Type Here to Get Search Results !

પ્રથમ દિવસથી ધોરણ ની તૈયારી કેવી રીતે કરવી | ધોરણ 11 ના નવા વિદ્યાર્થી માટે

0

 પ્રથમ દિવસથી ધોરણ 11 સાયન્સમાં નીટ ની તૈયારી કેવી રીતે કરવી


હમણાં આ વર્ષે ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 11માં સાયન્સમાં એડમિશન લીધું હશે અને દરેક વિદ્યાર્થીના મનમાં ઘણા બધા પ્રશ્નો હશે એમાંથી અત્યંત મહત્વના પ્રશ્નો કે પહેલા જ દિવસથી નીટની તૈયારી કેવી રીતે કરવી નીટ માટે કઈ બુક વાંચવી કેટલા કલાક વાંચવું કેવી રીતે વાંચવું આવા ઘણા બધા પ્રશ્નો મનમાં ગૂંચવી રહ્યા હશે જે પછી વાલી હોય કે વિદ્યાર્થી દરેકના મનમાં આ સવાલો હશે.

વીડિયો લિંક 

વિદ્યાર્થી મિત્રો ને વાલી મિત્રો ને જણાવુ કે જો પ્રથમ દિવસથી સાચી દિશામાં રહ્યા નહીં અને સચોટ માહિતી મળી નહીં તો કદાચ તમારું બાળક હોશિયાર છે અથવા તમે હોશિયાર છો છતાં પણ પરિણામ ઓછું આવી શકે છે કારણકે ભણવા કરતાં સાચું માર્ગદર્શન સાચી દિશા અત્યંત જરૂરી છે એટલે આ આર્ટીકલમાં સ્પેશિયલ હું તમને એ કહેવાનો છું કે પ્રથમ દિવસથી જ કેવી રીતે તૈયારી કરવી સાચી દિશામાં કેવી રીતે રહેવું કેવી રીતે mcqs ની પ્રેક્ટિસ કરવી તો દરેક વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે સંપૂર્ણ આર્ટિકલ વાંચે જેથી દરેક વિદ્યાર્થી સરસ પરિણામ લાવી શકે અને પોતાના સપના પૂરા કરી શકે

તો પ્રથમ પ્રશ્ન કે પ્રથમ દિવસથી જ નીટની તૈયારી કેવી રીતે કરવી

તો એના માટે મિત્રો હું તમને કહીશ કે સૌથી પહેલા તમારે NCERT ચોપડી વાંચવી અત્યંત આવશ્યક છે NCERT ની પુસ્તકનું એક એક શબ્દ એક એક લાઈન અત્યંત મહત્વનો છે જેની સંપૂર્ણ સમજણ તમને હોવી જરૂરી છે મિત્રો NCERT નો એક પણ શબ્દ સ્કીપ ના કરતા જ્યાં સુધી સમજ ના પડે ત્યાં સુધી તમારા શિક્ષકો અને કોઈપણ ને પૂછવું પૂરેપૂરી સમજણ લેવી એક પણ શબ્દ સ્કીપ થાય તો એ તમારા રીઝલ્ટ માં ઉણપ લાવશે આપણી NCERT નું પુસ્તક સમજાઈ જાય એટલે એને યાદ રાખવું પણ જરૂરી છે એટલે કે ઓછામાં ઓછી પાંચ વાર NCERT નું પુસ્તક વાંચેલું હોવું જરૂરી છે

બીજો પ્રશ્ન એ આવે છે કે કઈ રેફરન્સ બુક વાંચવી

તો મિત્રો પ્રેક્ટિસ સારી અને સાચી થાય એ અત્યંત જરૂરી છે તો તમને એક સજેશન આપીશ તમે જે પણ રેફરન્સ બુક વાંચો છો એમાં પ્યોર NCERT સંબંધીત જ પ્રશ્નો હોવા જોઈએ અને એ જ વાંચવા ધારો કે હું તમને ઉદાહરણ સાથે સમજાવું કે તમે કોઈપણ રેફરન્સ બુક વાંચો છો એમાં પ્રથમ 100 પ્રશ્નો વાંચો છો અને એમાં જો 40 પ્રશ્નો કે 30 પ્રશ્નો ટોટલી એનસીઈઆરટી બહારના આવે છે તો પછી એ પુસ્તક વાંચવાની જરૂર નથી. જે પુસ્તકમાં પ્યોર એનસીઈઆરટી સંબંધિત પ્રશ્નો આપેલા હોય અથવા એના રિલેટેડ કોન્સેપ્ટ આપેલા હોય એવી જ રેફરન્સ બુક વાંચો

અને અત્યંત જરૂરી છે કે જે પણ રેફરન્સ બુક વાંચો એના સંપૂર્ણ બધા જ પ્રશ્નો વાંચી લો પછી જ બીજી બુકનો ઉપયોગ કરો એના સિવાય ઘણી બધી બુકોનું મિક્ચર કરવું નહીં જેથી કરીને કન્ફ્યુઝન ના થાય આપણે કોઈપણ રેફરન્સ બુક પૂરી વાંચતા હોતા નથી એક્ચ્યુલી જ્યારે પણ કોઈ પણ રેફરન્સ વાંચો એમાં ઓછામાં ઓછા 200 થી 300 પ્રશ્નો આપેલા હોય છે એને સંપૂર્ણ સમજીને તૈયાર કરી લો તો બીજી બુક વાંચવાની કદાચ જરૂર નહીં પડે.
અને જો તમે પ્રથમ રેફરન્સ બહુ વાંચી લીધી છે સંપૂર્ણ સમજણ મેળવી લીધી છે અને તમારે બીજી વાંચવી છે તો પછી વાંચી શકો છો અધરવાઇઝ એનસીઇઆરટી અને કોઈપણ રેફરન્સ સારી રેફરન્સ બુક કેવા પ્રશ્નો વાંચો મેં તમને કહી દીધું છે તમે નવનીત નું એક્ઝામ્પલ લઈ શકો છો કે નવનીતમાં જે પ્રશ્નો આપેલા છે પ્યોર એનસીઈઆરટી લેટેડ પ્રશ્નો હશે તો એના જેવી પણ રેફરન્સ બુક વાંચી શકો છો

ત્રીજી અગત્યની વાત એ છે કે ડિસિપ્લિન જરૂરી છે ડિસિપ્લિન એટલે એવું નથી કે આપણે સારી રીતે વાત કરીએ સારા રહીએ પણ ડિસિપ્લિન એટલે મિત્રો વાંચવાની ડિસિપ્લિન વાંચવામાં કન્ટિન્યુટી દરરોજ છ થી સાત કલાક વાંચવું એ અગત્યનું છે.જો મિત્રો દરરોજ વાંચશો તો ચોક્કસથી છેલ્લા દિવસે બધું જ ભેગું નહીં થાય અને આપણને સરળતા રહેશે તૈયારી કરવાની તો ડિસિપ્લિન એ છે કે દરરોજ વાંચવું અને મિત્રો તમારા સ્વભાવમાં વિનમ્રતા લાવવી વારંવાર પ્રશ્નો પૂછવા અને સમજવા

અને છેલ્લે મિત્રો એ કહીશ કે આ બધી જ વાતો જે મેં તમને કહી છે એ આખું વર્ષ સંપૂર્ણ આજ રીતે ફોલો કરજો અને અને સાથે ટીવી, મોબાઈલ, મિત્રોનું પણ થોડું બલિદાન જરૂરી છે જો તમે કન્ટિન્યુસલી બધું ફોલો કરશો તો ચોક્કસથી તમને પરિણામ મળશે

અને હજી પણ તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન છે તો મને અહીં કોમેન્ટમાં જણાવી શકો છો અથવા મારા નંબર પર મેસેજ કરી શકો છો તમે મારા whatsapp ગ્રુપમાં પણ જોડાવી શકો છો whatsapp ગ્રુપમાં જોડાવા માટે તમારે મને તમારું પૂરું નામ સ્કૂલના સીટી નામ સ્ટાન્ડર્ડ લખીને મારા નંબર પર મોકલવાનું રહેશે

9428304586
Manish Mevada

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad