Type Here to Get Search Results !

NEET PRACTICE PAPER -6 | STD 11 અને 12 સંપૂર્ણ અભ્યાસ ક્રમ BIOLOGY

0

 

GUJARAT BIOLOGY NEET PLUS
MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)
NEET PRACTICE PAPER - 6 | STD 11 અને 12 સંપૂર્ણ અભ્યાસ ક્રમ





TIME- 1 HOUR                                     SUBJECT – BIOLOGY        MARKS- 400    

   

કુલ 100 પ્રશ્નો છે દરેક પ્રશ્નનો 4 માર્ક છે દરેક ખોટા પ્રશ્ન ના 1 માર્ક કપાશે


(1) નીચે બે વિધાન આપેલા છે એકને કથન A અને બીજાને કારણ-R વડે લેબલ કરેલ છે. તે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કારણ - A: મોંસમાં વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુના અવખંડન કે કલિકાસર્જન દ્વારા થાય છે.
કારણ -R : બીજાણુ અર્ધીકરણ પહેલાં નિર્માણપામે છે અને મોસ બીજાણું વિકીરણની વિકસિત કાર્યપદ્ધતિ ધરાવે છે.
(1) A સાચું નથી પણ R સાચું છે.
(2) બંને A અને R સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
(3) બંને A અને R સાચાં છે અને R એ A ની સમજૂતી નથી.
(4) A સાચું છે પણ R સાચું નથી.

(2) નીચે આપેલા વિધાનો પૈકી સાચા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) કેટલાક પ્રોટીન એક કે તેથી વધુ પોલિપેપ્ટાઈડ્સ કે તેમના પેટાએકમોનો સમૂહ હોય છે.
(B) ઉત્સેચક ઉત્પ્રેરક અકાર્બનિક ઉત્પ્રેરક કરતાં ઘણા બધા પ્રકારે જુદાં પડે છે.
(C) ઉત્સેચક શક્તિ અવરોધકને ગટાડીને પ્રકીયાર્થીમાંથી નીપજના સરળ રૂપાંતરણમાં મદદ કરે છે.
(D) કોઈપણ ઉત્સેચકની ક્રિયાશીલતા વિશિષ્ટ રસાયણોની કે જે ઉત્સેચક સાથે જોડાય છે તેની હાજરીમાં સંવેદનશીલ હોય છે.
(1) A, B, C સાચું અને D ખોટું
(2) A, C, D સાચું અને B ખોટું
(3) B, C સાચું, A, D ખોટું
(4) A, B, C, D સાચું

(3) ન્યૂનતમ કારકોનો નિયમ માટે નીચેના પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) બ્લેકમેન - 1908
(2) બ્લેકમેન - 1802
(3) બ્લેકમેન - 1905
(4) કેલ્વિન - 1905

(4) સિકવન્સ અનોટેશન એટલે........
(1) કેટલાક અગત્યના અભિવ્યકત જનીન
(2) દરેક જનીન જે RNA તરીકે અભિવ્યકત થાય.
(3) જીનોમના કોડીંગ અને નોનકોડીંગ અનુક્રમોની જાણકારી
(4) જીનોમના કોડીંગ અનુક્રમોની જાણકારી

(5) નીચેનામાંથી નાના બાર્નેકલ કયા છે ?
(1) બેલેનસ
(2) કાર્નેલ
(3) ચેથેમેલસ
(4) બેલેનસ ચેથેલેમસ

(6) નીચે બે વિધાન આપેલા છે એકને કારણ - Aઅને બીજાને કારણ—R વડે લેબલ કરેલ છે. તે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કારણ - A : લેકિટક એસિડ અને આલ્કોહોલિક આથવણ બંનેમાં વધારે માત્રામાં મુકત થતી નથી.
કારણ -R : જારક શ્વસનની મુખ્ય ઘટનામાં હાઈડ્રોજન અણુઓના તબકકાવાર દૂર થવાથી ચાર તબકકે CO2 ના અણુઓ મુક્ત થવાથી પાયરૂવેટનું સંપૂર્ણ રિડકશન થાય છે.
(1) A સાચું છે, R ખોટું છે.
(2) A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
(3) A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી.
(4) A અને R બંને ખોટાં છે.

(7) Biolistics એટલે.......
(1) અંતઃક્ષેપણ
(2) જનીન સ્ફોટક
(3) જૈવ પ્રાક્ષેપિકી
(4) જૈવ વિઘટન

(8) જાતિ વિલુપ્તતાના મુખ્ય ચાર કારણો The Evil Qiartet' પૈકી મુખ્ય કારણ માટે કયું વિધાન સાચું છે?
(1) જયારે એક જાતિ લુપ્ત થાય ત્યારે તેની સાથે સંકળાયેલી વનસ્પતિ અને પ્રાણી જાતિઓ પર ફરજિયાત રીતે લુપ્ત થાય છે.
(2) હાલમાં આપણી સ્થાનિક કેટફીશ માછલીઓ માટે જોખમ ઊભું થયું છે.
(3) સ્ટીલર સી કાઉ, પેસેન્જર પીજીયન જેવી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે.
(4) એમેઝોન – પૃથ્વી ગ્રહનું ફેફસાં કહેવાય છે.

(9) 1000 ઘઉંના દાણા બનાવવા માટે માત્ર પરાગરજના નિર્માણમાં કેટલા અધિકરણની જરૂર પડે છે?
(1) 1050
(2) 1250
(3) 25
(4) 250

(10) નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ અનાનસમાં પુષ્પસર્જન કરવાની શરૂઆતમાં ઉપયોગી છે ?
(1) ઈથીફોન
(2) ઈથીલીન
(3)2-4-D
(4) ABA

(11) નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે રંગસૂત્ર પર જનીનોના સ્થાનનો નકશો બનાવવા સૌપ્રથમવાર એક જ રંગસૂત્ર પર આવેલ જનીનની જોડીઓના પુનઃસંયોજનની આવૃત્તિને તેમની વચ્ચેના અંતરના માપ તરીકે વાપર્યુ.
(1) આલ્ફ્રેડ મોર્ગન
(2) આલ્ફ્રેડ સ્ટર્ટવેન્ટ
(3) થોમસ હન્ટ
(4) સટન અને બોવરી

(12) C3 ચક્ર દરમ્યાન ગ્લુકોઝના આઠ અણુને સંશ્લેષિત કરવા કેટલા ATP અને NADPH2 જરૂરી છે ?
(1) 18 ATP અને 12 NADPH2
(2) 140 ATP અને 92 NADPH2
(3) 144 ATP અને 96 NADPH2
(4) 100 ATP અને 100 NADPH2

(13) નીચેનામાંથી કયો RNA પોલિમરેઝ hnRNA નું પ્રત્યાંકન કરે છે?
(1) RNA પોલિમરેઝ-I
(2) RNA પોલિમરેઝ-III
(3) RNA પોલિમરેઝ-II
(4) RNA પોલિમરેઝ-II, III

(14) નીચેનામાંથી કયા કૂળમાં કાંસકી, જાસૂદ અને મોન્કસહુડનો સમાવેશ થાય છે ?
(1) કમ્પોઝીટી
(2) માલ્વેસી
(3) ગ્રામીની
(4) ક્રુસીફેરી

(15) પૂર્વાવસ્થાના કયા તબકકામાં સિનેપ્ટોનીમલ સંકુલનું વિઘટન થઈ જાય છે અનેદિસૂત્રી સમજાત રંગસૂત્ર એકમેકથી દૂર ખસવાની શરૂઆત થાય છે.
(1) પેકીટિન
(2) ઝાયગોટીન
(3) ડાયકાયનેસીસ
(4) ડિપ્લોટીન

(16) નીચેનામાંથી સેન્દ્રીયકરણની પ્રક્રિયામાં કઈ ઘટના જોવા મળે છે ?
(1) અકાર્બનિક પોષકો મુક્ત થાય
(2) ગાઢ રંગના અસ્ફટિકમય પદાર્થનું નિર્માણ
(3) ગાઢ રંગના સ્ફટિકમય પદાર્થનું નિર્માણ
(4) વિઘટન અતિશય ધીમા દરેક ચાલ્યા કરે

(17) રસાયણાસૃતિ માટે નીચેના પૈકી શું જરૂરી છે ?
(1) એક પટલ + એક પ્રોટોનપંપ
(2) પ્રોટોન ઢોળાંશ + ATP સિન્થેટેઝ
(3) એક પ્રોટોનપંપ + પ્રોટોન ઢોળાંશ
(4) બધા જ

(18) જે અણુ નીચેના માપદંડો સંતોષતો હોય તે જ જનીનદ્રવ્ય તરીકે વર્તી શકે સિવાય કે.....
(1) રાસાયણિક રીતે અને રચનાત્મક અસ્થાયી હોવું જોઈએ.
(2) ઉદ્દવિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો માટેની તક પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ.
(3) મેન્ડેલિયન લક્ષણોનાં રૂપમાં તે પોતાની જાતે અભિવ્યકત થઈ શકતું હોવું જોઈએ.
(4) તે પોતાના જેવી પ્રતિકૃતિ બનાવવામાં સક્ષમ હોવો જોઈએ.

(19) નીચેનામાંથી બોલ્ટિંગ પ્રક્રિયા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) ધાનને પાણીમાં પલાળીને અંકુરિત કરવાની પ્રક્રિયા
(2) દારૂની બનાવની પ્રક્રિયા
(3) પુષ્પસર્જન પહેલાં આંતરગાંઠની લંબાઈમાં વધારો
(4) દ્રાક્ષની દાંડીની લંબાઈમાં વધારો

(20) સ્કુટેલમ નીચેના પૈકી કોના માટે ઉપયોગમાં લેવાય છે ?
(1) લાક્ષણિક દ્વિદળી ભ્રૂણની ભ્રૂણધરી માટે
(2) લાક્ષણિક એકદળી બીજના ભ્રૂણાગ્ર માટે
(3) લાક્ષણિક દ્વિદળીના બીજપત્ર માટે
(4) ઘાસના કુળમાં આવેલ બીજપત્ર માટે

(21) નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
(1) DNA હાઈડ્રોફીલીક અણુ હોવાથી કોષરસપટલમાંથી પસાર થઈ શકતો નથી.
(2) હિસ્ટોન જેવા પ્રોટીન સાથે ગૂંથાયેલા DNA ના લાંબા અણુઓ પર જનીનો સ્થાન પામેલ હોય છે.
(3) એગ્રોબેકટેરિયમ કેટલીય એકદળી વનસ્પતિઓ માટે રોગકારક છે.
(4) જો બેકટેરિયાના પ્લાસ્મિડમાં નિવેશ ના હોય તો રંગસર્જક પદાર્થની હાજરીમાં ભૂરા રંગની વસાહતનું નિર્માણ થાય છે.

(22) નીચેનામાંથી કઈ વનસ્પતિમાં સ્વફલન અટકાવી શકાય છે પરંતુ ગેઈટેનોગેમી અટકાવી શકાતું નથી.
(1) દિવેલા
(2) મકાઈ
(3) દિવેલા, પપૈયા
(4) (a) & (b) બંને

(23) અનિર્ભેળતા ખાસ કરીને કયા કુળની વિશેષતા છે?
(1) ઘાસનું કૂળ
(2) પોએસી
(3) એસ્ટરેસી
(4) તમામ

(24) જનીનથેરાપીમાં સર્વપ્રથમ રોગીના રુધિરમાંથી તે કોષોને બહાર કાઢીને તેમનું સંવર્ધન કરવામાં આવે છે?
(1) રકતકણો
(2) લસિકાકોષો
(3) શ્વેતકણો
(4) (a) & (c) બંને

(25) હરિતકણમાં થતી ફોસ્ફોરાયલેશનની ક્રિયા નીચેનામાંથી કઈ ક્રિયા સાથે સરખાવી શકાય?
(1) કણાભસૂત્રીય ઓકિસડેટીવ ફોસ્ફોરાયલેશન
(2) કણાભસૂત્રના આધારકમાં થતી ફોસ્ફોરાયલેશન
(3) પાણીના અણુનું કણાભસૂત્રીય જળવિભાજન
(4) ઉપરોકત બધા જ

(26) સમાશ્રયણ ગુણાંકનું મૂલ્ય 1.15 શેમાં જોવા મળશે ?
(1) સમશિતોષ્ણ જંગલોમાં ફલાહારી પક્ષીઓમાં
(2) ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફલાહારી પક્ષીઓ અને સસ્તનો
(3) ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફલાહારી વાનર અને સસ્તનોમાં
(4) ઉષ્ણકટિબંધીય રણપ્રદેશના ફલાહારી પક્ષીઓ અને સસ્તનોમાં

(27) નીચેનામાંથી કઈ પદ્ધતિમાં r-DNA ને પ્રાણીકોષના કોષકેન્દ્રમાં સીધુ જ દાખલ કરવામાં આવે છે?
(1) gene Gun
(2) Bombarding
(3) biolistics
(4) Micro-injection

(28) નીચેનામાંથી કયા વૈજ્ઞાનિક પ્રકાશસંશ્લેષણની ક્રિયાવિધી સમજાવવા માટે પ્રિઝમનો ઉપયોગ કરવો.
(1) વોન નીલ
(2) ઈન્જેનહાઉસ
(3) એન્જીલમેન
(4) પ્રિસ્ટલી

(29) તલસ્થ જરાયુવિન્યાસ જોવા મળે છે –
(1) સૂર્યમુખી, ડાર્યેથસ
(2) પ્રિમરોઝ, જાસૂદ, ગલગોટો
(3) જાસૂદ, સૂર્યમુખી, ગલગોટા
(4) સૂર્યમુખી, ગલગોટા

(30) સ્ટ્રેટીફીકેશનમાં દ્વિતીય સ્તરે તે આવે છે?
(1) વૃક્ષો
(2) તૃણ
(3) પ્રાણીઓ
(4) ક્ષુપો

(31) નીચેનામાંથી કઈ વિશિષ્ટતા ભાજનાન્તિમાવસ્થા માટે અલગ પડે છે ?
(1) કોષકેન્દ્રિકા, ગોલ્ગીપ્રસાધન અને ER નું પુનઃનિર્માણ થાય છે.
(2) રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવો તરફ એકત્રિત થઈ જાય છે અને તે પોતાની સ્વતંત્ર ઓળખ ગુમાવે છે.
(3) પ્રત્યેક ધ્રુવ પર રંગસૂત્ર સમૂહોની આજુબાજુ કોષકેન્દ્રપટલનું નિર્માણ થાય છે જે બે બાળકોષકેન્દ્રો બનાવે છે.
(4) સેન્ટ્રોમીયરનું વિભાજન થાય છે અને રંગસૂત્રિકાનું અલગીકરણ થાય.

(32) નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન - 1 : દ્વિદળી મૂળમાં પરિચક્ર એ અંતઃસ્તરની નીચેને બાજુએ અને અન્નવાહકની ઉપર દ્રઢોતમ પૈશીના અર્ધચંદ્રાકાર સમૂહોના સ્વરૂપમાં આવેલું છે.
વિધાન – 2 : સમદ્રિપાર્શ્વ પર્ણો ભેજગ્રાહી કોષો ધરાવે ત્યારે ભેજયુકત વાતાવરણમાં તેઓ પાણીનું શોષણ કરીને આશૂન બને છે. ઉપરના વિધાન માટે સાચા જવાબવાળો વિકલ્પ પસંદ કરો.
(1) વિધાન - 1 સાચું છે પરંતુ વિધાન – 2 ખોટું છે.
(2) વિધાન – 1 ખોટું છે પરંતુ વિધાન – 2 સાચું છે.
(3) વિધાન - 1, 2 બંને સાચાં છે.
(4) વિધાન – 1, 2 બંને ખોટાં છે.

(33) PKU રોગ માટે નીચેના પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) આ રોગ માટે ફિનાઈલ એલેનીન કાર્બોકઝાયલેઝ ઉત્સેચકની વિકૃતિ જવાબદાર છે.
(2) તેમાં એકલ જનીન એક જ સ્વરૂપલક્ષી અભિવ્યકિત દર્શાવે છે.
(3) તેમાં માત્ર ત્વચાના રંગ ઉપર અસર થાય છે.
(4) તે એકલ જનીન વિકૃતિજન્ય રોગ છે.

(34) પ્ટેરોપ્સીડા ત્રિઅંગીના વર્ગમાં નીચેનામાંથી કઈ એક વનસ્પતિનો સમાવેશ થતો નથી?
(1) એડિએન્ટમ
(2) પ્ટેરિસ
(3) ડ્રાયોપ્ટેરિસ
(4) લાયકોપોડિયમ

(35) વાહિપૂલો સામાન્યતઃ ફકત જલવાહકની બહારની બાજુએ ગોઠવાયેલી અન્નવાહક ધરાવે છે.
(1) અરીય વર્ધમાન
(2) એક પાર્શ્વસ્થ
(3) સહસ્થ
(4) અરીય અવર્ધમાન

(36) નીચે આપેલા વિધાનો પૈકી કયા વિધાન સાચાં છે ?
(A) પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે જે લિંગીપ્રજનન માટે અર્થિત છે.
(B) બીજ એક બીજપત્રી અથવા દ્વિબીજપત્રી હોઈ શકે.
(C) સોલેનેસી કૂળમાં સમાવિષ્ટ વનસ્પતિઓમાં ફળ બેરી કે પ્રાવર પ્રકારનું હોય છે.
(D) નાળિયેરનું બાહ્યફલાવરણ રેસામય છે.
(1) વિધાન A, B, D
(2) વિધાન A, C
(3) વિધાન B. D
(4) વિધાન A, B, C

(37) નીચેનામાંથી ઈન્ટરકાઈનેસિસ માટે કયો વિકલ્પ ખોટો છે ?
(1) તેને આંતરકોષવિભાજન કહે છે.
(2) આંતર કોષવિભાજન પૂર્વાવસ્થા-1 ને અનુસરે છે.
(3) ઈન્ટરકાઈનેસીસમાં DNA નું સ્વયંજનન થતું નથી.
(4) તે અર્ધીકરણની અવસ્થા વચ્ચેનો તબકકો છે.

(38) શાખિત પ્રકાંડની કઈ વનસ્પતિની લાક્ષણિકતા છે?
(1) સાયકસ
(2) સીડ્સ
(3) પાઈનસ
(4) (b), (c)બંને

(39) પ્રકાશશ્વસનમાં RuBP. 3PGA ના બે અણુઓમાં પરિવર્તિત થવાને બદલે ઓકિસજન સાથે સંયોજાઈને—
(1) બે ફોસ્ફોગ્લાયકોલેટ અને બે ફોસ્ફોગ્લિસરેટના અણુનું નિર્માણ થાય છે.
(2) બે ફોસ્ફોગ્લિસરેટના ત્રણ કાર્બનયુકત અણુ અને એક ગ્લિસરેટના અણુનું નિર્માણ કરે છે.
(3) એક ફોસ્ફોગ્લિસરેટનો ત્રણ કાર્બનયુક્ત અણુ અને એક ફોસ્ફોગ્લાયકોલેટના અણુનું નિર્માણ કરે છે.
(4) એક ફોસ્ફોગ્લાયકોલેટનો ત્રણ કાર્બનયુકત અણુ અને એક ફોસ્ફોગ્લિસરેટના અણુનું નિર્માણ કરે છે.

(40) ETS માં સમાવિષ્ટ વિવિધ સંકુલો પૈકી II, III, IV માં નીચેના પૈકી અનુક્રમે કોનો સમાવેશ થાય છે ?
(1) સાયટોક્રોમ b, c1, સાયટોક્રોમ c ઓકિસડેઝ, સકિસનેટ ડિહાઈડ્રોજીનેઝ
(2) સકિસનેટ ડિહાઈડ્રોજીનેઝ, સાયટોક્રોમ b c1, સાયટોક્રોમ c ઓકિસડેઝ
(3) સાયટોક્રોમ c ઓકિસડેઝ, સકિસનેટ ડિહાઈડ્રોજીનેઝ, સાયટોક્રોમ b, c1
(4) NADH ડિહાઈડ્રોજીનેઝ, સક્રિસનેટ ડિહાઈડ્રોજીનેઝ, સાયટોક્રોમ b, c1

(41) RNA અંતક્ષેપ પ્રક્રિયાના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ?
(i) તે પ્રજીવોનો ઉપદ્રવથી રક્ષણ આપવા માટે ઉપયોગી છે.
(ii) તે કેટલા આદિકોષકેન્દ્રી અને બધા જ સુકોષકેન્દ્રી સજીવોમાં એકકોષીય પ્રતિકારકતા તરીકે જોવા મળે છે.
(iii) પૂરક dsRNA અણુનાં કારણે ચોકકસ mRNA નાં અટકાવ માટેની પ્રક્રિયા છે.
(iv) જીવાત પ્રતિરોધક પાકનાં ઉત્પાદન માટેની તે એક ઉમદા યોજના છે.
(1) (i), (iii)અને (iv)
(2) (i) અને (ii)
(3) (i) અને (ii)
(4) (iii) અને (iv)

(42) પોષકસ્તરો અને નિવસનતંત્રોને અનુલક્ષીને નીચે આપેલાં બધાં વિધાનો અસંગત છે. સિવાય કે ......
(1) પોષકસ્તર એ એક ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે કે નહિ કે કોઈ જાતિનું
(2) આપેલ જાતિ, એક સમયે નિવસનતંત્રમાં કોઈ એક જ સ્તરમાં ઉપસ્થિત થઈ શકે છે.
(3) મોટાભાગના નિવસનતંત્રોમાં તૃણાહારીઓ સંખ્યામાં અને જૈવભારમાં ઉત્પાદકો કરતાં વધારે હોય છે.
(4) ઊર્જાના પિરામિડો હંમેશા સીધા હોતા નથી.

(43) નીચેનામાંથી કયું વિધાન 21 મી જોડના રંગસૂત્રની ટ્રાયસોમીના રંગ માટે સાચું નથી ?
(1) શારીરિક, માનસિક મંદતા અને માનસિક વિકાસ રૂંધાયેલો
(2) આ ખામીનું સૌપ્રથમ વર્ણન લેન્ગડાઉન વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું
(3) દ્વિતીય ગૌણ જાતીય લક્ષણોનો અભાવ
(4) ખાંચાયુકત તિરાડવાળી જીભ

(44) કોલમ-I અને કોલમ-II ને યોગ્ય રીતે જોડી સાચો વિકલ્પ પસંદ કરો.
            કોલમ-1                                    કોલમ-II
(A) પેસિફિક સાલ્મન માછલી (I)મોટા કદની સંતતિનું ઓછી સંખ્યામાં નિર્માણ
(B) સસ્તનો                        (II) નાના કદની સંતતિનું મોટી સંખ્યામાં નિર્માણ
(C) છીપલો                        (III) સમગ્ર જીવનકાળ દરમિયાન માત્ર એક જ વાર સંવનન કરે છે.
(D) પક્ષીઓ                       (IV) સમગ્ર જીવનકાળ દરમિયાન ઘણીવાર સંવનન કરે છે.
(1) (A-II), (B-IV), (C-III), (D-1)
(2) (A-IV), (B-II), (C-I), (D-III)
(3) (A-I), (B-IV), (C-II), (D-III)
(4) (A-III), (B-IV), (C-II), (D-1)

(45) એકદળી પ્રકાંડ માટે નીચેનામાંથી કયા વિધાનો અસત્ય છે ?
(1) એકદળી પ્રકાંડનું અધઃસ્તર દઢોતકનું બનેલું છે.
(2) અંતઃસ્તરના નીચે સામાન્ય રીતે પરિચક્ર ગેરહાજર હોય છે.
(3) કેન્દ્રીય વાહિપૂલો, પરિઘવર્તી વાહિપૂલો કરતાં નાના હોય છે.
(4) પ્રત્યેક વાહિપૂલ સહસ્થ, અવર્ધમાન અને અંતરારંભી આદિદારૂ ધરાવે છે.

(46) પ્રકાશસંશ્લેષણ માટે કયું વિધાન અસંગત છે?
(I) C4 વનસ્પતિઓમાં, મધ્યપર્ણકોષોમાં PEPcase હોય છે પણ Rubisco હોતું નથી.
(2) ATP સિન્થેટેઝ ઉત્સેચકનો Fo ભાગ થાઈલેકોઈડ પટલની બહારની સપાટી પર ઉપરસેલો હોય છે, જે આધારકની સામે હોય છે.
(3) આધારક લેમીલીમાં PS-II અને રિડકટેઝ ઉત્સેચક નથી હોતા.
(4) જયારે કાર્બનડાયોકસાઈડ અને ઓકિસજન સમાન પ્રમાણમાં પ્રાપ્ય હોય ત્યારે Rubisco CO2 પ્રત્યે વધુ ખેંચાણ ધરાવે છે.

(47) આપેલ વિધાન માટે સંલગ્ન વૈજ્ઞાનિક માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન – પાકેલા સંતરામાંથી મુકત થતો બાષ્પશીલ પદાર્થ તેની નજીકમાં રહેલા અપરિપકવ કાચા કેળાંને ઝડપથી પકવી નાંખે છે.
(1) સ્કૂગ
(2) ડોર્મીન
(3) કઝિન્સ
(4) એક પણ નહિ

(48) કેબ્સચક્રના અંતે પરંતું ETS પહેલાં, ગ્લુકોઝના ઓકિસડેશનથી થતી ચોખ્ખી પ્રાપ્તિ-
(1) 6 CO₂, 10 NADH, 2FADH , 4 ATP
(2) 3 CO, 5 NADH, 1 FADH, 2 ATP
(3) 6 CO₂, 10 NADH, 2 FADH, 3 ATP
(4) એક પણ નહિ

(49) Founder effect નીચેના પૈકી કોના માટે સંલગ્ન છે ?
(1) દિશાકીય ફેરફાર
(2) મૂળભૂત વિચલીત વસતીનું સ્થાપક બનવું
(3) વસ્તનું વિચલન
(4) પેઢીઓ સુધી વસતીનું સ્થિર જળવાઈ રહેવું.

(50) 1920 ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવેલા કાંટાળા થોરમાં ખૂબ ટૂંક સમયમાં વસતી-વિસ્ફોટ જોવા મળ્યો, આ કોનું ઉદાહરણ છે.
(1) અંતઃસ્થળાંતરણ
(2) પરિચિત કરાયેલી જાતિ દ્વારા સ્થાનિક જાતિનો સ્પર્ધા નિકાલ
(3) બર્હિસ્થળાંતરણ
(4) ચરઘાતાંકીય વૃદ્ધિ

(51) t-RNA પર એલેનાઈન માટેનો પ્રતિ-સંકેત CGU છે. તો DNA ની શૃંખલા પર આવેલ તેનો ત્રિઅક્ષરી જનીનસંકેત કયો હોય ?
(1) CAU
(2) CGT
(3) GTA
(4) GUA

(52) નીચેનામાંથી કયું વિધાન દેડકાને અનુલક્ષીને સાચું નથી ?
(i) આંખો બહારની તરફ ઉપસેલીી અને પારદર્શક પટલથી ઢંકાયેલ હોય છે જેથી પાણીની અંદર આંખોનો બચાવ થઈ શકે.
(ii) કર્ણપટલ ધ્વનિના સંકેતો ગ્રહણ કરે છે જે આંખોની બંને બાજુઓ પર આવેલા હોય છે.
(iii) અગ્ર અને પશ્ચ ઉપાંગો તરવા, ચાલવા, ફરવા અને ખાડો ખોદવાનું કાર્ય કરે છે.
(iv) અગ્ર ઉપાંગની આંગળીઓ પટલથી જોડાયેલ હોય છે.
(1) (i) & (ii)
(2) (iii) & (iv)
(3) માત્ર (iv)
(4) માત્ર (ii)

(53) આપેલ વિધાનો વાંચી સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન-1 : અંડકોષનું દાતા સ્ત્રીમાંથી સ્થળાંતરણ કરી એવી સ્ત્રીની અંડવાહિનીમાં દાખલ કરવામાં આવે છે કે જે અંડકોષ નિર્માણ કરવા સક્ષમ ન હોય આ પદ્ધતિને GIFT કહે છે.
વિધાન-2 : પ્રારંભિક ભૂણ (8 સુધીનાં ગર્ભકોષ્ઠ) ધરાવતાનું સ્ત્રીની અંડવાહિનીમાં સ્થળાંતરણ, તેને ZIFT કહે છે.
(1) બંને વિધાન-1 અને 2 ખોટાં છે.
(2) વિધાન-1 ખોટું પરંતું વિધાન-2 સાચું છે.
(3) વિધાન-1 સાચું પરંતુ વિધાન-2 ખોટું છે.
(4) બંને વિધાન-1 અને 2 સાચાં છે.

(54) નીચેનાં જોડકાં માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) અક્ષીય અને શિરોધર(A) કાસ્થિમય સાંધો
(ii) બે કપાલી અસ્થિર(B) તંતુમય સાંધો
(iii) બેનિતંબાસ્થિ(C) વળી શકે તેવો સાંધો
(iv) પ્રથમ મણિબંધાસ્થિ અને પ્રથમ પશ્ચ મણિબંધાસ્થિ(D) ઉખળી સાંધો
(1) (i-C), (iv-D)
(2) (iv-C), (i - D)
(3) (i-A), (ii - C)
(4) (iv-D), (iii - A)

(55) માદામાં ગર્ભધારણ સમયે માદાના મૂત્રવિશ્લેષણમાં કયા અંતઃસ્ત્રાવની હાજરી જોવા મળે છે ?
(1) લ્યુટેનાઈઝીંગ હોર્મોન
(2) hCG
(3) પ્રોજેસ્ટેરોન
(4) ઈસ્ટ્રોજન

(56) નીચેનામાંથી કઈ પદ્ધતિ રોગનું વહેલા નિદાન અને વહેલી સારવાર માટેનો હેતું સિદ્ધ કરતી નથી ?
(1) ELISA
(2) સીરમ અને મૂત્રનું પૃથ્થકરણ
(3) રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી
(4) PCR

(57) શલ્કીય ઉઝરડાનું લક્ષણ ધરાવતા રોગ માટે જવાબદાર ફૂગ પૈકી નીચેનામાંથી કઈ ફૂગનો સમાવેશ થતો નથી ?
(1) ટ્રાયકોફાયટોન
(2) ટ્રાયકોફાયસીસ
(3) એપિડર્મોફાયટોન
(4) માઈક્રોસ્પોરમ

(58) તેનો ઉપયોગ એમ્ફિસેમાની સારવાર માટે થાય છે?
(1) ટ્રિપ્સિન
(2) ઈન્યુલીન
(3) આલ્ફા -1 એન્ટિટ્રિપ્સિન
(4) એમ્ફિસીમોન

(59) શ્વસનનાં કદ અને ક્ષમતા માટેની સાચી તથા ખોટી જોડ પસંદ કરો.
(I) IC=TV+RV
(II) VC=TV+IRV
(III) RV=VC-IRV
(IV) TV=IC-IRV
(1) I, II, III ખોટું , IV સાચું
(2) I, II ખોટું, II, IV સાચું
(3) I, II, IV સાચું, III ખોટું
(4) I, III, II અને IV સાચું

(60) પ્લાઝમોડેસ્માટા એટલે —
(1) પ્રચલન માટેની રચના
(2) પટલ જે કોષકેન્દ્રને કોપરસપટલ સાથે જોડે છે.
(3) પાસપાસેના કોષોનું જોડાણ
(4) કોષો વચ્ચે લિગ્નીફાઈડ સિમેન્ટનું સ્તર

(61) નીચેના પૈકી કઈ જોડીમાં કર્ણ, કર્ણપટલ સ્વરૂપે આવેલ હોય છે ?
(1) મત્સ્ય અને ઉભયજીવી
(2) સરીસૃપ અને વિહંગ
(3) ઉભયજીવી અને સરીસૃપ
(4) ઉભયજીવી અને સસ્તન

(62) નીચેના વિધાનો વાંચો.
વિધાન -I: ઉચ્ચ રુધિરદાબ શબ્દ રુધિરના સામાન્ય (120/90) દબાણ કરતાં વધુ દબાણ માટે વપરાય છે.
વિધાન - II : P તરંગ ક્ષેપકોને ઉત્તેજનામાંથી સામાન્ય સ્થિતિમાં પાછા આવવાની સ્થિતિ રજૂ કરે છે.
વિધાન - III : બધા જ અપૃષ્ઠવંશીઓ સ્નાયુલ ખંડીય હૃદય ધરાવે છે.
વિધાન - IV : લ્યુકોસાઈટમાં હીમોગ્લોબીનના અભાવના કારણે તે રંગવિહિન હોય છે.
ઉપરોકત વિધાનોમાંથી કેટલા વિધાનો સાચાં છે ?
(1) એક
(2) બે
(3) ત્રણ
(4) ચાર

(63) નીચેના પૈકી કઈ પ્રક્રિયાઓ થતાં ચેતાતંતુ પટલમાં વિશ્રામી કલીવીજસ્થિતિમાન પુનઃસ્થાપિત થાય છે?
(i) Na+ આયનમાર્ગ – બંધ સ્થિતિ
(ii) Na+ આયનમાર્ગ – ખુલ્લી સ્થિતિ
(ii) K+ આયનમાર્ગ – ખુલ્લી સ્થિતિ
(iv) K+ આયનમાર્ગ – બંધ સ્થિતિ
(1) (ii) & (iv)
(2) (i) & (iv)
(3) (i) & (iii)
(4) (ii) & (iii)

(64) પ્રાણીઓમાં આંતરસંબંધનાં સંદર્ભમાં આપેલાં ઉદાહરણો વાંચો.
(1) આંબાનાં વૃક્ષ પર આરોહી વનસ્પતિ તરીકે ઉગતી વનસ્પતિ ઓર્કિડ
(ii) વ્હેલની પીઠ પર વિકાસ પામતા બાર્નેકલ્સ
(iii) સમુદ્રફૂલના ડંખકો વચ્ચે રહેલી કલોન માછલી
(iv) ચરતાં ઢોરોની ખૂબ નજીક રહેલા બગલા
ઉપરોકત ઉદાહરણો કયા પ્રકારનો આંતરસંબંધ સૂચવે છે?
(1) સહભોજીતા
(2) પરસ્પરતા
(3) પ્રતિજીવન
(4) સ્પર્ધા
(65) નીચેનામાંથી કઈ ગ્રંથિ જોડમાં હોતી નથી ?
(1) શુક્રાશય
(2) શુકિપંડ
(3) બલ્બોયુરેથ્રલ
(4) પ્રોસ્ટેટ

(66) નીચેનામાંથી કયો એક ન્યુકિલઓટાઈડનો પોલીમર છે?
(1) પ્રોટીન
(2) પોલીસેકેરાઈડ
(3) લિપિડ
(4) એક પણનહિ

(67) નીચેનામાંથી કયા પ્રાણીનો સમાવેશ ગોળકૃમિમાં થતો નથી.
(1) વૃકેરિયા
(2) એસાયલોસ્ટોમા
(3) એસ્કેરિસ
(4) હીરૂડીનેરીયા

(68) કોલમ-1 અને કોલમ-II માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
         કોલમ-1                 કોલમ-II
(A) વેસેકટોમી           (I) મુખ પદ્ધતિ
(B) સંવનન અંતરાલ   (II) અવરોધક પદ્ધતિ
(C) ગ્રીવાટોપી           (III) વાઢકાપ પદ્ધતિ
(D) માલા-ડી             (IV) પ્રાકૃતિક પદ્ધતિ
(1) (A-IV), (B-II), (C-I), (D-III)
(2) (A-III), (B-I), (C-IV), (D-II)
(3) (A-III), (B-IV), (C-II), (D-1)
(4) (A-II), (В-III), (C-I), (D-IV)

(69) કોલમ-1 અને કોલમ-II માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
           કોલમ-1               કોલમ-II
(A) લસિકાતંત્ર          (I) O2 યુકત રુધિર લઈ જાય
(B) ફુપ્ફુસીય શિરા    (II) પ્રતિકારકતંત્ર
(C) શ્રોમ્બોસાઈટ     (III) પેશી પ્રવ

(D) લસિકાકણ        (IV) રૂધિર ગંઠાવવામાં
(1) (А-III), (В-І), (C-II), (D-IV)
(2) (A-II), (B-I), (C-III), (D-IV)
(3) (A-II), (B-I), (C-IV), (D-III)
(4) (A-III), (B-I), (C-IV), (D-II)

(70) નીચેનામાંથી કયો રોગ વાઈરસ દ્વારા થાય છે અને મચ્છર દ્વારા ફેલાય છે ?
(1) મલેરિયા
(2) AIDS
(3) ફિલારીયાસીસ
(4) ડેન્ગ્યુ


(71) પુરુષમાં 100 દ્વિતિયક પૂર્વ શુક્રકોષ અને સ્ત્રીમાં 100 દ્વિતીયક પૂર્વઅંડકોષમાંથી શું ઉત્પન્ન થાય છે ?
(1) 100 શુક્રકોષ અને 100 અંડકોષ
(2) 100 શુક્રકોષ અને 200 અંડકોષ
(3) 100 શુક્રકોષ અને 50 અંડકોષ
(4) 200 શુક્રકોષ અને 100 અંડકોષ

(72) નીચેનામાંથી કઈ અંતઃસ્ત્રાવની જોડી એકબીજાથી વિરુદ્ધ અસર દર્શાવતી નથી ?
(1) PTH-TCT
(2) ADH-ANF
(3) ઈન્સ્યુલીન –ગ્લુકાગોન
(4) રીલેકસીન – ઈન્હીબીન

(73) નીચે આપેલ વિધાન A અને કારણ R માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન - A : ગર્ભકોષ્ઠ કોથળીના ગર્ભસ્થાપન માટે એપીમેટ્રીયમ જરૂરી છે.
કારણ -R : ફલન થવાને કારણે કોર્પસ લ્યુટિયમ નાશ પામે છે જેના કારણે માયોમેટ્રીયમ તૂટે છે.
(1) A ખોટું પરંતુ R સાચું છે.
(2) A અને R બંને ખોટાં છે.
(3) A અને R બંને સાચાં R એ A ની સમજૂતી છે.
(4) A અને R બંને સાચાં R એ A ની સમજૂતી નથી.


(74) નીચેનામાંથી કયા એક પ્રાણીનો સમાવેશ જરાયુજ સસ્તનમાં થતો નથી.
(1) લેમૂર
(2) બોબકેટ
(३) વરૂ
(4) ફલેન્જર

(75) નીચે પૈકી કયા નશાકારક પદાર્થોનો કેટલાક રમતવીરો દૂરઉપયોગ કરે છે ?
(1) હેરોઈન
(2) બાર્બીટયુરેટ
(3) કેનાબીનોઈડ્સ
(4) બેન્ઝોડાયએઝેપાઈન

(76) નૈસર્ગિક મારક T-કોષો કોનો નાશ કરી શકે છે ?
(1) શરીર માટે પરજાત બેકટેરિયા
(2) કેટલાક ગાંઠ કોષો
(3) વાઈરસથી ચેપગ્રસ્ત કોષ
(4) આપેલ તમામ

(77) રીવેટ પેપર પૂર્વધારણા કોના દ્વારા આપવામાં આવી?
(1) પોલ એહરલિક
(2) એલેકઝાંડર વોન હમ્બોલ્ટ
(3) ડેવિડ ટિલમેન
(4) રોબર્ટ મે

(78) વર્ગીકરણ સમૂહ કે પ્રદેશને ધ્યાનમાં લીધા વિના Z ના મૂલ્યો જેટલી ક્ષેત્રમર્યાદામાં આવેલા છે.
(1) 0.1 થી 0.2
(2) 0.1 થી 1.0
(3) 0.3 થી 0.8
(4) 0.6 થી 1.8

(79) નીચેનામાંથી કઈ અંગિકા અંગિકાની અંગિકા તરીકે ઓળખાય છે ?
(1) કોષકેન્દ્ર
(2) તારાકેન્દ્ર
(3) રીબોઝોમ
(4) કણાભસૂત્ર

(80) નીચેનામાંથી કયા એક રોગમાં Gynaecomastic લક્ષણ જોવા મળે છે ?
(1) કલાઈન ફેલ્ટર સિન્ડ્રોમ
(2) રંગઅંધતા
(3) ડાઉન્સ સિન્ડ્રોમ
(4) ટર્નર્સ સિન્ડ્રોમ

(81) નીચેનામાંથી કયો જનીન સંકેત વેલાઈન એમિનોએસિડનું સંકેતન કરતો નથી ?
(1) GUU, GUC
(2) GUU, GUG
(3) GUA, GUG
(4) GGU, GGC

(82) તે ઈરીથ્રોપોએસીસની ઘટના પ્રેરે છે.
(1) એપીનેફીન
(2) સિક્રિટીન
(3) ઈરીથ્રોપોએટીન
(4) ઈરીથ્રોસ્ટેટીન

(83) નોર્મન માયર્સ દ્વારા આ જ સુધી વિશ્વમાં કેટલા જૈવવિવિધતાવાળા હોટસ્પોટ ઓળખાયા છે ?
(1) 25
(2) 34
(3) 43
(4) 17

(184) માયોટોનીક ડિસ્ટ્રોફી માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
(1) દૈહિક પ્રચ્છન્ન લક્ષણ
(2) લિંગી પ્રભાવી લક્ષણ
(3) દૈહિક પ્રભાવી લક્ષણ
(4) એક પણ નહિ

(85) નીચેના પૈકી કયું વિધાન અસંગત છે ?
(1) મસ્તિષ્ક તરલનલિકા મધ્યમગજમાંથી પસાર થાય છે.
(2) કરોડરજજુ મગજ સાથે પોન્સ વડે જોડાયેલ છે.
(3) લિબિંક તંત્ર લાગણીની પ્રતિક્રિયાની અભિવ્યકિતનું નિયમન કરે છે.
(4) અંતઃતાનિકા આવરણ મગજની પેશીઓ સાથે જોડાયેલું છે.

(86) નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ?
(1) ડાંગરની ખેતીમાં જીબરેલિન્સનો છંટકાવ કરવાથી પ્રકાંડની લંબાઈમાં વધારો થાય છે.
(2) ABA બીજનાં અંકુરણને પ્રેરે છે.
(3) PGR ની ભૂમિકા એક પ્રકારના આંતરિક નિયંત્રણની હોય છે.
(4) કાઈનેટીન વનસ્પતિઓમાં નૈસર્ગિક પ્રાપ્ય હોય છે.

(87) પોટેશિયમના નિકાલનું નિયમન મુખ્યત્વે કોના દ્વારા અને કેવી રીતે થાય છે?
(1) K+ નું પુન:શોષણ PCT માં થાય છે.
(2) K+ નો સ્ત્રાવ DCT માં થાય છે.
(3) K+ નું પુનઃશોષણ DCT માં થાય છે.
(4) K+ નો સ્ત્રાવ PCT માં થાય છે.

(88) મૂત્રમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ ડાયાબિટિસ મેલિટસ સૂચવે છે?
(1) મૂત્રપિંડની પથરી અને હાયપરગ્લાયસેમિયા
(2) યુરેમિયા અને કિટોન્યૂરિયા
(3) યુરેમિયા અને મૂત્રપિંડની પથરી
(4) કીટોન્યુરીયા અને ગ્લાયકોસુરિયા

(89) નીચેનામાંથી કયો વિકલ્પ પ્રમેરૂદંડીનાં એકમ દર્શાવે છે ?
(1) બેલેનોપ્ટેરા, માર્કોપસ, સાલ્પા
(2) ડોલીઓલમ, એસિડિયા, સેક્કોગ્લોસસ
(3) ડેલફિનસ, કોલંબા, ડોલીઓલમ
(4) સાલ્પા, ડોલીઓલમ, બેકીયોસ્ટોમા

(90) વંદામાં લિંગભેદને અનુલક્ષીને નીચેનામાંથી કયું તેનું લાક્ષણિક લક્ષણ છે.
(1) પૂચ્છશૂળની હાજરી
(2) ઘેરોકથ્થાઈ રંગ અને પુચ્છશૂળ
(3) દઢોતકની હાજરી
(4) એક પણ નહિ

(91) PEN માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
(1) n
(2) 2n
(3) 3n
(4) 4n

(92) તેની ઉણપથી રુધિરમાં Ca++ ના સ્તરમાં ઘટાડો નોંધાય છે ?
(1) કેલ્સિટોનીન અને પેરાથોર્મોન
(2) કેલ્સિટોનીન
(3) પેરાથોર્મોન
(4) થાયરોકિસન

(93) જો વસ્તીમાં આનુવંશિક વિકૃતિ તેની મહત્તમ આવૃત્તિ સાથે જોવા મળે તો તેને શું કહે છે ?
(1) સહલગ્નતા
(2) સિકવન્સ એનોટેશન
(3) એકસપ્રેરક સિકવેન્સ ટેગ્સ
(4) DNA બહુરૂપકતા

(94) નીચેનામાંથી કયો વિકલ્પ આયોજન સ્તરને અનુલક્ષીને આપેલા પ્રાણીઓનો ઉતરતો ક્રમ દર્શાવે છે ?
(A) વંદો,  (B) જેલીફીશ,  (C) લ્યુકોસોલેનીયા,  (D) પટ્ટીકૃમિ
(1)A-C-D-B
(2) C-D-B-A
(3) C-B-D-A
(4) A-D-B-C

(95) કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા સર્જાતું રસાયણ, જે અન્ય સૂક્ષ્મજીવોને મારી નાખે છે અથવા તેમને મંદ પાડે છે તે.....
(1) પ્રતિજૈવિક દ્રવ્યો
(2) એન્ટિબોડી
(3) કાર્બનિક એસિડ
(4) એન્ટિજન

(96) નિષ્ક્રિય ફાઈબીનોજન્સના ફાઈબ્રીન્સમાં રૂપાંતરણ થવા માટે કયો ઉત્સેચક જવાબદાર છે?
(1) થ્રોમ્બીન
(2) એપીનેફીન
(3) રેનીન
(4) થ્રોમ્બોકાઈનેઝ

(97) અર્ધીકરણની કઈ અવસ્થાએ સમજાત રંગસૂત્રો છૂટા પડે છે ?
(1) પૂર્વાવસ્થા -I
(2) પૂર્વાવસ્થા-II
(3) પશ્ચાવસ્થા–II
(4) પશ્વાવસ્થા–I

(98) 10 દેડકાની અગ્રઉપાંગની આંગળીઓની કુલ સંખ્યામાં 20 દેડકાની એક પગની આંગળી ઉમેરતાં કૂલ કેટલી આંગળીઓ થાય?
(1) 240
(2) 140
(3) 160
(4) 180

(99) સ્નાયુતંતુક ખંડ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
(1) બે ક્રમિક I બિંબ વચ્ચેનું અંતર
(2) એક A બિંબ અને બે I બિંબ વચ્ચેનો વિસ્તાર
(3) બે ક્રમિક M બિંબ વચ્ચેનું અંતર
(4) એક A બિંબ અને બે અપૂર્ણ I બિંબનો વિસ્તાર

(100) વર્તમાન સમયના વિલોપનનો દરનો ક્રમ કયો છે?
(1) 2 અને 4 વચ્ચેનો
(2) 4 અને 6 વચ્ચેનો
(3) 3 અને 5 વચ્ચેનો
(4) 1 અને 3 વચ્ચેનો



જવાબો 

1. 4, 2.4, 3.3, 4.3, 5.3, 6.1, 7.3, 8.4, 9.4, 10.2, 11.2, 12.3, 13.3, 14.2, 15.4, 16.2, 17.4, 18.1, 19.3, 20.4, 21.3, 22.4, 23.4, 24.2, 25.1, 26.2 , 27.4, 28.3, 29.4, 30.4, 31.4, 32.2, 33.4, 34.4, 35.3, 36.4, 37.2, 38.4, 39.3, 40.2, 41.4, 42.1,  43.3,  44.4,  45.3,  46.2,  47.3,  48.1,  49.2,  50.4 , 51.2,  52.3,  53.3 ,  54.4, 55.2,  56.2,  57.2,  58.3,  59.1,  60.3,  61.3,  62.1,  63.3,  64.1,  65.4,  66.4,  67.4,  68.3 ,  69.4,  70.4,  71.4,  72.4,  73.2,  74.4,  75.3,  76.4,  77.1,  78.1,  79.3,  80.1,  81.4,  82.3,  83.2,  84.3,   85.2,  86.3,  87.2,  88.4,  89.4,  90.4,  91.3,  92.3,  93.4,  94.1,  95.1,  96.1,  97.4,  98.3 અને 4, 99.4,  100.2

નોંધ - કોમન નો અર્થ એ પ્રશ્ન માં ભૂલ હોવાથી માર્ક્સ ગણી લેવા.



MANISH MEVADA (M.Sc,M.Phil,B.Ed)

GUJARAT BIOLOGY NEET PLUS


Youtube -  @Gujarat Biology NEET PLUS 

                     @ Gujarat Biology Plus Manish Mevada

            @ Gujarat Biology NEET Q & A

Instagram   -  @gujaratbiologyneetplus

Play store App  -  Gujarat Biology NEET PLUS

Website        - www.indiabiologyneet.com

               www.gujaratbiologyneet.com

www.manishmevada.com

BOOK             LAST DAYS FOR BOARD EXAMINATION     

                                (2021,2022,2023,2024)  


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad