Type Here to Get Search Results !

DNTPP 1 ( DAILY NEET PRACTICE PAPER) ધોરણ 11 પ્રકરણ 2 - જૈવિક વર્ગીકરણ

0


DNPP-1 

Daily NEET practice paper 1 

ધોરણ 11 | પ્રકરણ -2 | જૈવિક વર્ગીકરણ 


1) એરિસ્ટોટલે વનસ્પતિ અને પ્રાણીઓ અનુક્રમે કેટલાં જુથમાં વિભાજિત ક્યાં ?

(a)  2 અને 3 (b) 2 અને 4 (c) 3 અને 2 (d) 3 અને 3

2) નીચે પૈકી પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ માટે ઉપયોગ લેવાતા મુખ્ય માપદંડો કયા છે ?

(a) કોષરચના, વસવાટ, પોષણની પદ્ધતિ, પ્રજનન, બીજની હાજરી અને જાતિવિકાસકીય સબંધો

(b) કોષરચના, સુકાય આયોજન, પોષણની પદ્ધતિ, પ્રજનન  અને જાતિવિકાસકીય સંબધો

(c) વસવાટ, બીજની હાજરી, સુકાય આયોજન, પોષણની પદ્ધતિ અને પ્રજનન

(d) કોષ રચના, સુકાય આયોજન, બીજની હાજરી, પોષણની પદ્ધતિ અને પ્રજનન

3) દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં ક્યાં માપદંડનો ઉપયોગ થયો હતો ?

(a) આદિકોષકેન્દ્રીય અને સુકોષકેન્દ્રીય સજીવ (b) કોષદિવાલની હાજરી અને ગેરહાજરી

(c) એકકોષીય અને બહુકોષીય સજીવ (d) ઉપરના બધા જ 

4) દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની ત્રુટી જણાવો.

(a) એકકોષીય અને બહુકોષીય સજીવનો ભેદ સ્પષ્ટ કરતી નથી.  

(b) આદિકોષકેન્દ્રીય અને સુકોષકેન્દ્રીય સજીવનો ભેદ સ્પષ્ટ કરતી નથી.

(c) પ્રકાશસંશ્લેષણ અને અપ્રકાશસંશ્લેષી સજીવોનો ભેદ સ્પષ્ટ કરતી નથી (d) ઉપરના બધા જ 

5) નીચેનામાંથી અસંગત શોધો.

(a) સજીવો માટેની વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે કેટલાક ફેરફારો થતા રહે છે.

(b) બધી જ વર્ગીકરણ પદ્ધતિમાં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનો સમાવેશ થાય છે.

(c) બધી જ વર્ગીકરણ પદ્ધતિમાં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં સમાંવેશિત સજીવો બદલાતા નથી.

(d) વર્ગીકરણના માપદંડો બદલાતા નવી સૃષ્ટિઓની રચના થાય છે.

6) પાંચસૃષ્ટિ વર્ગીકરણમાં શેનો સમાવેશ કરેલ છે ?

(a) મોનેરા, પ્રોટીસ્ટા, ફૂગ, વનસ્પતિ, પ્રાણી (b) લીલ, ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી

(c) વાઇરસ, આદિકોષકેન્દ્રી, ફૂગ, વનસ્પતિ, પ્રાણી (d) મોનેરા, પ્રોટીસ્ટા, પ્રાણી, વનસ્પતિ, લીલ

7) આર. એચ. વ્હીટેકરની પાંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોના પર આધારિત નથી ?

(a) સુવિકસિત કોષકેન્દ્રની હાજરી કે ગેહાજરી (b) પ્રજનન પદ્ધતિ

(c) પોષણ પદ્ધતિ (d) દૈહિક આયોજનની જટિલતા

8) થર્મોઍસિડોફિલસની એક લાક્ષણીકતા કઈ છે ?

(a) ઊંચા તાપમાને જીવંત રહી શકે છે. (b) પ્રકાશસંશ્લેષણ કરે છે.

(c) મનુષ્યના આંત્રમાર્ગમાં રહે છે. (d) ક્ષારયુકત વિસ્તારમાં રહે છે.

9) આર્કીય બેક્ટેરિયા માટે સાચું શું છે ?

(a) બધા હેલોફિલસ (b) બધા પ્રકાશસંશ્લેષી   (c) બધા અશ્મિઓ છે. (d) સૌથી જૂના શરૂઆતના સજીવો

10) નીચેનામાંથી કોણ બાયોગેસ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે ?

(a) મિથેનોઝન્સ (b) ફર્મિક્યુટસ (c) હેલોફિલસ (d) થર્મોઍસિડોફિલસ

11) પાંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો આર્કિયા અને નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયાને કઈ સૃષ્ટિમાં   વર્ગીકૃત કરશો ?

(a) પ્લાન્ટી (b) ફૂગ (c) પ્રોટીસ્ટા (d) મોનેરા

12) સાયનોબેકટેરિયા શેના સભ્ય છે ?

(a) ફૂગ (b) પ્રોટોઝુઆ     (c) મોનેરા (d) ત્રિઅંગી


13) નીચેનામાંથી કયા બેકટેરિયા નથી ?  

(a) મેથેનોઝન્સ (b) ડાયેટોમ્સ (c) આર્કિયાબેકટેરિયા (d) હેલોફિલસ

14) અસંગત જોડ પસંદ કરો :

(a) મોટી કેન્દ્રસ્થ રસધાનીઓ – પ્રાણીકોષો (b) પ્રોટીસ્ટસ – યુકેર્યોટસ

(c) મિથેનોજેન્સ – પ્રોકેરિયોટસ (d) વાતધાનીઓ – લીલા બેકટેરિયા 

15) ખોટું વિધાન શોધો.

(a) કેટલીક ફૂગ ખાદ્ય છે. (b) મોનેરામાં કોષકેન્દ્રપટલ હાજર હોય છે.

(c) પ્રાણીસૃષ્ટિમાં કોષદીવાલ ગેહાજર હોય છે. (d) પ્રોટીસ્ટા પ્રકાશસંશ્લેષી અને વિષમપોષી પોષણ પદ્ધતિ ધરાવે છે.

16) મહાસાગરોમાં નીચે પૈકી કયું સજીવ મુખ્ય ઉત્પાદકો તરીકે જાણીતું છે ?

(a) દ્વિકશાધારીઓ (b) ડાયેટમ્સ (c) યુગ્લીનોઇ0Ÿસ  (d) સાયનોબેકટેરિયા

17) લાલ દરિયાઈ તરલતા કોને લીધે હોય છે ? 

(a) ડાયેટમ્સ  (b) ડાયનોફાયસી (c) લાલ લીલ (d) નીલહરિત લીલ

18) પ્રોટીસ્ટામાં કોણો સમાવેશ થાય છે ?

(a) યુગ્લીના, ડાયનોફ્લેજેલે8Ÿસ અને યીસ્ટ (b) અમીબા, પેરામિશિયમ અને હાઇડ્રા 

(c) યુગ્લીના, પેરામિશિયમ અને મશરૂમ (d) અમીબા, પેરામિશિયમ અને ડાયનોફ્લેજેલે8Ÿસ 

19) ક્રાયસોફાઇ8Ÿસમાં શેનો સમાવેશ થાય છે?

(a) ડાયેટમ્સ અને ગોનિયાલેક્સ (b) ડાયેટમ્સ અને ડેસ્મિ0Ÿસ 

(c) યુગ્લીના અને ગોનિયાલેક્સ (d) ડેસ્મિ0Ÿસ અને યુlu,GF 

20) નીચે પૈકી શેની કોષદીવાલ સિલિકા દ્રવ્યથી જડાયેલી હોવાથી અવિનાશી છે ?

 (a) ડાયેટમ્સ (b) ડેસ્મિ0Ÿસ (c) ગોનિયાલેક્સ (d) યુlu,GF

21) ડાયટોમિસિયલ પૃથ્વીનો ઉપયોગ શું છે ?

(a) કોઈ વસ્તુને ચકચકિત કરવા     (b) તેલના ગાળણમાં    (c) ચાસણીના ગાળણમાં (d) આપેલ તમામ

22) ખોટું વિધાન પસંદ કરો :

(a) ડાયટેમ્સયુક્ત પૃથ્વીનું નિર્માણ ડાયેટમ્સની કોષદીવાલ દ્વ્રારા સર્જાય છે.

(b) મહાસાગરોમાં ડાયેટમ્સ મુખ્ય ઉત્પાદક છે. (c) ડાયેટમ્સ સુક્ષ્મદર્શી છે અને પ્રાણીમાં નિષ્ક્રિય તરે છે.

(d) ડાયેટમ્સની કોષદીવાલ સરળતાથી તૂટે છે.

23) નીચે આપેલ પૈકી એક કઈ લાક્ષણીકતા કાયસોફાય8Ÿસની છે ?

(a) તેઓ પરોપજીવીઓનું સ્વરૂપ ધરાવે છે કે જેનાં દ્વારા પ્રાણીઓમાં રોગ થાય છે. 

(b) તેઓ સિલિકાયુક્ત સંચિત તરંગિત દીવાલનું સ્તર ધરાવે છે. (c) તેઓ સામાન્ય રીતે ડાયનોફ્લેજેલે8Ÿસ કહેવાય છે.

(d) તેઓ મૃતોપજીવી પ્રોટી:8Ÿસ છે.

24) કયા જૂથના સજીવોમાં કોષદીવાલ બે પાતળા આવરિત થતા સ્તરનું કવચ બનાવીને સંગઠિત થાય છે ?

(a) ડાયનોફ્લેજેલેટ્સ  (b) સ્લાઇન મોલડ્સ  (c) ક્રાયસોફાઇટ્સ  (d) યુગ્લીનોઇડ્સ 

25) ક્રાયસોફાઇટ્સ , યુlu,નોઇદ્સ ડાયનોફલેજેલેટ્સ અને સ્લાઇમ મોલ્ડ સનો કઈ સૃષ્ટિમાં સમાવેશ થાય છે ?

(a) ફૂગ (b) એનીમેલીયા (c) મોનેરા (d) પ્રોટીસ્ટા



જવાબો 

1.B, 2.B, 3.B, 4.D, 5.C, 6.A, 7.A, 8.A, 9.D, 10.A, 11.D, 12.C, 13.B, 14.A, 15.B, 16.B, 17.B, 18.D, 19.B, 20. A, 21.D, 22.D, 23.C, 24.C, 25.D



MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)

GUJARAT BIOLOGY NEET PLUS


Youtube -  @Gujarat Biology NEET PLUS 

                     @ Gujarat Biology Plus Manish Mevada

            @ Gujarat Biology NEET Q & A

Instagram   -  @gujaratbiologyneetplus

Play store App  -  Gujarat Biology NEET PLUS

Website        - www.indiabiologyneet.com

               www.gujaratbiologyneet.com

www.manishmevada.com

BOOK             LAST DAYS FOR BOARD EXAMINATION     

                                (2021,2022,2023,2024)  


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad