Type Here to Get Search Results !

NEET TEST SERIES | STD 11 | Chapter 1,2,3 ( PART 3)-ટેસ્ટ 3

0

NEET TEST SERIES | STD 11 | Chapter 1,2,3 ( PART 3) | Test-3



(1)નીચેનામાંથી એક જ વર્ગમાં સમાવિષ્ટ લીલના જૂથ માટે વિકલ્પ પસંદ કરો.
(a) કારા, ફયુકસ, પોલિસાઈફોનિયા
(b) વોલ્વોકસ, સ્પાયરોગાયરા, ક્લેમિડોમોનાસ
(c) પોરફાયરા, એકટોકાર્પસ, યુલોથ્રિકસ
(d) સરગાસમ, લેમિનારિયા, ગ્રેસિલારિયા

(2) એક સંશોધન માટે વિદ્યાર્થીઓ ચોકકસ લીલ એકત્રિત કરે છે અને અભ્યાસના અંતે તારવે છે કે તેના કોષોમાં કલોરોફિલ-a & d તેમજ ફાઈકોઈરીથ્રીન બને છે તો વિદ્યાર્થીઓ આ લીલને કયા જૂથમાં વર્ગીકૃત કરશે ?
(a) રોડોફાયસી
(b) કલોરોફાયસી
(c) ફીઓફાયસી
(d) બેસિલેરિયોફાયસી

(3) વિદ્યાર્થીઓ એક સેમ્પલ માઈક્રોસ્કોપમાં અવલોકિત કરે છે જયાં તેમને જોવા મળે છે કે લીલમાં બીજાણુઓ અલિંગી પ્રજનનમાં સંકળાય છે તો આ બીજાણુ કયા હશે તે ઓળખો?
(a) ચલબીજાણુ (Zoospore)
(b) અંત:બીજાણુ (Endospore)
(c) આસ્કોસ્પોર
(d) બેસિડિયોસ્પોર

(4) દ્વિઅંગી વનસ્પતિઓમાં નર અને માદા જાતીય અંગોને શું કહે છે?
(a) મહાબીજાણુધાની અને લઘુબીજાણુધાની
(b) નર શંકુ અને માદા શંકુ
(c) પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની
(d) પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્ર

(5 ) પ્રોટોનીમા અને પર્ણમય અવસ્થા નીચેનામાંથી કોના જીવનચક્રની પ્રભાવી અવસ્થાઓ છે?
(a) મોસ
(b) ત્રિઅંગી
(c) લિવરવર્ટસ
(d) અનાવૃત બીજધારી

(6) નીચેનામાંથી કુડમલી (gammae) માટે કયા વિધાન સાચા છે તે નકકી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) તે લીવરવર્ટસમાં જોવા મળતું અલિંગી પ્રજનન માટેનું મુખ્ય બંધારણ છે.
(ii) તે લીલી, બહુકોષીય અનુ અલિંગી કલિકા છે.
(iii) તેનો વિકાસ નાની કૂપધાનીઓ કે જે કૂડમલી પ્યાલા તરીકે ઓળખાય છે તેમાં થાય છે.
(iv) તે પૃિતદેહથી છૂટી પડી અંકુરિત થઈ નવો છોડ ઉત્પન્ન કરે છે.

(a) i & ii
(b) ii & iii
(c) i, ii & iii
(d) બધા જ

(7) અન્ય વનસ્પતિ જૂથોની તુલનામાં દ્વિઅંગીની મુખ્ય વિશેષતા કઈ છે ?
(a) તે બીજાણુ ઉત્પન્ન કરે છે.
(b) તેના બીજાણુજનક જન્યુજક સાથે જોડાયેલા હોય છે.
(c) તેમાં ભ્રૂણનિર્માણ થાય છે.
(d) તે વાહકપેશીઓ ધરાવે છે.

(8) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
(a) આલ્જીન અને કેરાજીન લીલનું ઉત્પાદન છે.
(b) અગર અગર જીલેડીયમ અને ગ્રેસિલારીયામાંથી મેળવાય છે.
(c) કલોરેલા અને સ્પાઈરૂલીના અવકાશી ખોરાક તરીકે ઉપયોગ છે.
(d) ફીઓફાયસીમાં ફલોરિડીઅન સ્ટાર્ચ ખોરાકસંગ્રહીત સ્વરૂપ છે.

(9) મોસનું પરિસ્થિતિકીય દ્રષ્ટિએ મહત્વ કયું છે?
(a) તે જમીનનું ધોવાણ અટકાવે છે.
(b) તે અનુક્રમણમાં મહત્વના છે.
(c) તે વાતાવરણીય CO ને દૂર કરે છે.
(d) (a) & (b) બંને

(10) લાયકોપ્સીડા વર્ગમાં સમાવિષ્ટ વિષમ બીજાણુક ત્રિઅંગી વનસ્પતિ કઈ છે?
(a) સેલાજીનેલા
(b) સાઈલોટમ
(c) ઈકવીસેટમ
(d) પ્ટેરીસ

(11) નીચે આપેલા વિધાનોમાંથી ત્રિઅંગી માટે કેટલા વિધાન સાચા છે તે માટે વિકલ્પ પસંદ કરો.
(i) તેનો બીજાણુજનક દેહ સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત છે.
(ii) સૂક્ષ્મપર્ણી હંસરાજ અને મહાપર્ણી સેલાજીનેલા તેમાં સમાવિષ્ટ વનસ્પતિઓ છે.
(iii) સેલાજીનેલા અને સાલ્વિનિયા મહાબીજાણુ અને લઘુબીજાણુ ઉત્પન્ન કરતી વિષમબીજાણુક વનસ્પતિઓ છે.
(iv) ફયુનારિયા, પોલિટ્રીકમ અને સફેગ્નમ તેના સામાન્ય ઉદાહરણ છે.

(a) i & ii
(b) ii & iii
(c) i & iii
(d) બધા જ

(12) નીચેનામાંથી કેટલા વિધાન સાચા છે?
(i) લેમીનારિયા અને સરગાસમમાંથી વ્યાવસાયિક રીતે અગર મેળવાય છે જે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ તથા આઈસ્ક્રીમ અને જેલીની બનાવટમાં  વપરાય છે.
(ii) ફીઓફાયસીના મુખ્ય રંજકદ્રવ્યો કલોરોફીલ a, d & ફાયકોઈરીથ્રીન છે.
(iii) ત્રિઅંગીનું એક મુખ્ય લક્ષણ બીજ પ્રકૃતિનું ચિહ્ન ઉદ્દવિકાસમાં મહત્વનો તબકકો છે.
(iv) કૂડમલી લીલી, બહુકોષીય, અલિંગી કલિકા છે.

(a) i & ii
(b) il & iv
(c) i & iv
(d) iii & iv

(13) જોડકાં જોડો:
        કોલમ -I                                   કોલમ -II
(A) ફીઓફાયસી                (i) બીજાણુ વિકિરણની વિકસિત કાર્યપદ્ધતિ
(B) રોડોફાયસી                  (ii) જલવાહક અને અન્નવાહક ધરાવતી પ્રથમ સ્લજ વનસ્પતિ
(C) મોસ                          (iii) દ્વિકશાધારી ચલબીજાણુ દ્વારા અલિંગી પ્રજનન
(D) ટેરિડોફાયસી (ત્રિઅંગી) (iv) પોલિસાઈફોનિયા, પોરફાયરા, ગ્રેસિલારિયા

(a) (A-iii), (B-iv), (C-i), (D-ii)
(b) (A-iv), (B-iii), (C-i), (D-ii)
(c) (A-iv), (B-iii), (C-ii), (D-i)
(d) (A-iv), (Bi), (C-iii), (D-ii)

(14) નીચેનામાંથી સમબીજાણુ પ્રદર્શિત કરતી તમામ જાતિઓનો સમાવેશ કરતું યોગ્ય જૂથ પસંદ કરો.
(a) લાયકોપોડિયમ, સાઈલોટમ, સેલાજીનેલા, ઈકવીસેટમ
(b) ઈકવીસેટમ, પ્ટેરીસ, સાલ્વિીનીયા, સાઈલોટમ
(c) સાલ્વીનીયા, પ્ટેરીસ, લાયકોપોડિયમ, સેલાજીનેલા
(d) ઈકવીસેટમ, સાઈલોટમ, લાયકોપોડિયમ, પ્ટેરિસ

(15) પ્રોટોનીમા શું છે ?
(a) એકકીય અને મોસમાં જોવા મળે
(b) દ્વિકીય અને લીવરવર્ટમાં જોવા મળે
(c) દ્વિકીય અને ત્રિઅંગીમાં જોવા મળે
(d) એકકીય અને લીમાં જોવા મળે.

(16) પાયરેનોઈડ્સ (પ્રોભુજક) શાના બનેલા છે?
(a) પ્રોટીનેસિયસ કેન્દ્ર અને સ્ટાર્ચયુક્ત આવરણ
(b) ચરબીયુકત આવરણથી ઘેરાયેલો પ્રોટીનનો કોર
(c) સ્ટાર્ચ સભર કેન્દ્ર અને પ્રોટીનયુકત આવરણ
(d) પ્રોટીન આવરણથી ઘેરાયેલો ન્યુકિલઈક એસિડ

(17) જોડકાં જોડો:
     કોલમ -I           કોલમ - II
(A) કલોરોફાયરા        (i) ઈકવીસેટમ
(B) લાયકોપ્સીડા       (ii) કારા
(C) ફીઓફાયટા        (iii) સેલાજીનેલા
(D) સ્ફિનોપ્સીડા        (iv) એકટોકાર્પસ

(a) (A-ii), (B-iii), (C - iv), (D-i)
(b) (A-iv), (B-ii), (C-ii), (D-iii)
(c) (A-ii), (B-iii), (C-i), (D-iv)
(d) (A-iv), (B-i), (C-iii), (D-ii)

(18) પાઈનસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) તેનું પ્રકાંડ શાખિત છે.
(ii) તેનું મૂળ ફુગ સાથે સહવાસ કરી કવકમૂળ (માઈકોરાઈઝા) બનાવે છે.
(iii) તેમાં નરશંકુ અને માદાશંકુ જુદા જુદા વૃક્ષો પર ઉદ્દભવે છે. (દ્વિસદની છે.)

(a) માત્ર i સાચું છે.
(b) માત્ર ii સાચું છે.
(c) માત્ર i & ii સાચું છે.
(d) i, ii & iii સાચાં છે.

(19) જોડકાં જોડો:
               કોલમ -I                                 કોલમ - II
(A) isogamy (સમજન્યુતા)            (i) બે જન્યુઓનું જોડાણ
(B) syngamy (સંયુગ્મન)                (ii) એક જન્યુ બીજા જન્યુ કરતો મોટો
(C) Heterogamy (વિષમજન્યુતા)  (iii) બે પ્રકારના જન્યુ જયાં એક ચલિત અને બીજો અચલિત
(D) Anisogamy (અસમજન્યુતા )    (iv) બે પ્રકારના બાહ્યકીય રીતે અલગ જન્યુ
(E) Oogamy (અંડજન્યુતા)               (v) બે પ્રકારના બાહ્યકીય રીતે અસ્પષ્ટ જન્યુ

(a) (A-i), (B-ii), (C-iii), (D-iv), (E-v)
(b) (A-iv), (B-i), (C-ii), (D-iii), (E-v)
(c) (A-v), (B-i), (C-ii), (D-iv), (E - iii)
(d) (A-iii), (B-i), (C-ii), (D-iv), (E-v)

(20) અનાવૃત બીજધારી માટે સાચા વિધાનો કયા છે ?
(i) અંડક નગ્ન હોય જે ફલન પહેલાં બીજાશયની દિવાલથી ઢંકાયેલા હોતા નથી પરંતુ ફલન પછી બીજાશયની દીવાલથી ઢંકાય છે.
(ii) બધી જ જીવંત અનાવૃત બીજધારીમાં બીજાણુજનક જન્યુજનક પર પ્રભુત્વ ધરાવે છે.
(iii) તે વિષમબીજાણુક (હેટરોસ્પોરસ) છે.
(iv) નર અને માદા જન્યુજનકનું સ્વતંત્ર અસ્તિત્વ જોવા મળતું નથી.

(a) i, ii, iii
(b) i, iii, iv
(c) ii, iii, iv
(d) i, ii, iii, iv

(21) પ્રસુકાય (પ્રોથેલસ) શું છે ?
(a) એકકોષીય, મુકતજીવી, પ્રકાશસંશ્લેષી, બીજાણુજનક
(b) બહુકોષીય, પરોપજીવી, વિષમપોષી, જન્યુજનક
(c) એકકોષીય, સહજીવી, સ્વયંપોષી, બીજાણુજનક
(d) બહુકોષીય, મુકતજીવી, પ્રકાશસંશ્લેષી, જન્યુજનક

(22) નીચેનામાંથી કઈ વનસ્પતિઓનું જૂથ બીજનિર્માણ કરતું નથી ?
(a) ફયુનારિયા અને વડ
(b) ફર્ન અને ફયુનારિયા
(c) ફયુનારિયા અને પાઈનસ
(d) વડ અને કલેમિડોમોનાસ

(23) પાઈનસના બીજ ફુગના જોડાણ વગર અંકુરિત અને સ્થાપિત થઈ શકતા નથી કારણ કે.....
(a) તેના બીજમાં અવરોધકો અંકુરણ અટકાવે છે.
(b) તેનો ભ્રૂણ અપરિપકવ હોય છે.
(c) તે માઈકરાઈઝા સાથે સહજીવી સંબંધ ધરાવે છે.
(d) તે ખૂબ જ સખત બીજાવરણ ધરાવે છે.

(24) નીચેના વિધાનોને અનુરૂપ વિકલ્પ પસંદ કરો.
(i) એક કરતાં વધુ સ્ત્રીજન્યુધાની ધરાવે.
(ii) નાઈટ્રોજન સ્થાપક સાયનોબેકટેરિયા કે ફુગ સાથે સહજીવન ગુજારે.
(iii) વિષમબીજાણુક પ્રકૃતિ દર્શાવે
(iv) કોષોની સંખ્યામાં ઘટાડો પામેલ જન્યુજનકને પરાગરજ કહેવાય.

(a) દ્વિઅંગી
(b) અનાવૃત બીજધારી
(c) આવૃત બીજધારી
(d) ત્રિઅંગી

(25) આવૃત બીજધારી માટે કર્યું વિધાન સાચું નથી ?
(a) સૂક્ષ્મદર્શી વુલ્ફીયા અને ઊંચામાં ઊંચી વનસ્પતિ નીલગીરી તેમાં સમાવિષ્ટ છે.
(b) બીજ ફળ દ્વારા ઘેરાયેલા હોય.
(c) તે એકદળી અને દ્વિદળી એમ બે વર્ગોમાં વિભાજિત છે.
(d) તેમાં ભ્રૂણ નિર્માણ થતું નથી. પરંતુ પરાગનયન માત્ર પવન દ્વારા થાય છે.

(26) અસંગત જોડ શોધો.
(a) કલેમિડોમોનાસ – સૂક્ષ્મદર્શી એકકોષીય લીલ
(b) વોલ્વોકસ - વસાહતી લીલ
(c) યુલોથ્રિકસ - તંતુમય લીલ
(d) ફયુકસ - સમજન્યુક લીલ

(27) બદામી લીલ માટે સાચા વિધાનોની સંખ્યા સંદર્ભે વિકલ્પ પસંદ કરો.
(i) રંજકદ્રયો તરીકે કલોરોફીલ a, c અને ઝેન્થોફીલ, ફયુકોઝેન્થીન
(ii) લેમિનારિન અને મેનિટોલ સ્વરૂપે ખોરાકસંગ્રહ
(iii) આલ્જીનથી આવરિત સેલ્યુલોઝની કોષદીવાલ
(iv) કેન્દ્રસ્થ રસધાની
(v) પર્ણ જેવું પ્રકાશસંશ્લેષી અંગ પ્રપર્ણ (frond)
(vi) દ્રિકશાધારી નાસપતિ આકારના ચલબીજાણુ
(vii) 2, સમાન અંગ્રસ્થ કશા

(a) 5
(b) 6
(c) 7
(d) 4

(28) વિષમબીજાણુક ત્રિઅંગીનું જૂથ કયું છે?
(a) લાયકોપોડિયમ અને ઈકવીસેટમ
(b) સેલાજીનેલા અને સાલ્વીનીયા
(c) સાઈલોટમ અને ફાયલોગ્લોસમ
(d) સેલાજીનેલા અને ઈકવીસેટમ

(29) દ્વિઅંગી અને ત્રિઅંગીમાં નરજન્યુનું વહન શાના દ્વારા થાય છે ?
(a) કીટકો
(b) પક્ષીઓ
(c) પાણી
(d) પવન

(30) નીચેનામાંથી સાચું વિધાન શોધો.
(a) સાલ્વીનીયા, જિન્કો અને પાઈનસ બધી જ અનાવૃત બીજધારી છે.
(b) સિકવોયા એકમાત્ર ઊંચામાં ઊંચી વનસ્પતિ છે.
(c) અનાવૃત બીજધારીના પર્ણો બાહ્ય પર્યાવરણીય સ્થિતિ સામે ટકી રહેવા અનુકૂલિત થયેલા નથી.
(d) અનાવૃત બીજધારી સમબીજાણુક અને વિષમબીજાણુક બંને પ્રકારની છે.

જવાબો 

1.B, 2.A, 3.A, 4.C, 5.A, 6.D, 7.B, 8.D, 9.D, 10.A, 11.C, 12.B, 13.A, 14.D, 15.A, 16.A, 17.A, 18.C , 19.C, 20.C, 21.D, 22. B, 23.C, 24.B, 25.D, 26.D, 27.B, 28.B, 29.C, 30.B 

MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)

GUJARAT BIOLOGY NEET PLUS


Youtube -  @Gujarat Biology NEET PLUS 

                     @ Gujarat Biology Plus Manish Mevada

            @ Gujarat Biology NEET Q & A

Instagram -    @gujaratbiologyneetplus

Play store App  -  Gujarat Biology NEET PLUS

Website        - www.indiabiologyneet.com

               www.gujaratbiologyneet.com

www.manishmevada.com

BOOK             LAST DAYS FOR BOARD EXAMINATION     

                                   (2021,2022,2023,2024)  








Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad