Type Here to Get Search Results !

NEET TEST SERIES | STD 12 | CHAP-1,2,3,4

0

NEET TEST SERIES | STD 12 | CHAP-1,2,3,4


1. નીચેનામાંથી કેટલા વિધાન ખોટાં છે ?.

(i) પુષ્પો એ સૌંદર્યલક્ષી, સૂશોભન, સામાજીક, ધાર્મિક અને શારીરીક મૂલ્ય ધરાવે છે.
(ii) પુષ્પમાં નર અને માદા પ્રજનનાંગો - પુંકેસર અને સ્ત્રીકેસર વિભેદન પામે છે.
(iii) સ્ત્રીકેસર ધરાવતું સ્ત્રીકેસરચક્ર માદા પ્રજનન અંગનું પ્રતીનિધીત્વ કરે છે.
(iv) પુંકેસરના લાંબા અને જાડા દંડને તંતુ કહે છે.
(v) પુંકેસરનો છેડાનો ભાગ ચતુષખંડીય હોય છે .
(A) iv, v     (B) i, iv, v   (C) માત્ર iv    (D)માત્ર v

2. નીચેનામાંથી પરાગાશય ની રચના માટે કયું વિધાન ખોટું છે ?
(A) લાક્ષણીક આવૃતબીજધારીમાં પરાગાશય દ્ધિખંડીય હોય છે
(B) પરગાશયનો દરેક ખંડ બે કોટરો ધરાવે છે.
(C) પશગાશય ચાર બાજુ ધરાવની ચતુષ્કોણીય રચના છે.
(D) પરાગકોથળી એ પરગાશયની લંબાઈ અનુસરીને અનુપ્રસ્થ રીતે લંબાયેલી છે.

3. લઘુબીજાણુધાની ની રચનામાં નીચેનામાંથી કયું વાક્ય બાકી બધાં વાક્યોથી અલગ પડે છે ?
(A) લઘુબીજાણુધાની ની બાહ્ય સપાટી ગોળાકાર જોવા મળે છે.
(B) લઘુબીજાણુધાની ની ચાર સ્તરીય દીવાલ થી આવરીત છે.
(C) બહા૨ના ત્રણ સ્તરો રક્ષણ આપે છે. અને પશગાશય નું સ્ફોટન પ્રેરી પરાગરજને મુક્ત કરે છે.
(D) પોષકસ્તરના કોષો કોષરસ વીભાજન અને કોષકેન્દ્ર વીભાજન પામે છે.

4. નીચેના માંથી કેટલા વાકયો પરાગરજ માટે સુસંગત નથી?
(i) પરાગરજ ગોળાકાર હોય છે.
(ii) પરાગરજનું બહારનું શીથીલ આવરણ બાહ્યાવરણ છે જે સ્પોરોપોલેનીન નું બનેલું છે.
(iii) સ્પોરોપોલેનીન ને અવનત કરી શકે તેવા ઉત્સેચકો વિશે જાણકારી પ્રાપ્ત થઈ છે.
(iv) જનનછિદ્રો દ્વારા પરાગનલિકા નું નિર્માણ થાય છે.
(v) પરાગરજ અપરીપકપ બને છે. ત્યારે વાનસ્પતીક કોષ અને જનન કોષ ધરાવે છે .
(A) III, IV         (B) માત્ર iii,        (C) ii, iii, v     (D)  ii, iii, iv

5. વિધાન: I = પરાગરજ ઘણા લોકોમાં તીવ્ર એલર્જી અને શ્વાસવાહીકા ની યાતના પ્રેરે છે.
વિધાન: - II = આયાત કરવામાં આવેલા ઘઉંની સાથે અશુદ્ધ તરીકે ગાજર ઘાસ, પાર્થેનિયમ 
ભારત માં પ્રવેશેલ છે.

(A) વિધાન I અને II બંને સાચા
(B) વિધાન I અને II બંને ખોટા
(C) વિધાન I સાચું અને II  ખોટું
(D) વિધાન I ખોટું અને II  સાચું

6. નીચેનામાંથી પરાગરજની ઉપયોગિતા બાબતે કયું વિધાન ખોટું છે ?
(A) હાલનાં વર્ષોમાં પરાગરજની ગોળી ઓ પૂરક આહાર તરીકે ઉપયોગ માં લેવાય છે.
(B) પશ્ચિમ દેશોમાં મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો,ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજાર માં ઉપલબ્ધ છે.
(C) ઘઉં અને ચોખામાં પરાગરજ મુક્ત થયા પછીની ૩૦ મીનીટમાં જીવીતતા ગુમાવે છે.
(D) મોટી સંખ્યાની જાતીઓની પરાગરજને વર્ષો સુધી પ્રવાહી નાઈટ્રીજન (-197c) માં સંગ્રહીત કરવાનું  શક્ય છે.

7. નીચેનામાંથી કેટલા વિધાન સાચાં છે ?
(i) રોઝેશી , સોલેનેસી અને લેગ્યુમોનેસી કુળના કેટલાક સભ્યોમાં પરાગરજની  જીવીતતા મહીનાઓ સુધી જળવાય છે
(ii) વાનસ્પતીક કોષો મોટા, વિપુલ સંગ્રહીત ખોરાક અને મોટું નીય મીત આકારનું કોષકેન્દ્ર ઘરાવે છે.
(iii) જનનકોષ નાનો હોય છે અને વાનસ્પતીક કોષના કોષરસ તરે છે.
(iv) પરાગરજ ઘણા લોકોમાં તીવ્ર એલર્જી અને શ્વાસવાહીકા ની થાતના પ્રેરે છે.
(v) સ્પોરોપોલેનીન એ પરાગરજ ને નીચા તાપમાન અને જલદ એસિડ અને જલદ બેઈઝ સામે રક્ષણ આપે છે.
(A) i, iii, iv
(B) i, ii, iii, iv, v
(C) iii, iv
(D) i, ii, iii, iv

8. નીચેનામાંથી કેટલા વાક્યો સુસંગત નથી?
(i) પરગાસન, પરાગનલીકા અને બીજાશથ એ સ્ત્રીકેસરના ભાગ છે.
(ii) જરાયુ બીજાશયના પોલાણની અંદર તરફ આવેલું છે.
(iii) રાઈ, ટામેટું , પાપાવર યુકત સ્ત્રીકેસરી છે.
(iv) ઘઉં, ડાંગર, કેરી માં અંડકોની સંખ્યા બીજાશય માં એક છે.
(v) માઈકેલીયા મુક્ત સ્ત્રીકેસર નું ઉદાહરણ છે.
(vi) સ્ત્રીકેસરનો તલસ્થ ફૂલેલો ભાગ અંડાશય છે.
(vii) પરાગવાહીની પરાગાસનની નીચે આપેલ લંબાયેલો નાજુક ભાગ છે.
(A) માત્ર બે     (B) માત્ર એક   (C) માત્ર ત્રણ (D) માત્ર ચાર

9. નીચેનામાંથી માનવ પ્રજનનિક ઘટના ઓમાં શેનો સમાવેશ થતો નથી.
(A) જનનકોષો નું નિર્માણ
(B) નર અને માદા જનનકોષો નું જોડાણ
(C) યૌવનારંભ
(D) એક પણ નહિ

10. માનવમાં જોવા મળતી પ્રજનનીક ઘટનાઓ શેના બાદ જોવા મળે છે.
(A) implantation
(B) blstocyst
(C) gametogenesis
(D) puberty

11. અંડકોષોનું નિર્માણ સ્ત્રીઓમાં કેટલા વર્ષ સુધી જોવા મળે છે.
(A) 51
(B) 50
(C) 52
(D) 49

12. નર પ્રજનન તંત્ર કયા પ્રદેશમાં સ્થાન પામેલ છે.
(A) પેલ્વિસ 
(B) નિતંબ
(C) ઉદરગુહાની બહારની બાજુ
(D) A અને B

13. નર જનન કોષો( આદિ શુક્રકોષો) અર્ધીકરણની અંતે શેના નિર્માણ તરફ દોરી જાય છે.?
(A) પ્રશુક્રકોષો
(B) શુક્રકોષો
(C) પૂર્વ શુક્રકોષો
(D) A અને B

14. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
(A) ગર્ભ કોષ્ઠ કોથળી નું નિર્માણ અને વિકાસ તે માનવ પ્રાજનનીક ઘટનામાં સમાવેશિત છે.
(B) શુક્રપિંડ અંડકાર આશરે 4થી 5 cm લાંબુ અને 2થી 3cm પહોળું હોય.
(C) લેડીંગ કોષો એન્ડ્રોજન્સથી ઓળખાતા શુક્રપિંડિય અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરે છે જે રોગ પ્રતીકારકતા માટે સક્ષમ કોષો છે.
(D) એક પણ નહીં.

15. નરમાં પ્રજનન સહાયક નલિકાઓમાં શેનો સમાવેશ થતો નથી.
(A) શુક્રવાહિકા
(B) શુક્ર ઉત્પાદક નલિકા
(C) વૃષણ જાળ
(D) એક પણ નહીં

16. વિધાન : x = શુક્રવાહિકાઓ ઉપરની તરફ શુક્રવાહિની માં ખુલે છે.
વિધાન: y = જે આગળ અધિવૃષણ નલિકામાં ખુલે છે.

(A) બંને વિધાન ખોટા છે.
(B) બંને વિધાન સાચા છે.
(C) x ખોટું અને y સાચું છે.
(D) x સાચું અને y ખોટું છે.

17. નીચેનામાંથી અસંગત વિધાન જણાવો.
(A) પ્રાજનનીક સ્વાસ્થય એ પ્રાજનનીક અંગો અને તેના સામાન્ય કાર્યો સાથે સંકળાયેલ છે.
(B) WHO પ્રમાણે પ્રાજનનીક સ્વાસ્થ્યનો અર્થ પ્રજનન ના બધા જ પાસા સહિત સંપૂર્ણ સુખકારી એટલે કે શારીરિક ભાવાત્મક અને વર્તનાત્મક તથા સામાજિક સ્વાસ્થ્ય છે.
(C) ચીન દુનિયાનો પ્રથમ દેશ છે જેણે રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રાજનનીક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવા યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી.
(D) આપેલ બધા જ વિધાનો સાચા છે.

18. નીચેનામાંથી 'RCH' નું પૂર્ણ નામ.......
(A) reproductive child Healthcare
(B) reproductive children Healthcare
(C) reproductive and child Healthcare
(D) reproductive and children 
Healthcare

19. નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
(A) માનવ વસ્તીનો આંકડાકીય અભ્યાસ એટલે ડેમોગ્રાફી.
(B) નીચો IRM અને ઊંચો MMR એ વસ્તી વૃદ્ધિ ને ઘટાડે છે.
(C) ઉલ્વજળ કસોટી દ્વારા લિંગ પરીક્ષણ કરી શકાય છે.
(D) બધા જ વિધાનો અસંગત છે.

20. નીચેનામાંથી વસ્તી વૃદ્ધિ માટે જરૂરી પરિબળો કયા છે?
(i) MMR માં ઘટાડો
(ii) MMR માં વધારો
(iii) IMR માં વધારો
(iv) નાના પરિવારમાં યુગલોનો વધારો
(v) STDS નું સારું નિદાન
(A) i,ii,iii, iv, v
(B) i, iii, iv, v
(C) માત્ર ii, iii
(D) માત્ર i, iii

21.      કોલમ-I             કોલમ- II ( દુનિયાની વસ્તી)
P - વર્ષ 1900               x - 7.2 અબજ
Q - વર્ષ 2000               y- 2 અબજ
R - વર્ષ 2011                z- 6000 મિલિયન

(A) (P-x) (Q-y) (R-z)
(B) (P-y) (Q-x) (R-z)
(C) (P-y) (Q-z) (R-x)
(D) (P-x) (Q-z) (R-y)

22. IUPS ના સંદર્ભમાં અસંગત વિધાન જણાવો.
(i) IUPS - intra uterine device system.
(ii) અંતઃસ્ત્રાવો મુક્ત કરતાં IUPS માં LNG- 20  પ્રોજેસ્ટાર્ટસ નો સમાવેશ થાય છે.
(iii) IUPS નો ઉપયોગ ભારતમાં વ્યાપક રીતે સ્વીકૃત ગર્ભ નિરોધક પદ્ધતિઓ પૈકી એક છે.
(iv) IUPS સ્ત્રીના યોની પટલમાં નિષ્ણાત નર્સ કે ડોક્ટર દ્વારા ભણાવવામાં આવે છે.
(v) કોપર મુક્ત કરતા IUPS માં cut, cu7 અને માલા-D નો સમાવેશ થાય છે.
(A) i, ii, iii, iv, v
(B) માત્ર ii, iii
(C) માત્ર i, ii, iii
(D) i, ii, iv, v

23. નીચેનામાંથી 'સહેલી' માટે અસંગત વિધાન જણાવો.
(A) સહેલી એ મુખ દ્વારા લેવાતી ગર્ભ નિરોધક ગોળી છે.
(B) સહેલી એ બિનસ્ટેરોઇડ બનાવટ છે અને અઠવાડિયે એક વાર લેવામાં આવે છે.
(C) CDRI- લખનઉ ભારતના વૈજ્ઞાનિકો દ્વારા તેની શોધ કરવામાં આવી હતી.
(D) એક પણ નહીં.

24. નીચેનામાંથી નસબંધી માટે અયોગ્ય વિધાન જણાવો.
(A) તે ગર્ભ નિરોધક પદ્ધતિની અંતિમ પદ્ધતિ છે.
(B) પુરુષ નસબંધીને વાસોકઢોની જ્યારે સ્ત્રીનસબંધી ટ્યુબેકટોમી કહેવાય છે.
(C) તેની પુન: સ્થાપિતતા સરળ છે.
(D) બધા જ વિધાનો સાચા છે.

25. નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.
(A) જીવ વિજ્ઞાન ક્ષેત્રે સૌપ્રથમ આંકડાકીય પૃથ્થકરણ અને ગણિતિક તર્ક નો ઉપયોગ મેન્ડેલે કર્યો હતો.
(B) શુદ્ધ સંવર્ધન વંશકમ એટલે જે ઘણી બધી પેઢીઓ સુધી સ્વપરાગનયન ના ફળ સ્વરૂપે સ્થાયી લક્ષણો પ્રદશિત કરે.
(C) મેન્ડલે 7 જોડ શુદ્ધ સંવર્ધિત વટાણાની જાતને પસંદ કરી.
(D) એક પણ નહીં.

26. મેન્ડલના એક સંકર્ણના પ્રયોગમાં પ્રાપ્ત થયેલા પરિણામમાં માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી.
(A) પૂચ્છની પિતૃના લક્ષણોની અભિવ્યક્તિ કોઈપણ સંમિશ્રણ F2 પેઢીમાં થાય છે.
(B) F1 પેઢીમાં માત્ર એક જ પિતૃના લક્ષણોની પ્રદર્શિત થાય છે.
(C) F2 પેઢીમાં બેમાંથી એક પિતૃના લક્ષણોની જ અભિવ્યક્તિ થાય છે બીજા પિતૃના લક્ષણ અભિવ્યક્ત થતા નથી.
(D)  એક પણ નહીં.

27. કોઈ વૈજ્ઞાનિક સંકરણનો પ્રયોગ કરે છે તે વખતે પ્રયોગ દરમિયાન મેન્ડલના આનુવંશિકતાના નિયમો પૈકી કયા નિયમનું તેમાં પાલન થશે?
(A) પ્રભુતા નો નિયમ
(B) વિશ્લેષણનો નિયમ
(C) મુક્ત વેંચણી નો નિયમ
(D) આપેલ બધા જ

28. નીચેનામાંથી કેટલા વિકલ્પો સાચા છે?
(i) જો રૂપાંતરિત આપેલ બિનકાર્યક્ષમ ઉત્સેચક કરે તો સ્વરૂપ પ્રકાર પર અસર થઈ શકે છે.
(ii) એકકીય સજીવોમાં આપેલ ના જોડ સ્વરૂપે પ્રત્યેક જનીનની બે નકલ હોય છે.
(iii) બહુ વિકલ્પી કારકો ત્યારે જ કહી શકાય જ્યાં તેના બધા કારકો રંગસૂત્ર પર સમાન સ્થાને આવેલા હોય છે.
(iv) આપણે બહુ વૈકલ્પિક કારકોને એક વ્યક્તિ પરના અભ્યાસ થકી જાણી શકીએ છીએ.
(v) પ્રભુતા એ કોઈ જનીન કે તેની માહિતી ધરાવતું હોય તથા તેની નીપજનું સ્વાસ્થ્ય લક્ષણ નથી.
(A) 2
(B) 3
(C) 4
(D) 1

29. નીચેનામાંથી કયું વિધાન સાચું છે.
(A) દ્દ - વ્રીસ , કોરેન્સ અને શેરમાર્ક એ સ્વતંત્ર સ્વરૂપે લક્ષણોની આનુવંશિકતા સંબંધિત મેન્ડલના પરિણામો પર સંશોધન કર્યું.
(B) બહુવિકલ્પી કારકો ત્યારે જ કહેવાય જ્યારે તેના બધા કારકો રંગસૂત્ર પર સમાજ સ્થાને આવેલા હોય છે.
(C) મેન્ડલના મુક્ત વિશ્લેષણનો નિયમ સમજાત રંગસૂત્રો પર સ્થિત જનીનો માટે અનુરૂપ છે.
(D) બધા જ

30. મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગ દરમિયાન તેમણે ઉપયોગ લીધેલ છોડ ગોળ (x),પીળા (y) અને ખરબચડા (r) લીલા(y) છોડ વચ્ચે ફલન દરમિયાન F2 સંક્ષિપ્તમાં મળતા જનીન પ્રકારમાંથી નીચેનામાંથી કયો વિકલ્પ મેન્ડેલના પ્રયોગમાં તે સાચો કરે છે.
(A) એક સંકરીત  જનીન પ્રકાર=8
( B) દ્વિસંકરિત જનીન પ્રકાર = 4
(C) શુદ્ધ છોડના જનીન પ્રકાર = 4
(D) બધા જ

31. નીચેનામાંથી કેટલા વિધાનો સત્ય છે.
(i) પ્લીઓટ્રોપિક જનીન ના કિસ્સામાં જનીનની અસર ચયાપચયિક પાત ઉપર થાય છે જે વિવિધ જનીન સ્વરૂપો તરફ દોરી જાય.
(ii) તીતીઘોડામાં નર અને માદા માં રંગસૂત્રોની સંખ્યા સમાન હોતી નથી.
(iii) કીટકો માં XO પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે જેમાં X રંગસૂત્ર અને O રંગસૂત્ર લિંગી રંગસૂત્ર તરીકે વર્તે.
(iv) જનીનિક રંગસૂત્રીય ક્રિયા વિધિ દ્વારા પ્રારંભિક સંકેતો કીટકો પર કરવામાં આવ્યા.
(v) ફિનાઈલ કિટોન્યુરિયા રોગ થવાનું કારણ જનીનોનું ડુપ્લીકેશન છે.
(A) 2
(B) 3
(C) 1
(D) 4

32. નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે આનુવંશિકતા રંગસૂત્રીય સિદ્ધાંતની પ્રયોગાત્મક ચકાસણી કરી.
(A) મોર્ગન
(B) સટન
(C) બોવરી
(D) એક પણ નહીં

33. નીચેનામાંથી કયું વિધાન લિંકેજ માટે સત્ય છે.
(A) બે જનીનો વચ્ચેનું અંતર એ વ્યક્તિ કરણ ની ઘટના માટે સમચલનમાં જોવા મળતું નથી.
(B) નર ડ્રોસોફિલામાં પૂર્ણ સહલગ્નતા જોવા મળતી નથી.
(C) સહલગ્નતા એ સંકરણ ની સાથે સમચલનમાં જોવા મળતું નથી.
(D) એક પણ નહીં.

જવાબો 

1.B, 2.D, 3.D, 4.C, 5.A, 6.D, 7.A, 8.B, 9.C, 10.D, 11.B, 12.D, 13.B, 14.C, 15.B, 16.A, 17.D, 18.C , 19.B, 20.B, 21.C, 22. B, 23.D, 24.C, 25.D, 26.C, 27.B, 28.B, 29.B, 30.D, 31.A, 32.C, 33.A 

MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)

GUJARAT BIOLOGY NEET PLUS


Youtube -  @Gujarat Biology NEET PLUS 

                     @ Gujarat Biology Plus Manish Mevada

            @ Gujarat Biology NEET Q & A

Instagram -    @gujaratbiologyneetplus

Play store App  -  Gujarat Biology NEET PLUS

Website        - www.indiabiologyneet.com

               www.gujaratbiologyneet.com

www.manishmevada.com

BOOK             LAST DAYS FOR BOARD EXAMINATION     

                                   (2021,2022,2023,2024)  









Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad