Type Here to Get Search Results !

NEET TEST SERIES | STD 11 | Chapter 1,2,3 ( PART 1)

0

NEET TEST SERIES | STD 11 | Chapter 1,2,3 ( PART 1) 



 (1) નીચેનાં જોડકાં જોડો:

       કોલમ -I                    કોલમ - II
(1) કુળ                        (p) પોએલ્સ
(2) સમુદાય                  (q) મેન્જીફેરા
(3) જાતિ                     (г) મેરુદંડી
(4) ગોત્ર                      (s) મસ્કીડી
(5) પ્રજાતિ                  (t) એસ્ટિવમ
(a) (1-s), (2-r), (3-t), (4-p), (5-q)
(b) (1-r), (2-t), (3-p), (4-q), (5-s)
(c) (1-t), (2-p), (3-q), (4-s), (5-t)
(d) (1-p), (2-q), (3-s), (4-r), (5-t)

(2) વાઘ, સિંહ, દીપડા જેવાં પ્રાણીઓ સાથે કૂતરા કરતાં બિલાડી ઉદ્દવિકાસમાં વધારે નજીકની જાતિ ગણાય છે, કારણ કે........
(a) વાઘ સિંહ, દીપડો અને બિલાડી એક જ ગોત્ર કાર્નીવોરામાં વર્ગીકૃત છે.
(b) વાઘ સિંહ, દીપડો અને બિલાડી એક જ વર્ગ સસ્તનમાં વર્ગીકૃત છે.
(c) વાઘ સિંહ, દીપડો અને બિલાડી એક જ કુળ ફેલિડીમાં વર્ગીકૃત છે.
(d) વાઘ સિંહ, દીપડો અને બિલાડી એક જ પ્રજાતિ પેન્થેરામાં વર્ગીકૃત છે.

(3) વિધાન A: માછલીઓ ઝાલરો, મીનપક્ષ અને ભીંગડા ધરાવે છે. કારણ R: માછલીઓ વર્ગકનું સ્વરૂપ છે.
વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?
(a) A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
(b) A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
(c) A સાચું અને R ખોટું છે.
(d) A ખોટું અને R સાચું છે.

(4) સોલેનમમાં તેનો સમાવેશ થાય.
(a) મેલોન્જેના, નાયગ્રમ
(b) મેન્જીફેરા, પેન્થરા
(c) ફેલીડી, કેનીડી
(d) નાયગ્રમ, ફેલીસ

(5) સાચી જોડ શોધો. (કૂળ શ્રેણી)
(a) મસ્કા - મસ્કીડી
(b) હોમોનીડી - સસ્તન
(c) ડિપ્ટેરા - કિટક
(d) એનાકાર્ડીએસી – સેપિન્ડેલસ

(6) બટાટા, રીંગણ, પીલુડી કઈ પ્રજાતિમાં સમાવિષ્ટ છે?
(a) ટ્રિટિકમ
(b) મેન્જીફેરા
(c) હેલિએન્થસ
(d) સોલેનમ

(7) નીચેના પૈકી કઈ વનસ્પતિ સોલેનેસી કુળની નથી ?
(a) ધતૂરો
(b) રીંગણ
(c) ઘઉં
(d) પિટુનિયા

(8) નીચેનામાંથી જાતિને ઓળખો.
(a) કેનીસ
(b) પાઈસમ
(c) લીયો
(d) કાર્નીવોરા

(9) જાતિ એટલે.......
(a) ભિન્ન જનીનપ્રકાર અને સ્વરૂપપ્રકાર ધરાવતા સજીવોની વસતિ
(b) એક જ પ્રકારની પ્રજાતિ
(c) આંતરપ્રજનન કરતાં સજીવોની વસતિ
(d) એકસમાન ભૌગોલિક વિસ્તારમાં વસતા સજીવોનો સમૂહ

(10) નીચે આપેલ વર્ગો પૈકી લક્ષણોમાં સૌથી ઓછી સામ્યતા ધરાવતો વર્ગક કયો છે ?
(a) વર્ગ  
(b) ઉપવર્ગ 
(c) ગોત્ર    
(d) શ્રેણી

(11) કેરી ની શ્રેણી
(a) પોએલ્સ
(b) સેપીન્ડેલ્સ
(c) ડિપ્ટેરા
(d) પ્રાઈમેટા

(12) બિલાડીનો સમાવેશ કયા કૂળમાં થાય છે?
(a) કેનિડી
(b) હોમોનીડી
(c) મસ્કીડી
(d) ફેલીડી

(13) નીચેનાં જોડકાં જોડો:
      કોલમ -I (વર્ગક)            કોલમ - II (લાક્ષણિકતા)
(1) જાતિ      (p) પારસ્પરિક સંબંધો ધરાવતાં કુળો
(2) પ્રજાતિ    (q) ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓ
(3) શ્રેણી       (г) આંતરપ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ ઉત્પન્ન કરે છે.
(4) કુળ         (s) કુળનો સમૂહ
                    (t) સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓનો સમૂહ
(a) (1-r), (2-s), (3-p), (4-q)
(b) (1-p), (2-q), (3-r), (4-t)
(c) (1-r), (2-t), (3-s), (4-q)
(d) (1-t), (2-r), (3-s), (4-p)

(14) નીચેનામાંથી કુળને ઓળખો.
(a) પોએસી
(b) ટ્રીટીકમ
(c) કીટક
(d) સેપિન્ડેલ્સ

(15) ફેલીડી અને કેનીડી કઈ શ્રેણીમાં સમાવવામાં આવે છે?
(a) પ્રાઈમેટા
(b) મેમેલીયા
(c) ડિપ્ટેરા
(d) કાર્નીવોરા

(16) નામકરણ માટે સાચા વિધાનો કયાં?
(1) વૈજ્ઞાનિક નામ બે નામ દ્વારા આપવામાં આવે છે.
(2) પ્રજાતિનાં નામનો પહેલો અક્ષર મૂળાક્ષર (કેપીટલ) અને જાતીનું નામ સામાન્ય લિપીમાં લખવામાં આવે છે.
(3) સંશોધકનું નામ સૌથી પહેલા લખવામાં આવે છે.
(a) 1, 2, 3
(b) 1,2
(c) 2,3
(d) 3, 1

(17) વિધાન A : લિનિયસને વર્ગીકરણવિદ્યા પિતા તરીકે ઓળખવામાં આવે છે.
કારણ R: લિનિયસે સજીવોના વૈજ્ઞાનિક નામ માટે દ્વિનામી નામકરણ પદ્ધતિ વિકસાવી.
વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?
(a) A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
(b) A અને R બંને સાચાં છે, પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
(c) A સાચું અને R ખોટું છે.
(d) A ખોટું અને R સાચું છે.

(18) લિનીયસના પ્રકાશનના શીર્ષક તરીકે કયા શબ્દનું પ્રયોજન કર્યું ?
(a) Systema Naturae
(b) Systematica Naturae
(c) System of Nature
(d) Systema in Nature

(19) પદ્ધતિસરના વિજ્ઞાનના વિકાસ સાથે કોણ સંકળાયેલા છે?
(a) લિનીયસ
(b) બોઝ
(c) વ્હીટેકર
(d) અર્ન્સ્ટ માયર

(20) દ્વિનામી નામકરણ કોણે દાખલ કરી?
(a) હકસલી
(b) જહોન રે
(c) અર્ન્સ્ટ માયર
(d) લિનીયસ

(21) કયા વૈજ્ઞાનિકે વનસ્પતિઓને છોડ, ક્ષુપ અને વૃક્ષમાં તથા પ્રાણીઓને રકતકણની હાજરીવાળા અને રકતકણની ગેરહાજરીવાળા એમ બે જૂથમાં વગીકૃત કર્યા.
(a) એરિસ્ટોટલ
(b) વ્હીટેકર
(c) ઈવાનોવ્સકી
(d) સ્ટેનલી

(22) કયા બેકટેરિયા નાઈટ્રેટ, નાઈટ્રાઈટ અને એમોનિયા જેવા અકાર્બનિક પદાર્થોનું ઓકિસડેશન કરી મુકત શક્તિનો ઉપયોગ ATP ના ઉત્પાદન માટે કરે છે ?
(a) આર્કિબેકટેરિયા
(b) વિષમપોષી બેકટેરિયા
(c) પ્રકાશસંશ્લેષી સ્વયંપોષી બેકટેરિયા
(d) રસાયણસંશ્લેષી સ્વયંપોષી બેકટેરિયા

(23) નીચેના કયા લક્ષણો જે તે સૃષ્ટિ માટે સાચા છે તે નકકી કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) પ્રાણીસૃષ્ટિ – સ્વયંપોષી પોષણપદ્ધતિ
(ii) મોનેરા - કોષકેન્દ્રપટલ હાજર
(iii) પ્રોટીસ્ટા – આદિકોષકેન્દ્રી કોષ
(iv) વનસ્પતિસૃષ્ટિ - કોષદીવાલ હાજર
(a) i
(b) ii
(c) iii
(d) iv

(24) વિધાન : સાયનોબેકટેરિયા પ્રકાશસંશ્લેષી સ્વયંપોષી પોષણ પદ્ધતિ ધરાવે છે.
કારણઃ સાયનોબેકટેરિયા ઉચ્ચકક્ષાની લીલી વનસ્પતિઓ જેવું કલોરોફિલ-a અને કલોરોફિલ-b ધરાવે છે.
(a) વિધાન અને કારણ બંને સાચા છે જયાં કારણ એ વિધાનની સાચી સમજૂતી છે.
(b) વિધાન અને કારણ બંને સાચા છે જયાં કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી.
(c) વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
(d) વિધાન અને કારણ બંને ખોટાં છે.

(25) નીચેનામાંથી મિથેનોજેન્સ માટે કયું વિધાન સાચું નથી?
(a) તે આર્કિબેકટેરિયા છે.
(b) તે કળણભૂમિ (marsh area) માં વસવાટ કરે છે.
(c) તેમનો પોષણ સ્ત્રોત કાર્બન ઘટક મિથેન છે.
(d) તે ગાય, ભેંસ જેવા ચરતા પ્રાણીઓની પાચનનળીમાં જોવા મળે છે અને તેમના છાણમાંથી CH4 ના ઉત્પાદન માટે જવાબદાર છે.

(26) નીચેનામાંથી કયું વિધાન નીલહરિતલીલ અને બેકટેરિયા બંને માટે સાચું છે?
(a) બંને જારક શ્વસન દર્શાવે છે.
(b) બંને કલોરોફિલ રંજકદ્રવ્ય ધરાવે છે.
(c) બંને સાચું કોષકેન્દ્ર ધરાવતા નથી.
(d) એક પણ નહિ

(27) માયકોપ્લાઝમા માટે સાચા વિધાનોને અનુરૂપ વિકલ્પ પસંદ કરો.
(i) તે કોષદીવાલ ધરાવતા નથી.
(ii) તે નાનામાં નાનો જીવંત કોષ છે.
(iii) તે O2 ની ગેરહાજરીમાં જીવંત રહી શકે છે.
(iv) તે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રોગકારક તરીકે વર્તે છે.
(V) તે એક પ્રકારના બેકટેરિયા છે જે એક બેકટેરિયામાંથી બીજા બેકટેરિયામાં પ્રાથમિક પ્રકારના DNA ની આપલે દ્વારા લિંગી પ્રજનન કરે છે.
(a) માત્ર iii
(b) i, iii, v
(c) i, ii, iii, v
(d) બધા જ

(28) નીચેનાં લક્ષણો કયું જૂથ દર્શાવે છે ?
(i) એકકોષીય, વસાહતી, તંતુમય, ખારા કે મીઠામાં વસવાટ
(ii) વસાહતની ફરતે જીલેટીન દ્રવ્યનું આવરણ
(iii) વાતાવરણીય N2 ના સ્થાપન માટે વિશિષ્ટ કોષ અભિકોષ (હેટરોસીસ્ટ)
(iv) પ્રદૂષિત પાણીમાં બ્લૂમ (જથ્થા) સ્વરૂપ
(a) આર્કિબેકટેરિયા
(b) સાયનોબેકટેરિયા
(c) ક્રાયસોફાઈટ્સ
(d) ડાયનોફલેજેલેટ્સ

(29) નીચેનામાંથી કયા લક્ષણો ડાયેનોફલેજેલેટ્સના છે?
(i) તે દરિયાઈ, લાલ, દ્વિકશાધારી પ્રોટીસ્ટા છે.
(ii) તેમાં ગોનિયોલેકસનો સમાવેશ થાય છે.
(iii) તે રંજકદ્રવ્યોના આધારે પીળા, લીલા, બદામી, વાદળી કે રાતા રંગના દેખાય છે.
(iv) તે દ્વિકશાધારી પેલીકલથી આવરિત છે.
(v) તે મૃતોપજીવી આદિજીવ અથવા પરોપજીવી એકકોષીય સ્વરૂપો છે.
(a) ii & iii
(b) ii & v
(c) i, ii, iii
(d) ii, iv, v

(30) નીચેના લક્ષણોના આધારે પ્રોટીસ્ટાનું જૂથ નક્કી કરો.
(i) સ્થગિત પાણીમાં જોવા મળતા મીઠા પાણીના સજીવો
(ii) દેહને વાળી શકે તેવો નરમ બનાવતું પ્રોટીનમય આવરણ પેલીકલ (છાદિ)
(iii) એક ટૂંકી અને એક લાંબી એમ બે કશાની ગેરહાજરી
(iv) પ્રકાશની હાજરીમાં સ્વયંપોષી અને પ્રકાશની ગેરહાજરીમાં પરપોષી વર્તણૂંક
(v) ઉચ્ચકક્ષાની વનસ્પતિઓને એકરૂપ રંજકદ્રવ્ય
(a) પ્રોટોઝુઓન્સ
(b) ક્રાયસોફાઈટ્સ
(c) સ્લાઈમ મોલ્ડ્સ
(d) યુગ્લીનોઈડ્સ

જવાબો 

1.A, 2.C, 3.B, 4.A, 5.B & D, 6.D, 7.C, 8.C, 9.C, 10.A, 11.B, 12.D, 13.C, 14.A, 15.D, 16.B, 17.A, 18.A, 19.A, 20.D, 21.A, 22.D, 23.D, 24.C, 25.C, 26.C, 27.D, 28.B, 29.C, 30.D 

MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)

GUJARAT BIOLOGY NEET PLUS


Youtube -  @Gujarat Biology NEET PLUS 

                     @ Gujarat Biology Plus Manish Mevada

            @ Gujarat Biology NEET Q & A

Instagram   -  @gujaratbiologyneetplus

Play store App  -  Gujarat Biology NEET PLUS

Website        - www.indiabiologyneet.com

               www.gujaratbiologyneet.com

www.manishmevada.com

BOOK             LAST DAYS FOR BOARD EXAMINATION     

                                (2021,2022,2023,2024)  




Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad