વિભાગ : A
* નીચેના આપેલા 1 થી 12 પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો. (દરેકના બે ગુણ) (ગમે તે આઠ)
(16 ગુણ )
(1) ટૂંકનોંધ લખો: પ્લીઓટ્રોપી
(2) પ્રત્યાંકન એકમની રેખાંકિત સંરચના દર્શાવતી આકૃતિ દોરો.
(3) ઉદાહરણ લખો : રચનાસદ્દશ્ય અંગો અને કાર્યસદ્દશ્ય અંગો
(4) મનુષ્યમાં લિંગનિશ્ચયન સમજાવો.
(5) ટૂંકમાં સમજાવો: tRNA
(6) ઉદ્દવિકાસનો ગર્ભકીય આધાર સમજાવો.
(7) ડાઉન્સ સિન્ડ્રોમ ખામીના લક્ષણો જણાવો.
(8) HGP ના કોઈપણ ચાર લક્ષ્યાંકો લખો.
(9) પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદવિકાસનું સમર્થન દર્શાવતું ઉદાહરણ સમજાવો.
(10) જન્મજાત ચયાપચયિક ખામીનું નામ આપી સમજાવો.
(11) શબ્દ સમજાવોઃ સપ્લીસિંગ, કેપિંગ, ટેઈલિંગ
(12) મિલરના પ્રયોગની નામનિર્દેશિત આકૃતિ દોરો.
વિભાગ : B
* નીચેના આપેલા 13 થી 21 પ્રશ્નોના માગ્યા પ્રમાણે જવાબ આપો. (દરેકના ત્રણ ગુણ) (ગમે તે છ)
(18 ગુણ)
(13) મધમાખીમાં લિંગનિશ્ચયનની ઘટના ચાર્ટ દોરી સમજાવો.
(14) DNA ની બેવડી કુંતલમય રચનાની મુખ્ય ખાસિયતો જણાવો.
(15) ગ્રિફિથનો પ્રયોગ સમજાવો.
(16) દ્વિસંકરણ પ્રયોગનો માત્ર ચાર્ટ દોરી તેનું સ્વરૂપ લખો.
(17) જનીન સંકેતના ગુણધર્મો લખો.
(18) હાર્ડી–વિનબર્ગ સિદ્ધાંત સમજાવો.
(19) અપૂર્ણ પ્રભુતા યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
(20) DNA ફિંગરપ્રિન્ટમાં સમાવિષ્ટ છ તબકકા જણાવો.
(21) ટૂંકનોંધ લખો: DNA પેકેજીંગ
વિભાગ : C
નીચેના આપેલા 22 થી 29 પ્રશ્નોના માગ્યા પ્રમાણે સવિસ્તાર જવાબ આપો. (દરેકના ચાર ગુણ) (ગમે તે ચાર)
(16 ગુણ)
(22) સિકલ–સેલ એનિમિયા આકૃતિ સહિત સમજાવો.
(23) સમજાવો : હિમોફિલીયા અને થેલેસેમીયા
(24) હર્શી અને ચેઈઝનો પ્રયોગ આકૃતિ દોરી સમજાવો.
(25) m-RNA માંથી પ્રોટીન બનવાની ક્રિયા વર્ણવો.
(26) HGP ના વિશિષ્ટ લક્ષણો જણાવો. (કોઈપણ આઠ)
(27) લેક-ઓપેરોન આકૃતિ દોરી સમજાવો.
દરેક પ્રશ્ન નો જવાબ લખીને અને સમજીને તૈયાર કરશો તો 100% યાદ રહેશે..
Manish Mevada
Please do not enter any spam link or word in the comment box