) બહુવૈકલ્પિક કારકો એટલે શું? ABO રુધિરજૂથના ઉદાહરણ દ્વારા સમજાવો.
(24) ઓપેરોનની વ્યાખ્યા આપો. ઉદાહરણ આપીને પ્રેરક ઓપેરોનની સમજૂતી આપો.
(25) માનવ શરીરમાં દાખલ થયા બાદ રિટ્રોવાઈરસના સ્વયંજનનની પ્રક્રિયા વર્ણવો. (આકૃતિ જરૂરી)
(26) (a) સમજાવોઃ Ori
(b) વનસ્પતિઓ અને પ્રાણીઓમાં કલોનિંગ જનીનો માટેના વાહકો જણાવો.
(27) બહુરૂપકતા એટલે શું? સમજાવો.
Please do not enter any spam link or word in the comment box