Type Here to Get Search Results !

ધોરણ 11 પ્રથમ વાર્ષિક પરીક્ષા પ્રેક્ટિસ પેપર -2024

0


ધોરણ 11 પ્રથમ વાર્ષિક પરીક્ષા પ્રેક્ટિસ પેપર -2024 
પ્રકરણ -1 થી 10 કૂલ માર્ક્સ - 50 

વિભાગ : A

નીચે આપેલા પ્રશ્ન નંબર 1 થી 15 ના વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. (પ્રત્યેકનો 1 ગુણ)  [15]

(1) લીલ દ્વારા ઉત્પાદિત હાઈડ્રોકોલોઈડ્સ કયા છે?

(a) પેકટોઝ અને ડેકટ્રોઝ
(b) મેનિટોલ અને લેમિનારિન
(c) આલ્જીન અને કેરાજીન
(d) પેકિટન અને પોલિસલ્ફેટ એસ્ટર

(2) નીચે આપેલા સજીવો અને સંબંધિત લક્ષણોની સાચી જોડ ધરાવતો વિકલ્પ શોધો.

(p) પાયલા          (i) જયોતકોષો
(q) રેશમના કીડા   (ii) કંકત તકતીઓ
(г) પ્લુરોબ્રેકિઆ   (iii) રેત્રિકા 
(s) પટ્ટીકૃમિ         (iv) માલ્પિધિયન નલિકાઓ
(a) (p-iii), (q-ii), (r-i), (s-iv)
(b) (p-iii), (q-iv), (r-ii), (s-i)
(c) (p-ii), (q-iv), (r-iii), (s-i)
(d) (p-iii), (q-ii), (r-iv), (s-i)

(3) સાલ્વિયાના પુષ્પમાં કઈ વિશિષ્ટતા છે?

(a) વંધ્ય પુંકેસર
(b) પરિલગ્ન પુંકેસર
(c) પુંકેસર ડિકોટરી–ચતુષ્યંડી
(d) પુંકેસર તંતુની લંબાઈમાં વિવિધતા

(4) વિધાન : દેડકાના મગજમાંથી 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ ઉદ્દભવે છે.
કારણઃ અગ્રમગજમાં ધ્રાણપિંડ, આંતરમસ્તિષ્ક અને અનુમસ્તિષ્કનો સમાવેશ થાય છે.

(a) વિધાન અને કારણ બંને સાચાં છે. કારણ એ વિધાનની સાચી સમજૂતી દર્શાવે છે.
(b) વિધાન અને કારણ બંને સાચાં છે. કારણ એ વિધાનની સાચી સમજૂતી દર્શાવેતા નથી.
(c) વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
(d) વિધાન અને કારણ બંને ખોટાં છે.

(5) દેડકામાં મળ, મૂત્ર અને જનનકોષો એકઠા કરતું અંગ કયું છે?
(a) મૂત્રાશય
(b) મળાશય
(C) અવસારણી
(d) મૂત્રજનનનલિકા

(6) સાચી જોડ કઈ છે?

(a) હરિતકણ – 80 s રિબોઝોમ્સ
(b) કણિકામય અંતઃકોષરસજાળ - 80 s રિબોઝોમ્સ
(c) કણાભસૂત્ર – 80 s રિબોઝોમ્સ
(d) આપેલ તમામ

(7) અપૂર્ણ ફૂગ તરીકે જાણીતા વર્ગના સભ્યો કયા છે ?

(a) રાઈઝોપસ, રાઈઝોબિયમ, રાઈઝોમ
(b) કલેવિસેપસ, ઓલીટોટ્રાઈકમ, યીસ્ટ
(c) ટ્રાઈકોડર્મા, ઓલ્ટરનેરિયા, કોલીટોટ્રાઈકમ
(d) એસ્પરજીલસ, ઓલ્ટરનેરિયા, એગેરિકસ

(8) ન્યુકિલઓટાઈડના નિર્માણમાં. જોડાય છે.

(a) ન્યુકિલઓસાઈડના પાંચમાં C સાથે N-બેઈઝ 
(b) N–બેઈઝના પાંચમાં C સાથે ફોસ્ફેટ
(c) શર્કરાના પ્રથમ C સાથે N-બેઈઝ અને શર્કરાના પાંચમાં C સાથે ફોસ્ફેટ
(d) શર્કરાના પ્રથમ C સાથે N—બેઈઝ અને શર્કરાના પ્રથમ C સાથે ફોસ્ફેટ

(9) કોલમ–I અને કોલમ-II માટે સાચી જોડ દર્શાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

કોલમ-1                              કોલમ-II

(1) અંતઃકોષરસજાળ      (p) ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણ
(2) કોષકેન્દ્રિકા               (q) ATP નું સંશ્લેષણ
(3) ગોલ્ગીપ્રસાધન          (r) રિબોઝોમલ RNA નું સંશ્લેષણ
(4) કણાભસૂત્ર               (s) લિપિડનું સંશ્લેષણ

(a) (1-r), (2p), (3-q), (4-s)
(b) (1-p), (2-г), (3-q), (4-s)
(c) (1s), (2-r), (3-p), (4-q)
(d) (1-s), (2-r), (3-q), (4-р)


(10) અર્ધસૂત્રીભાજનનો પ્રારંભિક તબકકો .........

(a) લેપ્ટોટીન
(b) ડિપ્લોટીન
(c) ડાયકાઈનેસિસ
(d) ઝાયગોટીન

(11) આંબો, બટાટા, સિંહ વગેરેના વૈજ્ઞાનિક નામ આપો.

(12) યોગ્ય ઉદાહરણ સાથે શબ્દ સંક્ષિપ્તમાં સમજાવો : પ્રતંતુ

(13) અસ્થિમસ્યમાં હોય છે જે તેમને તારકતા બક્ષે છે.

(14) વિધાન સાચું છે કે ખોટું તે જણાવો: ગુલાબમાં બીજાશય ઉચ્ચસ્થ પ્રકારનું હોય છે.

(15) સ્થાન/કાર્ય: કાંજીસ્તર અથવા મંડસ્તર

વિભાગ – B


નીચે આપેલા પ્રશ્ન નંબર 16 થી 24 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. (પ્રત્યેકના 2 ગુણ) (કોઈ પણ છ) [12]

(16) વ્યાખ્યાયિત કરો અને સમજો: ગોત્ર

(17) ટૂંક નોંધ લખો: સમમિતિ

(18) તફાવત આપો: દ્વિદળી મૂળ અને એકદળી મૂળ (ત્રણ-ત્રણ મુદ્દા)

(19) આધાર (આધારોત્તક) પેશીતંત્ર વિશે નોંધ લખો.

(20) વૈજ્ઞાનિક કારણ આપોઃ કણાભસૂત્રનું કોષનું શકિતઘર કહે છે.

(21) સમભાજનનું મહત્વ સમજાવો.

(22) વિરોઈડ્સ વિશે ટૂંક નોંધ લખો.

(23) તફાવત આપો: ફિઓફાયસી અને રોડોફાયસી (ત્રણ-ત્રણ મુદ્દા)

(24) કોલેસ્ટેરોલનું બંધારણીય સૂત્ર દર્શાવો.

વિભાગ - C



નીચે આપેલા પ્રશ્ન નંબર 25 થી 32 પ્રશ્નોના માગ્યા મુદ્દાસર ઉત્તર લખો. (પ્રત્યેકના 3 ગુણ) (કોઈ પણ પાંચ) [15]

(25) ફૂગ સૃષ્ટિનાં સામાન્ય લક્ષણો વર્ણવો.

(26) તફાવત આપો : પૃથુકૃમિ અને સૂત્રકૃમિ (ચાર-ચાર મુદ્દા)

(27) જરાયુવિન્યાસ એટલે શું? જરાયુવિન્યાસના પ્રકારો વર્ણવો.

(28) હરિતકણની રચના, કાર્ય આકૃતિ સહિત વર્ણવો.

(29) ઉત્સેચકનું નામકરણ કઈ રીતે કરાય છે ? ઉત્સેચકના વર્ગીકરણના પ્રકારો ઉદાહરણ સહિત જણાવો.


MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)

GUJARAT BIOLOGY NEET PLUS


Youtube -  @Gujarat Biology NEET PLUS 

                     @ Gujarat Biology Plus Manish Mevada

            @ Gujarat Biology NEET Q & A

Instagram   -  @gujaratbiologyneetplus

Play store App  -  Gujarat Biology NEET PLUS

Website        - www.indiabiologyneet.com

               www.gujaratbiologyneet.com

www.manishmevada.com

BOOK             LAST DAYS FOR BOARD EXAMINATION     

                                (2021,2022,2023,2024)  




Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad