GUJARAT BIOLOGY NEET PLUS
MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)
NEET PRACTICE PAPER - 7 | STD 11 અને 12 સંપૂર્ણ અભ્યાસ ક્રમ
TIME- 1 HOUR SUBJECT – BIOLOGY MARKS- 400
• કુલ 100 પ્રશ્નો છે દરેક પ્રશ્નનો 4 માર્ક છે દરેક ખોટા પ્રશ્ન ના 1 માર્ક કપાશે
(1) લીસ્ટ I ને લીસ્ટ II સાથે યોગ્ય રીતે જોડી સાચો વિકલ્પ પસંદ કરો.
લીસ્ટ I લીસ્ટ II
(i) ઉત્સર્ગિકા (A) કોષ્ઠાંત્રિ
(ii) કંકત તકતીઓ (B) પૃથુકૃમિ
(iii) કોલર કોષો (C) નુપુરક
(iv) જયોત કોષો (D) સછિદ્ર
(i) ડંખાગિંકાઓ (E) કંકતરા
(1) (i-C), (ii-E), (iii - A), (iv - B), (v - D)
(2) (i-C), (ii-E), (iii - D), (iv - B), (v-A)
(3) (i-C), (ii-A), (iii - E), (iv - B), (v-D)
(4) (i-E), (ii-A), (iii -D), (iv - B), (v - E)
(2) નીચેના વાકયો વાંચો.
(a) અનુજનન સૂત્રકૃમિમાં જોવા મળે છે.
(b) શૂળત્વચીને ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ટી પ્રાણીઓ છે.
(c) ગૌળકૃમિ અંગતંત્ર સ્તરીય દૈહિક આયોજન ધરાવે છે.
(d) કંતધરામાં કંકત તકતીઓ હાજર હોય છે જે પાતમાં મદદ કરે છે.
(e) જલવાહક તંત્રએ શૂળત્વચીઓની લાક્ષણિકતા છે.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો,
(1) (b), (c), અને (c) સાચા છે.
(2) (c), (d) અને (c) સાચા છે.
(3) (a), (b) અને (c) સાચા છે.
(4) (a), (d) અને (e) સાચા છે.
(3) કોલમ-I માં આપેલ પ્રાણીપેશીના પ્રકારને કોલમ-II માં આપેલ સ્થાન સાથે યોગ્ય રીતે જોડી સાચો વિકલ્પ પસંદ કરો.
Column-I (પેશી) Column-II (સ્થાન)
a.સરળ સ્તંભાકાર અધિચ્છદ p. હ્રદયની દિવાલ
b. હદ સ્નાયુઓ q. અસ્થિના સાંધાઓ
c. મેદપૂર્ણ પેશી r. જઠર અને આંતરડાની અંદરની સપાટી
d. કાચવત કાસ્થિ s. ઉદર,સાથળ અને સ્તનમાં ત્વચાની નીચે
(1) (a-p), (b-r), (c-s), (d-q)
(2) (a-r), (b-p), (c-q), (d-s)
(3) (a-r), (b-p), (c-s), (d-q)
(4) (a-r), (b-q), (c-p), (d-s)
(4) નીચેનાં વાકયો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો.
(a) અંત:પટલમય તંત્રમાં કોષરસ,ટલ, ચોલ્ગી સંકુલ, લાયસોપ્રેમ્સ અને રસધાનીનો સમાવેશ થાય છે.
(b) ER દ્રવ્યોના પરિવહન, પોટીન સંપ્લેષણ, લાઈ પોપ્રોટીન સંશ્લેષણ તથા આયકોજનના સંશ્લેષણમાં મદદરૂપ છે.
(c) રિબોઝોમ્સ પોટીન સંશ્લેષયામાં ભાગ ભજવે છે.
(d) કણાભસૂત્ર ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન અને ATT ના નિર્માણમાં મદદરૂપ થાય છે.
(1) b,cઅને d સાચા છે.
(2) ફક્ત a સાચું છે.
(3) ફકત b સાચું છે.
(4) ફકત C અને d સાચું છે.
(5) એસિડ અદ્રાવ્યભાગમાં જોવા મળતા તેમજ 1000 ડાલ્ટનથી વધુ પરમાણુભાર ધરાવતા જૈવઅણુઓ કયા છે ?
(I) પોલિસેકેરાઈડ
(II) ન્યુકિલઈક એસિડ
(III) લિપિડ
(IV) પ્રોટીન્સ
(1) I, III, IV
(2) II, III, IV
(3) I, II, III
(4) I, II, IV
(6) ખોટાં વાક્યો ઓળખો.
(i) ઉત્સર્ગ એકમના પ્રારંભિક ભાગ (PCT) માં પાણીનું નિષ્ક્રિય રીતે પુનઃશોષણ થાય છે.
(ii) નાઈટ્રોજનયુકત નકામા દ્રવ્યો સક્રિય વહન દ્વારા શોષણ પામે છે.
(iii) DCT માં Na+ અને પાણીનું શરતી પુનઃશોષણ થાય છે.
(iv) DCT ગ્લુકોઝનું પુનઃશોષણ કરે છે.
(v) DCT એH+, K+ અને NH3 ના પસંદગીમાન સ્ત્રાવ અને રૂધિરમાં pH ની જાળવણી તેમજ Na+, K+ ના સંતુલન માટે સશ્વમ છે.
(1) (i) અને (ii)
(2) (iii) અને (iv)
(3) (iv) અને (v)
(4) (ii) અને (iv)
(7)..…..... ચેતાકોષ સંવેદી અંગોમાંથી સંકેતો મેળવીને પૃષ્ઠ ચેતામૂળ મારફતે ઉર્મિવેગનું વહન..... તરફ કહે છે .......ચેતાકોષ CNS માંથી સંકેતો..... તરફ લઈ જાય છે.
(1) અંતર્વાહી, CNS, બર્હિવાહી, અસરકારક અંગ
(2) બર્હિવાહી, PNS, અંતર્વાહી, અસરકારક અંગ
(3) અંતર્વાહી, CNS, બર્હિવાહી, ગ્રાહ્યક
(4) બર્હિવાહી, PNS, અંતર્વાહી, ગ્રાહ્યક
(8) નીચેનામાંથી કઈ પેરાથાઈરોઈડ અંતઃસ્ત્રાવની અસર નથી ?
(i) અસ્થિ વિનાશની પ્રક્રિયાને ઉતેજે છે.
(ii) રૂધિરમાં Ca2+નું પ્રમાણ ઘટાડે છે.
(iii) મૂત્રપિંડ નલિકા દ્વારા Ca2+ નું પુન:શોષણ વધારે
(iv) પાચિત ખોરાકમાંથી Ca2+નું શોષણ ધટાડે છે.
(v) કાર્બોદિતનું ચયાપચય વધારે
નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
(1) (ii), (iv) અને (v) માત્ર
(2) (i) અને (v) માત્ર
(3) (ii) અને (iii) માત્ર
(4) (i) અને (iii) માત્ર
(9) જયારે માધ્યમમાં લેકટોઝ હાજર હોય ત્યારે લેક ઓપેરોનના સંદર્ભમાં ખોટું વાકય પસંદ કરો.
(1) જનીનનું mRNA માં પ્રત્યાંકન થાય છે જે B-ગેલેકટોસાઈડર્પીએઝ ઉત્પન્ન કરે છે.
(2) લેકટોઝ નિગ્રાહક પ્રોટીનને નિષ્ક્રિય કરે છે.
(3) RNA પોલિમરેઝ z-જની, y-જનીન અને a-જનીનનું પ્રત્યાંકન કરે છે.
(4) એલોલેકટોઝ એ લેક : ઓપેરોનનો પ્રેરક છે.
(10) નીચે આપેલામાંથી કેટલા વાકયો "નૈસર્ગિક ઉપાર્જિત નિષ્ક્રિય પ્રતિકારકતા" ના ઉદાહરણો છે?
(a) સર્પદંશના કિસ્સામાં સર્પવિષના વિરુદ્ધમાં કાર્યક્ષમ એન્ટીબોડી ધરાવતું ઈજેકશન દર્દીને આપવામાં આવે છે.
(b) ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભ જરાયુ મારફતે માતા તરફથી કેટલાક એન્ટીબોડી મેળવે છે.
(c) માતા દ્વારા દુગ્ધસ્ત્રવણના પ્રારંભિક દિવસોમાં કોલોસ્ટ્રમનો સ્ત્રાવ થાય છે જેમાં પુષ્કળ પ્રમાણમાં IgA એન્ટીબોડી હોય છે જે નવજાતનું રક્ષણ કરે છે.
(d) ઈજા અને દાહના કેસમાં ATS (એન્ટી ટીટેનસ સીરમ) હંગામી રક્ષણ પ્રદાન કરે છે.
(1) એક
(2) બે
(3) ત્રણ
(4) ચાર
(11) સંકટમાં રહેલ પ્રજાતિઓના જન્યુઓનું જીવીત અને જનનક્ષમ (ફળ દ્રુપ) સ્થિતિમાં કાર્યોપ્રિઝર્વેશનને શેના તરીકે સંદર્ભીત કરી શકાય?
(1) પવિત્ર ઉપવનો દ્વારા સ્વસ્થાન સંરક્ષણ
(2) જૈવવિવિધતાનું સ્વસ્થાન કાર્યો સંરક્ષણ
(3) જૈવવિવિધતાનું સ્વસ્થાન સંરક્ષણ
(4) જૈવવિવિધતાનું આધુનિક નવ સ્થાન સંરક્ષણ
(12) નીચેના વાક્યો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો.
(i) સંધિપાદમાં બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે.
(ii) નપુરકમાં અભિચરણપાદ તરવામાં મદદ કરે છે.
(iii) મૃદુકાય એ બીજા નંબરનો સૌથી મોટી પ્રાણી સમુદાય છે.
(iv) સૂત્રકૃમિઓ દ્વિગૃહી હોય છે.
(1) ફકત i અને iii ખોટા છે.
(2) ફકત i ખોટું છે.
(3) ફકત ii ખોટું છે.
(4) ફકત iii અને iv ખોટા છે.
(13) નીચે આપેલા બે વિધાનો વાંચી સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન I : ગોબ્લેટના કોષો એકકીય ગ્રંથિ છે.
વિધાન II : કાનનું મીણ (કાનનો મેલ) એ બર્હિસ્ત્રાવી ગ્રંથિનો સ્ત્રાવ છે.
(1) વિધાન I અને વિધાન II બંને સાચા છે.
(2) વિધાન I અને વિધાન II બંને ખોટાં છે.
(3) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
(4) વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.
(14) નીચેના જોડકાં જોડો:
List - I List- II List - III
(I) પામીટીક એસીડ (A) સંધિપાદ (i) પ્રોટીન
(II) GLUT-4 (B) કપાસના તંતુ (ii) પોલિસેકેરાઇડ જટીલ
(III) કાઈટીન (C) 16C (iii) પોલિસેકેરાઇડ સરળ
(IV) સેલ્યુલોઝ (D) ગ્લુકોઝનું વહન (iv) -CH₂ જૂથની ઉચ્ચ સંખ્યા
(1) (I-C-iv), (II-D-i), (III-A - ii), (IV-B - iii)
(2) (I-B-iii), (II -A- iv), (III-D - ii), (IV-C-i)
(3) (I-D-iii), (II-C-i), (III-A - ii), (IV - B - iv)
(4) (I-B-iv), (II-D-iii), (III - C-i), (IV-A-ii)
(15) વિધાન (R) : મનુષ્યના હૃદયમાં ઓકિસજનયુકત રૂધિર અને ઓકિસજનવિહિન રૂધિર મિશ્ર થતા નથી.
કારણ (R): હૃદયમાં હાજર વાલ્વ રૂધિરને ફકત એક જ દિશામાં વહન થવા દે છે.
(1) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
(2) (A) સાચું છે પરંતુ (R) ખોટું છે.
(3) (A) સાચું નથી પરંતુ (R) સાચું છે.
(4) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી છે.
(16) નીચે આપેલ દરેક વાકયો ખાલી જગ્યા ધરાવે છે. જેને ઘ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો.
a. શુક્રોત્પાદક નલિકાઓ ...(i)... ઉત્પન્ન કરે જે જયારે લેડીંગના કોષો ...(ii) ... ઉત્પન્ન કરે છે.
b. માદામાં મૂત્રમાર્ગ ટુંકો હોય છે જે ... (iii) ... નું વહન કરે છે. જ્યારે નરમાં મૂત્રમાર્ગ મૂત્ર અને....(iv).... નું વહન કરે છે.
c. આદીશુક્રકોષમાંથી શુક્રકોષના નિર્માણની ક્રિયાને.....(v)....કહે છે અને પ્રશુક્રકોષનું શુક્રકોષમાં રૂપાંતરણને ... (vi).... કહે છે.
(1) (v) શુક્રકોષજનન ,(vi) શુક્રકાયાન્તરણ, (i) શુક્રકોષ
(2) (i) ટેસ્ટોસ્ટેરોન, (ii) શુક્રકોષ, (iii) મૂત્ર
(3) (i) ઇસ્ટ્રોજન, (ii) ટેસ્ટોસ્ટેરોન, (v) શુક્રકાયાન્તરણ
(4) (iii) મૂત્ર, (iv) વિર્ય, (v) શુક્રકાયાન્તરણ
(17) ત્રિઅંગીઓ માટે સાચાં વિધાનો પસંદ કરો.
(i) ત્રિઅંગીમાં લિંગી અંગો બહુકોષીય હોય છે.
(ii) નરજન્યુઓ પાણીમાં મુકત થાય છે ત્યારબાદ તે પાણી દ્વારા વહન પામી માદા જન્યુ કોષ સાથે જોડાય છે અને યુગ્મનજનું નિર્માણ કરે છે.
(iii) યુગ્મનજમાં તત્કાલ અર્ધિકરણ (રિડકશન) વિભાજ્ન થતુ જોવા મળે છે.
(iv) યુગાનજમાંથી બહુકોષીય બીજાણુજનક દેશનું નિર્માણ થાય.
(v) બીજાણુજનક મુકતજીવી રીતે જોવા મળતો નથી પરંતુ પ્રકાશસંશ્લેષી જન્યુજનક સાથે જોડાયેલ જોવા મળે છે.
(1) (i), (ii) અને (iii)
(2) (i), (ii) અને (iv)
(3) (i) અને (iv)
(4) (iii) અને (iv)
(18) આપેલા વિધાનને ધ્યાનમાં લઈ પ્રશ્નના જવાબ આપો. "તેઓ સામાન્યત: અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે. તેઓ અચલિત બીજાણુઓ દ્વારા અલિંગી રીતે અને અચલિત જન્યુઓ દ્વારા લિંગી રીતે પ્રજનન કરે છે."વનસ્પતિઓનું જૂથ અને તેના ઉદાહરણ ઓળખો
(1) મોસ, ફ્યુનારિયા
(2) રાતીલીલ, પોલીસાઇફોનયા
(3) બદામી લીલ, લેમિનારિયા
(4) ત્રિઅંગી, સેલાજીનેલા
(19) નીચેનામાંથી ક્યા વિધાન / વિધાનો ફળ માટે ખોટાં નથી ?
(i) ફળ એ ફલન પહેલા વિકાસ પામેલું પરિપકવ (પુખ્ત) કે પાકેલુ બીજાશય છે.
(ii) તે ફલાવરણ અને બીજ ધરાવે છે.
(iii) જ્યારે ફલાવરણ જાડુ અને માંસલ હોય ત્યારે તે બહારનું મધ્યફલાવરણ, મધ્યમાં બાહય ફલાવરણ અને અંદર અંત:કુલાવરણમાં વિભેદન પામે છે.
(iv) કેરી અને નાળિયેરમાં ફળ અનષ્ઠિલા તરીકે ઓળખાય છે.
(1) માત્ર (i)
(2) બંને (ii) અને (iii)
(3) માત્ર (ii)
(4) આપેલા બધાં
(20) C3 વનસ્પતિમાં ગ્લુકોઝના સંશ્લેષણના તબકકાઓને ક્રમશ: ગોઠવો
I. ઇલેકટ્રોનનું ETS દ્વારા વહન
II. ક્લોરોફિલ a ના ઇલેક્ટ્રોનનું ફોટોન દ્વારા સક્રિય થવું
III. H+ સાંદ્રતાનો ઢોળાંશ બનવો.
IV. 1, 3 BPGA નું રિડક્સન થવું.
V. RuBP નું કાર્બોકિસલેશન થવું
VI. 3 PGA નું ફોસ્ફેરીકરણ થવું.
VII. RuBP નું પુનઃ સર્જન થવું.
VIII. H+ ઢોળાંશ તૂટવું.
(1) II, I, VIII, III, V, VI, IV, VII
(2) II, I, VIII, III, V, IV, VI, VII
(3) II, I, III, VIII, V, IV, VI, VII
(4) II. І. III. VIII. V. VI. IV. VII
(21) P, Q, R અને S ઓળખો .
P Q R S
(1) NAD+, ઇથેનોલ, લેકટીક એસિડ, PEP
(2) ઇથેનોલ, NAD+, લેકટીક એસિડ, ATP
(3) લેકટીક એસિડ, ઇથેનોલ, ગ્લુકોઝ, ADP
(4) NAD+, લેકટીક એસીડ, ઇથેનોલ, DHAP
(22) નીચેના વિધાનોને વાંચો અને સાચાં ન હોય તેવા વિધાનોને શોધો.
a. જરાયુ કોટરની અંદર સ્થિત છે. જરાયુ માંથી ઉદ્ભવે તે અંડકો છે.
b. બીજાશયમાં અંડકોની સંખ્યા એક (પપૈયા, તરબૂચ અને ઓર્કિડ) થી ઘણા (ઘઉં, ડાંગર, અને કેરી)
c. દરેક અંડક એક કે બે રક્ષણાત્મક આવરણ ધરાવે છે જેને અંડકાવરણો કહે છે.
d. અંડકાવરણો અંડકને આવરિત કરે છે. સિવાય કે અંડકના ટોચના ભાગે જયાં એક નાનું છિદ્ર છે જેને અંડકતલ કહેવાય છે. અંડકતલના વિરોધ છેડો અંડછિદ્ર છે.
e. અંડકાવરણોની અંદર કોષોનો સમૂહ હોય છે, જેને બીજદેહશેષ કહેવાય છે.
(1) b, d અનેe
(2) a, c અને d
(3) b, c અને e
(4) a, b અને d
(23) વિધાન (A): જયારે દ્વિસંકરણમાં બે જનીનો એક જ રંગસૂત્ર પર સ્થિત હોય, ત્યારે પિતૃ જનીન સંયોજનોનું પ્રમાણ બિનપિતૃ પ્રકારથી ખૂબ જ ઊંચું રહે છે.
કારણ (R) : બે જનીનોનું ભૌતિક જોડાણ અથવા સંહલગ્નતા છે.
(1) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી છે.
(2) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
(3) (A) સાચું છે પરંતુ (R) ખોટું છે.
(4) (A) અને (R) બંને ખોટાં છે.
(24) વિધાન (i-iv) વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો,
I. બ્રિટનમાં ઔદ્યોગિકીકરણ પછી મેલેનાઈઝડ કુદામાં વધારો એ પ્રાકૃતિક પસંદગીની સાબિતી છે.
II. ઘણા વ્યક્તિગત સજીવો સરેરાશ લક્ષણ/મૂલ્યો પ્રાપ્ત કરે છે. જે વિક્ષેપક પ્રકારની કુદરતી પસંદગી સર્જે છે.
III. એલેલિક આવૃત્તિમાં ફેરફાર હાર્ડી-વેઈનબર્ગ સંતુલન તરફ દોરી જાય છે.
IV. જનીનીક વિચલન એલેલિક આવૃત્તિ બદલે છે.
(1) II સાચું છે.
(2) I સાચું છે.
(3) I અને IV સાચાં છે.
(4) I અને III સાચાં છે.
(25) કોલમ-I અને કોલમ-II જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
Column I Column II
A. ભેજગ્રાહી કોષો I. પાર્વીય મૂળની શરૂઆત
B. પરીચક્ર II. ખોરાકનું વહન
C. જલવાહક III. ઘાસ
D. અન્નવાહક IV. દ્વિદળી પર્ણ
V. પાણી અને ખનીજતત્વોનું વહન
(1) А-III, В- V, C-IV, D-I
(2) А-II, В - V, C-I, D-III
(3) A-II, B-IV, C-I, D-III
(4) А - ІІІ, В-І, C-V,D-II
(26) નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો.
(1) ઊર્જાના પિરામિડ મોટે ભાગે સીધા હોય છે પરંતુ કયારેક તે ઊંધો પણ હોઈ શકે છે.
(2) સંખ્યાના જૈવભારના પિરામિડો કાં તો સીધા અથવા ઊંધા હોઈ શકે છે.
(3) સમુદ્રમાં જૈવભારના પિરામિડ પણ સામાન્યપણે ઉધા હોય છે કારણ કે માછલીઓનો જૈવભાર વસ્પતિપ્લવકો કરતા ખૂબ જ વધારે હોય છે.
(4) આહારશૃંખલાઓ સામાન્ય રીતે થોડા પોષકસ્તરો સાથે ટૂંકી હોય છે કારણ કે માત્ર 10 % ઊર્જા નીચલા પોષકસ્તરથી ઉચ્ચ પોષકસ્તર પર સ્થાનાંતરિત થાય છે.
(27) નીચે આપેલા વિધાનને ધ્યાનમાં લઈ પ્રશ્નનો જવાબ આપો.
'જયારે ડયુટરોમાયસેટીસ ફુગના લિંગી સ્વરૂપો શોધાયા ત્યારે તેને X અને Y વર્ગોમાં મુકવામાં આવે છે. X અને Y ઓળખો.
(1) X – મોનેરા, Y – પ્રોટીસ્ટા
(2) X – બેસિડીયોમાયસેટીસ, Y – ફાયકોમાયસેટીસ
(3) X – આસ્કોમાયસેટીસ, Y – બેસિડીયોમાયસેટીસ
(4) X – ફાયકોમાયસેટીસ, Y – આર્કીબેકટેરીયા
(28) આપેલ વિધાન વાંચો અને પ્રશ્નના ઉત્તર આપો.
(i) સ્ત્રીકેસરચક્ર મધ્યમાન સ્થાને અને પુષ્પના બીજા ભાગો પણ પુષ્પાસન પર એ જ સ્તરે સ્થાન પામેલ હોય છે.
(ii) બીજાશય અર્ધઅધઃસ્થ જોવા મળે છે.
(iii) ઉદાહરણ તરીકે જરદાળ, ગુલાબ અને આલુવૃક્ષ
ઉપરોકત વિધાનો કયા પ્રકારના પુષ્પ માટેનું નિર્દેશન કરે છે ?
(1) અધોજાયી
(2) પરિજાયી
(3) ઉપરીજાયી
(4) આપેલ કોઈપણ નહીં
(29) વિધાન (A) : બધા સૂક્ષ્મજીવો હાનિકારક હોતા નથી, અનેક સૂક્ષ્મજીવો માનવને વિવિધ રીતે ઉપયોગી છે.
કારણ (R) : સૂક્ષ્મજીવોનો ઉપયોગ માછલી, સોયાબીન અને વાંસનું આથવણ કરી ખાદ્ય સામગ્રી બનાવવા માટે થાય છે.
(1) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
(2) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી છે.
(3) (A) અને (R) બંને ખોટાં છે.
(4) (A) સાચું છે પરંતુ (R) ખોટું છે.
(30) તબકકો કે જેમાં ત્રાકતંતુઓ રંગસૂત્રોના સેન્ટ્રોમીયર સાથે જોડાઈને રંગસૂત્રોને કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવે છે. પ્રત્યેક રંગસૂત્રનું એક એકલસૂત્ર એક ધ્રુવ તરફ ત્રાકતંતુ દ્વારા પોતાના કાઈનેટોકોર્સ વડે જોડાઈ જાય છે. જયારે તેનું બીજું એકલસૂત્ર ત્રાકતંતુ વડે પોતાના કાઈનેટોકોર્સ સાથે વિરુદ્ધ ધ્રુવ સાથે જોડાયેલ હોય છે.
(1) પ્રર્વાવસ્થા
(2) ભાજનાવસ્થા
(3) ભાજનોતરાવસ્થા
(4) અંત્યાવસ્થા
(31) નીચેનામાંથી કયું સાયટોકાઈનિનનું કાર્ય નથી ?
(1) અગ્રીય પ્રભાવિતા પ્રેરે
(2) હરિતકણના નિર્માણને પ્રેરે
(3) પોષકતત્વોના વહનને સક્રિય બનાવવું
(4) પર્ણોના પતનને ટાળવું
(32) સાચી જોડ શોધો.
Column I (વિવિધતા) Column II (રોગ સામે પ્રતિકાર)
a. લેડીબર્ડ, ભૂંગકિટકો 1. પતંગિયાની (કેટરપીલર)
b. ડ્રેગનફલાય 2. મૂળના રોગકારકો
c. ટ્રાયકોડર્મા 3. એફિડસ
d. બેસિલસ થુરિન્જિનેન્સિસ 4. મચ્છરો
(1) a→3, b→4. c→1. d→2
(2) a→3, b→4, c→2, d→1
(3) a →1. b→2, c→3. d→4
(4) a→2, b→1, c→4. d→3
(33) એક લાક્ષણિક જૈવભઠ્ઠી ધરાવે છે.
a. આંદોલન તંત્ર
b. ઓકિસજન વિતરણ તંત્ર
c. ફીણ નિયંત્રણ તંત્ર
d. તાપમાન નિયંત્રણ તંત્ર
e. pH નિયંત્રણ તંત્ર
f. પ્રતિચપન પ્રધાર
(1) a, b અને c
(2) a, b, c અને d
(3) a, b, c, d અને e
(4) a, b, c, d, e અને f
(34) વિધાન (A): વનસ્પતિઓ, બેકટેરીયા, ફુગ તેમજ પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા છે તેને GMO કહે છે
કારણ (R) : GM નો ઉપયોગ કોઈ વિશિષ્ટ ઉદેશ આધારિત વનસ્પતિઓના નિર્માણમાં થાય છે જેનાથી સ્ટાર્ચ, બળતણ અને ફાર્માસ્યુટિકલ સંયોજનોના સ્વરૂપમાં ઉદ્યાનોને વૈકલ્પિક સ્ત્રોતો પૂરા પાડે છે.
(1) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
(2) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી છે.
(3) (A) સાચું છે પરંતુ (R) ખોટું છે.
(4) (A) અને (R) બંને ખોટાં છે.
(35) નીચેના વિધાનો વાંચો.
(i) સસ્તન, વિહગ, સરિસૃપ અને ઉભયજીવીઓ 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ ધરાવે છે.
(ii) જલજ નર સસ્તનમાં શુક્રપિંડ બહાર વૃષણ કોથળીમાં હોય.
(iii) સસ્તનની ગ્રીવામાં સામાન્ય રીતે 5 ગ્રીવા કશેરૂકા ધરાવે.
(iv) એપ્ટીનોડાયટ્સ એ સ્તનગ્રંથિ ધરાવે છે.
(v) પ્લેટીપસ એ અપત્યપ્રસવી પ્રાણી છે.
(1) (i), (ii)
(2) (i), (iv), (v)
(3) એક પણ નહિ
(4) બધા જ
(36) યોગ્ય જોડકાં જોડો :
Column-I Column-II
A. બેઝીક એમિનો એસિડ (i) એલેનીન
B એસિડિક એમીનો એસિડ (ii) ગ્લાયસીન
C.તટસ્થ એમિનો એસિડ (iii) એસ્પાર્ટીક એસિડ
(iv) ગ્લુટામિક એસિડ
(v) વેલાઇન
(vi) આર્જીનીન
(vii) લાયસીન
(1) A = (i), (ii), (iii); B = (iv), (v); C = (vi), (vii)
(2) A = (vi), (vii).; B = (iii), (iv) (v); C = (i), (ii), (iii)
(3) A = (vi). (vii): B = (iii), (iv); C = (i), (ii), (v)
(4) A = (v), (vi). (vii); B = (i), (ii), (iii); C = (iv)
(37) નીચેનામાંથી કેટલા ન્યુકિલઓસાઈડ (X) અને કેટલા ન્યુકિલઓટાઈડ (Y) છે: એડિનાયલીક એસિડ, સાયટીડીન, AMP, dCTP, ગ્વાનોસાઈન, dAMP
(1) X = 4, Y = 2
(2) X = 3, Y = 4
(3) X = 2, Y = 4
(4) X = 1, Y = 5
(38) માનવ કંકાલતંત્ર માટે નીચેના પૈકી કયું પ્રકાર અને તેના ઉદાહરણને અનુલક્ષીને સાચું છે :
સાંધાનો પ્રકાર ઉદાહરણ
(1) કાસ્થિમય સાંધો અગ્ર અને મધ્ય પાલી વચ્ચે
(2) ઊખળી સાંધો ત્રીજી અને ચોથી ગ્રીવા કશેરૂકા વચ્ચે
(3) મીજાગરો સાંધો ભુજાસ્થી અને સ્કંધમેખલા વચ્ચે
(4) સરકતો સાંધો મણીબંધાસ્થી વચ્ચે
(39) વિધાન (A) : એન્ડોમેટ્રીયમ એ ગર્ભકોષ્ઠ કોથળીના સ્થાપન માટે આવશ્યક છે.
કારણ (R) : ફલનના અભાવે, કોપર્સ લ્યુટીયમનું વિઘટન થાય છે. જેના કારણે એન્ડોમેટ્રીયમનું વિઘટન થાય છે.
(1) (A) સાચું છે પરંતુ (R) ખોટું છે.
(2) (A) ખોટું છે પરંતુ (R) સાચું છે.
(3) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
(4) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી છે.
(40) ખોટું વિધાન પસંદ કરો.
(1) અંતઃકોષનો સમૂહ અમૂક કોષો ધરાવે જેને સ્ટેમ કોષ કહેવાય.
(2) માનવમાં ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ કરવા યુગ્મનજ વારંવાર અર્ધીકરણ દ્વારા વિભાજન પામે છે.
(3) જરાયુ ભ્રૂણ સાથે ગર્ભનાળ મારફતે જોડાય છે.
(4) મનુષ્યમાં ગર્ભધારણના એક મહિના પછી ભ્રૂણમાં હૃદયનું નિર્માણ થાય છે.
(41) નીચેના વિધાનો ધ્યાનમાં લઈ જનીન સંકેતની લાક્ષણિકતા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
A. એક જનીનસંકેત ફક્ત એક જ એમિનો એસિડ સૂચવે.
B. અમૂક એમિનો એસિડ એક કરતાં વધુ સંકેત દ્વારા સાંકેતન પામે
C. બેક્ટેરીયાથી લઈ માનવ સુધી, UUU એ ફિનાઇલ એલેનાઈન માટે સંકેત આપે છે.
A B C
(1) સ્પષ્ટ અવનત ચોકકસ
(2) સ્પષ્ટ અવનત સર્વવ્યાપી
(3)અસ્પષ્ટ ચોકકસ સર્વવ્યાપી
(4)અસ્પષ્ટ સહ-રેખીયતા ચોકકસ
(42) નીચેનામાંથી કયો રોગ ફેફસાને અસર કરતો નથી ?
(1) ન્યુમોનિયા
(2) સામાન્ય શરદી
(3) ટયુબરકયુલોસીસ
(4) એમ્ફીસેમા
(43) નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રકાશની તીવ્રતા અને અવધિ પર આધારીત છે.
A વનસ્પતિના પુષ્પોદ્દભવ
B. પ્રાણીઓનાં ચારા
C. પ્રજનન અને સ્થળાંતરણ પ્રક્રિયાઓ
D. ઊંડા સમુદ્ર ખાઈ (500 m થી નીચે) રહેતા સજીવોની જીવીતતા માટે સાચો વિકલ્પ પસંદ કરો.
(1) ફકત A
(2) ફકત A અને B
(3) ફકત A, B અને C
(4) A, B, C અને D
(44) થાઈરોઈડ ગ્રંથિના બે ખંડો એકબીજા સાથે શેના દ્વારા જોડાયેલ છે ?
(1) ઈસ્થમસ (સેતું) તરીકે ઓળખાતી અધિચ્છદીય પેશીના પાતળા પટ્ટા
(2) ઈસ્થમસ (સેતું) તરીકે ઓળખાતી સંયોજક પેશીના જાડા પટ્ટા
(3) સેતુ તરીકે ઓળખાતી સંયોજક પેશીના પાતળા પટ્ટા
(4) સેતુ તરીકે ઓળખાતી અધિચ્છદીય પેશીના જાડા પટ્ટા
(45) નીચેના પૈકી કયા અંતઃપટલતંત્રનો ભાગ છે તે હા (Y) અથવા ના (N) વડે દર્શાવો.
I. લાયસોઝોમ
II. હરિતકણ અને કણાભસૂત્ર
III.પેરોકિસઝોમ્સ
IV. અંત: કોષરસજાળ
V. ગોલ્ગીકાય
VI. કોષકેન્દ્રિકા
I-II-III- IV- V- VI
(1) Y, N, N, Y, N, N
(2) Y, N, N, Y, Y, N
(3) N, N, Y, Y, Y, Y
(4) Y, Y, Y, Y, Y, Y
(46) વિધાન (A) : હેન્સેના પાશનો અવરોહી ભાગમાં નીચે તરફ જતાં અધિસાદ્ર પ્રવાહી ધરાવે જયારે હેન્લેના પાશની આરોહી ભૂજા ઉપરના ભાગમાં અધોસાંદ્ર પ્રવાહી ધરાવે છે.
કારણ (R): હેન્સેના પાશનો આરોહી ભાગ Na+ માટે અપ્રવેશશીલ હોય અને હેલેના પાશની આરોહી ભુજા પાણી માટે અપ્રવેશશીલ હોય છે.
(1) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
(2) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી છે.
(3) (A) સાચું છે પરંતુ (R) ખોટું છે.
(4) (A) ખોટું છે પરંતુ (R) સાચું છે.
(47) વધારે પાણી પીવવાથી દેહજળમાં થતાં વધારાના કારણે
(1) ADH ના સ્ત્રાવ અવરોધાય
(2) રૂધિરકેશિકા ગુચ્છનો પ્રવાહ વધે જેથી GFR વધે
(3) (A) અને (B) બંને
(4) ADH નો સ્ત્રાવ વધારે
(48) નીચેનામાંથી કયા વિધાનો સાચાં (T) અને ખોટાં (F) છે તેના આધારે સાચો વિકલ્પ પસંદ કરો :
I. એડ્રિનાલ બાહ્યકના અંતઃસ્ત્રાવ એ યૌવન આરંભ દરમ્યાન શરીર પરના વાળ, પ્યુબીક વાળ અને ચહેરા પરના વાળના વિકાસ માટે જવાબદાર છે.
II. આલ્ડેસ્ટેરોન મુખ્યત્વે મૂત્રપિંડ નલિકા પર કાર્ય કરે અને Na+ અને પાણીના પુનઃશોષણને પ્રેરે તથા K+ અને ફોસ્ફેટ આયનોનો ત્યાગ કરાવે.
III. કોર્ટીસોલ રૂધિરમાં WBC ની સંખ્યા વધારે
IV. કોર્ટીસોલ ઉચ્ચ પ્રતિકારકતાનો પ્રતિચાર આપે.
I II III IV
(1)T F F T
(2)F F T T
(3)T T F F
(4)T T T T
(49) વિધાન I : અજ્ઞાત DNA VNTR પ્રોબ સાથેના સંકરણથી ઓટોરેડીયોગ્રામ અલગ અલગ કદના ઘણા પટ્ટા DNA પ્રોફાઈલમાં દર્શાવે છે.
વિધાન II : આ પટ્ટાઓ સ્વતંત્ર DNA ની લાક્ષણિક ભાત વિશે માહિતી આપે છે.
(1) વિધાન I અને II બંને સાચા.
(2) વિધાન I અને II બંને ખોટાં.
(3) વિધાન I સાચું અને વિધાન II ખોટું
(4) વિધાન I ખોટું અને વિધાન II સાચું
(50) વસન દરમ્યાન ETS ના લીધે થતાં ATP નિર્માણને ઓકિસડેટીવ ફોસ્ફોરીકરણ કહે છે કારણ કે
(1) પ્રોટોન ઢોળાંશના નિર્માણમાં પ્રકાશ ઊર્જાનો ઉપયોગ થાય ७.
(2) આ પ્રક્રિયામાં O2 નો ઉપયોગ નથી.
(3) ઓકિસડેશન – રીડકશન ઊર્જાનો ઉપયોગ પ્રોટીન ઢોળાંશના નિર્માણમાં વપરાય છે.
(4) ઓકિસડેશન – રિડકશન ઊર્જા સીધા ATP નિર્માણમાં ઉપયોગી છે.
(51) ડ્રોસોફીલામાં 37.2 % પુનઃસંયોજન ધરાવતા એકબીજા સાથે ઢીલી રીતે જોડાયેલા જનીનો અનુક્રમે
(1) આંખના રંગ અને પાંખના કદ માટેના જનીન
(2) શરીરના રંગ અને આંખના રંગ માટેના જનીન
(3) શરીરના રંગ અને પાંખના કદ માટેના જનીન
(4) પાંખના કદ અને આંખના રંગ માટેના જનીન
(52) નીચે આપેલ વિધાન A અને વિધાન B ને વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન A : પાર્શીય વર્ધનશીલ પેશીએ મકાઈના પ્રકાંડની જાડાઈમાં વધારો કરવા માટે જવાબદાર છે.
વિધાન B : અગ્રીય અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી એ વનસ્પતિ / વાનસ્પતિક અંગોની લંબાઈમાં વધારો કરવા માટે જવાબદાર છે.
(1) વિધાન A ખોટું છે પણ વિધાન B સાચું છે.
(2) વિધાન A સાચું છે પણ વિધાન B ખોટું છે.
(3) વિધાન A અને વિધાન B બંને સાચાં છે.
(4) વિધાન A અને વિધાન B બંને ખોટાં છે.
(53) નીચે આપેલ પૈકી ખોટું / ખોટાં વિધાન / વિધાનો પસંદ કરો.
(A) દ્વિઅંગીઓ એકકોષીય અથવા બહુકોષીય મૂલાંગો દ્વારા આધાર સાથે જોડાયેલા રહે છે.
(B) લીલ બધા જ પ્રકારના જન્યુયુગ્મન દર્શાવે છે.
(C) ત્રિઅંગીઓમાં બીજાણુઓ અંકુરણ પામી બહુકોષીય બીજાણુજનકનું નિર્માણ કરે છે.
(D) અનાવૃત બીજધારીમાં અંડક કોઈ પણ બીજાશયની દિવાલ દ્વારા આવરીત નથી.
(E) લીના વનસ્પતિદેહ દ્વિઅંગી કરતા ખૂબ જ વિભેદીત છે.
(1) 2 & 3
(2) 2, 3 & 5
(3) 3 & 5
(4) 1, 2, 3 & 5
(54) આકૃતિમાં વનસ્પતિની વૃદ્ધિની પેટર્ન દર્શાવવામાં આવી છે. જો આ પેટર્નમાં કોષો જે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે અને ચોકકસ પરિસ્થિતિ હેઠળ વિભાજનની ક્ષમતા પાછી મેળવી શકે છે. તો આ ઘટના....... તરીકે ઓળખવામાં આવે છે.
(1) વિભેદન
(2) પુનઃર્વિભેદન
(3) નિર્વિભેદન
(4) વૃદ્ધિનું બંધ સ્વરૂપ
(55) કોલમ I, II અને III ને જોડો અને સાચું જોડકું દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
Column-I (PGR) Column-II (રાસાયણિક સ્વભાવ) Column-III (દેહ ધાર્મિક અસર)
(I) સાયટોકાયનીન (a) ટર્પિન્સ (i) માલ્ટીગની ક્રિયાને ઝડપી કરે
(II) ABA (b) સંયોજનો ઈન્ડોલ (ii)પ્રકાંડની કલમમાં મૂળનો ઉદભવ કરાવે
(III) ઓકિઝન (c) કેરોટીનોઇડ વ્યુત્પન્નો (iii) બીજની સુષુપ્તતાને પ્રેરે
(IV) જીબરેલીન (d) એડેનાઈન વ્યુત્પન્નો (iv) પર્ણપતનમાં વિલંબ કરે
(1) I-a-i, II-b-ii, III-c-iii. IV-d-iv
(2) I-d-i. II-c-іі, III-b-iii. IV-a-iv
(3) I-a-iv, II-b-iii. III-c-ii. IV-d-I
(4) I-d-iv, II-c-iii. III-b-ii. IV-a-I
(56) નીચેની કોલમ જોડો.
Column-I Column-II
(A) શુધ્ધ DNA નું અલગીકરણ (i) રિરિટ્રકશન એન્ડોન્યુકિલએઝ
(B) DNA ખંડોનું અલગીકરણ (ii) PCR
(C) DNA ની જગ્યાએથી કાપણી ચોક્કસ (iii) જેલ ઇલેક્ટ્રોફોરેસિસ
(D) જનીનનું પ્રવર્ધન (iv) ઠંડો ઇથેનોલ
(1) A-iv, B-iii, C-i, D-ii
(2) A-iv, B-iii, C-ii, D-i
(3) A-i, B-ii, C-iii, D-iv
(4) A-iii, B-iv, C-i, D-ii
(57) નીચેના પૈકી સાચા વિધાનને ઓળખો.
(i) દ્વિ-સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કલેમિડોમોનાસ તથા સ્પાઈરોગાયરાને અલગ-અલગ મૂકવામાં આવ્યા હતા.
(ii) અર્નેસ્ટ મેયર "20 મી સદીના ડાર્વિન' કહેવાતા.
(iii) R.H. વ્હીટેકર એ એકકોષીય સુકોષકેન્દ્ર સજીવોને પ્રોટીસ્ટા સૃષ્ટિમાં મૂકયા.
(iv) કાર્લ હુઝએ સજીવોને ચાર ડોમેઈન્સ (ક્ષેત્રો) માં વર્ગીકૃત કર્યા.
(1) ii અને iii માત્ર
(2) i અને iv માત્ર
(3) iii માત્ર
(4) ii અને iv માત્ર
(58) કોલમ I અને કોલમ II સાથે જોડો:
Column-I Column-II
A. પારજનીનીક ગાય i. એમ્ફીસેમાની સારવાર
B. પારજનીનીક ઉંદર ii. મનુષ્ય પ્રોટીન α-લેકટાબ્લ્યુમીનથી ભરપુર
C. α-1 એન્ટીટ્રીપ્સીન iii. પોલીયોની રસીની સલામતી
D. cry I Ab gene iv. કોર્ન બોરર
(1) A-ii, B-iii, C-i, D-iv
(2) A-iv, B-iii, C-ii, D-i
(3) A-i, B-ii, C-iii, D-iv
(4) A-ii, B-iii, C-iv, D-I
(59) કોલમ I અને કોલમ II સાથે જોડો:
Column I Column II
A. મધ માખી I. XX માદા - XY નર
B. તીતીઘોડો II. ZW માદા- ZZ નર
C. પક્ષીઓ III. એકકીય અને દ્વિકીય ક્રિયાવિધી
D. મનુષ્ય IV. XX માદા - XO નર
(1) А-І, В-ІI, С - III, D - IV
(2) А-IV, В-III, С-II, D - І
(3) A-III, B-IV, C - II, D - I
(4) А-І, В -III. С - II. D - IV
(60) કોષચક્રના S તબકકાને સંલગ્ન સાચા વિધાન/વિધાનો ઓળખો.
(A) પ્રતિકોષને DNA નું પ્રમાણ બેવડાય છે.
(B) પ્રતિકોષે રંગસૂત્રની સંખ્યા બેવડાય છે. પરંતુ DNA નું પ્રમાણ નહીં.
(C) પ્રતિકોષે રંગસૂત્રની સંખ્યા અને DNA નું પ્રમાણ બંને બેવડાય છે.
(D) એકકીય કોષો ચતુષ્કીય બને છે.
(1) A & B
(2) B & C
(3) માત્ર A
(4) બધા જ
(61) નાસપતિમાં કરકશપણું અને દ્વિદળી પ્રકાંડમાં સ્થિતિસ્થાપકતા અનુક્રમે. અને ની હાજરીને કારણે છે.
(1) કઠકો અને સ્થૂલકોણક
(2) સ્થૂલકોણક અને મૃદુતક
(3) મૃદુતક અને દ્દઢોતક
(4) તંતુઓ અને મૃદુતક
(62) દ્વિદળી મૂળમાં, સંયોગી મૃદુતક કોષોએ હાજર હોય છે.
(1) જલવાહક અને અન્નવાહકના સમૂહો વચ્ચે
(2) માત્ર જલવાહક સમૂહોના નીચે જ
(3) અંતઃસ્તર અને પરિચક્રની વચ્ચે
(4) અંતઃસ્તર અને બાહ્યવલ્ક વચ્ચે
(63) આપેલ કોલમ-1 ના સૂક્ષ્મજીવને કોલમ-II માં આપેલ તેના સામાન્ય નામ તથા કોલમ-III માં આપેલ ઉદાહરણ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ- I કોલમ- II કોલમ - III
A. ફાયકોમાયસેટ્સ I. કોથળીમય ફૂગ P. રાઇઝોપસ
B. એસ્કોમાયસેટ્સ II. લીલ ફૂગ Q.પેનીસીલીયમ
C. બેસિડિઓમાયસેટ્સ III. અપૂર્ણ ફૂગ R યુસ્ટીલાગો
D. ડયુટેરોમાયસેટ્સ IV. બ્રેકેટ ફૂગ S. અલ્ટરનેરિયા
E. સાયનોબેકટેરિયા V. નીલહરિત લીલ T. નોસ્ટોક
(1) (A-II-P), (B-I-Q), (C-IV-R), (D-III-S), (E-V-T)
(2) (А-III-P), (В-II-Q), (C-IV-R), (D-V-S), (E-II-T)
(3) (A-I-P), (C-IV-R), (D-III-S), (E-I-Q), (B-II-Q)
(4) (B-I-P), (A-II-Q), (C-IV-R), (E-V-S), (D-II-S)
(64) કોલમ-I અને કોલમ–II પરથી સાચી જોડ પસંદ કરો.
Column - I Column - II
A. ઉપાંગહિન સરિસૃપ 1. લેમ્પ્રી
B. હનુહિન પુષ્ઠવંશી 2. સાલામાન્ડર
C. ઉભયજીવી 3. સાપ
D. કાસ્થિમત્સ્ય 4. શાર્ક
E. ઉડી શકે નહિ તેવુ પક્ષી 5. શાહમૃગ
(1) A-1, B-2, C-3, D-4, E-5
(2) A-2, B-1, C-3, D-4, E-5
(3) A-3, B-1, C-2, D-4, E-5
(4) A-4, B-2, C-3, D-1, E-5
(65) આપેલા સાચા (T) અને ખોટા (F) વિધાન માટે સાચો વિકલ્પ પસંદ કરો.
(i) વનસ્પતિમાં પેશી વિભાજન પામે કે નહિ તેના આધારે વર્ધનશીલ અને સ્થાયી એમ બે મુખ્ય જુથમાં વહેંચવામાં આવે છે.
(ii) પ્રાણીઓમાં વૃદ્ધિ વિભાજન પામતા નિશ્ચિત કોષો વર્ધનશીલકોષ પુરતી મર્યાદિત હોય છે.
(iii) પર્ણના નિર્માણ અને પ્રરોહના વિસ્તરણ દરમ્યાન પ્રરોહગ્રીય વર્ધનશીલ પેશીના અમુકકોષો પાછળ રહી કક્ષકલિકાનું નિર્માણ કરે છે.
(iv) અનાવૃત બીજધારીની જલવાહકએ જલવાહીનીનો અભાવ હોય છે.
(V) વાહિએધા, આંતરપુલીય વાહિએધાએ અને ત્વક્ષેધાએ પાર્થીય વર્ધનશીલ ઉદાહરણ છે.
આપેલ વિધાન માટે સાચો વિકલ્પ પસંદ કરો.
(1) TFTTT
(2) TTFTF
(3) TFTFT
(4) TTTTT
(66) આપેલ વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે?
(i) વંદો બદામી અથવા કાળા રંગનું શરીર ધરાવતું પ્રાણી છે અને તેનો સંધિપાદ સમુદાયના કીટક વર્ગમાં સમાવેશ થાય છે.
(ii) નરમાં ટૂંકી દોરી જેવી જોડમાં પુચ્છકંટિકા આવેલ હોય છે. જેનો માદામાં અભાવ હોય છે.
(iii) વંદાનું હૃદય એક લાંબી સ્નાયુલ નળી જેવું હોય છે. જે ઉરસ અને ઉદરની મધ્ય પૃષ્ઠ રેખા સાથે આવેલું હોય છે.
(iv) કીટશિશુ લગભગ 13 વખત નિર્મોચન કરી પુખ્ત પ્રાણીમાં રૂપાંતરણ પામે છે.
(1) માત્ર (i)
(2) (ii) & (iii) બંને
(3) (i) & (ii) બંને
(4) આપેલ તમામ
(67) સાચો વિકલ્પ પસંદ કરો.
Column-I Column-II
A. ટોનો પ્લાસ્ટ I. પાચક ઉત્સેચકો ધરાવે.
B. આકુંચક રસધાની II. ચયાપચયીક વાયુનો સંગ્રહ
C. લાયસોસોમ III. ઉત્સર્જન
D. વાયુ રસધાની IV. વનસ્પતિમાં આયનોનું વહન
(1) A-IV; В-III; C-I: D-II
(2) А-II; В-III; C-IV; D-I
(3) A-IV: B-II; C-III: D-I
(4) A-I; B-III; C-11; D-IV
(68) કણાભસૂત્રને અનુલક્ષીને ખોટું વિધાન પસંદ કરો.
(1) તે ભાજન દ્વારા વિભાજન પામે છે.
(2) આધારક એક વર્તુળાકાર DNA ધરાવે.
(3) ક્રિસ્ટી સપાટીમાં ઘટાડો કરે છે.
(4) તે ATP ના સ્વરૂપમાં કોષીય ઉર્જા ઉત્પન્ન કરે છે.
(69) આપેલ વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો.
(i) કાઈટીન એ બાહ્યકંકાલમાં હાજર જટીલ અથવા NAG ધરાવતા હોમો પોલિસેકેરાઈડનું બનેલું છે.
(ii) ગ્લુકોઝામાઈન અને N–એસિટાઈલ ગ્લુકોઝએમાઈન એ રૂપાંતરીત શર્કરા છે.
(iii) સેલ્યુલોઝ i2, ની હાજરીમાં ભૂરો રંગ આપે છે.
(iv) ઉર્જાનો સંગ્રહ વનસ્પતિમાં સ્ટાર્ચ અને પ્રાણીઓમાં ગ્લાયકોજન સ્વરૂપે થાય છે.
(v) પોલી સેકેરાઈડનો જમણો છેડો રિડયુસિંગ અને ડાબો છેડો નોન રિડયુસિંગ હોય છે.
(1) (i), (ii) & (iii)
(2) (iii), (iv) & (v)
(3) બધા સિવાય કે (iii)
(4) બધા સિવાય કે (v)
(70) કોલમ 1 (શ્રેણિક) ને કોલમ II (દ્વિતિયક ચયાપચયકો) જોડો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Column-I (શ્રેણી) Column-II દ્વિતિયક ચયાપચયો
A. રંજકદ્રવ્યો I. કોનકેનેવેલીન A
B. ટર્પેનોઈડ્સ II.મોનોટર્પિન્સ, ડાયટર્પિન્સ
C. આલ્કલોઈડ III. મોરફીન્, કોડીન
D. લેકિટન્સ IV. કેરોટિનોઈડ, એન્થોસાયનીન
(1) A-IV: B-II: C-III; D-I
(2) А-IV; В-III; C-II; D-I
(3) A-I: B-IV: C-III: D-II
(4) А-І; В-Ш; C-II; D-IV
(71) આપેલ વિધાનો પૈકી ભાજનાવસ્થા માટે કયા વિધાનો સાચા છે.
(i) આ તબકકા સુધીમાં રંગસૂત્રનું ઘનીકરણ પૂર્ણ થતું નથી.
(ii) રંગસૂત્રોની બાહ્ય રચનાઓનો સરળતાથી અભ્યાસ કરી શકાય છે.
(iii) આ તબકકામાં ભાજનાવસ્થાના રંગસૂત્ર બે દોહિત્ર રંગસૂત્રિકાના બનેલા છે અને સેન્ટ્રોમિયર દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે.
(iv) મધ્યવાસ્થામાં જે તલ પર રંગસૂત્ર ગોઠવાય છે તેને મધ્યાવસ્થ પટ્ટિકા અથવા ભાજનતલ કહે છે.
(V) ત્રાકતંતુઓ રંગસૂત્રના કાઈનેટોકોર્સ સાથે જોડાય છે P અને સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે.
(1) (i), (ii), (iii)
(2) (ii), (iii), (iv)
(3) (i), (ii), (iii), (iv)
(4) (ii), (iii), (v)
(72) વિધાન I : સાયનેપ્સીસએ અર્ધિકરણ I માં પૂર્વાવસ્થા I ના ઝાયગોટિન અવસ્થામાં જોવા મળે છે.
વિધાન II : વ્યતિકરણ દરમિયાન બે અસમજાત રંગસૂત્રો વચ્ચે જનીનદ્રવ્યની અદલાબદલી થાય છે.
(1) વિધાન I અને II બંને સાચા.
(2) વિધાન I સાચું અને વિધાન II ખોટું
(3) વિધાન I ખોટું અને વિધાન II સાચું
(4) વિધાન I અને II બંને ખોટાં.
(73) CO2 ની સાંદ્રતા માં......સુધીનો વધારોએ CO2 ના સ્થાપનના દરમાં વધારો કરે છે. તેનાથી વધુ CO2 નું સ્તર માત્રા એ લાંબા સમય માટે નુકશાનકારક બની શકે છે.
(1) 0.03 percent
(2) 0.04 percent
(3) 0.36 percent
(4) 0.05 percent
(74) વિધાન (A) : C3 વનસ્પતિ O2 ની વધુ સાંદ્રતા વધુ પ્રકાશની તીવ્રતા અને ઊંચા તાપમાને પ્રકાશ શ્વસન દર્શાવે છે.
કારણ (R) : રૂબિસ્કો એ ઉપરોકત પરિસ્થિતિ (પ્રકાશશ્વસન) દરમ્યાન ઓકિસજન પ્રત્યે વધુ જોડાવવાની વૃત્તિ ધરાવે છે. જે RUBP નં ઓકિસડેશન કરાવે છે.
(1) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી છે.
(2) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
(3) (A) સાચું છે પરંતુ (R) ખોટું છે.
(4) (A) અને (R) બંને ખોટાં છે.
(75) ચરબી, પ્રોટીન અને કાર્બોદિતના જારક શ્વસનમાં સામાન્ય અણુના ઓકિસડેશન દરમ્યાન કણાભસૂત્રમાં પ્રક્રિયક (આધારક) સ્તરે નિર્માણ પામતા ATP ની સંખ્યા જેટલી હોય છે.
(1) 5 АТР
(2) 3 АТР
(3) 1 ATP
(4) 4 ATP
(76) આપેલ વિધાનમાંથી કયા વિધાનો સાચાં છે ?
(i) ગ્લુકોઝ શ્વસન માટે અનુકુળ પ્રક્રિયક તરીકે વર્તે છે. બધા કાર્બોદિત સામાન્ય રીતે શ્વસનમાં જતા પહેલા ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે.
(ii) ઉભયચયાપચયીકપથ અનુસાર અન્ય શ્વાસ્ય પદાર્થો ચરબી, પ્રોટીનનું શ્વસન થઈ શકે પરંતુ તે પ્રથમ તબકકા ગ્લાયકોલીસીસમાં પ્રવેશતા નથી.
(iii) જો ફેટી એસિડ શ્વસનમાં પ્રવેશે તે પહેલા Acetyl CoA માં રૂપાંતરિત થાય છે.
(iv) ગ્લીસરોલ એ PGAL માં રૂપાંતરીત થઈ પરિપથમાં પ્રવેશે છે.
(v) પ્રોટીએઝ દ્વારા પ્રોટીનનું વિઘટન થઈ પ્રત્યેક એમિનો એસિડ ડિએમીનેશન થયા બાદ ક્રેબ્સચક્રના તબકકા અથવા પાયરૂવેટ તરીકે પરિપથમાં પ્રવેશે છે.
(1) (i), (ii), (iv), (v)
(2) (i), (ii), (iii)
(3) (i), (ii)
(4) આપેલ તમામ
(77) શ્વસનની શરૂઆત માટેનો યોગ્ય ક્રમ પસંદ કરો.
(i) બાહ્યઆંતર પાંસળી સ્નાયુનું સંકોચન પાતળીઓ અને ઉરોસ્થિને ઉપર તરફ ખેંચે છે.
(ii) ઉરસીય ગુહાનું પૃષ્ઠ-વક્ષ અક્ષે કદ વધે છે.
(iii) અંતઃફુપ્ફુસીય દબાણમાં ઘટાડો થાય છે.
(iv) ઉરોદરપટલનું સંકોચન
(v) હવા ફેફસામાં ધકેલાવવી.
(1) i, ii, iv, v, iii
(2) i, ii, iii, iv, v
(3) iv, i, ii, iii, v
(4) iv, v, i, ii, iii
(78) હૃદય ધમની રોગ (CAD) અન્ય કયા નામે ઓળખાય છે.
(1) હૃદયનું નિષ્ફળ જવું
(2) હૃદય ધબકતુ અટકે
(3) એથરોસ્કેલેરોસિસ
(4) એન્જાઈના
(79) વિધાન (A) : માનવ હૃદયએ માયોજેનિક છે.
કારણ (R) : વિશિષ્ટ ગાંઠપેશી દ્વારા બાહ્ય ઉત્તેજનાની ગેરહાજરીમાં સક્રિય કલાવિજસ્થિતિમાન ઉત્પન્ન કરવામાં આવે છે અને તે હૃદયના લયબદ્ધ સંકોચનને જાળવે છે.
(1) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી છે.
(2) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
(3) (A)સાચું છે પરંતુ (R) ખોટું છે.
(4) (A) અને (R) બંને ખોટાં છે.
(80) સાચીજોડ પસંદ કરો.
Column - I Column-II
A. કંકાલ સ્નાયુ (i) માયોગ્લોબીન
B. ટ્રોપોનીન (ii) પાતળા તંતુઓ
C. રાતા સ્નાયુ (iii)અચલસાંધા
D. ખોપરી (iv) ઐચ્છિક
(1) A→ii, B→i, C → iv, D → iii
(2) A→iv, B→ii, C → i, D → iii
(3) A→iv, B→iii, C→ii, D→i
(4) A→ii, B→iv, C →i, D → iii
(81) ચેતાક્ષ પટલ પર ઉત્તેજના આપતા થતા.
(1) તે સ્થાને K+ આયનનો ત્વરીત ભરાવો ઈનફલકસ થાય છે.
(2) તે સ્થાને Na+આયનનો ત્વરીત ચેતાક્ષરસમાંથી દૂર થાય છે.
(3) તે સ્થાને Na+ આયનનો ત્વરીત ભરાવો ઈનફલકસ થાય છે.
(4) તે સ્થાને K+ આયનનો ત્વરીત ચેતાક્ષરસમાંથી દૂર થાય છે.
(82) _A_એ ક્રિટીનીઝમ માટે જવાબદાર ગ્રંથિ પર કાર્ય કર છે. B વૃદ્ધિ અંતઃસ્ત્રાવના હાઈપોસિસિન અલ્પસ્ત્રાવ_B_માટે જવાબદાર છે. રોગ કે જે એડ્રિનલ બાહ્યક સાથે સંબંધિત છે તે C છે.
(1) A – થાયરોકિસન, B - ક્રિટીનીસમ, C – મહાકાયતા
(2) A – TSH, B – વામનતા, C – એડિસન રોગ
(3) A – વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, B - પિટયુટરી વામનતા, C - એક્રોમેગેલી
(4) A – GH, B – ક્રિટીનીઝમ, C—મહાકાયતા
(83) કોલમ-1 ને કોલમ-II સાથે જોડો અને આપેલ સંકેતમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-I કોલમ-II
a. અફલિત ફળ i. ફલન વગર બીજનુ નિર્માણ
b. બહુભૂણતા ii.એક બીજમાં એક કરતા વધુ ભૂણ
c. અસંયોગીજનન iii. ફલન વગર બીજરહિત ફળ
d. દૈહિક ભૂણ iv. દૈહિક કોષમાંથી ભૂણનું નિર્માણ
(1) a-iv, b-ii, c-iii, d-i
(2) aiii. bii, c-i, d-iv
(3) ai. b-iv, c - iii, d-ii
(4) a-ii, b-iii, c-i, d-iv
(84) મહાબીજાણુ જનન માટે કેટલા વિધાન ખોટા છે ?
(i) અંડકમાં સામાન્ય રીતે પ્રદેહના અંડકછિદ્રીય વિસ્તારનાં બે કોષ મહાબીજાણુ માતૃકોષમાં વિભેદન પામે છે
(ii) MMC નું અર્ધીકરણ થઈ ચાર મહાબીજાણુ નું નિર્માણ થાય છે.
(iii) મુખ્યત્વે પુષ્પીય વનસ્પતિમાં દ્વિબીજાણુકીય વિકાસ થાય છે .
(iv) મુખ્યત્વે પુષ્પીય વનસ્પતિમાં એક મહાબીજાણુ કાર્યત્મક છે જ્યારે અન્ય ત્રણ અવનત થઇ જાય છે.
(v) એક અંડક ભૂણપુટ ધરાવે છે જે એક મહાબીજાણુમાંથી નિર્માણ પામે છે.
(vi) લાક્ષણીક આવૃત બિજધારીનું ભૂણપુટ પુખ્તતા એ 8 કોષકેન્દ્રીય અને 7 કોષ ધરાવે છે.
(1) (i) & (ii)
(2) (ii) & (iii)
(3) (iii) & (iv)
(4) એક પણ નહિ
(85) કોલમ -I (અર્થ ) કોલમ - II(વ્યાખ્યા)
A. પ્રસુતિ I. ફલન અને પ્રસુતિ વચ્ચેનો સમયગાળો
B. અંડપતન II.ફલિતાંડ નું એન્ડ્રોમેટ્રિયમ સાથે જોડાણ
C. ગર્ભાવસ્થા III. બાળજન્મ
D. ગર્ભ-સ્થાપન IV. ઋતુચક્ર ની સમાપ્તી
E. ફલન V. ગ્રાફિયન પુટીકામાંથી અંડડકોષ મુક્ત કરે.
VI. દૂગ્ધસ્ત્રાવ ની પ્રક્રિયા
VII. અંડકોષ અને શુક્રકોષના જોડાણ દ્વારા ફલિતાંડનું નિર્માણ.
(1) A-I; B-II; C - VII; D - V; E-III
(2) А III; В - I; C - IV; D - II; E - V
(3) A-III; B - V; C - I; D - II; E – VII
(4) А-III; B - V; C - I; D - IV, E - II
(86) કોલમ-I ને કોલમ-II સાથે જોડો અને આપેલ વિકલ્પમાંથી સંગત વિકલ્પ પસંદ કરો.
કોલમ I (અર્થ) કોલમ - II (વ્યાખ્યા)
A. પ્રાથમિક પૂર્વ અંડકોષ I. જનન માતૃકોષ વિભાજન પામવાનું શરૂ કરે ત્યારે તે નિર્માણ પામે અને અર્ધીકરણની I ની પૂર્વાવસ્થા એ હંગામી રીતે અટકે છે.
B. દ્વિતિયક પૂર્વ અંડકોષ II. મોટા એક્કીય કોષો જે પ્રાથમિક અંડકોષના પોષકતત્વ સભર કોષરસ મેળવે છે.
C. પ્રાથમિક પુટિકા III. મોટી સંખ્યામાં આ જન્મથી યૌવાનારંભ અવસ્થા દરમિયાન વિઘટન પામે છે.
D. જનન માતૃકોષો IV. જનન માતૃકોષ
E. દ્વિતિયક પુટિકા V. વધુ માત્રામાં ગ્રંથિયકોષો અને नवा આવરીત થાય સ્તરોથી
F. Graafian follicle ગ્રાફિયન પુટીકા VI.અંડપિંડમાંથી મુકિત માટે તુટે છે. અંડકોષની
(1) A-I; B-II; C-III; D-IV; E - V; F - VI
(2) A-III; B-I; C-IV; D-II; E – V; F - VI
(3) A-VI; B-IV; C-V; D-II; E-I; F-III
(4) A-II; B-IV; C-III; D-V; E-I; F - VI
(87) આપેલ (i થી iv) વિધાનો વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) દરેક શુક્રપિંડ આશરે 250 ખંડો ધરાવે છે. જેને શુકોત્પાદક નલિકા કહે છે.
(ii) શિશ્ન વિશિષ્ટ પેશીઓથી બનેલ છે જે તેને ઉત્થાન અને વીર્યસેચનની સાનુકૂળતા કરી આપે છે.
(iii) રોગ પ્રતિરક્ષા માટે સક્ષમ કોષો એ શુક્રઉત્પાદકનલિકાના આંતરાલીય અવકાશમાં હાજર હોય છે.
(iv) ઉંદરીય ગુહાની બહાર પાતળા કોથળી જેવી ત્વચામાં શુક્રપિંડ આવેલ હોય જેને વૃષણકોથળી કહે છે.
(v) બલબોયુરેથ્રલ એ એક માત્ર સહાયક ગ્રંથિ છે.
આપેલ વિધાનોમાંથી કેટલાં વિધાનો ખોટા છે.
(1) (i), (ii) & (iii)
(2) (iii) & (v)
(3) (i) & (v)
(4) (ii), (iv) & (v)
(88) સમાજમાં પ્રાજનનીક સ્વાસ્થ્ય શેના દ્વારા સુધારી શકાય.
(i) શાળાઓમાં જાતીય શિક્ષણ દાખલ કરવું
(ii) દાકતરી સહાયતા વધારવી
(iii) ગર્ભનિરોધક અને STDs વિશે જાગૃતતા આપવી
(iv) નર અને માદા બાળકને સમાન તકો
(v) ઉલ્વજળ કસોટીને પ્રતિબંધિત કરી
(vi) ખોટી ધારણાઓ અને ગેરમાન્તાઓને પ્રોત્સાહન આપવું
(1) આપેલ બધા જ
(2) (i), (ii), (iv) & (vi)
(3) (i), (ii), (iii), (iv) & (v)
(4) (ii) & (v)
(89) કોલમ-I ને કોલમ-II સાથે જોડો અને આપેલ વિકલ્પમાંથી સંગત વિકલ્પ પસંદ કરો.
કોલમ (શબ્દ) I કોલમ - II (વ્યાખ્યા)
A. પ્લીઓટ્રોપી (i) એક લક્ષણ એ બે અથવા બેથી વધુ જનીન દ્વારા નિયંત્રણ પામે છે.
B. બહુવૈકલ્પીક કારકો (ii)એક લક્ષણ એ ત્રણ વૈકલ્પિક કારક અથવા ત્રણથી વધુ વૈકલ્પિકકારક દ્વારા નિયંત્રણ પામે છે.
C. બહુજનીનીકv (iii) એક જનીન એ ઘણા બધા આનુવંશીક સ્વરૂપપ્રકારીય અભિવ્યકિત દર્શાવે.
(1) (A-ii), (B - iii), (C - i)
(2) (A-iii), (B - ii), (C - i)
(3) (A-i), (B - ii), (C - iii)
(4) (A-ii), (B - i), (C - iii)
(90) વૈકલ્પિક કારક ને પ્રચ્છન્ન કારક કહે છે જયારે તે..........માં અભિવ્યકત દર્શાવે છે.
(1) માત્ર વિષમયુગ્મી સ્થિતિ
(2) માત્ર સમયુગ્મી સ્થિતિ
(3) F3 – પેઢી
(4) બંને સમયુગ્મી અને વિષમયુગ્મી સ્થિતિ
(91) વિધાન (A): વાઈરસ જે RNA જનીનસંકુલ અને ટુંકો જીવનકાળ ધરાવે તે ઝડપી ઉદ્દવિકાસ પામે છે.
કારણ (R): RNA અસ્થાયી હોવાથી, ઝડપી દરે વિકૃતિ પામે
(1) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી છે.
(2) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
(3) (A) સાચું છે પરંતુ (R) ખોટું છે.
(4) (A) અને (R) બંને ખોટાં છે.
(92) નીચેના વિધાન વાંચો અને અસંગત વિધાન ધરાવતો વિકલ્પ પસંદ કરો.
(i) VNTR એ મીની સેટેલાઈટ ના DNA સાથે સંબંધિત
(ii) આદીકોષકેન્દ્રીમાં બંધારણીય જનીન પોલીસીસ્ટ્રોનીક છે.
(iii) સુકોષકેન્દ્રી વિભાજીત (split) જનીન ગોઠવણી ધરાવે.
(iv) પરિપક્વ mRNA માં વિક્ષેપક ક્રમ જોવા મળે છે.
(v) પુનરાવર્તિત ક્રમ RNA ની ખેચાયેલ શૃંખલા છે.
(vi) હીટેરોક્રોમેટીન એ ક્રોમેટીનનું સૌથી વધુ સંઘનીત સ્વરૂપ.
(vii) DNA ટેમ્પ્લેટ RNA નિર્માણની પ્રક્રિયાને સ્વયંજનન કહે છે.
(1) (i), (ii), (v), (vii)
(2) (ii), (iv), vi), (vii)
(3) (i), (iv), (vii)
(4) (iv), (v), (vii)
(93) HGP માટે નીચેનામાંથી કયું વિધાન અસંગત છે?
(i) હ્યુમન જીનોમ પ્રોજેકટ એ 16 વર્ષનો પ્રોજેકટ હતો. અને તે 2006 માં પૂર્ણ થયો.
(ii) બધા જનીનની ઓળખ જે RNA તરીકે અભિવ્યક્ત થાય તેને ESTs તરીકે દર્શાવાય
(iii) સીકવન્સ એનોટેશનનો પણ ઉપયોગ થાય છે.
(iv) HGP માં DNA ના ટુકડા સ્વચાલિત DNA અનુક્રમકના ઉપયોગ દ્વારા અનુક્રમીત કરવામાં આવે છે.
(v) રંગસૂત્ર I નો ક્રમ May 2006 માં પૂર્ણ થયો જે મનુષ્યના24 રંગસૂત્ર માનું સૌથી છેલ્લુ હતુ.
(vi) જનીનની સંખ્યા લગભગ 30,000 છે અને લગભગ બધા 99.9% ન્યુકિલઓટાઇડ બેઇઝ બધા વ્યકિતમાં અલગ અલગ છે.
(1) (i), (ii) & (iii) માત્ર
(2) (i) & (v)
(3) (i) & (vi)
(4) (i), (ii), (iii) & (vi)
(94) નીચેનામાંથી કયું વિધાન જનીનીક દ્રવ્યની લાક્ષણિકતા નથી.
(A) તે રસાયણીક અને બંધારણીય રીતે ઓછું સ્થાવી છે.
(B) તે પ્રતિકૃતિ સ્વયંજનન ઉત્પન્ન કરવા સક્ષમ છે.
(C) તે વધુ ક્રિયાશીલ છે.
(D) તે મેન્ડેલીયન આનુવંશિકતાને અનુસરે નહીં.
(E) તે ઓછા ફેરફાર માટેની તકો પૂરી પાડે છે. ઉ.દા. : વિકૃતિ
(1) માત્ર A, B, C & D
(2) B, C, D, E
(3) C, D, E
(4) A, C, D
(95) ગેલેપેગોઝનું ટાપુની ફિન્ચમાં અલગ પ્રકારની ચાંચની હાજરી અલગ વસવાટમાં અલગ આહારની ઉપલબ્ધી માટે અનુફલન છે જે.........ના પુરાવા આપે છે.
(1) અંતઃજાતીય ભિન્નતા
(2) નૈસર્ગીક પસંદગી
(3) અંતઃજાતીય સ્પર્ધા
(4) આંતરજાતીય સ્પર્ધા
(96) ટાઈફોઈડ માટે કયું વિધાન સાચું છે ?
(i) તે બેક્ટેરીયલ રોગ છે.
(ii) સાલ્મોનેલા ટાઈફી નાના આંતરડામાં ખોરાક અને પાણી મારફતે પ્રવેશે
(iii) નાના આંતરડામાંથી રોગકારક રુધિરના બીજા અંગમાં વહન પામે
(iv) વધુ તાવ 39° થી 40° નબળાઈ. પેટમાં દુખાવો, માથું દુખવું અને ભૂખ ન લાગવી એ રોગના સામાન્ય લક્ષણ છે.
(v) ટાઇફોઇડ તાવ વિડાલ કસોટી દ્વારા ચકાસી શકાય.
(1) (i), (iii), (iv), (v)
(2) (ii), (iii), (iv) & (v)
(3) (i), (iv) & (ii)
(4) બધા જ
(97) નીચેના વિધાન વાંચો અને અસંગત પસંદ કરો.
A. જેલ ઇલેકટ્રોફોરેસીસમાં, DNA અણુનું અલગીકરણ એગારોઝ જેલ દ્વારા દર્શાવાતી સીવીગ ચાલણી અસરમાંથી તેના કદને અનુલક્ષીને અલગ થાય.
B. ટુકડાનું કદ વધુ, તે વધુ સ્થળાંતર પામે
C. જ્યાં સુધી વાહકને અને DNA ના સ્ત્રોતને સમાન રીસ્ટ્રીકશન ઉત્સેચક દ્વારા કાપવામાં ન આવે ત્યાં સુધી પુનઃસંયોજીત વાહક અણુ બનાવી શકાય નહી.
D. હાલમાં વધુ ઉપયોગી માધ્યમ એગોરેઝ છે જે સંશ્લેષીત (કૃત્રિમ) પોલીમર છે અને દરીયાઇ નીંદણમાંથી અલગ થાય.
(1) A, B, C, દ
(2) A, C
(3) B, D
(4) C, D
(98) કોલમ-1 ને કોલમ–II સાથે જોડો અને આપેલ વિકલ્પમાંથી સંગત વિકલ્પ પસંદ કરો.
કોલમ - I કોલમ - II
A. રીસ્ટ્રીકશન ઉત્સેચક I. ચલાયમાન જનીન તત્વ
B. ટ્રાન્સપોન્સ II.કલોનીંગ વાહક
C. બેક્ટેરીયોફેઝ III. Hind III
D. પેલીન્ડ્રોમ IV. મલચાલમ
(1) А-ІІІ; В-І; C-II; D-IV
(2) А-II; В-І; C-IV; D-III
(3) A-IV; B-I; C-III; D-II
(4) A-I; B-IV; C-II; D-III
(99) ખાલી જગ્યા પૂરો.
(A) પુનઃ સંયોજીત DNA નું નિર્માણ....... ના......માં એન્ટિબાયોટીક પ્રતિરોધી સંકેતન કરતા જનીનને સાથે જોડી નિર્માણ કરાયુ હતુ.
(B) Hind II હંમેશા DNA અણુના એક ચોક્ક્સ બિંદુ પર કાપ મૂકે જે...... બેઇઝ જોડનો એક ચોકકસ હોય આ ચોકકસ ક્રમ એ Hind II ના....... તરીકે જાણીતો છે.
(C) DNA માં..... બેઇઝ જોડનો એક એવો ક્રમ હોય છે જે DNA ની એક બાજુએથી બીજી બાજુ તરફ આગળ અને પાછળથી એકસરખા વાંચી શકાય છે.
(D)........કેટલીય દ્વિદળી વનસ્પતિ માટે રોગકારક છે તેDNA નો એક ખંડ જેને....... કહે છે સામાન્ય વનસ્પતિ કોષને રૂપાંતરીત કરી ગાંઠમાં ફેરવે છે.
(1) 1-પ્લાસ્મિડ, સાલ્મોનેલા ટાઇફીમ્યુરીયમ: 2- સાત ઓળખ ક્રમ. 3-પ્લીન્ડ્રોમ 4-એગ્રોબેકટેરીયમ ટયુમીફેસીયન, Z-DNA
(2) 1-પ્લાસ્મિડ, સાલ્મોનેલા ટાઇફીમ્યુરીયમ: 2- છ ઓળખ ક્રમ. 3-પ્લીન્ડ્રોમ,4- એગ્રોબેક્ટેરીયમ ટયુમીફેસીયન, T-DNA
(3) 1-રંગસૂત્ર, સાલ્મોનેલા ટાઇફીમ્યુરીયમ; 2- છ ઓળખ ક્રમ, 3 - પ્લીન્ડ્રોમ, 4- એગ્રોબેક્ટેરીયમ T-DNA ટયુમીફેસીયન,
(4) 1- પ્લાસ્મિડ, સાલ્મોનેલા ટાઇફીમ્યુરીયમ: 2-છ ઓળખ ક્રમ, 3- પ્લીન્ડ્રોમ, Z-DNA 4- એગ્રોબેક્ટેરીયમ ટયુમીફેસીયન,
(100) કોટન બલવોર્મ્સ એ...... દ્વારા નિયંત્રિત થાય.
(1)ક્રાય IAc
(2) ક્રાય IIAb
(3) ક્રાય IAb
(4) બંને A અને B
જવાબો
1.2, 2.1, 3.3, 4.4, 5.4, 6.4, 7.1, 8.1, 9.1, 10.2, 11.4, 12.2, 13.1, 14,1, 15.1, 16.1, 17.2, 18.2, 19.3, 20.3, 21.કોમન , 22.1, 23.1, 24.3, 25.4, 26.1 , 27.3, 28.2, 29.2, 30.2, 31.1, 32.2, 33.4, 34.1, 35.કોમન , 36.3, 37.3, 38.4, 39.3, 40.2, 41.2, 42.2, 43.3, 44.3, 45.2, 46.1, 47.3, 48.3, 49.1, 50.3 , 51.1, 52.1, 53.3 , 54.3, 55.4, 56.1, 57.1, 58.1, 59.3, 60.3, 61.1, 62.1, 63.1, 64.3, 65.1, 66.4, 67.1, 68.3 , 69.3, 70.1, 71.2, 72.2, 73.4, 74.1, 75.3, 76.4, 77.3, 78.3, 79.1, 80.2, 81.3, 82.2, 83.2, 84.4, 85.3, 86.1, 87.કોમન , 88.3, 89.2, 90.2, 91.1, 92.4, 93.3, 94.4, 95.2, 96.4, 97.3, 98.1, 99.2, 100.4
નોંધ - કોમન નો અર્થ એ પ્રશ્ન માં ભૂલ હોવાથી માર્ક્સ ગણી લેવા.
MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)
GUJARAT BIOLOGY NEET PLUS
• Youtube - @Gujarat Biology NEET PLUS
@ Gujarat Biology Plus Manish Mevada
@ Gujarat Biology NEET Q & A
• Instagram - @gujaratbiologyneetplus
• Play store App - Gujarat Biology NEET PLUS
• Website - www.indiabiologyneet.com
www.gujaratbiologyneet.com
www.manishmevada.com
• BOOK LAST DAYS FOR BOARD EXAMINATION
(2021,2022,2023,2024)
Please do not enter any spam link or word in the comment box