Type Here to Get Search Results !

NEET PRACTICE PAPER -8 | STD 11 અને 12 સંપૂર્ણ અભ્યાસ ક્રમ BIOLOGY

0

 

GUJARAT BIOLOGY NEET PLUS
MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)
NEET PRACTICE PAPER - 8 | STD 11 અને 12 સંપૂર્ણ અભ્યાસ ક્રમ




TIME- 1 HOUR                                     SUBJECT – BIOLOGY        MARKS- 400    

   

કુલ 100 પ્રશ્નો છે દરેક પ્રશ્નનો 4 માર્ક છે દરેક ખોટા પ્રશ્ન ના 1 માર્ક કપાશે


(1) ABA શામાં સંકળાયેલ છે?
(1) બીજની સુષુપ્તતા
(2) મૂળ પ્રલંબન
(3) બીજ વિકાસ
(4) (1) & (3)

(2) એક ગ્લુકોઝના TCA ચક્ર પ્રક્રિયા દરમ્યાન કેટલી વખત ડિકાબોક્સિલેશન થાય છે?
(1) છ
(2) એક
(3) ત્રણ
(4) ચાર

(3) ચરતા પ્રાણીઓના છાણમાંથી મિથેનના ઉત્પાદન માટે જવાબદાર બેકટેરિયા :
(1) દિવાલ વિહિન બેકટેરિયા
(2) યુબેકટેરિયા કરતાં અલગ કોષદિવાલ બંધારણ દર્શાવતા બેકટેરિયા
(3) આર્કીબેકટેરિયા
(4) (B) & (C) બંને સાચાં છે .

(4) વિધાન I : કોષવિભાજનના તબકકાઓ જનીનિક નિયંત્રણ હેઠળ થતા જોવા મળે છે.
વિધાન II : કોષરસીય વધારાના સંદર્ભમાં કોષીય વૃદ્ધિએ સતત પ્રક્રિયા છે.
(1) બંને વિધાન Iઅને વિધાન II સાચાં છે.
(2) બંને વિધાન I અને વિધાન II ખોટાં છે.
(3) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
(4) વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.

(5) નીચે આપેલા વિધાનો વાંચો.
a. લેક ઓપેરોન વિશે સ્પષ્ટ માહિતી જૈવરસાયણ શાસ્ત્રી ફ્રાન્કોઇસ જેકોબ અને જનીન શાસ્ત્રી જૈકવે મોનોડના સહિયારા પ્રયાસ પરથી મળી હતી.
b. જેકોબ અને મોનોડ ભાષાાંતરણીય સ્તરે નિયંત્રણ પદ્ધતિ વિશે માહિતી આપનાર સૌપ્રથમ હતાં.
C. લેક ઓપેરોન (અહિં લેકનો અર્થ લેક્ટોઝ છે) માં પોલિસિસ્ટ્રોનિક બંધારણીય જનીનનું નિયમન એક કરતા વધારે સામાન્ય પ્રમોટર અને એક સામાન્ય નિયામકી જનીન દ્વારા થાય છે.
d. z જનીન B-gal માટે સંકેતન કરે છે.
e. y-જનીન પર્મીએઝ નું સંકેતન કરે છે. જે કોષમાં B- ગ્લુકોસાઇડેઝની પ્રવેશશીલતાને વધારે છે.
આપેલા વિધાનોને અનુલક્ષી નીચેનામાંથી ક્યો વિકલ્પ સાચો છે ?
(1) આપેલ તમામ ખોટા છે.
(2) માત્ર એક વિધાન સાચું છે.
(3) માત્ર ત્રણ વિધાન સાચા છે.
(4) માત્ર બે વિધાન સાચા છે.

(6) આપેલા વિધાનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન I : વન અને પર્યાવરણ મંત્રાલયે ગંગા એકશન પ્લાન શરૂ કર્યો છે.
વિધાન İI : દ્વિતિયક સારવારથી પ્રાપ્ત થતો ઈફલ્યુઅન્ટ જળાશયમાં મુકત કરી શકાય નહિં.
(1) બંને વિધાન I અને વિધાન II સાચાં છે.
(2) બંને વિધાન I અને વિધાન II ખોટાં છે.
(3) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
(4) વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.

(7) આપેલા વિધાનો વાંચો.
(A) સાયકલોસ્પોરિન A નો ઉપયોગ કલોટ બ્લસ્ટર તરીકે થાય છે.
(B) વિસ્કી, બ્રાન્ડી અને રમ આથવણ પામેલ રસમાંથી નિસ્યંદન દ્વારા મેળવાય છે.
(C) NPV એ જૈવનિયંત્રકો તરીકે વપરાતા મુખ્ય બકુલોવાયરસ છે.
(D) બાયોગેસ ઉત્પાદન માટેની ટેક્નોલોજી ભારતમાં ICAR દ્વારા વિકસાવવામાં આવેલ છે.
ઉપરોકત વિધાનોમાંથી કયા ખોટા નથી ?
(1) A&B
(2) B&C
(3) C&D
(4) A&D

(8) જોડકું જોડો:
     કૉલમ-I                 કૉલમ-II
(a) બીજાશય             (i) ફળ
(b) ત્રિકીય ફલન         (ii) ભુણપોષ
(c) ચિરલગ્ન પ્રદેહ        (iii) વ્યંધીકરણ
(d) પરાગાશય દુર કરવું(iv) બીજદેહશેષ
(1) (a-i), (b-ii), (c-iv), (d-iii)
(2) (a-ii), (b-i), (e-iii), (d-iv)
(3) (ai), (b-iii), (c-ii), (d-iv)
(4) (a-ii), (b-iii), (e-i), (d-iv)

(9) વિધાન (A) : ખોરાક કણિકાઓના પાચન માટે લાયસોઝોમ મદદરૂપ બને છે.
કારણ (R): લાયસોઝોમ ઓકિસડોરીડકટેઝ વર્ગના ઉત્સેચકોથી સમુદ્ર હોય છે.
(1) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી છે.
(2) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
(3) (A) સાચું છે પરંતુ (R) ખોટું છે.
(4) (A) ખોટું છે, (R) સાચું છે.

(10) નીચેનામાંથી કયા લક્ષણો વકિલઈક એસિડ માટે જવાબદાર છે.
(a) બંધારણમાં 5 કાર્બન યુકત મોનોસેકેરાઈડની હાજરી
(b) ન્યુકિલઓટાઇડનો બહુલક છે.
(c) આનુવંશીક દ્રવ્ય હોય શકે.
(d) સામાન્ય રીતે સુક્ષ્મ જૈવઅણુ સ્વરૂપે જોવા મળે છે.
(1) માત્ર a. b અને d
(2) માત્ર a. b અને c
(3) માત્ર b અને c
(4) એ. b c અને d

(11) મોટાભાગની જળ-પરાગિત જાતિઓમાં, પરાગરજને ભીનાશથી સુરક્ષિત........દ્વારા કરજામાં ઓ છે.
(1) સેલ્યુલોઝિક આવરણ
(2) પ્રોટીન આવરણ
(3) મ્યુસિલેઝ આવરણ
(4) લિગ્નિનયુક્ત આવરણ

(12) રાઈ , ગુલમહોર અને કેના માં અનુક્રમે કયા પ્રકાર ની સમમિતી જોવા મળે છે ?
(1) અનિયમિત, નિયમિત, અસમમિતિયિ
(2) નિયમિત, અનિયમિત, અસમમિતિથિ
(3) અનિયમિત, અસમમિતિય, નિયમિત
(4) નિયમિત, અસમમિતિય, અનિયમિત

(13) આપેલ આકૃતિ ને અનુલક્ષી X, Y અને Z અનુક્રમે ઓળખો.



(1) અનુક્રમે ગ્લુટામિક એસિડ, ટાયરોસીન અને સિસ્ટીન
(2) અનુક્રમે સેરીન, એલેનીન અને ગ્લાયસીન
(3) અનુક્રમે સેરીન, ગ્લાયસીન અને એલેનીન
(4) અનુક્રમે સીસ્ટીન, ગ્લુટામિક એસિડ અને ટાયરોસીન

(14) લાક્ષણિક જૈવભટ્ટી શું ધરાવે છે ?
(a) આંદોલક તંત્ર
(b) ઓક્સિજન વિતરણ તંત્ર
(c) ફિણ – નિયંત્રણ તંત્ર
(d) તાપમાન – નિયંત્રણ તંત્ર
(e) pH નિયંત્રણ તંત્ર
(f) દબાણ મુકત પ્રધાર
(1) a, b & c
(2) a, b, c&d
(3) a, b, c, d, & e
(4) a, b, c, d, e &f

(15) આપેલ વિભાગ I અને વિભાગ ।। જોડો.
    કૉલમ-I                    કૉલમ-II
(I) EcoRI                (A) બેસીલસ અમાઇલોલિક્વીફેસીનસ
(II) Bam HI             (B).હિમોફિલ ઈન્ફલ્યુએઝા
(III) Hind III            (C) ઇશ્વેરેશીયા કોલાઈ
(IV) pBR322          (D) સિન્થેટિક psmid
(1) 1-С. ІI-A. III-B. IV-D
(2) Ι-Β. II-Α. III-D. IV-C
(3) I-D, II-A, III-С. IV-B
(4) I-A. II-D. III-B. IV-C

(16) અનાવૃત્ત બીજધારીમાં મહાબીજાણુધાની સામાન્ય રીતે શેના સ હોય છે:
(1) અંડક
(2) ભ્રુણપુટ
(3) ફળ
(4) પ્રદેહ

(17) મનુષ્યમાં અર્થિકરણ I દ૨મ્યાન દરેક બાળકોષો શું મેળવે છે ?
(1) રંગસૂત્રની દરેક સમજાત જોડમાંથી એક
(2) બધા દ્વિસૂત્રીની એક
(3) દ્વિકીય કોષના રંગસૂત્રોની સંખ્યાને સમાન
(4) દરેક રંગસૂત્રમાંથી દોહિત્ર રંગસૂત્રિકા

(18) વિધાન (A) : C4 વનસ્પતિમાં પ્રકાશશ્વસન અવગણ્ય હોય છે.
કારણ (R): C4 વનસ્પતિમાં RuBisCo ઉત્સેચક સ્થાને CO₂ સાંદ્રતા વધારવાની ક્રિયાવિધિ હોય છે.
(1) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી છે.
(2) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
(3) (A) સાચું છે પરંતુ (R) ખોટું છે.
(4) (A) ખોટું છે, (R) સાચું છે.

(19) PCR પ્રક્રિયા માટે ઉપર પૈકી શેની જરૂરિયાત છે તે માટે સાચો વિકલ્પ પસંદ કરો.
(1) માત્ર a & b
(2) માત્ર b & c
(3) માત્ર a & c
(4) a, b & c

(20) ફલ્યુઈડ-મોઝેઈક-મોડલ અનુસાર કોષરસમાં પ્રોટીન કયાો સ્થાન પામેલ હોય છે ?
(1) માત્ર પટલની બાહ્ય સપાટી પર સતત સ્તમાં
(2) માત્ર પટલની અંતઃસપાટી પર સતત સ્તરમાં
(3) પટલની બાહ્ય સપાટી પર (પરિઘીય પ્રોટીન) અને પટલમ અંશતઃ કે સંપૂર્ણ રીતે ખૂંપેલા (અંતર્ગત પ્રોટીન) હોય છે.
(4) માત્ર લિપિડના સ્તરોની વચ્ચે પટલની મધ્યમાં

(21) નીચેનામાંથી કયું એક વિધાન ખોટું છે ?
(1) આંતરપુલીય એધા અને ત્વક્ષેધા પાર્થીય વર્ધનશીલના ઉદાહરણ છે.
(2) સાથીકોષો ચાલનીનલિકામાં દાબઢોળાંશ જાળવવા મદદરૂપ બને છે.
(3) સ્થુલકોણક પેશી સામાન્ય રીતે મૃત તેમજ જીવરસ ધરાવતી પેશી છે.
(4) પર્ણમાં સહસ્થ વાહિપુલો સામાન્ય છે.

(22) પ્રત્યાંકન પ્રક્રિયા કયા ઉત્સેચક દ્વારા ઉત્પ્રેરિત થાય છે ?
(1) DNA આધારિત RNA પોલિમરેઝ
(2) RNA આધારિત RNA પોલિમરેઝ
(3) RNA આધારિત DNA પોલિમરેઝ
(4) DNA આધારિત DNA પોલિમરેઝ

(23) નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.
(1) એકદળી પ્રકાંડમાં સહસ્થ એકપાર્શ્વસ્થ ખુલ્લા વાહિપુલો જોવા મળે છે.
(2) દ્વિદળી મૂળમાં અંતઃસ્તરના નીચે આવેલ તમામ પેશીઓ જેવી કે પરિચક્ર, વાહિપુલો અને મજજા મધ્યરંભની રચના કરે છે.
(3) એકદળી મૂળમાં વાહિપુલો બહુસૂત્રી પ્રકારના હોય છે.
(4) એકદળી પ્રકાંડમાં અન્નવાહક મૃદુતક ગેરહાજર હોય છે.

(24) C4 પરિપથમાં શર્કરાનું સંશ્લેષણ શાના હરિતકણમાં થાય છે ?
(1) શિથિલોતક મધ્યપર્ણ
(2) પુલકંચુક કોષો
(3) રક્ષકકોષો
(4) લંબોત્તક પેશી

(25) નીચે આપેલા વિધનો વાંચો અને તેને અનુલક્ષીને સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન I : 20 પ્રકારના એમિનો એસિડનું સંકેતન 61 પ્રકારના સંકેતો દ્વારા થાય છે.
વિધાન II : દરેક સંકેત ચોકકસ એમિનો એસિડ માટે હોય છે.
(1) બંને વિધાન I અને વિધાન II સાચાં છે.
(2) બંને વિધાન I અને વિધાન II ખોટાં છે.
(3) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
(4) વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.

(26) વિધાન (A): ગેઈટેનોગેમી એ કાર્યત્મક રીતે પર-પરાગનયન અને જનિનીક રીતે સ્વ–પરાગનયન સ્વરૂપે જોવા મળે છે.
કારણ (R) : ગેઈટેનોગેમી પ્રક્રિયામાં એક જ વનસ્પતિના બે અલગ-અલગ પુષ્પોના પરાગાશયપરથી પરાગાશન પર પરાગરજ સ્થળાંતરીત થાય છે.
(1) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી છે.
(2) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
(3) (A) સાચું છે પરંતુ (R) ખોટું છે.
(4) (A) ખોટું છે, (R) સાચું છે.

(27) ખોટું/ખોટાં વિધાન/વિધાનો પસંદ કરો.
(1) વાહક pBR322 માં પરજાત DNA એમ્પિસીલીન પ્રતિરોધક જનીનના BamHI સ્થાન પર જોડી શકાય છે.
(2) કેટલાક પ્લાઝિમડ પ્રતિકોષ એક અથવા બે નકલો આપે છે જયારે બીજા પ્રતિકોષ 15 - 100 નકલો આપે છે.
(3) મોટાભાગની પુનઃસંયોજિત ટેકનોલોજીમાં અંતિમ હેતું એ ઈચ્છિત પ્રોટીનનું નિર્માણ કરવાનું છે.
(4) (1) & (3) બંને

(28) A. ટોચનો ભાગ પુષ્પમાં પરિણમે કે સતત વિકાસ પામતો રહે તેના આધારે પુષ્પવિન્યાસ મુખ્ય બે પ્રકારોમાં વ્યાખ્યાયિત થાય છે. - અપરિમિત અને પરિમિત
B. લાક્ષણિક પુષ્પ ચાર જુદા-જુદા પ્રકારનાં ચક્રો ધરાવે છે. આ ચક્રો ક્રમિક રીતે પુષ્પાક્ષ કુલાયેલા છેડા પર આવેલ હોય છે.
C. કેટલાક પુષ્પો જેવા કે લીલીમાં. વજચક્ર અને દલચક્ર જુદા નથી. જેને પરિપુષ્પચક્ર કહે છે.
ઉપર આપેલ ત્રણેય વિધાનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો.
(1) આપેલ તમામ વિધાનો સાચા છે.
(2) માત્ર A અને B સાચા વિધાનો છે.
(3) માત્ર A અને C સાચા વિધાનો છે.
(4) માત્ર B અને C સાચા વિધાનો છે.

(29) નીચે આપેલા વિધનો વાંચો અને તેને અનુલક્ષીને સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન I : AB રૂધિર જૂથ એ બહુવૈકલ્પિક કાકો માટેનું સારૂ ઉદાહરણ છે.
વિધાન II : એક જનીનન માટે બહુવૈકલ્પિક કારકો માનવ વસ્તીમાં એક સજીવમાં જોવા મળી શકે છે.
(1) બંને વિધાન I અને વિધાન II સાચાં છે.
(2) બંને વિધાન I અને વિધાન II ખોટાં છે.
(3) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
(4) વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.

(30) નીચેની વનસ્પતિના ફળ દ્વારા હજારો નાના બીજ ઉત્પન્ન થાય છે સિવાય કે.......
(1) ઓરોબેન્કે
(2) ઘઉ
(3) સ્ટ્રીગા
(4) ઓર્કિડ

(31) માનવ કોષ G1 તબકકામાં કોઈ રેડિયોએકિટવિટી દર્શાવતો નથી, જો રેડિયોએકટીવ થાયમીન ધરાવતાં માધ્યમમાં ઉછેરવામાં આવે તો ભાજનાવસ્થામાં કેટલી રંગસૂત્રિકાઓમાં રેડિયોએકિટવિટી જોવા મળશે ?
(1) 46
(2) 92
(3) 2
(4) 23

(32) બેજનીનો વચ્ચે અંતર અને સહલગ્નતા વચ્ચે સંબંધ કઈ રીતે જોવા મળશે :
(1) સમપ્રમાણમાં
(2) વ્યસ્ત પ્રમાણમાં
(3) સમાંતર પ્રમાણમાં
(4) કોઈ જ સંબંધ નથી.

(33) નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.
(1) પુખ્ત પેશીઓ વચ્ચે આવેલ વર્ધનશીલ પેશીને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહે છે.
(2) અગ્રીય વર્ધનશીલ અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એ પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ છે.
(3) મૃદુતક અને જલવાહક પેશીએ અનુક્રમે સરળ અને જટીલ પેશી છે.
(4) નવા નિર્માણ પામેલ કોષની રચના અને કાર્ય ચોકકસ જોવા મળે છે અને કોષવિભાજનની ક્ષમતા ધરાવે છે. તે કોષો સ્થાયી અથવા પરીપકવ કોષો હોય છે.

(34) વિધાન (A): જો સ્ટાર્ચ કણનું કદ સ્વરૂપપ્રકાર સ્વરૂપે લેવામાં આવે તો Bb જનીન અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે.
કારણ (R) : વટાણાના છોડમાં BB જનીન કારક મોટા કદના સ્ટાર્ચ કણો, Bb જનીન કારક મધ્યકદના સ્ટાર્ચ કણો અને bb જનીન કારક નાના કદના સ્ટાર્ચ કણોનું નિર્માણ કરે છે.
(1) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી છે.
(2) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
(3) (A) સાચું છે પરંતુ (R) ખોટું છે.
(4) (A) ખોટું છે, (R) સાચું છે.

(35) નીચે ઓપલ ગ્રાફ પરથી શું સાચું છે ?


(I) વિભાગ સક્રિય ઊર્જાનું નિર્દેશન કરે છે.
(II) વિભાગ પ્રક્રિયા દરમ્યાન મુકત થતી ઊર્જાનું નિર્દેશન કરે છે.
(III) સંક્રાંતિ અવસ્થા છે.
(IV) વિભાગ કે જે સક્રિય તેમજ નિષ્ક્રિય તેમજ પ્રક્રિયા માટે સમાન જોવા મળે છે.
(1) (1-1), (II - 3), (III - 2), (IV - 4)
(2) (1-1), (II - 2), (III - 3), (IV - 2)
(3) (1-1), (II - 4), (III - 2), (IV - 3)
(4) (1-1), (II - 2), (III - 4), (IV - 3)

(36) નીચે આપેલ પુષ્પસૂત્ર કયા કુળમાંથી જોવા મળે છે ?


(1) ફેબેસી
(2) લિલીએસી
(3) એસ્ટરેસી
(4) માલ્વેસી

(37) આપેલ કોલમ જોડો ઃ
      Column-I              Column-II
(a) રંજકદ્રવ્યો            (i) મોર્ફિન
(b) ડ્રગ્સ                   (ii) રિસીન
(c) આલ્કલોઇડ        (iii) કોનક્રેનેવેલીન - A
(d) લેકટીન              (iv) એન્થોસાયનીન
(e) ટોકસીન             (v) વીનબ્લાસ્ટિન
(1) (a)-(i), (b) – (iii), (c) – (ii), (d) – (iv), (e) – (v)
(2) (a) - (iv), (b) – (v), (c) – (ii), (d) - (iii), (e) - (i)
(3) (a) (iv). (b) - (v). (c) – (i), (d) – (iii). (e) – (ii)
(4) (a) - (i), (b) - (iii). (c) – (iv). (d) - (v). (e) - (ii)

(38) વિધાન (A) : RNA- અંતઃક્ષેપ પ્રક્રિયા દ્વારા સૂત્રકૃમિ મેલાઈડેગાઈન ઈન્કોગ્નીશિયા દ્વારા તમાકુના છોડના મૂળને થતું સંક્રમણ અટકાવી શકાય છે.
કારણ (R) : RNA અંતઃક્ષેપ પ્રક્રિયા દ્વારા ચોકકસ પ્રકારના mRNA ને પુરક dsRNA ના નિર્માણ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવે છે .
(1) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી છે.
(2) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
(3) (A) સાચું છે પરંતુ (R) ખોટું છે.
(4) (A) ખોટું છે, (R) સાચું છે.

(39) નીચેનામાંથી કયા દેહકોષ્ઠીઓ અરીય સમમિતિ ધરાવે છે?
(1) કંકતધારીઓ
(2) સંધિપાદ
(3) કોષ્ઠાંત્રિઓ
(4) શૂળત્વચી

(40) આંકડીએ છે.
(1) બિન ઔષધીય IUD
(2) કોપરમુકત કરતું IUD
(3) મોં દ્વારા લેવામાં આવતી ગર્ભનિરોધક ગોળી
(4) અઠવાડિયામાં એકવાર લેવાતી ગર્ભનિરોધક ગોળી

(41) નીચે આપેલા વિધનો વાંચો અને તેને અનુલક્ષીને સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન I : નર વંદામાં જનનકોથળીનો અભાવ હોય છે.
વિધાન II : દેડકામાં મૂત્રાશય, મળાશયની વક્ષ બાજુએ આવેલું હોય છે.
(1) બંને વિધાન I અને વિધાન II સાચાં છે.
(2) વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.
(3) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
(4) બંને વિધાન I અને વિધાન II ખોટાં છે.

(42) નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
(A) મજિજત ચેતાતંતુઓ કરોડરજજુ અને મસ્તિષ્ક ચેતાઓમાં મળી આવે છે.
(B) અમજિજત ચેતાતંતુઓ સામાન્ય રીતે સ્વયંવર્તી અને દૈહિક ચેતાતંત્રમાં મળી આવે છે.
(C) બહુધ્રુવીય ચેતાકોષો મસ્તિષ્ક બાહ્યમાં મળી આવે છે.
(D) મસ્તિષ્ક ગોળાર્ધનો અંદરનો ભાગ મજિજત ચેતાક્ષનો બનેલો છે.
(E) મસ્તિષ્ક બાહ્યકને શ્વેત દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે.
(1) A, B & E માત્ર
(2) B, C & D માત્ર
(3) A, B, C & E માત્ર
(4) A, B, C & D માત્ર

(43) ડાર્વિનવાદની યોગ્યતા શેના સંદર્ભમાં છે?
(1) પ્રાકૃતિક વૃદ્ધિનો ઉચ્ચ આંતરિક દર
(2) ૠણ r મૂલ્ય
(3) તટસ્થ r મૂલ્ય
(4) પ્રાકૃતિક વૃદ્ધિનો નીચો આંતરિક દર

(44) નીચેનામાંથી કયું કાર્ય શ્વસનતંત્રના શ્વસન અથવા વાયુ વિનિમયના ભાગનું છે ?
(1) વાતાવરણીય હવાનું વાયુકોષ્ઠો સુધી વહન
(2) બાહ્ય કણોથી વાતાવરણીય હવાને શુદ્ધ કરવી
(3) રૂધિર અને વાતાવરણીય હવા વચ્ચે O2 અને CO2 નુંપ્રસરણ
(4) વાતાવરણીય હવાને ભેજયુકત કરવી.

(45) વિધાન (A) : વિઘટનના નિયમન માટે તાપમાન અને ભૂમિનો ભેજ ખૂબ જ મહત્વનો પર્યાવરણીય પરિબળો છે.
કારણ (R) : તાપમાન અને ભૂમિનો ભેજ ભૂમિના સૂક્ષ્મજીવોની ક્રિયાને અસર કરે છે.
(1) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી છે.
(2) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
(3) (A) સાચું છે પરંતુ (R) ખોટું છે.
(4) (A) ખોટું છે, (R) સાચું છે.

(46) માનવ પ્રજનનની નીચેની કેટલીક ઘટનાઓનો અભ્યાસ કરો.
(A) ગર્ભવિકાસ
(B) ફલન
(C) જન્યુજનન
(D) ગર્ભસ્થાપન
(E) પ્રસુતિ
ઉપર દર્શાવેલ પશ્વ-મૈથુન ઘટનાઓને ઓળખો.
(1) C સિવાય બધા
(2) B સિવાય બધા
(3) E સિવાય બધા
(4) A સિવાય બધા

(47) પ્રથમ મનુષ્ય જેવો હતો.
(1) હોમો હેબિલિસ 900 CC મગજ સાથે
(2) હોમો ઈરેકટ્સ લગભગ 1.5 મિલિયન વર્ષ પૂર્વ ઉદભવ્યો
(3) હોમો રોપિયન્સ આફ્રિકામાં પ્રગટ થયા
(4) હોમો હેબિલિસ મગજની ક્ષમતા 650 - 800 CC વચ્ચે

(48) નીચેનામાંથી કયું વિશિષ્ટ સર્જનવાદનું અનુમાન નથી ?
(1) પૃથ્વી લગભગ 4000 વર્ષ જૂની છે.
(2) વિવિધતા પહેલા હતી તેવી જ રહેશે.
(3) ઉપાર્જિત લક્ષણોનો વારસો
(4) બધી જ જાતિઓ આજે આ જ સ્વરૂપે ઉત્પન્ન થયેલ

(49) નીચે આપેલા વિધનો વાંચો અને તેને અનુલક્ષીને સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન I : BAC અને YAC યોગ્ય યજમાન છે. જેનો ઉપયોગ DNA ના ટુકડાઓના પ્રવર્ધનમાં થાય છે.
વિધાન II : 2 % કરતાં પણ ઓછા જીનોમ પ્રોટીન માટે સંકેત કરે છે.
(1) બંને વિધાન I અને વિધાન II સાચાં છે.
(2) બંને વિધાન I અને વિધાન II ખોટાં છે.
(3) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
(4) વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.

(50) યોગ્ય જોડકાં જોડો:
     List-I                             List-II
A. રેતીકિડો                    I. કાંચળીયુકત ત્વચા
B. બાલાનોગ્લોસસ        II. વાનકોટર યુક્ત અસ્થિ
C. ગીધ                        III. અભિચરણપાદ
D. ભીતગરોળી              IV. સ્ટોમાકોર્ડ
(1) (A-III), (В-II), (C-I), (D-IV)
(2) (A-IV), (B-II), (C-I), (D-III)
(3) (A-III), (B-IV), (C-II), (D-I)
(4) (A-II), (B-III), (C-IV), (D-1)

(51) જંકસટા મજજક ઉત્સર્ગ એકમો એ બાહ્ય ઉત્સર્ગ એકમોથી કઈ રીતે અલગ પડે છે :
(1) હેન્લેના ખૂબ લાંબા પાસની હાજરી
(2) બાઉમેનની કોથળીની ગેરહાજરી
(3) હેલેના ખૂબ લાંબા પાસની ગેરહાજરી
(4) રૂધિરકેશિકાગુચ્છની ગેરહાજરી

(52) વન્યજીવ સફારી ઉદ્યાન તેનું ઉદાહરણ છે ઃ
(1) સ્વસ્થાન (In-situ) સંરક્ષણ
(2) જૈવ-વિવિધતાના ધ્યાન ખેંચામાં પ્રદેશો
(3) સ્વસ્થાન (On-situ) સંરક્ષણ
(4) નવ-સ્થાન સંરક્ષણ

(53) પ્રસ્વેદ ગ્રંથિઓ દ્વારા દૂર કરાવાતાં પદાર્થોનો કયો સમૂહ સાચો છે ?
(1) NaCl, હાઈડ્રોકાર્બન્સ, સ્ટેરોલ્સ અને યુરિયા
(2) યુરિક એસિડ, NaCl, લેકિટક એસિડ અને મીણ
(3) લેકિટક એસિડ, NaCl, યુરિયા
(4) ક્રિએટીનાઈન, યુરિયા, યુરિક એસિડ અને NaĆI

(54) સૂચિ 1 અને સૂચિ II સાથે સરખાવો.
        List-I                    List-II
A. શ્વાસવાહિકા        i. સઘન નિયમિત સંયોજક पेशी
B. ગોબ્લેટ કોષો       ii. શિથિલ સંયોજક પેશી
C. સ્નાયુબંધ           iii. ગ્રંથિય પેશી
D. મેદપૂર્ણ પેશી       iv. પક્ષ્મલ અધિચ્છદ
(1) (A - i), (B - ii), (C - iii), (D - iv)
(2) (A - ii), (B - i), (C - iv), (D - iii)
(3) (A - iii), (B - iv), (C - ii), (D - i)
(4) (A - iv), (B - iii), (C - i), (D - ii)

(55) મૂળ માં...ના કોષો પાતળી દીવાલવાળા, ઘટ્ટ જીવરસ સાથે ખૂબ નાના હોય છે અને અવિભેદિત હોય છે.
(1) વર્ધનશીલ પ્રવૃત્તિનો પ્રદેશ
(2) વિસ્તરણ પ્રદેશ
(3) મૂળરોમ પ્રદેશ
(4) પરિપકવન પ્રદેશ

(56) ECG હૃદયચક્ર દરમ્યાન વિધ્રુવીકરણ અને પુનઃવિધ્રુવીકરણ પ્રક્રિયાને દર્શાવે છે. સામાન્ય સ્વસ્થ વ્યકિતના ECG માં નીચેનામાંથી કયું એક તરંગ દર્શાવવામાં આવતું નથી.
(1) કર્ણકોનું વિધ્રુવીકરણ
(2) કર્ણકોનું પુનઃધ્રુવીકરણ
(3) ક્ષેપકોનું વિધ્રુવીકરણ
(4) ક્ષેપકોનું પુનઃધ્રુવીકરણ

(57) નીચેનામાંથી કયું માસિકચક્રના પુટ્ટિકીય તબકકા સાથે સંબંધિત નથી.
(1) પ્રાથમિક પુટ્ટિકા ગ્રાફિયન પટ્ટિકામાં પરિપકવ થાય છે.
(2) અંતઃસ્તર પ્રસાર દ્વારા પુનઃસર્જન પામે છે.
(3) મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ
(4) પિટયુટરી અને અંડપિંડીય અંતઃસ્ત્રાવોની માત્રામાં ફેરફાર

(58) દેડકાને સંબંધિત નીચેના વિધાનોનો અભ્યાસ કરો.
(A) ખોરાકનું પકડતું અંગ દ્વિશાખી જીભ છે.
(B) સ્વરપેટી અને મૈથુનગાદીની ગેરહાજરી ને કારણે માદા દેડકા નરથી અલગ પડે છે.
(C) મૂત્રપિંડ નિવાહિકાતંત્ર ગેરહાજર છે.
(D) જયારે દેડકો જમીન પર હોય ત્યારે ત્વચા શ્વાસ લેવામાં મદદ કરતી નથી.
નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) માત્ર A & B
(2) માત્ર A & C
(3) માત્ર C & D
(4) માત્ર B & D

(59) વિધાન (A) : સ્મૃતિ આધારિત અનિયમિત પ્રતિચાર ખૂબ જ તીવ્ર પ્રતિચાર છે.
કારણ (R) : સ્મૃતિ આધારિત અનિયમિત પ્રતિચાર બિન-ચોકકસ પ્રકારનું સંરક્ષણ છે.
(1) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી છે.
(2) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
(3) (A) સાચું છે પરંતુ (R) ખોટું છે.
(4) (A) ખોટું છે, (R) સાચું છે.

(60) ખોટી રીતે કાર્ય કરતા ગ્લોબિન અણુઓ જોવા મળે છે.
(1) થેલેસેમિયા
(2) સિકલ-સેલ એનિમિયા
(3) સંધીવા
(4) ધાતક એનિમિયા

(61) સહોપકારીતાનાં સૌથી શાનદાર અને ઉદવિકાસની દૃષ્ટિએ મોહક (લોભામણા) ઉદાહરણો .......વચ્ચે જોવા મળે છે.
(1) બગલા અને ચરણા કરતાં પશુઓ
(2) વનસ્પતિ-પ્રાણી સંબંધોમાં
(3) ગેલોપેગસ ટાપુમાં એબિંગ્ડન કાચબો અને બકરીઓ
(4) સમુદ્ર ફુલ અને કલોવન માછલી

(62) અનુકુલિત પ્રસરણને પ્રદર્શિત કરતાં જરાયુજ સસ્તન પ્રાણીઓના સમૂહ/જૂથ શોધો.
(1) ઉડતી ફેલેન્જર, નુમ્બટ (કીડી ખાઉ), માસુંપિયલ છછૂંદર
(2) લેમૂર, બોબકેટ, છછૂંદર, વરૂ
(3) બોબકેટ, ટાસ્માનિયાઈ ટાઈગર કેટ, ઉડતી ખિસકોલી
(4) ઉંદર, છછૂંદર, ટપકાવાળું કસ્કસ

(63) 'IUI' પદ્ધતિ :
(1) સ્ત્રીના ગર્ભાશયમાં વીર્ય દાખલ કરવામાં આવે છે.
(2) શુક્રકોષને અંડકોષમાં દાખલ કરવામાં આવે છે.
(3) 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષકયુત ભ્રૂણને ગર્ભાશયમાં સ્થળાંતરિત કરવામાં આવે છે.
(4) સ્ત્રીના શરીરમાં બનતા ભ્રુણને સ્થળાંતરિત કરવામાં આ તે સ્ત્રીને કે જે ભ્રુણ ઉત્પન્ન કરી શકતી નથી.

(64) α-થેલેસિમિયા દ્વારા નિયંત્રિત થાય છે.
(1) બે નજીકની જોડાયેલ સંલગ્ન જનીનો HBA1 અને HBB
(2) એકલ જનીન HBB કે જે દરેક પિતૃના 11 માં રંગસૂત્ર ઉપર આવેલ છે.
(3) બે નજીકથી જોડાયેલા સંલગ્ન જનીનો HBA1 અને HBA2
(4) એકલ જનીન HBA2 કે જે દરેક પિતૃના 16 માં રંગસૂત્ર ઉપર આવેલ છે.

(65) તંતુરહિત સંયોજક પેશી પસંદ કરો :
(1) રૂધિર
(2) અસ્થિ
(3) મેદપૂર્ણ પેશી
(4) સંઘન સંયોજક પેશી

(66) નીચેનામાંથી કયું/ કયાં ઉડતી માછલીમાં ગેરહાજર છે ?
(1) ઝાલરઢાંકણ
(2) વાતાશયો (પ્લવનશયો)
(3) (દ્વિખંડી) હૃદય
(4) પ્લેકોઈડના ભીંગડા

(67) યોગ્ય જોડકાં જોડો:
          List-I                List-II
A. સ્કંધાસ્થિ            1. કાસ્થિમય સાંધા
B. મસ્તષ્ક પેટી         2. ચપટું અસ્થિ
C. ઉરોસ્થિ              3. તંતુમય સાંધા
D. કરોડસ્તંભ           4. ત્રિકોણાકાર ચપટું અસ્થિ
(1) (A-1), (B-3), (C-2), (D-4)
(2) (A-1), (B-3), (C-2), (D-4)
(3) (A-1), (B-3), (C-2), (D-4)
(4) (A-1), (B-3), (C-2), (D-4)

(68) પેશીના બૃહદ્ ભક્ષક કોષો :
(1) સુમજીવાણુઓનું ભક્ષણ કરે છે.
(2) એન્ટિબોડી ઉત્પન્ન કરે.
(3) લાઈસોઝાઈમનો સ્ત્રાવ કરે કે જે શારિરીક અંતરાય તરીકે કામ કરે .
(4) એઈડ્સ થવાનું કારણ છે.

(69) નીચે આપેલા વિધનો વાંચો અને તેને અનુલક્ષીને સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન I : ઓન્કોજેનીક વાઈરસના જનીનને વાઈરલ ઓન્કોજિન્સ કહે છે.
વિધાન II : સક્રિય પ્રોટો ઓન્કોજિન્સ બિન-કેન્સર વ્યકિત/સામાન્ય વ્યકિતમાં હાજર હોય છે.
(1) બંને વિધાન I અને વિધાન II સાચાં છે.
(2) બંને વિધાન I અને વિધાન II ખોટાં છે.
(3) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
(4) વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.

(70) નીચેના વિધાનો વાંચો :
I. કૃમિ જેવા પરોપજીવીઓમાં સમ-એકાંતરણ (અનુજનન) જોવા મળે છે.
II. શૂળત્વચીઓ ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠધારી પ્રાણીઓ છે.
III. ગોળકૃમિ અંગતંત્ર સ્તરીય દૈહિક આયોજન ધરાવે છે.
IV. કંકતધરામાં કંકત તકતીઓ હાજર હોય છે જે પાચનમાં મદદ કરે છે.
V. જલવાહક તંત્ર શૂળત્વચીની લાક્ષણિકતા છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
(1) III. IV and V are correct
(2) I. II and III are correct
(3) I. IV and V are correct
(4) II. III and V are correct

(71) સ્તનગ્રંથિ પર કાર્ય કરતા અંતઃસ્ત્રાવોનો યોગ્ય સમુહ પસંદ કરો.
(1) એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, પોલેકટીન અને ઓકિસટોસીન
(2) ADH, ઈન્સ્યુલિન, થાઈમોસિન અને એડ્રેનાલિન
(3) ગેસ્ટ્રિન, સિદ્વીટીન, CCK અને GIP
(4) ACTH, LH, FSH અને MSH

(72) સૂક્ષ્મજીવો પર પ્રયોગો નીચેના દર્શાવે છે. સાચો ક્રમ ઓળખો.
(1) પસંદગી
(II) નવા સ્વરૂપ પ્રકારો
(III) જાતિ નિર્માણ
(IV) પૂર્વ અસ્તિતવ ધરાવતી લાભકારી વિકૃતિઓ
(V) કેટલીક પેઢીઓ
(V) કેટલીક પેઢીઓ
(1) IV - I - III - V - II
(2) IV-III - I - II - V
(3) I-IV-V - III - II
(4) IV - I - II - V - III

(73) એક ઉદ્દવિકાસનિદે શોધી કાઢયું કે અલગ ભૌગલિક વિસ્તારમાં (જુદા – જુદા વસવાટનું પ્રતિનિધિત્વ) એ કરતાં વધુ અનુકુલિત પ્રસરણ જોવા મળે છે. આ પ્રકારના ઉદ્દવિકાસને શું કહેવાય છે.
(1) અનુકુલિત પ્રસરણ
(2) અપસારી ઉદ્દવિકાસ
(3) કેન્દ્રાભિસારી ઉદ્દવિકાસ
(4) સમમૂલકતા

(74) નીચેનામાંથી ખોટું પસંદ કરો.
(1) જમાવટ મુખ્યત્વે ફાઈબ્રિન્સ તરીકે ઓળખાતું તંતુનું જાળું બનાવે છે.
(2) લસિકા રંગવિહિન પ્રવાહી છે.
(3) P-તરંગનો અંતઃ ક્ષેપકના સિસ્ટોલનાં અંતનો સંકેત છે.
(4) એડ્રિનલ મેડયુલરી અંતઃસ્ત્રાવ હૃદયની કાર્યક્ષમતા વધારે છે.

(75) માનવ ઈન્સ્યુલિન સંબંધિત વિધાનો નીચે આપેલા છે.
જનિનિક ઈજનેરી ઈન્સ્યુલિન માટે કયું વિધાન /વિધાનો સાચાં છે.
I. પ્રો-અંતઃસ્ત્રાવ ઇન્સ્યુલિન એ C-પેપ્ટાઇડનું વધારે ખેંચાણ ધરાવે છે.
II. ઈ.કોલાઇમાં, ઇન્સ્યુલિનની A-પેપ્ટાઇડ અને B- પેપ્ટાઇડબી શૃંખલાનું અલગ રીતે ઉત્પાદન કરીને અલગ તારવીને ડાયસલ્ફાઈડ બંધ દ્વારા એકબીજા સાથે જોડવામાં આવી હતી.
III. ડાયાબીટીસની સારવાર માટે વપરાતું ઇન્સ્યુલિન પ્રાણીઓ અને ભુંડમાંથી કાઢવામાં આવ્યું હતું.
IV. પ્રો-અંત:સ્ત્રાવને પૂર્ણ કરી પરિપકવ અને ક્રિયાશીલ અંત:સ્ત્રાવમાં રૂપાંતરિત  કરવા પ્રક્રિયાકૃત થવાની આવશ્યકતા હોય છે.
V. કેટલાક દર્દીઓ વિદેશી ઇન્સ્યુલિન પ્રત્યે એલર્જીક પ્રતિક્રિયાઓ વિકસાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
(1) માત્ર II
(2) III & IV
(3) III, IV & V
(4) I, II & IV

(76) વિધાન (A) : સફેદ સ્નાયુ તંતુ અને લાલ સ્નાયુ તંતુએ કંકાલ સ્નાયુઓનો આકાર છે.
કારણ (R) : સ્નાયુઓના શિથિલિન એ માયોસિનના શિથિલિન પછી થાય છે.
(1) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી છે.
(2) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
(3) (A) સાચું છે પરંતુ (R) ખોટું છે.
(4) (A) ખોટું છે, (R) સાચું છે.

(77) વિધાન I : દ્વિતીયક પુટીકાઓ પ્રાથમિક પૂર્વ અંડકોષ ધરાવે છે.
વિધાન II : ઝોના પેલ્યુસિડા દ્વિતિયક પૂર્વ અંડકોષ દ્વારા રચાય છે.
(1) બંને વિધાન I અને વિધાન II સાચાં છે.
(2) બંને વિધાન I અને વિધાન II ખોટાં છે.
(3) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
(4) વિધાન 1 ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.

(78) માસિકચક્રના મધ્યાન સમય દરમ્યાન LH પરાકાઠા શેને પ્રેરિત કરે છે.
(1) ગ્રાફિયન પુટ્ટીકાના તૂટવાની ક્રિયા
(2) અંડપિંડીય પુટ્ટિકાનો વિકાસ
(3) એન્ડ્રોજનનું સંશ્લેષણ અને સ્ત્રાવ
(4) સ્તનગ્રંથિમાં દૂધનું નિર્માણ

(79) ખોટી જોડ પસંદ કરો.
(1) માયેસ્થેનીઆ ગ્રેવીસ – સ્વરોગપ્રતિકાર અનિયમિતતા
(2) ટીટેની – દેહજળમાં Ca2+ નું વધુ પ્રમાણ
(3) આર્થરાઈટીસ – સાંધાઓના સોજો
(4) સ્નાયુમય દુર્વિકાર – જનીનિક ખામી

(180) 'X' એ હૃદય અને મહાધમની નજીક આવેલી ખંડિય રચના છે તે 'Y' અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે કે જે રોગપ્રતિકારક શકિત પર ઉત્તેજક અસર કરે છે 'X' અને 'Y' છે.
(1) અનુક્રમે હાયપોથેલેમસ અને ADH
(2) અનુક્રમે પિનિયલ ગ્રંથિ એન મેલાટોનીન
(3) અનુક્રમે થાઈમસ અને થાયમોસીન
(4) અનુક્રમે થાઈરોઈડ અને થાઈરોકિસન

(81) ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ એ જણાવે છે કે :
(1) સમાન સ્ત્રોતો માટેની સ્પર્ધામાં જુદા-જુદા ખોરાકની પસંદગી ધરાવતી પ્રજાતિઓને ખસેડી નાખવામાં આવે છે.
(2) સમાન મર્યાદિત સ્ત્રોત માટે બે જાતિઓ અનંતકાળ સુધી સાથે-સાથે રહી શકતી નથી.
(3) વધુ પ્રમાણ ધરાવતી પ્રજાતિ દ્વારા ઓછા પ્રમાણ ધરાવતી પ્રજાતિને ખસેડી દેવામાં આવે છે.
(4) મોટા સજીવો સ્પર્ધા દ્વારા નાના સજીવોને ખસેડી નાખે છે.

(82) અયોગ્ય જોડ પસંદ કરો.
(1) જૈવિક ઘટકો = ઉત્પાદકો, ઉપભોકતા અને વિઘટકો
(2) પ્રાથમિક ઉત્પાદન માટે મર્યાદિત પરીબળ = સૌર ઊર્જા
(3) ઉપભોકતા દ્વારા નવા કાર્બનિક પદાર્થો (ઘટકો)નું નિર્માણ = પ્રાથમિક ઉત્પાદન
(4) ઓકિસજન જરૂરી પ્રક્રિયાઓ =  વિઘટન

(83) જો અસામાન્ય અંડકોષ (22 + O) અને સામાન્ય શુક્રકોષ (22 + X) નું મિશ્રણ હોય તો નીચેનામાંથી કઈ અનિયમિતતા જોવા મળે?
(1) કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ
(2) ટર્નર્સ સિન્ડ્રોમ
(3) ડાઉન સિન્ડ્રોમ
(4) સિકલ સેલ એનિમિયા

(84) સજીવોની વસ્તીમાં એક જનીન હોય છે કે જેને D અને d બે એલલ હોય છે. D એલલની આવૃત્તિ = 0.7. જો આ વસ્તી હાર્ડી-વેઈનબર્ગની તમામ પાંચ શરતોને સંતોષે છે, તો આગામી પેઢીમાં અપેક્ષિત જનીનની આવૃત્તિ શું હશે ?
(1) DD = 0.09, Dd = 0.42, dd = 0.49
(2) DD = 0.49, Dd = 0.09, dd = 0.42
(3) DD = 0.09, Dd = 0.49, dd = 0.42
(4) DD = 0.49, Dd = 0.42, dd = 0.09

(85) સ્ત્રોતના ભાગો બે પ્રજાતિઓ વચ્ચે થાય છે.
(1) વિશિષ્ટ આચ્છાદન ટાળવા માટે
(2) સ્ત્રોતના વધુ પડતાં શોષણને ટાળવા માટે
(3) સ્પર્ધા ટાળવા માટે
(4) સ્ત્રોતનો બગાડ ટાળવા માટે

(86) DNA ફિંગર પ્રિટીંગનો સમાવેશ થાય છે.
(1) તમામ કોડિંગ અને નોન-કોડિંગ અનુક્રમે સંહિત સમગ્ર જીનોમનું અનુક્રમણ
(2) બિનઆવશ્યક જનીનોને કાઢી નાખવું
(3) પુનરાવર્તીત DNA તરકી ઓળખાતાં DNA માં અમુક ચોકકસ પ્રદેશોમાં તફાવતોને ઓળખવા
(4) પ્રોટીન અને RNA સંશ્લેષણ સિન્થેસીસ ભાતનું વિશ્લેષણ

(87) ખાલી જગ્યા પૂરો.
(i) એક શૃંખલીય RNA અથવા DNA અણુ જે રેડીયોસક્રિય અણુ સાથે દર્શાવેલ હોય તેને A કહે છે.
(ii) ELISA આંતરક્રિયાના સિદ્ધાંત પર કાર્ય કરે છે.
(iii)C પ્રોટીન એ એમ્ફીસેમાની સારવારમાં ઉપયોગી છે.
(iv) મનુષ્ય પર ઉપયોગ કરતા પહેલા રસીની સુરક્ષા માટેના પરીક્ષણ કરવા માટે પારજનીનીક D નિર્માણ કરવામાં આવ્યું
(v) ભારત સરકારે એવા સંગઠનની સ્થાપ્ના કરી જેમકે E પારજનીનીક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા તથા જન સેવા માટે પારજનીનીક સજીવોના અમલીકરણની સુરક્ષા વિશે નિર્ણય લેશે.
(vi) 1997 માં F કંપનીએ બાસમતી ચોખા પર US પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા પેટન્ટ પ્રાપ્ત કરી.
આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) A-પ્રોબ . E-GEAC. F- અમેરિકન
(2) A-એન્ટિજન એન્ટિબોડી. E- અમેરીકન. B-ઉંદર
(3) C- એન્ટિજન એન્ટિબોડી. A-રોઝી, B- GEAC
(4) C-a-લેટાલ્યુમીન. F-ઉંદર, D-પ્રોબ

(88) ખાલી જગ્યા પૂરો.
(A) પુનઃ સંયોજીત DNA નું નિર્માણ....... ના.......માં એન્ટિબાયોટીક પ્રતિરોધી સંકેતન કરતા જનીનને સાથે જોડી નિર્માણ કરાયુ હતુ.
(B) Hind II હંમેશા DNA અણુના એક ચોકકસ બિંદુ પર કાપ મૂકે જે.......બેઇઝ જોડનો એક  ચોકકસ ક્રમ એ હોય ચોકકસ ક્રમ એ Hind II ના...... તરીકે જાણીતો છે. 
(C) DNA માં.....બેઇઝ જોડનો એક એવો ક્રમ હોય છે. જે DNA ની એક બાજુએથી બીજી બાજુ તરફ આગળ અને પાછળથી એકસરખા વાંચી શકાય છે.
(D).........કેટલીય દ્વિદળી વનસ્પતિ માટે રોગકારક છે તે DNA નો એક ખંડ જેને.......કહે છે સામાન્ય વનસ્પતિ કોષને રૂપાંતરીત કરી ગાંઠમાં ફેરવે છે.
(1) 1-પ્લામિડ, સાલ્મોનેલા ટાઇફીમ્યુરીયમ: 2- સાત ઓળખ ક્રમ. 3-પ્લીન્ડ્રોમ 4-એગ્રોબેકટેરીયમ ટયુમીફેસીયન. Z-DNA
(2) 1-પ્લાસ્મિડ, સાલ્મોનેલા ટાઇફીમ્યુરીયમ: 2- છ ઓળખ ક્રમ. 3-પ્લીન્ડ્રોમ.4- એગ્રોબેક્ટેરીયમ ટયુમીફેસીયન, T-DNA
(3) 1-રંગસૂત્ર, સાલ્મોનેલા ટાઇફીમ્યુરીયમ: 2- છ ઓળખ ક્રમ. 3 - પ્લીન્ડ્રોમ. 4- એગ્રોબેકટેરીયમ T-DNA ટયુમીફેસીયન.
(4) 1- પ્લાસ્મિડ, સાલ્મોનેલા ટાઇફીમ્યુરીયમ: 2- છ ઓળખ ક્રમ. 3- પ્લીન્ડ્રોમ, Z-DNA 4- એગ્રોબેક્ટેરીયમ ટયુમીફેસીયન,

(89) વિધાન (A) : જયારે વિદેશી DNA ને વાહક pBR322 માં સ્થિત ટેટ્રાસાયકલીન પ્રતિરોધી જનીનના BamHI દ્વારા જોડી ત્યારે પુનઃસંયોજિત પ્લાઝમીડ ટેટ્રાસાયકિલન પ્રતિરોધકતા ગુમાવે પરંતુ એમ્પીસીલીન પ્રતિરોધકતા નહીં.
કારણ (R): પુનઃસંયોજિતએ એમ્પીસીલીન માધ્યમમાં ઉછેરી શકાય પરંતુ ટેટ્રાસાયયકલનમાં નહી, જયારે
બિનપુનઃસંયોજિતને બંને માધ્યમમાં ઉછેરી શકાય.
(1) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી છે.
(2) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
(3) (A) સાચું છે પરંતુ (R) ખોટું છે.
(4) (A) અને (R) બંને ખોટાં છે.

(90) એક વ્યકિતમાં હીપેટાટીસ વિરોધ ગ્લોબ્યુલીન દાખલ કરવામાં આવે છે આ.......
(1) કુદરતી ઉપાર્જીત સક્રિય પ્રતિકારકતા
(2) કુદરતી ઉપાર્જીત નિષ્ક્રિય પ્રતિકારકતા
(3) કૃત્રિમ ઉપાર્જીત સક્રિય પ્રતિકારકતા
(4) કૃત્રિમ ઉપાર્જીત નિષ્ક્રિય પ્રતિકારકતા

(91) સસ્તનના ઉદ્દભવનો સાચો ક્રમ શું છે ?
(1) સોરોપ્સિડ→ પલિકોસોરસ થેરાપ્સીડ→ સસ્તન
(2) સાયનાપ્સિડ→ પેલિકોસોરસ થેરાપ્સીડ→ સસ્તન
(3) સોરોપ્સિડ સીનેપ્સીડ થિકોડોન્ટ સસ્તન
(4) સીનેપ્સિડ→ સોરોપ્સીડ થેરાપ્સીડ સસ્તન

(92) યોગ્ય જોડકાં જોડો:
   કોલમ-I                                   કોલમ - II
A. બ્રહ્માંડની ઉત્પત્તિ                  (i) 3 bya
B. પૃથ્વીની ઉત્પત્તિ                    (ii) 2 bya
C. પ્રથમ જીવંત દેખાવું               (iii) 4 bya
D. પ્રથમ અકોષીય જીવનું સ્વરૂપ  (iv) 4.5 bya
E. પ્રથમ કોષીય જીવનું સ્વરૂપ       (v) 20 bya
(1) A-(i). B-(ii), C-(iv). D-(iii). E-(v)
(2) A-(v), B-(ii). C-(i). D-(iv). E-(iii)
(3) A-(ii). B-(i). C-(iii), D-(v), E-(iv)
(4) A-(v). B-(iv), C-(iii), D-(i). E-(ii)

(93) લેક ઓપેરોન માટે અસંગત પસંદ કરો.
(1) i જનીન-માત્ર પ્રેરકની હાજરીમાં જ અભિવ્યકત થાય છે.
(2) z જનીન-પ્રેરકની હાજરીમાં જ અભિવ્યકત થાય છે.
(3) y જનીન-પ્રેરકની હાજરીમાં જ અભિવ્યકત થાય છે.
(4) a જનીન-પ્રેરકની હાજરીમાં જ અભિવ્યકત થાય છે.

(94) સંગત વિકલ્પ પસંદ કરો.
કોલમ - I (અર્થ)        કોલમ II (વ્યાખ્યા)
A. પ્રભાવીતા            (i) એ. સ્ટુવર્ટ
B. બ્રીટીશ વૈજ્ઞાનીક   (ii) હેકીંગ
C. X-રંગસૂત્રની શોધ  (iii) રેજીનાલ્ડ સી. પુનેટ
D. સંલગ્ન નકશો         (iv) મેન્ડલ
(1) A-(i). B-(ii). C-(iii), D-(iv)
(2) A-(iv). B-(iii). C-(ii). D-(i)
(3) A-(iv).B-(iii).C-(i). D-(ii)
(4) A-(iv).B-(i). C-(ii), D-(iii)

(95) ગંદા પાણીની BOD ... ની માત્રાના માપન દ્વારા જાણી શકાય.
(1) કુલ કાર્બનિક પદાર્થ
(2) જૈવ વિઘટનીય કાર્બનિક પદાર્થ
(3) ઓકિસજનના નિર્માણ દ્વારા
(4) ઓકિસજનનો ઉપયોગ

(96) આપેલ વિકલ્પ પૈકી સાચી જોડ પસંદ કરો.
(1) બિન ઔષધીય IUDs - મલ્ટિલોડ 375
(2) સહેલી - બિન સ્ટીરોઈડલ બનાવટ
(3) દુગ્ધસ્ત્રવણ એમોનોરિયા – ઋતુચક્રની હાજરી
(4) આંતરપટલ, ગ્રીવાટોપી અને વોલ્ટસ- મૈથુન થઈ થયા બાદ ગ્રીવાને ઢાંકવાનું કાર્ય કરે છે.

(97) વિધાન (A): જો સંકરીતને એ અસંયોગીજનનમાં રૂપાંતરીત કરવામાં આવે તો સંકરીત સંતતિમાં લક્ષણનું વિયોજન થતું જોવા મળે નહીં.
કારણ (R) : ખેડૂત આ સંકરીત બીજનો ઉપયોગ કરી દર વર્ષે નવી વનસ્પતિ ઉછેરે તો તેને દર વર્ષે નવા બીજ ખરીદવાની જરૂર ન રહે.
(1) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી છે.
(2) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
(3) (A) સાચું છે પરંતુ (R) ખોટું છે.
(4) (A) ખોટું છે, (R) સાચું છે.

(98) ઈન્સ્યુલિન માટે અસંગત પસંદ કરો.
(1) તે પેપ્ટાઈડ અંતઃસ્ત્રાવ છે.
(2) તે ગ્લાયકોજીનેસીસ પ્રેરે છે.
(3) મુખ્ય યકૃત કોષો અને મેદકોષો પર કાર્ય કરે છે.
(4) કોષીય ગ્લુકોઝ ગ્રાહ્યતા અને વપરાશ અવરોધે છે.

(99) મૂત્રપિંડ લાલાશ પડતા કથ્થાઈ રંગની વાલ જેવા આકારની રચના છે અને તે...... ઉરસીય અને...... કટિકશેરૂકાની વચ્ચે ગોઠવાયેલ છે.
(1) 11th, 1st
(2) 12th, 3rd
(3) 10th, 2nd
(4) 12th, 5th

(100) રુધિરકેશિકાગુચ્છ ગાળણદર (GFR) માટે સાચું વિધાન પસંદ કરો.
(i) મૂત્રપિંડો દ્વારા પ્રતિ મિનિટે નિર્માણ કરવામાં આવતા ગાળણના જથ્થાને રુધિરકેશિકાગુચ્છ ગાળણદર કહે છે.
(ii) તંદુરસ્ત વ્યકિતમાં GFR આશરે 125 મિલિ/મિનિટ એટલે કે 280 લિટર પ્રતિ દિવસ હોય છે.
(iii) રુધિરકેશિકાગુચ્છ ગાળણદરનું નિયમન જક્સટા રુધિરકેશિકાગુચ્છ ઉપકરણ (JGA) દ્વારા થાય છે.
(iv) JGA એ દૂરસ્થ ગુંચળામયનલિકાના કોષીય રૂપાંતરણ અને અંતવાહી ધમનિકાના સંપર્ક સ્થળ દ્વારા નિર્માણ પામે છે.
(v) GFR માં ઘટાડો JG કોષોને સક્રિય કરે છે અને તે રેનીન મુકત કરે છે. જે રુધિરકેશિકા ગુચ્છનાં રુધિરપ્રવાહને ઉત્તેજીત કરે છે અને આમ GFR પાછો સામાન્ય થાય છે.
(vi) રેનીન એ રુધિરમાં એન્જીઓટેન્સીનોજન ને એન્જીઓટેન્સીન II માં રૂપાંતર કરે છે અને ત્યારબાદ એન્જીઓટેન્સીન I માં જે એક પ્રભાવશાળી રુધિરવાહીનીનો સંકોચક હોવાથી જે રુધિર કેશિકાગુચ્છનું રુધિરદબાણ અને GFR માં વધારો કરે છે.
(1) (i), (ii). (v) and (vi)
(2) (i), (ii), (iii) and (vi)
(3) (i), (iii), (iv) and (v)
(4) (i), (ii), (iii), (iv) and (v)


જવાબો 

1. 4, 2.4, 3.4, 4.1, 5.2, 6.3, 7.2, 8.1, 9.C, 10.2, 11.3, 12.2, 13.3, 14.C, D, 15.A, 16.A, 17.A, 18.A, 19.કોમન , 20.3, 21.3, 22.1, 23.1, 24.2, 25.1, 26.1 , 27.1, 28.3, 29.કોમન, 30.2, 31.2, 32.2, 33.4, 34.1, 35.2, 36.4, 37.3, 38.1, 39.4, 40.1, 41.2, 42.4,  43.1,  44.3,  45.1,  46.1,  47.4,  48.3,  49.4,  50.3 , 51.1,  52.4,  53.3 ,  54.4, 55.1,  56.2,  57.3,  58.1,  59.3,  60.2,  61.2,  62.2,  63.1,  64.3,  65.1,  66.4,  67.કોમન ,  68.1 ,  69.3,  70.4,  71.1,  72.4,  73.3,  74.3,  75.1,  76.કોમન ,  77.1,  78.1,  79.2,  80.3,  81.2,  82.3,  83.2,  84.4,   85.3,  86.3,  87.1,  88.2,  89.2,  90.4,  91.2,  92.4,  93.1,  94.2,  95.4,  96.2,  97.2,  98.4,  99.2,  100.3

નોંધ - કોમન નો અર્થ એ પ્રશ્ન માં ભૂલ હોવાથી માર્ક્સ ગણી લેવા.



MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)

GUJARAT BIOLOGY NEET PLUS


Youtube -  @Gujarat Biology NEET PLUS 

                     @ Gujarat Biology Plus Manish Mevada

            @ Gujarat Biology NEET Q & A

Instagram   -  @gujaratbiologyneetplus

Play store App  -  Gujarat Biology NEET PLUS

Website        - www.indiabiologyneet.com

               www.gujaratbiologyneet.com

www.manishmevada.com

BOOK             LAST DAYS FOR BOARD EXAMINATION     

                                (2021,2022,2023,2024)  

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad