NEET TEST SERIES | STD 11 | Chapter 1,2,3 ( PART 2) | Test-2
(1) જોડકાં જોડોઃ
કોલમ -I કોલમ - II(A) અમીબાસમ પ્રોટોઝુઓન્સ (i) પેરામિશિયમ
(B) પમધારી પ્રોટોઝુઓન્સ (ii) પ્લાઝમોડિયમ
(C) કશાધારી પ્રોટોઝુઓન્સ (iii) અમીબા
(D) બીજાણુધારી પ્રોટોઝુઓન્સ (iv) ટ્રાયપેનોસોમા
(a) (A-i), (B-iii), (Civ), (D-ii)
(b) (A-ii), (Bi), (C-ii), (D-iv)
(c) (A-iii), (B-i), (C-iv), (D-ii)
(d) (A-iii), (B-iv), (C-i), (D-ii)
(2) રાઈ પર પરોપજીવી તરીકે વસવાટ કરતી ફુગ કઈ છે?
(a) આબ્લ્યુગો
(b) પકિસનિયા
(c) યીસ્ટ
(d) યુસ્ટીલાગો
(3) જોડકાં જોડો :
કોલમ -I કોલમ - II
(A) રાતા ડાયનોફલેજેલેટ્સ (i) રાઈઝોપસ
(B) બ્રેડ અને બીયર બનાવવા ઉપયોગી એકકોષીય ફૂગ (ii) ગોનિયોલેસ
(C) એન્ટિબાયોટિકસનો સ્ત્રોત (iii) યીસ્ટ
(D) બ્રેડ મોલ્ડ (iv) પેનિસીલીયમ
(a) (A-iii), (B-ii), (C-i), (D-iv)
(b) (A-ii), (B-iii), (Ci), (D-iv)
(c) (A-ii), (Biii), (C- iv), (D-i)
(d) (A-ii), (B-iv), (C-iii), (D-i)
(4) 'X' એટલી મોટી સંખ્યામાં પ્રજનન કરે છે કે જેથી લાલ ભરતી પેદા થાય છે અને 'Z' જેવા દરિયાઈ પ્રાણીઓને મારી નાખે છે તથા X એ Y જૂથનું છે તો X, Y & Z ને ઓળખો.
(a) X = પેરામિશિયિમ, Y = પ્રોટોઝુઆ, Z = મગર
(b) X = ગોનિયોલેકસ, Y = ડાયનોફલેજેલેટ્સ, Z = માછલી
(c)X = ટ્રાઈપેનોસોમા, Y = પ્રોટોઝુઆ, Z = દેડકો
(d) X = પ્લાઝમોડિયમ, Y = યુગ્લીનોઈડ્સ, Z = ઓઈસ્ટર
(5) દ્વિકોષકેન્દ્રીકરણ સ્થિતિ કઈ ફૂગનું લક્ષણ છે ?
(a) આસ્કોમાયસેટીસ અને બેસિડિયોમાયસેટીસ
(b) ફાયકોમાયસેટીસ અને બેસિડિયોમાયસેટીસ
(c) આસ્કોમાયસેટીસ અને ફાયકોમાયસેટીસ
(d) ફાયકોમાયસેટીસ અને ઝાયગોમાયસેટીસ
(6) નીચેના વિધાનો વાંચી ફૂગનો સાચો વર્ગ ઓળખો.
(i) ભાગ્યેજ એકકોષીય તથા મુખ્યત્વે બહુકોષીય
(ii) કવકજાળ શાખિત અને પડદાયુકત
(iii) કોનિડિયા (કણીબીજાણુ) કણીબીજાણુધાની ધર પર બહિજાંત રીતે ઉત્પન્ન થાય.
(iv) લિંગી બીજાણુ તરીકે ધાનીબીજાણુ (આસ્કોસ્પોર) જે અંતર્જાત રીતે ઉત્પન્ન થાય.
(v) ફળધાનીકાયને આસ્કોકાર્પ કહે છે.
(a) આલ્ગલ ફુગ
(b) સેકફૂગ
(c) બેકેટ ફૂગ
(d) અપૂર્ણ ફૂગ
(7) નીચેના વિધાનો વાંચી ફૂગનું યોગ્ય જૂથ પસંદ કરો.
(i) અવિકલ્પી પરોપજીવી તરીકે
(ii) કવકજાળ પડાદવિહીન અને બહુકોષકેન્દ્રીય
(iii) અલિંગી પ્રજનન ચલબીજાણુ (zoospore) અથવા અચલબીજાણુ (aplanospore) દ્વારા થાય.
(iv) મ્યુકર, રાઈઝોપસ અને આબ્લ્યુગો જેવા સામાન્ય ઉદાહરણો
(a) આસ્કોમાયસેટીસ
(b) ફાયકોમાયસેટીસ
(c) બેસિડિયોમાયસેટીસ
(d) ડયુટેરોમાયસેટીસ
(8) બેસિડિયોમાયસેટીસ વર્ગ માટે સાચા વિધાનો ઓળખી વિકલ્પ પસંદ કરો.
(i) તે અપૂર્ણ ફૂગ તરીકે જાણીતી છે.
(ii) પરોપજીવી તરીકે જીવન (ગેરુ અને અંગારિયો)
(iii) કવકજાળ શાખિત અને પડદાયુકત
(iv) એગેરીકસ, યુસ્ટીલાગો અને પકિસનિયા જેવા સામાન્ય સભ્યો ધરાવે
(a) i
(b) ii & iii
(c) ii, iii & iv
(d) બધા જ
(9) જોડકાં જોડોઃ
કોલમ–I કોલમ -II
(A) પકિસનિયા (i) યીસ્ટ
(B) યુસ્ટીલાગો (ii) મશરૂમ
(C) એગેરીકસ (iii) સ્મટ ફૂગ
(D) સેકેરોમાયસિસ (iv) રસ્ટ ફૂગ
(a) (A-i), (B-ii), (C-iii), (D-iv)
(b) (A-ii), (B-iii), (C- iv), (D-i)
(c) (A-iii), (B- iv), (C-i), (D-ii)
(d) (A-iv), (B-iii), (C-ii), (D-i)
(10) નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલી નથી?
(a) એનાબીના – સાયનોબેકટેરિયા
(b) અમીબા – પ્રોટોઝુઆ
(c) ગોનિયોલેકસ - ડાયનોફલેજેલેટ્સ
(d) આબ્લ્યુગો - ક્રાયસોફાઈટ્સ
(11) અસંગત જોડ કઈ છે?
(a) ડાયેટમ્સ – મહાસાગરના મુખ્ય ઉત્પાદક
(b) ડાયનોફલેજેલેટ્સ – રતાશ પડતી ભરતી અને ઓટ (રેડ ટાઈડ)
(c) સ્લાઈમ મોલ્ડ્સ – પાણીના પ્રવાહ દ્વારા બીજાણુ વિકિરણ
(d) યુગ્લીનોઈડ્સ – પ્રોટીનસભર પેલિકલ (છાદિ)
(12) જોડકાં જોડોઃ
કોલમ - I કોલમ - II
(A) ડાયેટમ્સ (i) પ્રોટીનસભર આવરણ પેલિકલ
(B) ડાયનોફલેજેલેટ્સ (ii) સિલિકાદ્રવ્યથી જડાયેલી કોષદીવાલ
(C) યુગ્લીનોઈડ્સ (iii) સાચી દીવાલ ધરાવતા બીજાણુ
(D) સ્લાઈમ મોલ્ડ્સ (iv) સેલ્યુલોઝની તકતીયુકત કોષદીવાલ
(a) (A-iii), (B-iv), (C-ii), (D-i)
(b) (A-ii), (B-iv), (C-i), (D-iii)
(c) (A-ii), (Bi), (Civ), (D-iii)
(d) (A-iv), (B-iii), (C-ii), (D-i)
(13) બેસિડિયોમાયસેટીસ માટે સાચું વિધાન કયું નથી ?
(a) કવકજાળ શાખિત અને પડદાયુકત
(b) અલિંગી બીજાણુ અને વાનસ્પતિક પ્રજનન સામાન્ય રીતે જોવા ન મળે
(c) લિંગી અંગો ગેરહાજર
(d) બેસિડિયોસ્પોર (પ્રકણીબીજાણુ) બર્હિજાત રીતે બેસિડિયમ (પ્રકણીબીજાણુધાની) માં ઉત્પન્ન થાય.
(14) જોડકાં જોડો:
કોલમ -I કોલમ - II
(A) પાશ્ચર (i) વાઈરસ નામ આપ્યું
(B) ઈવાનોવ્સકી (ii) બેકટેરિયા કરતા નાના રોગકારક દ્વારા તમાકુમાં કિર્મિર રોગ થાય
(C) બેઈજેરિનેક (iii) સંક્રમિત તમાકુના છોડનું નિષ્કર્ષણ તંદુરસ્ત છોડને ચેપ લગાડે
(D) સ્ટેનલી(iv) વાઈરસનું સ્ફટિકીકરણ કરી શકાય છે.
(a) (A-i), (B-ii), (C-iii), (D-iv)
(b) (A-ii), (B-iii), (C-iii), (D-i)
(c) (A-iii), (B-i), (C-ii), (D-iv)
(d) (A-iv), (B-iii), (C-ii), (D-i)
(15) વિરોઈડ્સ વાઈરસ કરતાં શામાં જુદો પડે છે?
(a) પ્રોટીન આવરણ સહિતનો DNA અણુ
(b) પ્રોટીન આવરણ વગરનો DNA અણુ
(c) પ્રોટીન આવરત સહિતનો RNA અણુ
(d) પ્રોટીન આવરણ વગરનો RNA અણુ
(16) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
(a) ડેસ્મિડ્સને સોનેરી લીલ કહે છે.
(b) યૂબેકટેરિયાને ફૂટ બેકટેરિયા કહે છે.
(c) પેનિસિલિયમને કોથળીમય ફૂગ કહે છે.
(d) સાયનોબેકટેરીયાને નીલહરિત લીલ કહે છે.
(17) આર્કિબેકટેરિયા યુબેકટેરિયાથી કઈ બાબતમાં જુદા પડે છે ?
(a) કોષરસપટલનું બંધારણ
(b) પોષણની પદ્ધતિ
(C) કોષનો આકાર
(d) આપેલ તમામ
(18) નીચેનામાંથી કયું વિધાન વાઈરસ માટે ખોટું છે?
(a) બધા પરોપજીવી છે.
(b) બધા helical (કુંતલીય) સમમિતિ ધરાવે છે.
(c) તે યજમાન કોષની મદદથી ન્યુકિલઈક એસિડ અને પ્રોટીનનું સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવે છે.
(d) એન્ટિબાયોટિક્સની તેના પર કોઈ અસર થતી નથી.
(19) કોષકેન્દ્રપટલ શામાં ગેરહાજર હોય છે ?
(a) પેનિસિલિયમ
(b) એગેરિકસ
(c) વોલ્વોકસ
(d) નોસ્ટોક
(20) નીચેનામાંથી ટેકસોનોમીક જૂથ સાથે કયું સંબંધિત છે તે માટે વિકલ્પ પસંદ કરો.
(a) પેરામિશિયમ અને પ્લાઝમોડિયમની સૃષ્ટિ પેનિસિલિયમની સમાન છે.
(b) લાઈકેન એ લીલ અને પ્રોટોઝુઓન્સ (પ્રજીવ) ના સહજીવનથી બનેલો સંયુકત જીવ છે.
(c) બ્રેડ અને બીયર બનાવવામાં વપરાતી યીસ્ટ ફુગ છે.
(d) નોસ્ટોક અને એનાબીના પ્રોટિસ્ટાના ઉદાહરણો છે.
(21) નીચેનામાંથી કેટલા વિધાનો સાચા છે તે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) લીવરવર્ટસ, મોસ અને ત્રિઅંગીમાં જન્યુજનક મુકતજીવી છે.
(ii) અનાવૃત બીજધારી અને કેટલીક ત્રિઅંગી (ફર્ન) વિષમબીજાણુક છે.
(iii) ફયુકસ, વોલ્વોકસ અને આબ્લ્યુગોમાં લિંગી પ્રજનન અંડજન્યુક પ્રકારનું છે.
(iv) લીવરવર્ટસમાં બીજાણુજનક લીલ કરતાં વધુ વિસ્તૃત અને વિકસિત છે.
(a) એક
(b) બે
(c) ત્રણ
(d) ચાર
(22) જાતિવિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ શાના પર આધારિત છે?
(a) વિવિધ સજીવોના બાહ્યાકારકીય લક્ષણો પર
(b) વિવિધ સજીવોના અંતઃસ્થ લક્ષણો પર
(c) વિવિધ સજીવોના દેહધાર્મિક લક્ષણો પર
(d) વિવિધ સજીવોના ઉદ્દવિકાસકીય સંબંધો પર
(23) રંગસૂત્રોની સંખ્યા, રચના અને વર્તણુંક જેવી કોપવિદ્યાકીય માહિતી શાના સંબંધિત છે?
(a) સંખ્યાકીય વર્ગીકરણવિદ્યા
(b) કોષ વર્ગીકરણવિદ્યા
(c) રસાયણ વર્ગીકરણવિદ્યા
(d) બધા જ
(24) જોડકાં જોડો:
કોલમ -I કોલમ - II
(A) કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ (i) કેટલાક બાહ્યકાર લક્ષણો પર આધારિત
(B) નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ (ii) વિવિધ સજીવોના ઉદ્દવિકાસકીય સંબંધો પર આધારિત
(C) જાતિવિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ (iii)બાહ્યાકાર અને અંતઃસ્થ લક્ષણો પર આધારિત
(a) (A-ii), (Bi), (C-iii)
(b) (Ai), (B-iii), (C-ii)
(c) (A-iii), (B-ii), (C-i)
(d) (A-i), (B-ii), (C-iii)
(25) આલ્જીન, કેરાજીન અને પ્રોટીન કઈ લીલમાંથી મેળવવામાં આવે છે?
(a) લાલ લીલ, બદામી લીલ અને હરિતલીલ
(b) બદામી લીલ, લાલ લીલ અને હરિત લીલ
(c) લાલ લીલ, હરિતલીલ અને બદામી લીલ
(d) હરિત લીલ, બદામી લીલ અને લાલ લીલ
(26) ઉજજડ ખડકો કે જમીન પર વનસ્પતિ અનુક્રમણ (સકસેસન) માં મહત્વનો ભાગ ભજવતું જૂથ કયું છે ?
(a) લીલ
(b) ત્રિઅંગી
(c) અનાવૃત બીજધારી
(d) દ્વિઅંગી
(27) નીચેનામાંથી કયું વિધાન લીલ માટે ખોટું છે?
(a) મોટાભાગની લીલ પ્રકાશસંશ્લેષી છે.
(b) લીલનું વર્ગીકરણ રંજકદ્રવ્યોના આધારે થાય છે.
(c) બધી જ લીલ તંતુમય છે.
(d) સ્પાયરોગાયરા ચલબીજાણુ (zoospore) નું ઉત્પાદન કરતા નથી.
(28) નીચેનામાંથી કયા વિધાન લીલ માટે સાચા નથી ?
(i) એક મોટો, અચલિત માદા જન્યુ અને નાના ચલિત નરજન્યુનું જોડાણ થાય તો તેને અંડજન્યુક કહે છે.
(ii) કદમાં ભિન્ન બે જન્યુઓના જોડાણને અંડજન્યુક કહે છે.
(iii) કદમાં સમાન બે જન્યુઓના જોડાણને વિષમજન્યુક કહે છે.
(iv) કલોરોફાયસી વર્ગની લીલમાં મુખ્ય રંજકદ્રવ્ય કલોરોફીલ-a અને b હોય છે તથા ખોરાકસંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે.
(v) રહોડોફાયસી વર્ગની લીલમાં મુખ્ય રંજકદ્રવ્ય કલોરોફિલ-a અને d હોય છે તથા ખોરાકસંગ્રહ મેનિટોલ સ્વરૂપે થાય છે.
(a) i & iv
(b) iii & v
(c) i & ii
(d) i & iv
(29) વિધાન : લીલનો રંગ ચળકતા લીલાથી લઈ વિવિધ શેડવાળા બદામી રંગનો હોય છે.
કારણ : બદામી લીલમાં રંગની વિવિધતા ફયુકોઝેન્થીન કે ઝેન્થોફીનોલના કારણે હોય છે.
(a) વિધાન અને કારણ બંને સાચા છે જયાં કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
(b) વિધાન અને કારણ બંને સાચા છે જયાં કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
(c) વિધાન ખોટું છે પરંતુ કારણ સાચું છે.
(d) વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
(30) અસંગત જોડ શોધો.
(a) કલોરોફાયસી – મુખ્ય રંજકદ્રવ્ય કલોરોફીલ a & b
(b) ફીઓફાયસી – સેલ્યુલોઝ અને આલ્જીનની બનેલી કોષદીવાલ
(c) રોડોફાયસી – મેનીટોલ સ્વરૂપે ખોરાકસંગ્રહ
(d) કલોરોફાયસી – સેલ્યુલોઝની બનેલી કોષદીવાલ
જવાબો
1.C, 2.A, 3.C, 4.B, 5.A, 6.B, 7.B, 8.C, 9.D, 10.D, 11.C, 12.B, 13.B, 14.A, 15.D, 16.B, 17.D, 18.B & D, 19.D, 20.C, 21.D, 22. D, 23.B, 24.B, 25.B, 26.D, 27.C, 28.B, 29.D, 30.C
MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)
GUJARAT BIOLOGY NEET PLUS
• Youtube - @Gujarat Biology NEET PLUS
@ Gujarat Biology Plus Manish Mevada
@ Gujarat Biology NEET Q & A
• Instagram - @gujaratbiologyneetplus
• Play store App - Gujarat Biology NEET PLUS
• Website - www.indiabiologyneet.com
www.gujaratbiologyneet.com
www.manishmevada.com
• BOOK LAST DAYS FOR BOARD EXAMINATION
(2021,2022,2023,2024)
Please do not enter any spam link or word in the comment box